પ્રશ્નકર્તા: પ્રશ્નકર્તા: નમસ્કાર સદગુરુ. તમે કહ્યું કે લિંગભૈરવી દેવી સાડા ત્રણ ચક્રો થી બનેલી છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુરક અને અડધું અનાહત. સાથે આપણે તેમને "ત્રીનેત્રી" તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે ત્રીજું નેત્ર ધરાવનાર. જો ત્રીજું નેત્ર આજ્ઞા ચક્ર સાથે સંબંધિત છે તો શું દેવી આજ્ઞા ચક્ર પણ ધરાવે છે?

સદગુરુ : જેમ તમને લાગે છે તેમ ત્રીજી આંખનું કોઈ ભૌતિક સ્થાન હોતું નથી. કારણકે તમારી બે આંખો અહીં તમારા ચેહરા પર છે તેમ તમને લાગતું હશે કે ત્રીજી આંખ અહીં બે આંખો ની વચ્ચે હોવી જોઈએ. તે સંભવ નથી. તમે કોઈ પણ વસ્તુને એટલે જોઈ શકો છો કે તે પ્રકાશને રોકે છે.  જો કોઈ વસ્તુ એવી હોય કે જેમાંથી પ્રકાશ આરપાર થઈ શકે, અથવા તો કોઈ પણ વસ્તુ સંપૂર્ણ પારદર્શી હોય તો તમે તેને જોઈ નહિં શકો.

દેવીની ત્રીજી આંખ માત્ર પ્રતીકાત્મક છે. કારણકે આજ્ઞાચક્ર એ જ્ઞાન સાથે જોડાયેલું છે. સામાન્ય રીતે આ ત્રીજી આંખ ને બે આંખોની વચ્ચે દર્શાવવામાં આવી છે.

હમણાં તમારી આસપાસ જે કંઈ પણ છે તે તમે એટલે જ જોઈ શકો છો કારણકે હવા પારદર્શી છે. જો હવા પ્રકાશને રોકી દે તો તમે કંઈ જ જોઈ શકો નહિં. એટલે આ બે આંખો દ્વારા તમે એ જ જોઈ શકો છો જે ભૌતિક છે. ભૌતિક વસ્તુઓમાં પણ તમે બધીજ ભૌતિક વસ્તુઓ નથી જોઈ શકતા. આ બે આંખો દ્વારા તમે ભૌતિકતાના સૌથી મોટા પરિબળને જ જોઈ શકો છો. તમે હવાને નથી જોઈ શકતા કારણકે હવા પ્રકાશને નથી અટકાવતી, ભલે ને હવા ભૌતિક પ્રકૃતિ ધરાવે છે. ભૌતિકતાથી જે કંઈ પણ પર છે તે તો તમે આ બે આંખો દ્વારા જોઈ જ નથી શકતા.

જ્યારે તમે એવી અવસ્થામાં આવી જાઓ કે તમે ભૌતિક પ્રકૃતિથી પર છે તેવી દરેક વસ્તુને જોઈ શકો, અનુભવ કરી શકો અથવા તો સમજી શકો ત્યારે આપણે કહી શકીશું કે તમારી ત્રીજી આંખ ખુલી ગઈ છે. દેવીની ત્રીજી આંખનું વર્ણન એ માત્ર પ્રતિકાત્મક છે. કારણકે આજ્ઞા ચક્ર એ જ્ઞાન સાથે જોડાયેલું છે, એટલે સામાન્ય રીતે ત્રીજી આંખ ને બે આંખોની વચ્ચે દર્શાવવામાં આવી છે. પરંતુ તે કોઈ એક નિશ્ચિત જગ્યા એ હોતી નથી.

માની લો કે હું કોઈ જગ્યા એ જઉં છું અને કોઈ પ્રકારની ઉર્જા અનુભવું છું, મને લાગે છે કે અહીં કંઈક થઈ રહ્યું છે તો સૌ પ્રથમ હું મારી આંખો બંધ કરું છું, મારી આંગળીઓ સક્રિય કરીને મારા ડાબા હાથની હથેળીને નીચે બાજુ મુકું છું, માત્ર એ જ જોવા માટે કે થઈ શું રહ્યું છે! માની લો કે તમને ખબર નથી કે કોઈ વસ્તુ ઠંડી છે કે ગરમ તો તમે પણ તેના પર હાથ મૂકી જાણવાની ઇચ્છા રાખશો કે કેવું લાગે છે. તો શું તેનો એ અર્થ છે કે તમારું ત્રીજું નેત્ર તમારી આંગળીઓમાં છે? એક રીતે જોઈએ તો તે ક્ષણ માટે હાં. કારણકે આ કોઈ ભૌતિક ઘટના નથી. આ એક અનુભૂતિ છે.

તો શું દેવી ની ત્રીજી આંખ છે? હાં, ચોક્કસ છે! શું તે સાડા ત્રણ ચક્રો ની છે? હાં.

જ્યારે આપણે એ વસ્તુને સમજવાનો પ્રયાસ કરતા હોઈએ જેનો ભૌતિક સ્વરૂપ નથી, તો મહેરબાની કરીને આ ત્રીજી આંખ ને શરીરના કોઈ ચોક્કસ ભાગમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. જે પણ વસ્તુ ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી તેની એ મજબૂરી નથી કે તે અહીં હોય કે ત્યાં હોય. તે ક્યાંય પણ હોઈ શકે છે. જ્યારે તમે તેના વિશે વાત કરો છો જેનું ભૌતિક અસ્તિત્વ નથી તો તમારે એવું ન વિચારવું જોઈએ કે તે ક્યાં છે? જ્યારે તમે કોઈ એવી વસ્તુ વિશે વિચારો છો કે જેનું ભૌતિક અસ્તિત્વ જ નથી તો તે અહીં છે કે ત્યાં છે તેવી બાબતો તેને લાગુ જ પડતી નથી. જે ભૌતિક નથી, તેનું ના તો કોઈ સ્થાન છે, ના કોઈ આકાર. તો જયારે પ્રશ્ન ઉદ્ભવે કે શું દેવી ની ત્રીજી આંખ છે? હાં, ચોક્કસ છે! શું તે સાડા ત્રણ ચક્રોની છે? હાં.

Yantra 2019

 

 

નોંધ: આગામી “યંત્ર કાર્યક્રમ” ઈશા યોગ કેન્દ્ર ખાતે ૧૧ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ યોજાશે. તમને સદગુરુ ના હાથથી યંત્ર પ્રાપ્ત કરવા, આ શક્તિશાળી સમારંભમાં સહભાગી બનવા નિમંત્રણ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો ૮૪૪૮૪૪૭૭૦૮