સદગુરુ: માનવી હોવાથી આપણે ઘણી જુદી જુદી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. આપણી પ્રવૃત્તિ ગમે તે હોય, પણ આજકાલ કઠોર ઉદ્યોગપતિ પણ માત્ર ફાયદાની જ નહીં પણ પ્રભાવની વાત કરે છે. “અસર” નો અર્થ એ છે કે 'આપણે કોઈના જીવનને સ્પર્શવા માંગીએ છીએ'. વ્યવસાયિક લોકો પ્રભાવ વિશે વાત કરે છે, અથવા તમે કોઈની સાથે અંગત સંબંધ બનાવો છો, મૂળભૂત રીતે, ક્યાંક ને ક્યાંક, તમે કોઈની સાથે થોડા સમય માટે પણ તમારી સાથેની સીમાઓ તોડવા માંગો છો.

યોગી થવાનો અર્થ છે તમારા વ્યક્તિત્વની સીમાઓને ભૂંસી નાખવા માટે તૈયાર રહેવું. કોઈ રીતે, તમે બાહ્ય રેખાઓને દૂર કરવા માંગો છો જે તમને બ્રહ્માંડથી અલગ કરે છે. યોગનો અર્થ એ છે કે તમે વૈજ્ઞાનિક રીતે તે તરફ જાઓ. તમારે કોઈ મોટી પ્રવૃત્તિ કરવાની જરૂર નથી; તમારે જાતિયતામાં વ્યસ્ત રહેવાની જરૂર નથી; તમારે કોઈ પણ વસ્તુમાં ફસાઇ જવાની જરૂર નથી. જો તમે જાગૃતિ સાથે તમારી સીમાઓને દૂર કરો છો, તો પછી અહીં બેઠા બેઠા, તમને અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરતા અબજ ગણો વધારે અનુભવ મળશે, અને આ બધું આશ્ચર્યજનક હશે. યોગનો સરળ અર્થ તમારી મર્યાદાઓને દૂર કરવાનો છે.

અસાધ્ય પ્રયાસો

તમે આ પૃથ્વી પર દરેક જગ્યાએ જોશો તે માનવ ગાંડપણ ફક્ત એટલા માટે છે કે માણસોએ કડક સીમાઓ દોરી છે. તેઓએ તેમની સીમાઓને એટલી નક્કર બનાવી દીધી છે કે જો બે લોકો મળે, તો તેઓ ટકરાશે. યોગનો અર્થ તૂટી જવું, વળી જવું અથવા વજન ઘટાડવું અથવા તણાવ દૂર કરવાનો પ્રોગ્રામ નથી. તેનો ફક્ત એટલો જ અર્થ છે કે તમે 'હું વિરુદ્ધ બ્રહ્માંડ' ની મૂર્ખતાને સમજી ગયો છું. જે તમારી જિંદગીનો સ્ત્રોત છે તેની સાથે સ્પર્ધા કરવી એ એકદમ ગાંડપણ છે. જ્યારે તમે આ સમજો છો, તો પછી તમે યોગ તરફ આગળ વધો છો.

યોગી બનવાનો અર્થ એ છે કે તમે તમારી વ્યક્તિગતતાની સીમાઓને દૂર કરવા માટે તૈયાર છો.

તમે તેને કેવી રીતે કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે તેને અસર કહી શકો છો, તમે તેને સેવા કહી શકો છો, તમે જે ઇચ્છો તે કહી શકો છો. મૂળભૂત રીતે જ્યારે તમે સમજો છો કે આ 'હું વિરુદ્ધ બાકીનું બ્રહ્માંડ' એક મૂર્ખ લડાઈ છે, ત્યારે તમે તમારી સીમાઓને ઢીલા મૂકી દેવાનું શરૂ કરો છો - આ યોગ છે. તેનો અર્થ એ કે તે અસફળ ના થવા વાળી ' માર્ગ તરફ આગળ વધવું. જ્યારે બે લોકો પ્રેમમાં પડે છે અથવા લગ્ન કરે છે, ત્યારે તેઓ અનુભવે છે કે તેઓ યોગમાં છે, તેમણે તેમની સીમાઓ તોડી નાખી છે, પરંતુ થોડા સમય પછી તમે જોશો કે તે ''અસફળ ના થવા વાળી' વસ્તુ નહોતી. કારણ કે તમે ફક્ત થોડા સમય માટે સીમાઓ તોડી નાખી હતી, પછી બદલો લેવાની ભાવના આવશે. તે જરૂરી નથી કે થોડા સમય પછી બે લોકો એકબીજાની વિરુદ્ધ થાય. સાથે રહેવામાં કદાચ આરામ મળી શકે. લોકો કોઈપણ દુર્લભ ક્ષણોમાં તેમની સીમાઓ તોડી શકે છે. પરંતુ બાકીના સમય માટે, તે ફક્ત એક બીજાનો લાભ લેવાની વાત છે. તેના સ્વરૂપ ગમે તે હોય, યોગનો મૂળ અર્થ એ છે કે પ્રથમ વસ્તુ એ છે કે તમે તમારી પોતાની મર્યાદાઓને ભૂંસી નાખવા તૈયાર છો, અને બીજું, જો તમને તેનો આનંદ ખબર હોય તો પછી તમે ઇચ્છો કે આ બધુ તમારી આજુબાજુ થાય.

જીવનની વક્રોક્તિ

જીવનની મૂળ વક્રોક્તિ એ છે કે જીવનના સાધનો આપણી વિરુદ્ધ થયા છે. શરીર અને મન વિના અહીં જીવવું શક્ય નથી. શરીર અને મન એ જીવનનું બે સૌથી મૂળભૂત સાધન છે પરંતુ તે બંને માણસની વિરુદ્ધ થયા છે. તમે તેને પીડા, દુ:ખ, રોગ અથવા કોઈપણ નામ આપી શકો છો પરંતુ મૂળભૂત રીતે જીવનના આ બે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન તમારી વિરુદ્ધ છે.

તો આપણી મૂળ જવાબદારી એ છે કે આપણે આ બે બાબતોને એવી રીતે રાખીએ કે તે આપણી વિરુદ્ધ ન જાય પરંતુ આપણને સમર્થન આપે. જો શરીર અને મન આપણી વિરુદ્ધ ફેરવે છે તો માણસની સંભાવના કદી પુરી નહીં થાય. ધારો કે તમને માથાનો દુખાવો છે - તે કોઈ મોટી વાત નથી, તે કેન્સરનો રોગ નથી - પરંતુ માથાનો દુખાવો તમારું જીવન બરબાદ કરશે. અથવા આપણે કહીએ કે, તમારું નાક હંમેશા ભરેલું છે - કોઈ મોટી વાત નથી, તે માત્ર એક શરદી છે. પહેલા તમે કહો, 'મોટી સમસ્યા શું છે'? પરંતુ જો આ થોડા વર્ષો સુધી ચાલુ રહેશે, તો તમે જોશો કે તમારું જીવન બગડશે, તમે કંઈપણ કરી શકશો નહીં. કોઈ કેન્સર અથવા હૃદય રોગને લીધે નહીં, માત્ર શરદીને કારણે બધું ખોટું થઈ જશે. જો આ શરીર, જો આ મન તમારી વિરુદ્ધ છે, તો પછી તમે માનવતાની સંપૂર્ણ ઉંડાઈ, માનવ હોવાના સંપૂર્ણ પરિમાણોને શોધી શકશો નહીં.

તમારા માટે દરેક વસ્તુને ઉપયોગી બનાવો

કેટલાક લોકોને સમસ્યા હોય છે - તેઓ એવી રીતે જીવે છે કે તેમને લાગે છે કે આખું બ્રહ્માંડ તેમની વિરુદ્ધ છે. જ્યારે તમારો શત્રુ આ જેવો છે, તો પછી તમે કેવી રીતે જીવી શકશો? યોગનો અર્થ એ છે કે બધું, શરીર, મન, અસ્તિત્વ, બધું આપણી સાથે કાર્ય કરવું જોઈએ અથવા તે બધા સાથે કામ કરવું તે વધુ સારું છે. હવે જો કંઈક થાય છે તો તે ખૂબ સારું છે પરંતુ જો કંઇ ન થાય તો તે ખરેખર આશ્ચર્યજનક છે. જો આપણી પાસે આજે કરવાનું મહત્વનું કામ છે, તો તે એક મહાન બાબત છે. કંઈ નથી - વાહ, અમેઝિંગ! પરંતુ મોટાભાગના લોકો માટે એવું છે કે જો કંઈક થાય છે તો ત્યાં સમસ્યા છે, અને જો તે ન હોય તો મોટી સમસ્યા છે.

યોગનો અર્થ એ છે કે તમે દરેક વસ્તુનો ભાગ બનો છો - તમારું વ્યક્તિગત અસ્તિત્વ છે પરંતુ તમારી સીમાઓ નક્કર નથી, તેમા છિદ્રો છે. આને લીધે, કોઈ ને કોઈ રૂપે, આપણે એ બધુ જ બની ગયા છીએ, અને આપણે બધી જ વસ્તુ સાથે ઠીક છીએ. જો તમે ખરેખર તમારી સીમાઓ ખોલો છો અને જો અસ્તિત્વ અને તેનો સ્રોત તમારી સાથે કામ કરે છે, તો પછી જે થવું જોઈએ તે થશે. યોગનો અર્થ આ છે - દરેક વસ્તુ સાથે તાલમાં રહેવું. અને આ ફક્ત એટલા માટે થાય છે કે તમે તમારી સીમાઓને ઢીલી કરી દીધી છે. તમે સીમાઓને છિદ્રાળી બનાવો છો, તો જીવન ટીપાં ના રૂપમાં અંદર આવતું રહે છે. પછી તમે તમારા પોતાના શરીર અને મનના કેદી નથી.

 

મોટાભાગના લોકો તેમના શરીર અને દિમાગમાં બંદી રહે છે. તેમના શરીર અને દિમાગ, જીવન ચલાવવાનું મંચ બનવાને બદલે, જેલ બની જાય છે અને જ્યાં સુધી તેઓ પોતાના શરીર અને મન પ્રમાણે ચાલે છે, ત્યાં સુધી જીવન એમને ઠીક લાગે છે. તેઓ માત્ર સ્વયં જ આવા નથી રહેતા પણ બીજા લોકો પાસેથી પણ અપેક્ષા રાખે છે તેઓ પણ એવા જ રહે. યોગીઓ એકલા રહેતા હતા, એટલા મટે નહીં કે એમને બીજાની ચિંતા નહોતી, પરંતુ એટલા માટે કે તેઓ એકલા જ મોજમાં હતા. જો તે સમયના સમાજોએ રસ લીધો હોત, તો સંભવત તેઓ પણ સમાજોમાં રહેતા.

આજની બધુ ઉઘાડું કરી નાખવા વળી પેઢી

આજે આપણે ઇતિહાસના તે તબક્કામાં છીએ, જેમાં આજની પેઢી પેટમાં કંઈપણ છુપાવી શકતી નથી, તે લોકોની સામે દરેક નાની-મોટી બાબતોની જાહેરાત કરતી રહે છે. ઉદાહરણ તરીકે, મારા

પિતાની પેઢીમાં, તેમના જીવનમાં જે કંઇ પણ વ્યક્તિગત બાબતો બને છે, તે બીજા કોઈને કહેતા નહીં, તેઓ શાંતિથી તેમનું સંચાલન કરશે અને તેનું જીવન ચલાવશે. પછી મારી પેઢી આવી. જ્યારે હું યુનિવર્સિટીમાં ભણતો હતો, ત્યારે હું બગીચામાં બેઠો હતો. રોજ કોઈક આવીને તેની આખી વાર્તા મને કહેતો. ત્યાં કોઈ ખૂબ જ રસપ્રદ વસ્તુઓ નહોતી, પરંતુ તેમ છતાં તે કહેવા માંગે છે. બધી મૂર્ખ વસ્તુઓ - તેઓને તેમના માતાપિતા, તેમની શિક્ષણ, તેમની ગરીબી, તેમની સ્ત્રીઓ અથવા પુરુષ મિત્રો ... અનંત વસ્તુઓથી કેવી મુશ્કેલી આવી. તે સમયે હું આ બધું સાંભળતો હતો - દરેકને સમસ્યા હતી. એવું લાગતું હતું કે હું વિચિત્ર છું કારણ કે મને કોઈ સમસ્યા નહોતી.

મારા પિતાની પેઢીના લોકો રોજ ડાયરી લખતા હતી. મારી પેઢીમાં પણ, ઘણા લોકોએ તેમના જીવનના તમામ પાસાઓ વિશે ડાયરી લખતા, અને તેઓ ઇચ્છતા ન હતા કે કોઈ તે જુએ. જો કોઈ પણ ક્યારેય મુખ્યપૃષ્ટ પણ ખોલ્યું, તો તે ખૂબ જ અકડાઈ જતાં. "મને પૂછ્યા વગર, તમે મારી ડાયરી ખોલી કેવી રીતે" - તે એક અપરાધ જેવું હતું. પરંતુ આજની પેઢી તેમના જીવનના દરેક પાસાને ફેસબુક પર મૂકે છે, અને જો કોઈ તેને જોશે નહીં તો તેઓ અકડાઈ જશે. જેમ કે, “હું મારો નાસ્તો ખાઈ રહ્યો છું,” – ઇનો ફોટો ફેસબુક પર હશે! “હું મારી આઈસ્ક્રીમ ચાટું છું” – ઇનો ફોટો પણ ફેસબુક પર હશે. ફક્ત કંઈપણ અને બધું જ ફેસબુક પર હોય છે... એક રીતે, આજની પેઢી બધુ જાહેર કરી દેવા વાળી પેઢી છે, કંઈ પણ સંતાડીને નથી રાખી શક્તી. એટલા માટે, આ પરિવર્તનનો શ્રેષ્ઠ સમય છે. એવી વિવિધ વસ્તુઓ છે જે હું હમણાં સ્પષ્ટ રીતે કહી શકતો નથી. જો આપણે ખરેખર આ ગ્રહ પર મનુષ્યનું પરિવર્તન કરવું છે, તો તે તમારા માટે ફક્ત બીજા પંદરથી મહત્તમ ત્રીસ વર્ષ સુધી ઉપલબ્ધ છે. તેના પછી, તેમને સ્પર્શ કરવો ખૂબ મુશ્કેલ થઈ જશે. અલબત્ત, હંમેશાં એવા લોકો હશે જે બદલવા માટે તૈયાર છે અને એવા લોકો પણ હશે જે તૈયાર નહીં હોય, પરંતુ સામાન્ય રીતે, મોટી વસ્તી આ પંદરથી ત્રીસ વર્ષ માટે અતિ-તૈયાર રહેશે. તે ઉપરાંત, વિવિધ કારણોસર તે મુશ્કેલ થશે. 

આ સંભાવના ફક્ત મર્યાદિત સમય માટે છે

તેથી, અમે અહીં યોગ્ય સમયે છીએ. જો આપણે યોગ્ય વસ્તુઓ કરીએ, તો આપણે મહત્તમ સંખ્યાના લોકોને સ્પર્શ કરી શકીએ છીએ. પરંતુ જો આ સાચો સમય પસાર થઈ ગયો, અને જો આ પેઢી જતી રહી, અને એકવાર તેઓ ફેસબુક અને બીજું બધું બંધ કરી દીધું, તો તે એ મુશ્કેલ થશે. એનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે, કે જો આવતા 25-30 વર્ષોમાં જો આપણે વિશ્વમાં પૂરતા પ્રમાણમાં યોગ પ્રદાન કરતાં નથી, તો વિશ્વની નેવું ટકા વસ્તી કોઈક પ્રકારની લત લગાવી લેશે. એકવાર તેઓને લત લાગી જશે, તો તેમની સાથે વાત પણ નહીં કરી શકો. દુનિયા ઝડપથી ત્યાં પહોંચી રહી છે. જો તમે ફક્ત અહીં બેસીને તેમને સીમાને તોડવાનો યોગ માર્ગ નથી બતાવતા, તો તેઓ નશા તરફ પહોચશે જે યોગ્ય નહીં હોય. તે ફક્ત થોડી મિનિટો અથવા થોડા કલાકો સુધી જ રહે છે - તે પછીથી, તે તેમને જકળી જશે.

આ યોગ્ય સમય છે, અને પૃથ્વી પર આ આપણો સમય છે. જો આપણે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ, તો આપણે માનવતાના ઇતિહાસમાં આ સમયને શ્રેષ્ઠ સમય બનાવી શકીએ છીએ, કારણ કે અત્યારે આપણે જેટલા સશક્ત છીએ એટલા ક્યારેય નહોતા. મનુષ્ય માટે, અસ્તિત્વની આવી સંભાળ પહેલાં ક્યારેય નહોતી લેવાઈ, ઓછામાં ઓછું; કમનસીબે, મનુષ્ય સિવાય અન્ય જીવો માટે તેવું નહોતું. પહેલાં ક્યારેય મનુષ્ય પાસે આટલી આરામ અને સુવિધા નહોતી. જો આપણે હવે યોગ્ય વસ્તુઓ નહીં કરીએ, તો પછીથી, તે ખૂબ મોડું થઈ જશે; કારણ કે પાછળથી, પરિસ્થિતિઓ ખૂબ જ અલગ હશે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કૃત્રિમ બુદ્ધિના ઉદભવ સાથે, સિત્તેર વર્ષોના સમયમાં, ચાલીસથી પચાસ ટકા લોકો આત્મહત્યા કરી શકે છે. ફક્ત એટલા માટે કે જો કંઇ કરવાનું નહીં હોય, તો તેઓ તેમના જીવનને મૂલ્યહીન લાગશે.

યોગ: પરિવર્તનશીલ ઉત્પ્રેરક

યોગની શાસ્ત્રીય પદ્ધતિ અનન્ય છે. કદાચ તે ઝુમ્બા અથવા બીજું કંઇક કરવા જેટલું મનોરંજક નથી, પરંતુ જો લોકો યોગિક પ્રક્રિયાને પોતાને સમર્પિત કરે છે, તો તે એવી વસ્તુઓ કરશે જેની તેઓએ કલ્પના કરી નથી. યોગ એ એક અસાધારણ પ્રક્રિયા છે - તે તમે કોણ છો તેની રચના બદલી શકે છે. જ્યારે મેં બાર વર્ષની ઉંમરે યોગના સરળ પાસાઓની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું, ત્યારે તે મારા વિશે, શારીરિક રૂપે બધું બદલી નાખ્યું. તે ફક્ત તેની તીવ્રતા પર નિર્ભર કરે છે જેની સાથે તમે તેને કરો છો. 

યોગ કોણે અને કેવી રીતે શીખવવું

યોગનું વિજ્ઞાન દરેક સમયે ઉપલબ્ધ છે, પરંતુ તેનું વહન કોણ કરે છે અને કેવી રીતે, તેનાથી ફરક પડે છે. નિર્દેશ આપીને યોગ શીખવાળવા સિવાય યોગ પ્રદાન કરવાની અન્ય પણ રીતો છે. અર્થાત, જો તમે ધ્યાનલિંગ ગયા હોવ - ત્યાં, યોગી બેસે છે; તેની પાસે યોગ વિશે જાણવા માટેનું બધુ જ છે. તે બોલી શકતો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઓછો અસરકારક છે.

મારી પાસે, મારે જે જોઈએ તે કરવાની બધી શક્તિ છે, પરંતુ કેટલીક વાર શરીરનો અભાવ રહે છે. જો તમે ઉભા થવા અને તમારા પોતાનાથી ઉપર ઊઠીને કંઈક કરવા તૈયાર છો, ખાસ કરીને યુવાનો, તો આ સંભાવનાઓ છે. તમારામાંના જેઓ તે દિશામાં જવા માંગે છે, તો તમારે તમારો હેતુ વ્યક્ત કરવો જ જોઇએ. અમે જોશું કે શું કરવું.

સંપાદકની નોંધ: Sadhguru App સદગુરુ સાથે જોડાવો! સદગુરુ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મફત ધ્યાન, સદગુરુના લેખ, વિડિયો, દૈનિક અવતરણો, પ્રોગ્રામ માહિતી અને ઘણું બધું એક્સેસ કરો. Android અને iOS પર ઉપલબ્ધ છે.