કૈલાશના ત્રણ પરિમાણો

સદગુરુ કૈલાશના ઘણા પરિમાણોનું વર્ણન કરે છે, અને આપણે તેનો અનુભવ કરવા માટે ગ્રહણશીલ કઈ રીતે બની શકીએ છીએ તે કહે છે.
કૈલાશના ત્રણ પરિમાણો
 

સદગુરુ: ઇતિહાસ કહે છે કે કૈલાશ અને એની આસપાસનો પ્રદેશ શિવે જાતે પાર કર્યો હતો. જ્યારે આપણે કૈલાશ વિષે કહીયે છીએ, તો એના ત્રણ પરિમાણો છે. પહેલું તે આ પર્વતની તીવ્ર ઉપસ્થિતિ, બીજું એ વિપુલ પ્રમાણમાં જાણકારી કે જ્ઞાન જે અહીં છે અને ત્રીજું એ કૈલાશનો મૂળ સ્ત્રોત છે, જે અહીં જ છે.

કૈલાશ- જેની ઉપસ્થિતિ તાદ્રશ સૌંદર્યથી પરે છે

 

હિમાલયની પર્વતમાળામાં કૈલાશ કરતાં અનેક ગણા મોટા અને સુંદર અનેક શિખરો છે. એમાં સો કરતાં વધારે શિખરો ૨૪,000થી વધુ ઊંચાઈના છે. ભારતના ઘણા બધા ભાગોમાંથી જે લોકો પગપાળા યાત્રા કરીને આવ્યા છે એમણે રસ્તામાં માઉન્ટ એવટેસ્ટ જોયો હશે. કદ અને વિશાળતાની દ્રષ્ટિએ એનાથી વધુ જોવાલાયક કાંઈ નથી.

આપણે કૈલાશની કુદરતી સૌંદર્ય જોવા માટે નથી આવતા. લોકોએ આ પર્વતને ઓળખ્યો છે અને તેની પાસે જ આવે છે કારણ કે ‘કૈલાશની ચોતરફ અતિશય ઉપસ્થિતિ’ છે.

 

ધારો કે તમે એક બાળક છો અને તમને બારાખડીના ત્રણ જ અક્ષર ખબર છે, ‘ક,ખ અને ગ’. અને તમને કોઈ બહુ મોટા પુસ્તકાલયમાં અસંખ્ય પુસ્તકોની વચ્ચે લઈ જાય છે. ત્યાં ઘણાબધા પુસ્તકોમાં તમે ‘ક’ અક્ષરને જોયો, પછી ‘ખ’ અક્ષરને પણ ઘણાબધા પુસ્તકોમાં જોયો. તમે લાખો પુસ્તકોમાં કરોડો અક્ષરો જોયા અને તમે એકદમ અભિભૂત થઈ ગયા ! કૈલાશનો આ જ અનુભવ છે.

ત્યાં છલકાતી વિપુલ માત્રાની ઉપસ્થિતિનો દરેક વ્યક્તિ અનુભવ કરી શકે છે. તમે એને ચૂકી શકો જ નહીં, સિવાય કે તમે ખૂબ અક્કડ હોવ અને સેલ્ફીઓ લેવામાં વ્યસ્ત હોવ. જો તમારું બધુ ધ્યાન કૈલાશને તમારી બે આંગળીઓની વચ્ચે પકડી રાખવામાં અને ફોટા પડાવવામાં જ હોય તો તમે એ  અનુભવ ચૂકી જશો. નહિતર કોઈ પણ વ્યક્તિ આ ઉપસ્થિતિને ચૂકી શકે એમ નથી.

ઓરડામાં હવા છે. જો તમે બેધ્યાનપણે શ્વાસ લઈ રહ્યા છો તો પણ એ હવા તમને પોશે છે અને જીવંત રાખે છે.પણ જો તમે જાગ્રત થઈને શ્વાસ લો છો તો તમારો અનુભવ અલગ હશે. અથવા તો તમે આજે જમતી ફેરી એક પ્રયોગ કરી જુઓ. તમે કોઈ ખૂબ પૌષ્ટિક ભોજન પદાર્થ લો, એને મિક્સરમાં ‘ચર્ન’ કરી નાખો અને જીભને અડાડ્યા વગર સીધેસીધો ‘ફનલ’ વાટે ગટગટાવી જાવ. આમ કરવાથી તમને પોષણ તો મળશે પણ ભોજનના સ્વાદ અને સુંદરતાનો અનુભવ લઈ શકશો નહીં. તમારી સાથે કૈલાશમાં આવું પણ થઈ શકે છે. તમારી જાત સાથે તમે આવું ન કરો. પોષણ તો તમને કોઈ પણ રીતે મળવાનું જ છે, પણ એના સ્વાદનો આનંદ તો લેવો જ રહ્યો.

માહિતી અને જ્ઞાનનો વિપુલ ભંડાર

 

અહીં પ્રચંડ માત્રમાં રહેલા માહિતી અને જ્ઞાન એ આનું બીજું પરિમાણ છે. આ એક વિશાળ લાઈબ્રેરી જેવુ છે. તમે એ લાઇબ્રેરીથી દિગ્મૂઢ બની જશો, પણ તમને એ પુસ્તકો વાંચવા હશે તો એ જુદી બાબત છે. એક ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે પણ, (માત્ર શીખવા માટે- ભાષાશાસ્ત્રી થવા માટે નહીં) દસ-પંદર વર્ષ લાગી જતાં હોય છે. કૈલાશના જ્ઞાનને અડવું હોય તો એ એકદમ અલગ જ પરિમાણની તૈયારીઓ અને સામેલગીરી માંગી લે છે.

એક વાર કોઈએ મને પૂછ્યું કે, “એક સામાન્ય માણસ કૈલાશનો અનુભવ કરવા માટે શું કરી શકે છે?” જો તમે ખરા અર્થમાં એક સરળ વ્યક્તિ હશો તો તમારા માટે કૈલાશનો અનુભવ કરવો ખૂબ સરળ રહેશે. પણ તમે ક્યાંય પણ કોઈ માણસોને સામાન્ય જોયા છે? તમે તમારા આખા જીવનમાં ક્યારેય પણ સામાન્ય માણસ રહ્યા છો?

જો તમે ખરેખર જ એક સામાન્ય વ્યક્તિ હો હું કૈલાશનો અનુભવ તમારામાં રેડી શકું છું જે ખૂબ સરળ હશે. જો તમે સર્વસાધારણ હો અને તમને કાંઇ જ ખબર ન હોય પણ તમે એ કક્ષાના નથી. તમે તો ખૂબ જ હોશિયાર છો.  કોઈ એમ વિચારે કે એ એના ઘરની સૌથી હોશિયાર વ્યક્તિ છે તો કોઈ એમ વિચારે કે એ એના વિસ્તાર કે ગામની સૌથી હોશિયાર વ્યક્તિ છે તો વળી કોઈ વ્યક્તિ એનાથી પણ મોટા ક્ષેત્રમાં પોતે જ હોશિયાર છે એમ વિચર કરતી હશે, પણ દરેક જણા હોશિયાર તો છે જ. કોઈ પણ વ્યક્તિ સામાન્ય તો નથી જ.

જો આપણે લોકોને પર્વતો તરફ ખેચીને કે બીજી કોઈ પણ રીતે ખરેખર એક સામાન્ય વ્યક્તિ બનાવી દઈએ, એટલા બધા સામાન્ય કે તમને જે પણ કઈ કહેવામાં આવે એ સાંભળવા માટે તત્પર હોય, તો અમે કૈલાશનો અનુભવ એમનામાં રેડી શકીએ છીએ.

અથવા તો એમણે ખરેખર જ બુદ્ધિશાળી હોવું પડે, બુદ્ધિમત્તા કદી કોઇની સાથે સરખામણીમાં નથી હોતી, હોશિયારી હંમેશા બીજાની સરખામણીમાં હોય છે. જ્યારે આપણે કહીએ કે, “તમે હોશિયાર છો”, તો એનો અર્થ એ કે તમે તમારા બાજુવાળા કરતાં એક પગથિયું ઉપર છો. હોંશિયારી કાંઇ મહત્વપૂર્ણ બાબત નથી. હોંશિયારી તમે થોડા વધારે પૈસા કમાવામાં અને સમાજમાં એક સ્થાન બનાવવામાં મદદ કરી શકે પણ એ તમારા અસતીત્ત્વને કશે નથી લઈ જવાની.

બુદ્ધિમત્તા કોઈ દિવસ સરખામણી નથી કરતી. બુદ્ધિમત્તા પાસે સરખામણી કરવાનો અવકાશ જ નથી. કારણ કે બિદ્ધિમત્તાને ખબર  છે કે સરખામણી કરવી એ કેટલી ક્ષુલ્લક વાત છે. જો તમે ખરેખર બુદ્ધિજીવી છો અને તમારી આસપાસની વસ્તુઓ, એક ફૂલ કે એક પાંદડા પર પણ પૂરતું ધ્યાન આપો છો તો તમને ખબર પડશે કે તમારી બિદ્ધિમત્તા કેટલી નાની છે. બિદ્ધિમત્તાનો સ્વભાવ જ મર્યાદાઓને જોઇ  શકવાનો છે.

એક સામાન્ય વ્યક્તિ સાચે જ એક બુદ્ધિશાળી વ્યક્તિ છે કારણ કે, જો તમે તમારી આસપાસની દરેક વસ્તુ પર ધ્યાન આપો તો તમને જણાશે કે એ એક નાનકડું પાંદડું, ફૂલ  કે રેતીની એક કણ સુદ્ધાં તમે પોતાની જાતને વિચારતા હો એના કરતાં ઘણી વધારે બિદ્ધિશાળી છે. તેથી જ તમે સામાન્ય-સરળ માણસ બની જશો.

કૈલાશનો ઉદ્ગમ

 

ત્રીજું પરિમાણ એ કૈલાશનું ઉદ્ગમ છે. એય હાજર તો છે જ પણ, તે ઘણું સૂક્ષ્મ છે. એને માત્ર સંપૂર્ણતા જોઈએ છે. બધી જ શારીરિક, માનસિક અને ઉર્જાઓની સંપૂર્ણતા. ઉર્જાઓની સંપૂર્ણતા ટૂંક સમયમાં નહીં આવે પણ તમે શારીરિક અને માનસિક સંપૂર્ણતાને થોડા જ દિવસોમાં ખૂબ સરળતાથી પામી શકો છો.

તમે કૈલાશ જતાં હો એટલા દિવસ તમે નક્કી કરી લો કે તમે દિવસમાં કેટલી વખત ખાશો, બસ તેટલી જ વખત ખાઓ અધવચ્ચે ક્યારેય નહીં અને સાથે જ તમે ફોન વાપરવા અને વાતો કરવાનો સમય પણ નક્કી કરી રાખો. જો તમે ફોનને તદ્દન છોડી જ દો તો એ સારામાં સારું છે, નહિતર તમારી જરૂરિયાતો પ્રમાણે એ નક્કી કરી દો.

જો તમને મૌન રહેવું એ ફરજિયાતપણું લાગતું હોય અને તમને એકની એક ગાંડીઘેલી વાતો ફરી ફરી કર્યા કરવી હોય તો પણ ઓછામાં ઓછું તમે કૈલાશ જાઓ એટલા પૂરતું તો એ છોડી જ દો. એકાંતમાં બેસો, મંત્રજાપ કરો, ધ્યાનને પૂરતું કેન્દ્રિત કરો, તમારી આસપાસની દરેક વસ્તુઓ પ્રત્યે જાગ્રત થાવ તમારા શરીરે એને માટે તૈયાર થવું જ પડશે નહિતર એ આ બધો જ અનુભવ ચૂકી જશે.

આ ઉર્જા કે જેને આપણે કૈલાશ કહીએ છીએ એ એક અસાધારણ શક્યતા છે. “સદગુરુ, તો શું મારે ત્રણ દિવસ કાંઇ જ ખાવાનું નથી?” એવું કરશો તો તમે કદી પાછા જ નહીં ફરશો ! મુદ્દો એ છે કે તમે નક્કી કરો કે દિવસમાં તમે ખાવા માટે તેમજ વાતો કરવા માટે કેટલી વખત મોં ખોલશો. જો તમને દિવસમાં ત્રણ વાર ખાવું હોય તો ત્રણ જ ટંક ખાજો ચોથી વાર સહેજ પણ નહીં. કેટલી વાર ખાવું એની પસંદગી તમારી છે પણ એને નક્કી કરી રાખો. તમે જે નક્કી કરો છો અને એ પ્રમાણે કરો છો એ જ સંપૂર્ણતા છે. દિવસમાં એક જ વાર ખાવું કે પાંચ વાર ખાવું એ સંપૂર્ણતા નથી.

હું શિસ્તતા જાળવવા નથી કહી રહ્યો. પણ તમે જે કહો છો એ જ કરો છો એ જ સંપૂર્ણતા છે. હું સામાજિક સંપૂર્ણતા વિષે વાત નથી કરી રહ્યો. હું શારીરિક અને માનસિક સંપૂર્ણતા વિષે વાતો કરી રહ્યો છું અને એ આવવી જ જોઈએ તો જ તમે કાંઇ અનુભવ કરી શકશો.