સદગુરુ:ચાલો તમને એક જોક કહું. એક દંપતી સંતાન રાખવું કે નહીં તે નિર્ણય સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. પતિ સંતાન રાખવા માંગતો હતો. પત્ની તેના બદલે કૂતરો રાખવા માંગતી હતી. તેઓ ચર્ચાને સમાધાન કરી શક્યા નહીં, તેથી તેઓ લગ્નના સલાહકાર પાસે ગયા. તેઓએ કહ્યું, “અમે અમારું મન બનાવી નથી શકતા કે અમે બાળક રાખીએ કે કૂતરો. અમારે શું કરવું જોઈએ?" લગ્ન સલાહકારે કહ્યું, “આ ખૂબ જ સરળ છે. તમે તમારા કાર્પેટને કે તમારા જીવનને બરબાદ કરવા માંગો છો? તે તમારે જ નક્કી કરવું જોઈએ."

બાલ્યાવસ્થા, બાળપણ, પુખ્તવય, મધ્યમ વય અને વૃદ્ધાવસ્થાની જેમ, કિશોરાવસ્થા અથવા કિશોરવય અમુક વિકાસનો તબક્કો છે. આપણે તેનો ભાગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ મૂળભૂતરીતે, આ એક શરીરની યાત્રા છે. કેટલાક બાળપણની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, કેટલીક કિશોરવયની સમસ્યાઓ, તો કેટલાક આધેડ ઉમરની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે, તો કેટલાક વૃદ્ધાવસ્થાની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. આ દ્રષ્ટિકોણથી તેને જોઈએ તો જીવનનો દરેક તબક્કો એક સમસ્યા હોય તેવું લાગે છે. લોકો તેને જીવનના જુદા જુદા પાસાઓ તરીકે જોવાની જગ્યાએ, વિવિધ સમસ્યાઓ તરીકે જુએ છે.

તમારા જીવનમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ હોય છે, અને તે માત્ર પરિસ્થિતિઓ જ છે. તેમાંથી કેટલીકને તમે નિયંત્રિત કરી શકો છો - જયારે કેટલીકને તમે નિયંત્રિત કરી શકતા નથી. તમે જે પણ સંભાળી શકતા નથી, તેને ફક્ત એક પરિસ્થિતિ તરીકે જોવાને બદલે અને પોતાની જાતને તેનાં નિયંત્રણ માટે સજ્જ કરવાનો પ્રયાસ કરવાને બદલે તમે તેને સમસ્યા કહો છો. જે ક્ષણે તમે તેને સમસ્યા કહેશો, ઉદાસી કે કડવાશ એ કુદરતી રીતે પરિણામ બને છે.

#1 એક સારા મિત્ર બનો

જો તમે કિશોરના દ્રષ્ટિકોણથી જુઓ, તો, દરરોજ, તમારી ભીતર જીવન બદલાતું રહે છે કારણ કે તમે ઝડપથી વિકાસ કરી રહ્યાં છો, અને તમારી આસપાસના લોકો તેને સમજી શકતા નથી. સામાન્ય રીતે, દાદા-દાદી માતા-પિતા કરતા થોડા વધારે પ્રિય બને છે કારણ કે તેઓ વસ્તુઓ તરફ થોડું અંતર રાખીને જુએ છે. કિશોર વયે, ધીમે ધીમે તમારા હોર્મોન્સ (ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર પદાર્થ) તમને બંદી બનાવી લે છે. વૃદ્ધાવસ્થાનો અર્થ છે કે તમે તેમાંથી મુક્ત થતા જાવ છો, તેથી તેઓમાં તે પ્રકારની સમજણ હોય છે. તમારામાંના જે આડેધ વયના છે તેમની પાસે કોઈ સંકેત હોતો નથી. એતિહાસિક રીતે પણ, આડેધ વય એ મનમાં મૂંઝવણની સ્થિતિનું પ્રતિક છે!

કારણ કે તમે તેમને અહીં લાવ્યા છો, તમને માતા અને પિતાનું બિરુદ મળશે - તમને કોઈ મિત્રનું બિરુદ નહીં મળે. તમારા દરરોજ જવાબદારીપૂર્વક વર્તનથી તમારે આ કમાવું પડશે.

કિશોરવયના ઘણા પાસાં છે. એક વાત એ છે કે, તમારી બુદ્ધિ તમારા હોર્મોન્સ દ્વારા હાઇજેક કે બંદી બનાવી દેવામાં આવી છે. અચાનકથી, આખું વિશ્વ જુદું લાગે છે. જે સામાન્ય લોકો માત્ર તે અચાનક સ્ત્રી અને પુરુષ બની રહ્યા છે. અચાનક, તમે ફક્ત માનવતાના અડધા ભાગમાં જ રસ ધરાવો છો. તે એક વિશાળ પરિવર્તન છે. તમારે તે સમજવું જ જોઇએ કે તે તેમના માટે આ બધું નવું છે અને તેઓ તેને સ્વીકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

જો તમે તેમનાં સારા મિત્ર હશો અને તેમને સમસ્યાઓ હશે તો તેઓ તમારી સાથે વાત કરશે. કારણ કે મોટાભાગના માતાપિતા ખરાબ મિત્રો હોય છે, તેથી તેઓ અન્ય મિત્રો બનાવે છે, અને તે મિત્રો તેમની જ વાહિયાત સલાહ આપે છે કારણ કે તેઓ પણ તે જ સ્થિતિમાં છે. તે શ્રેષ્ઠ રહેશે કે જો તમારા બાળકોને કોઈ સમસ્યા હોય, તો તેઓ તમારી પાસે આવે. પણ જો તેમને લાગે કે તમે બોસની જેમ વર્તો છો તો તેઓ તમારી પાસે આવશે નહીં. જો તમને લાગે કે તેમના જીવન પર તમારી માલિકી છે તો તેઓ તમારી પાસે આવશે નહીં. જો તમે "તે ભયાનક પિતા અથવા માતા છો" તો તેઓ તમારી પાસે નહીં આવે.

જો તમે સારા મિત્ર હશો તો તેઓ તમારી પાસે આવશે, કારણ કે જ્યારે તેમને સમસ્યા હોય છે, ત્યારે સ્વાભાવિકરીતે જ તેઓ એક મિત્રની શોધમાં હોય છે. તેથી નાની ઉંમરથી જ એ ખાતરી કરો કે તેઓ 18 કે 20 વર્ષની વય સુધી પહોંચે ત્યાં સુધી તમે તેમના શ્રેષ્ઠ મિત્ર બનો. તમારે તે મિત્રતા કમાવવી પડશે. તે આમ જ નહિ થાય કારણ કે તમે તેમને આ ધરતી પર લાવ્યા છો. કારણ કે તમે તેમને અહીં લાવ્યા છો, તમને માતા અને પિતાનું બિરુદ મળશે - તમને કોઈ મિત્રનું બિરુદ નહીં મળે. તમારા દરરોજ જવાબદારીપૂર્વક વર્તનથી તમારે આ કમાવું પડશે.

#2 તેમને જવાબદાર બનાવો

તમે તમારા કિશોરો સાથે સોદો ના કરો. તમારી જાતને તેમના માટે ઉપલબ્ધ બનાવો. તેમને દરેક વસ્તુ માટે જવાબદાર બનાવો. એક મહિનો, તમારી માસિક આવક તેમને સોંપવાની હિંમત રાખો અને તેમને ઘરનું સંચાલન કરવાની જવાબદારી આપો. તમે જોશો, વસ્તુઓ નાટકીય રીતે બદલાશે. જો તમે ખરેખર તમારા બાળકો સાથે કંઈક કરવા માંગતા હો, તો તમારે તેમની વૃધ્ધિ થવા દેવી જોઈએ, કારણ કે તેઓ એ જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ફક્ત તેમનું શરીર જ નથી જે વિકાસ પામી રહ્યું છે – મનુષ્ય બનવાની સંભાવના પણ વધી રહી છે. તમારે તેમને કેવી રીતે રોકવા તે જોવા કરતાં, તેમને કેવી રીતે ખીલવા દેવા તે આવશ્યક છે.

એવું ન વિચારો કે કાબુ કરીને જીવનને નિયંત્રિત રાખવું એ એક સારી રીત છે. જવાબદારી તેમને યોગ્ય રસ્તે લઇ જશે.

તમારા બાળકોને તે રીતે ના ઉછેરો જેમકે તેઓ કોઈ પ્રકારનાં ભોટ અથવા નાસમજ છે, કે તમારે તેમને તેઓ પંદર વર્ષના થાય ત્યાં સુધી સ્તનપાન કરાવવું પડશે! આજે આ જ રીતે બાળકોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તેઓ નાના બાળકોની જેમ વર્તે છે, પછી ભલે તેઓ બાર, તેર, પંદર વર્ષના હોય. આજકાલ તેમાંના ઘણાખરા આ રીતના જ બની રહ્યા છે. પહેલાં આ દેશમાં આવું નહોતું. જ્યારે લોકો સંયુક્ત પરિવારોમાં મોટા થતા, ત્યારે આવું ન હતું; જ્યાં સુધી તેઓ છ, સાત વર્ષના થતા ત્યાં સુધી તેઓ બરાબર હતાં. હવે તેઓ સાવ લાચાર અને ભાવનાત્મક રીતે અસ્તવ્યસ્ત અથવા મૂંઝવણમાં છે. આ વિચાર કે મોટા થતાં બાળકો એ એક મોટી સમસ્યા છે તે જવો જોઈએ. જો કોઈ એમ કહે કે તેમના ઘરે એક કિશોર છે , તો આપણે એવું સમજવું જોઇએ કે તેમને ઘરે એક મોટી સમસ્યા છે, તે સાચું નથી.

મારી પુત્રી પણ કિશોર વયની હતી; લોકો મને પૂછતા રહેતા, “તમને કોઈ તકલીફ નથી પડતી?” કેવી મુશ્કેલી? તે શું કોઈ બોમ્બ જેવી વસ્તુ છે? તે એકદમ મઝામાં છે, કારણ કે હું તેની સાથે બાળકની જેમ વર્તતો નથી. હું તેને મારી બરાબર માનતો હતો. જ્યારે તે ચાર, પાંચ વર્ષની હતી, ત્યારે હું તેનો અભિપ્રાય પૂછતો, "ઠીક છે, આપણે આ કરી રહ્યા છીએ, આના વિષે શું કરીશું?" ઘણી વાર, તે અવિશ્વસનીય ઉકેલો આપતી જેનો મોટાભાગના પુખ્ત વયના લોકોએ ક્યારેય વિચાર પણ ના કર્યો હોય. આનો અર્થ એ નથી કે તે બાળક એક પ્રકારની વિશેષ પ્રતિભા છે. જો તમે તેને મંજૂરી આપો છો, તો દરેક બાળક પ્રતિભાશાળી છે. તમે તેમને અમુક પ્રકારની મિકેનિકલ વાહિયાત બનાવો છો કારણ કે તમે તેમને નિશ્ચિત ફોર્મેટ અથવા બંધારણમાં મૂકવા માંગો છો. જો તમે આવા કોઈ ફોરમેટ કે બંધારણ ફિક્સ નથી કરતા, તો તમે જોશો કે દરેક બાળક આના માટે સક્ષમ છે.

જો તમે તમારા બાળકોને રોકવાનો પ્રયાસ કરશો, તો તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો તમને છોકરાઓ છે, તો તમને એક પ્રકારની સમસ્યા હશે. જો તમને છોકરીઓ છે, તો તમને બીજી પ્રકારની સમસ્યા હશે. એવું ન વિચારો કે કાબુ કરીને જીવનને નિયંત્રિત રાખવું એ એક સારી રીત છે. જવાબદારી તેમને યોગ્ય રસ્તે લઇ જશે. મેં કહ્યું તેમ, તમારા પૈસા તેમને આપો અને આ મહિને તેમને ઘર ચલાવવા કહો - તમે વેકેશન પર છો. જો તમને ડર લાગે છે કે તેઓ તમારા પગારને ઉડાવી દેશે - જો તેઓ આમ કરશે તો તમારી સાથે જે થઇ રહ્યું છે તેઓની સાથે પણ થશે. તેમને એક મહિના માટે તેમાંથી પસાર થવા દો. અવશ્ય, તમે થોડો પૈસા સાઈડમાં રાખી શકો છો, પરંતુ જો તેઓ પૈસા ઉડાવી દેશે તો તેઓને સમજવા દો, કાલે સવારે નાસ્તો નહીં મળે. સુરક્ષિત અને કેરિંગ વાતાવરણમાં શીખવું એ બહાર રસ્તા ઊપર શીખવા કરતા વધુ સારું છે.

#3 લાચારીના વખાણ કરવાનું બંધ કરો

તમારા બાળકો મોટા થઈ રહ્યા છે અને કિશોરો બની રહ્યા છે - તે આનંદની વાત હોવી જોઈએ. પરંતુ તમે તેમના મોટા થવા પર દુઃખી છો. દુર્ભાગ્યપણે, આપણે બાળપણ અને બાલ્યવસ્થા, જે જીવનના અસહાય તબક્કાઓ છે, તેની ખુબ પ્રસંશા કરીએ છીએ. જ્યારે બાળકો નાના હોય છે, ત્યારે તેઓ લાચાર હોય છે અને દરેક વસ્તુ માટે તમારી પર આધારિત હોય છે. તમને લાગે છે કે તમારા બાળકો અદભુત છે કારણ કે તેઓ લાચાર છે. માની લો કે બા જનમતાની સાથે ઉભો થાય અને કહે, "અરે, તમે કોણ છે?" તો તમને આ બાળક ગમશે નહીં. પરંતુ તેઓને તે સવાલ પૂછવામાં 14 કે 15 વર્ષ લાગે છે. હકીકતમાં, તે એક કિશોર પૂછે છે, "ઠીક છે, તમે કોણ છો?"

યુવાન અને ઉત્સાહિત કિશોરોની નજરમાં, જે માતાપિતા વિચારે છે કે તેમને હજી તેમની સાથે ઘૂંટણિયે ચાલવું જોઈએ, તો તે હાસ્યાસ્પદ લાગે છે.

જો તમે બાળપણની જ પ્રશંસા કરશો, તો તમે હંમેશા લાચાર રહેશો કારણકે તે જીવનની એક લાચાર સ્થિતિ છે જ્યાં કોઈ બીજાની સહાય વિના આપણું અસ્તિત્વ નથી. કારણ કે લોકોમાં તેમના બાળકોને લાચાર જીવ તરીકે જોવાની આદત પડી ગઈ છે, જ્યારે તેઓ કહેવાતી "કિશોરવયની" વય સુધી પહોંચે છે અને પોતાના પગ પર ઉભા થવાનું શરૂ કરે છે, ત્યારે લોકોને તે ગમતું નથી.

જો તમે તે તાજા જીવ માટે કોઈ મહત્ત્વના વ્યક્તિ બનવા માંગતા હો, તો પછી તમે કોણ છો તેની કોઈ ચોક્કસ મર્યાદા હોવી જોઈએ નહીં. જ્યારે બાળક શિશુ હતું અને તે ઘૂંટણિયે ચાલતું હતું, ત્યારે તમે તેની સાથે ઘૂંટણિયે ચાલતા હતા. હવે જ્યારે કિશોર તરીકે ઝૂલવા માંગે છે, ત્યારે તમે તેની સાથે ઝૂલવા સમર્થ હોવા જોઈએ. જો તમે હજી પણ તેની સાથે ઘૂંટણિયે ચાલવા માંગો છો, તો તેને રસ નહિ હોય. યુવાન અને ઉત્સાહિત કિશોરોની નજરમાં, જે માતાપિતા વિચારે છે કે તેમને હજી તેમની સાથે ઘૂંટણિયે ચાલવું જોઈએ, તો તે હાસ્યાસ્પદ લાગે છે.

#4 તેમને “માલિકીના” ન બનાવો, તેમને શામેલ કરો

તે વિચાર છોડો કે તમારું બાળક તમારી માલિકીનું છે. જો તમને લાગે કે આ બાળક તમારી માલિકીનું છે, તો જ્યારે તેઓ તેમની કિશોર અવસ્થામાં આવશે, ત્યારે તેઓ તમને તેમની રીતે કહેશે, "હું તમારી માલિકીનો નથી." તેવું જ તેઓ તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે - જેને તમે પચાવી શકતા નથી. બીજું જીવન તમારી માલિકીનું નથી. જો કોઈ જીવને તમારી સાથે રહેવાનું પસંદ કર્યું છે, તો કૃપા કરીને તેની માવજત કરો. તે એક જબરદસ્ત વસ્તુ છે. પછી ભલે તે તમારા પતિ, તમારી પત્ની અથવા તમારા બાળકો હોય - આ હકીકતની કદર કરો કે બીજા જીવને તમારા દ્વારા આવવાનું અથવા તમારી સાથે રહેવાનું પસંદ કર્યું છે. તમે કોઈપણ અર્થમાં તેમના માલિક નથી. જો તમને તે અત્યારે નહીં સમજાય, તો તમે તેને ત્યારે સમજાશે જયારે તમે મૃત્યુ પામશો અથવા તેઓ મૃત્યુ પામશે. તમે તેમના માલિક નથી, પરંતુ ચોક્કસપણે, તમારે તેમને પોતાનામાં શામેલ કરવા જોઈએ.

#5 તમારા વિશે કંઈક કરો

જો આપણે ખરેખર આપણા બાળકોને સારી રીતે ઉછેરવા માંગતા હોઈએ તો, સૌ પ્રથમ આપણે જોવું જોઈએ કે આપણે પોતાના વિષે કંઇક કરી શકીએ કે નહીં. માતાપિતા બનવાની ઇચ્છા ધરાવતા દરેક વ્યક્તિએ એક સરળ પ્રયોગ કરવો જ જોઇએ. જુઓ કે તે શું છે જે તમારા જીવનમાં ઠીક નથી, અને તમારા જીવન માટે શું સારું છે - બહારની દુનિયા વિશે નહીં કારણ કે તેને અન્ય લોકોના સહયોગની જરૂર છે, પરંતુ તમારા વિશે. જુઓ કે શું તમે આગામી ત્રણ મહિનામાં તે પ્રગટ કરી શકો છો.

માતાપિતા બનવાની ઇચ્છા ધરાવતા દરેક વ્યક્તિએ એક સરળ પ્રયોગ કરવો જ જોઇએ.

તમારા વિશે કંઈક – જેમકે તમારું પોતાનું વર્તન, વાણી, ક્રિયા કરવાની રીતો અને ટેવો - જો તમે તે ત્રણ મહિનામાં બદલી શકો, તો તમે તમારા પુત્ર અથવા પુત્રીને પણ ડહાપણથી સંભાળી શકશો. નહીં તો તમે કોઈ બીજાની સલાહ મુજબ ચાલશો. ત્યાં સલાહની કોઈ જરૂર નથી. તે ચોક્કસ બાળકનું નિરીક્ષણ માંગી લે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે ચોક્કસ વ્યક્તિ સાથે. તમે દરેક બાળક સાથે સમાન કાર્યો કરી શકતા નથી કારણ કે દરેક બાળક અનોખું અથવા અજોડ છે.

 

"તમારા બાળકને પ્રેરણા આપો, વિશ્વને પ્રેરણા આપો" માં પેરેંટિંગ વિશે સદગુરુ જ્ઞાન વિશે વધુ જાણો. મફત ડાઉનલોડ માટે પ્રાઇસ ફિલ્ડમાં ‘0’ દાખલ કરો.