3 સપ્ટેમ્બરથી સદગુરુ દેશ ભરના વિશ્વવિધ્યાલયો અને કોલેજોમાં યુવાઓ સાથે વાતચીત કરશે જ્યાં યુવા પોતાની પસંદગીના કોઈ પણ વિષય પર એમનાથી પ્રશ્ન પૂછી શકે છે, એમાં કોઈ પ્રતિબંધ નહીં હોય. સદગુરુ અને ‘યૂથ એન્ડ ટ્રુથ’ ( યુવાઓ જોડાવો સત્યથી)  આંદોલનનું નામ આપે છે.

પ્ર : રાષ્ટ્રનું પ્રેરક બળ યુવાનોના હાથમાં છે આજે તેમના રોજીંદા જીવનમાં રોલ મોડલની કમી છે. યુવાનો ઉશ્કેરાયેલા, નિરાશ અને બેરોજગાર છે . આવામાં યુવાનોને તમે શું સલાહ આપશો?

સદગુરૂ : યુવા એટલે જીવન તેના નિર્માણમાં છે. તેઓ પાકટ માનવ જેવા અભિમાની નથી હોતા, તેથી તેમના માટે દુનિયામાં હજુ પણ નવી શક્યતા સર્જવા માટેની તક છે. પણ જ્યારે જૂની પેઢી તેમનામાં કોઈપણ પ્રકારના ફેરફારની ઇચ્છા ધરાવતી ન હોય તો યુવાનો પાસેથી કોઈ પણ પ્રકારના ચમત્કારની આશા રાખવી બેકાર છે. 

એ ખુબ જ અગત્યનું છે કે તમારી જે પણ ઉંમર હોય તમે ઉત્સાહ બતાવો અને તેમને બતાવો કે તમે બદલાવ લાવી શકો છો.

સામાન્ય રીતે, યુવાનોનો સ્વભાવ એવો હોય છે કે તેઓમાં ખૂબ જ ઊર્જા હોય છે પણ તેઓ પ્રતિક્રિયા પણ જલદી જ આપી દે છે. જો જૂની પેઢી આ ધરતી પર સમઝ્દરી થી જીવવા ની ભવના અને પ્રેરણા નહીં બતાવે તો યુવાનો આપણા કરતા પણ વધુ ખરાબ ઉદાહરણ રાખશે. એ ખુબ જ અગત્યનું છે કે તમારી જે પણ ઉંમર હોય તમે ઉત્સાહ બતાવો અને તેમને બતાવો કે તમે બદલાવ લાવી શકો છો.

યુવાઓ પર નિર્ભર છે આપના દેશની સંભાવનાઓ


ભારત ની ૫૦ ટકા થી પણ વધુ આબાદી યુવા છે. અડધો અરબ અસ્વસ્થ, અસ્થિર , તાલીમ વગરના યુવાનો વિનાશ ના કારણ બનશે. પણ આજ અડધો અરબ યુવાઓ તંદુરસ્ત, તાલીમબદ્ધ અને કઈક કરવા માટે કેન્દ્રિત હોય તો તેઓ ભરપુર શક્યતાઓ બની શકે .

યુવાનોને આપણે કેટલી સારી રીતે સુવિધાપૂરી પાડીએ  છીએ તે નક્કી કરશે કે આપણે આ શક્યતા નો સપૂર્ણ રીતે ઉપયોગ કરી શકીએ છીએ કે કેમ

હાલમાં, આ દેશ શક્યતાઓનો ઉમ્બરે આવીને ઊભો છે.સદીઓથી લોકો એક જ સ્થિતિમાં રહેતા આવ્યા છે. હવે સૌ પ્રથમ વાર વસ્તીના મોટા સમૂહને જન જીવનના એક સ્તરેથી બીજા સ્તરે લઇ જઈ શકીએ છીએ.

યુવાનોને આપણે કેટલી સારી રીતે સુવિધાપૂરી પાડીએ  છીએ તે નક્કી કરશે કે આપણે આ શક્યતા નો સપૂર્ણ રીતે ઉપયોગ કરી શકીએ છીએ કે કેમ . તેઓ કેટલા તંદુરસ્ત છે, તેઓ કેટલા કેન્દ્રિત છે,કેટલા તાલીમબદ્ધ અને સક્ષમ છે તે બાબત નક્કી કરશે કે દેશ કઈ તરફ વધી રહ્યો છે.

3 સપ્ટેમ્બર થી શરૂ થશે રાષ્ટ્રવ્યાપી આંદોલન

યુવાઓ કાતો અત્યંત વિનાશ કરી શકે છે કાતો જો તેમના મા તેમની ઉર્જાને હકારાત્મક અને રચનાત્મક રીતે ઉપયોગ કરવાની જરૂરી સ્થિરતા તેમની પાસે હશે, તો તેઓ મોટું સર્જન કરવા પણ સક્ષમ છે. આ ગ્રહ પર યુવાનો સાથે સહુ થી મહત્વપૂર્ણ વસ્તુ એ થવી જોઇયે કે એમને ધ્યાનમય થવાની જરૂર છે. પછી તેઓ શિક્ષણમાં કે વોકેશનલ તાલીમ અથવા તો તેમને ગમતી કોઈપણ પ્રવૃત્તિમાં હોય તો પણ  જો તેઓ થોડા વધુ  સ્થિર  હશે તો તેમની ઊર્જાને, વધુ સારી રીતે ઉપયોગમાં લઇ શકશે. આ તેમના અને બીજા બધાના સમૃદ્ધિ માટે જરૂરી છે.

આ ગ્રહ પર યુવાનો સાથે સહુ થી મહત્વપૂર્ણ વસ્તુ એ થવી જોઇયે કે એમને ધ્યાનમય થવાની જરૂર છે..

આ તરફના પગલા રૂપે અમે યુવાનોને સશક્ત બનાવવા અને પ્રેરિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી ચળવળ “યુવાનો અને સત્ય” શરુ કરી રહ્યા છીએ. આ ૩ સપ્ટેમ્બરથી શરુ થશે, અને અમે વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં યુનિવર્સીટીઓ અને સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને મળીશું. અને તેમની સામે આવતી સમસ્યાઓ વિષે પ્રશ્ન પૂછવા આમંત્રિત કરીશું. સાથે જ તેમની સમૃદ્ધિ માટે સરળ ઉપાયો પણ શીખવવામાં આવશે.

દિવ્યદ્રષ્ટા સાથે થશે બ્રહમાંડિય સ્ટાર પરની વાતચીત

આ ગપસપ જેવુ થવાનું છે. પ્રાચીન કાળથી જ્યારે પણ કોઈને કશાક વિષે જાણવું  હોય તો તેઓ ગપસપ પર આધાર રાખે છે,  સત્તાવાર માહિતી પર નહિ. જે કઈ છાપાંમાં આવે છે તમે તેના પર નોધ લેતા નથી, પણ આજુબાજુમાં પૂછો છો. કોઈક કઈ કહે છે અને તે સત્ય મણિ લેવામાં છે. તેથી ગપસપ એ હંમેશા સત્યને વહન કરનાર હોય છે, ઉપદેશ નહિ.  ગપસપ અતિશયોક્તિથી ભરાય છે અને ફૈલાતું જાય છે. પણ લોકો કઈરીતે સાંભળવું અને ગપસપને ફિલ્ટર કઈ રીતે કરવી તે શીખી જાય છે અને તેમાંથી સત્ય મેળવી લે છે.

સોશ્યલ મીડિયાના આગમનથી ગપસપ વૈશ્વિક બની છે. હવે તે માત્ર સ્થાનિક ગપસપ નથી રહી. તેથી મેં વિચાર્યું કે આને એક બીજા  સ્તર સુધી લઇ જઈએ . જ્યારે તમે દિવ્યદ્રષ્ટા સાથે ગપસપ કરો છો ત્યારે ગપસપ કોસ્મિક બને છે.

લોકો મને કહેતા રહે છે “ સદગુરૂ , જ્યાર હું ૨૫ વર્ષનો હતો ત્યારે તમે મને મળ્યા હોત તો મેં ઘણુ બધુ કર્યું હોત. “તેથી મેં વિચાર્યું કે ચાલો યુવાનો સાથે જોડાઈએ અને જોઈએ કે તેમને સત્યની કેટલી પાસે લઇ જઈ શકીએ છીએ.

સવાલ એ છે કે તમે સત્યની કેટલા નજીક છો? તમે તેને દિવસમાં અને તમારા જીવનમાં કેટલી વાર સ્પર્શ કરો છો. ? જે તમારા જીવનની ગુણવતા , સંતુષ્ટિ અને ગહનતા નક્કી કરશે.

જિંદગી થોડી વાંકીચૂંકી છે. પણ સત્ય સીધી રેખા જેવું છે. સવાલ એ છે કે તમે સત્યની કેટલા નજીક છો? તમે તેને દિવસમાં અને તમારા જીવનમાં કેટલી વાર સ્પર્શ કરો છો. ? જે તમારા જીવનની ગુણવતા , સંતુષ્ટિ અને ગહનતા નક્કી કરશે. જેટલીવાર તમે તેને સ્પર્શો છો , તેટલીવાર તમારી અંદર કઈક અસાધારણ બનશે  જે તમને આગળ વધારતું રાખશે.
 

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image