પ્ર: બ્રહ્મ મુહૂર્તનો ચોક્કસ સમય કેટલો છે? તેનો શું મહત્વ છે, અને તે સમય દરમિયાન આપણે મહત્તમ ઉર્જા કેવી રીતે ગ્રહણ કરી શકીએ?

બ્રહ્મ મુહૂર્તનો સમયગાળો

સદગુરુ: સદગુરુ: જો આપણે રાતને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીની અવધિ તરીકે ગણીએ તો રાતનો અંતિમ ક્વોટર બ્રહ્મ મુહૂર્તનો સમય છે -સવારના 3:30 થી 5:30 અથવા 6:00ની વચ્ચે અથવા ગમે તે સમયે સૂર્યોદય હોય.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન શું થાય છે?

સૂર્ય અને ચંદ્ર સાથે ગ્રહના સંબંધની પ્રકૃતિ એવી છે કે માનવ શરીરમાં આ સમયે અમુક શારીરિક પરિવર્તન થાય છે. તબીબી વિજ્ઞાને પણ શોધી કાઢયું છે કે તમારા શરીરમાં નકામા પદાર્થો, ઉદાહરણ તરીકે તમારો પેશાબ, તે સમયે તેમાં કેટલાક ગુણો હોય છે, જે દિવસના અન્ય કોઈ સમયે હોતા નથી.

આ અંગે નોંધપાત્ર સંશોધન થઈ રહ્યું છે. આખું શરીર એક ચોક્કસ અનુકૂળ વાતાવરણમાં છે, અને મેલાટોનિન નામનો એક કુદરતી સ્ત્રાવ છે, જે પિનાઇલ ગ્રંથિથી નીકળે છે. અમે તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ કારણ કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પિનિયલ ગ્રંથિ તેનો મહત્તમ સ્ત્રાવ કરે છે, જેનો અર્થ છે કે તમે સ્થિર થઈ શકો છો.

આધુનિક દવામાં, મેલાટોનિનને મૂડ સ્ટેબિલાઇઝર તરીકે જોવામાં આવે છે. હું લાંબા સમયથી તમારી જાતને સરળ બનાવવા માટેની વાત કરું છું! પોતાને સરળ બનાવવાનો અર્થ છે કે તમે કોઈ વધઘટ નથી. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્વાભાવિક રીતે જ સરળતા આવે છે.

આ સમયે, લોકો, બેસીને તેમની આધ્યાત્મિક પ્રક્રિયાઓ કરવા માંગે છે જેથી તેમને સૌથી વધુ લાભ મળે. બ્રહ્મ મુહૂર્ત એટલે સર્જકનો સમય. તમે તેને આ રીતે જોઈ શકો છો: તે સમય છે જ્યારે તમે પોતાને બનાવી શકો. તમે સવારે બ્રહ્મ બનશો, જેથી તમે પોતાને જે રીતે ઇચ્છો તે રીતે બનાવી શકશો.