યોગી અને રહસ્યવાદી, સદગુરુ વિવિધ પ્રકારના યોગ પરના પ્રશ્નનનો જવાબ આપે છે અને સમજાવે છે કે તમે જે યોગ કરો છો તે ચાર આવશ્યક પાયા હેઠળ આવે છે.

 

પ્રશ્નકર્તા: સદગુરુ, યોગ ઘણા પ્રકારના છે. હું કેવી રીતે જાણી શકું કે મારા માટે કયા પ્રકારનો યોગ શ્રેષ્ઠ છે?

સદગુરુ: અત્યારે, તમારા અનુભવમાં માત્ર તમારું શરીર, તમારું મન અને તમારી લાગણીઓ છે. તમે તેને કેટલીક હદ સુધી જાણો છો, અને તમે અનુમાન કરી શકો છો કે જો આ ત્રણ વસ્તુઓ જે રીતે થવી જોઈએ એ રીતે થઈ રહી છે, તો એવી એક ઉર્જા હોવી જોઈએ જે આ કરી શકે. ઊર્જા વિના, આ બધું શક્ય નથી. તમારામાંના કેટલાકે એનો અનુભવ કર્યો હશે. અન્ય લોકો સરળતાથી જાણી શકે છે કે આ ત્રણ વસ્તુઓને કાર્ય કરવા માટે, તેમની પાછળ ઊર્જા હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, માઇક્રોફોન વ્યક્તિની અવાજને તીવ્ર કરે છે. ભલે તમે માઇક્રોફોન વિષે કંઇ પણ જાણતા નથી, તો પણ તમે અનુમાન લગાવી શકો છો કે ત્યાં એવો સ્રોત છે જે એને શક્તિ આપે છે.

4 પાસાઓ માટે 4 પ્રકારના યોગ

તમારા જીવનમાં માત્ર આ ચાર વાસ્તવિકતાઓ છે: શરીર, મન, લાગણી અને ઉર્જા. પોતાની સાથે તમે જે કંઈ પણ કરવા માંગો છો, તે આ ચાર સ્તરો પર હોવો જોઈએ. તમે જે પણ કરવા માંગો છો, તે માત્ર તમે તમારૂ શરીર, તમારૂ મન, તમારી લાગણીઓ અથવા તમારી ઉર્જાથી કરી શકો છો. જો તમે તમારી લાગણીઓનો ઉપયોગ કરી પરમ સુધી પહોંચવાનો પ્રયાસ કરો છો, તો આપણે આ ભક્તિ યોગ કહીએ છીએ. તેનો અર્થ છે કે એ ભક્તિનો માર્ગ છે. જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી પરમ સુધી પહોંચવાનો પ્રયાસ કરો છો, તો આપણે આ જ્ઞાન યોગ કહીએ છીએ. તેનો અર્થ છે કે એ બુદ્ધિનો માર્ગ છે. જો તમે તમારૂ શરીર, અથવા શારીરિક ક્રિયાઓનો ઉપયોગ કરી પરમ સુધી પહોંછો છો, તો આપણે એ માર્ગને કર્મ યોગ કહીએ છીએ. તેનો અર્થ  ક્રિયાનો માર્ગ છે. જો તમે તમારી ઉર્જાને રૂપાંતરીત કરી પરમ સુધી પહોંચવાનો પ્રયાસ કરો છો, તો આપણે એ માર્ગને ક્રિયા યોગ કહીએ છીએ. તેનો અર્થ આંતરિક ક્રિયા છે.

તમારા જીવનમાં માત્ર આ ચાર વાસ્તવિકતાઓ છે: શરીર, મન, લાગણી અને ઉર્જા. પોતાની સાથે તમે જે કંઈ પણ કરવા માંગો છો, તે આ ચાર સ્તરો પર હોવો જોઈએ.

તમારા જીવનમાં માત્ર આ ચાર વાસ્તવિકતાઓ છે: શરીર, મન, લાગણી અને ઉર્જા. તમે પોતાની સાથે જે કંઈ પણ કરવા માંગો છો, તે આ ચાર સ્તરો પર હોય છે. આ માત્ર ચાર માર્ગો છે જેનાથી તમે કશે પહોચી શકો છો: કાં તો કર્મ, જ્ઞાન, ભક્તિ અથવા ક્રિયા - શરીર, મન, લાગણી અથવા ઊર્જા દ્વારા. "ના, ના, હું વિશ્વાસના માર્ગ પર છું. મારે બીજું કંઇ કરવાની જરૂર નથી. "શું કોઈ પણ એવું છે જે માત્ર માથું છે, હૃદય, હાથ કે ઉર્જા નથી? શું કોઈ પણ એવું છે જે માત્ર હૃદય છે, અન્ય વસ્તુઓ નથી? તમે આ ચાર વસ્તુઓનું સંયોજન છો. એતો માત્ર એક વ્યક્તિમાં કદાચ હૃદય પ્રબળ હોઈ શકે છે, અન્ય વ્યક્તિમાં માથું પ્રભુત્વ ધરાવતું હોઈ શકે છે, અને અન્ય વ્યક્તિમાં હાથ પ્રભાવશાળી હોઈ શકે છે, પરંતુ દરેક આ ચારેનું સંયોજન છે. તેથી તમારે આ ચારના સંયોજનની જરૂર છે. તે માત્ર એવું છે, જો તે યોગ્ય રીતે સંયુક્ત હોય, તમારા માટે, તો તે શ્રેષ્ઠ કામ કરશે. એક વ્યક્તિ ને જે આપવામાં આવે, તે તમને પણ આપવામાં આવે તો, કદાચ તે સારી રીતના કામ ન કરી શકે કારણ કે તે વ્યક્તિમાં હૃદય પ્રબળ હોય, તેના માથા કરતા. એટલા માટે આધ્યાત્મિક માર્ગ પર જીવંત ગુરુ પર ખૂબ જ ભાર આપવામાં આવે છે. તે તમારા માટે યોગ્ય સંયોજન કરે છે, અન્યથા તે કામ નથી કરતુ.

ચાર પ્રકારના યોગનું સંગઠન

એકવાર એવું થયું. ચાર માણસો જંગલમાં ચાલી રહયા હતા. પેહલો જ્ઞાન યોગી હતો, બીજો ભક્તિ યોગી હતો, ત્રીજો કર્મ યોગી હતો અને ચોથો ક્રિયા યોગી હતો.

સામાન્ય રીતે, આ ચાર લોકો ક્યારેય એક સાથે હોઈ શકતા નથી. જ્ઞાન યોગી અન્ય બધા પ્રકારના યોગને તુચ્છકારે છે. તેનો યોગ બુદ્ધિનો છે, અને સામાન્ય રીતે, બુદ્ધિજીવી બીજા બધાને સંપૂર્ણપણે ધિક્કારે છે, ખાસ કરીને ભક્તિવાળાઓને, જે હંમેશાં ઉપરની તરફ જુએ છે અને ભગવાનના નામનો જાપ કરે છે. જ્ઞાન યોગીને આ લોકો મૂરખના ટોળાની જેવા લાગે છે.

પરંતુ એક ભક્તિ યોગી, એક ભક્ત, વિચારે છે કે આ બધા જ્ઞાન, કર્મ અને ક્રિયા યોગ સમયનો બગાડ છે. તેને અન્ય લોકો પ્રત્યે ખેદ છે, જે જોઈ શકતા નથી જ્યારે ભગવાન અહિયાં જ છે, તમારે ફક્ત એમનો હાથ પકડીને ચાલવાની જરૂર છે. આ બધી મન ને વિભાજીત કરતી માનતાઓ, આ હાડકા મરડવાના યોગ, એ જરૂરી નથી; ભગવાન અહિયાં જ છે, કારણ કે ભગવાન સર્વત્ર છે.

પછી કર્મ યોગી, કામ કરતો માણસ. તે વિચારે છે કે બીજા બધા અન્ય પ્રકારના યોગીઓ, તેમની તરંગી માનતાઓ, એ માત્ર આળસ છે.

પરંતુ એક ક્રિયા યોગી એ બધામાં સૌથી વધુ તુચ્છકારભર્યો હોય છે. તે બધા પર હસે છે. શું તેઓ જાણતા નથી કે આખું અસ્તિત્વ ઉર્જા છે? જો તમે તમારી ઉર્જાને રૂપાંતરીત નથી કરતા, પછી ભલે તમને ભગવાન માટેની તૃષ્ણા હોય અથવા તમે બીજું કંઇક ઇચ્છતા હોવ, કશું બનશે નહિ. કોઈ પરિવર્તન થશે નહિ.

આ ચાર લોકો સામાન્ય રીતે સાથે નથી મળી શકતા. પરંતુ આજે તેઓ જંગલમાં એક સાથે ચાલી રહયા છે અને એક તોફાન ફાટી નીકળ્યું. તે ખૂબ તીવ્ર થયું અને ભારે વરસાદ પડ્યો. તેઓ એ દોડવાનું શરૂ કર્યું આશ્રય શોધવા માટે.

ભક્તિ યોગી, ભક્તિવાળા માણસે કહ્યું, "આ દિશામાં એક પ્રાચીન મંદિર છે. ચાલો ત્યાં જઈએ. "તે એક ભક્ત છે; તે મંદિરના ભૂગોળને સારી રીતે જાણે છે!

તેઓ બધા તે દિશામાં દોડવા લાગ્યા. તેઓ એક પ્રાચીન મંદિરમાં આવ્યા. બધી દિવાલો ખૂબ પહેલા ભાંગી પડી હતી; ફક્ત છાપરું અને ચાર સ્તંભો જ રહયા હતા. તેઓ મંદિરમાં ગયા; ભગવાન પ્રત્યે પ્રેમ માટે નહીં, પણ વરસાદથી બચવા માટે.

કેન્દ્રમાં એક દેવતાની મૂર્તિ હતી. તેઓ તેની તરફ દોડી ગયા. વરસાદ દરેક દિશામાં નીચે ધસી રહ્યો હતો. ત્યાં જવા માટે કોઈ અન્ય જગ્યા ન હતી, તેથી તેઓ નજીક અને નજીક આવ્યા. છેલ્લે, ત્યાં કોઈ વિકલ્પ ન હતો. તેઓ દેવતાને ભેટીને બેઠા.

જે ક્ષણે આ ચાર લોકો મૂર્તિને ભેટ્યા, એક વિશાળ પાંચમી પ્રસ્તુતિ થઇ. અચાનક ભગવાન પ્રગટ્યા.

તેમના બધાના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો: શા માટે અત્યારના? તેઓને આશ્ચર્ય થયું, "અમે ઘણી માન્તાઓને જાહેર કરી, ઘણી પૂજાઓ કરી, ઘણા લોકોની સેવા કરી, આટલી બધી શરીર ને મરડવાની સાધના કરી, પણ તમે આવ્યા નહિ. હવે જ્યારે અમે માત્ર વરસાદથી બચવા ભાગી રહ્યા છીએ, તમે પ્રગટ થયાં. કેમ?

ભગવાને કહ્યું, "છેવટે તમે ચારેય જડ ભેગા થયા!"

જો આ પરિમાણો એક સાથે નથી ચાલતા, તો મનુષ્યો એક મોટી ધાંધલ બની જશે. હાલમાં, મોટાભાગના લોકો માટે, આ પરિમાણો જુદી જુદી દિશામાં સંરેખિત થયેલા છે. તમારું મન એક રીતે વિચારી રહ્યું હોય અને અનુભવી રહ્યું હોય, તમારું ભૌતિક શરીર બીજી દિશામાં જતું હોય, તમારી ઉર્જા બીજી દિશામાં જતી હોય. યોગ એ આ ત્રણ પરિમાણોને સંરેખિત કરવાનું વિજ્ઞાન છે.

યોગ – પરમનું મિલન

જ્યારે આપણે "યોગ" કહીએ છીએ, તમારા માથી ઘણા માટે તેનો અર્થ કદાચ કેટલીક અશક્ય શારીરિક મુદ્રાઓ છે. તે એવું નથી, જેનો આપણે ઉલ્લેખ કરી રહ્યા છીએ. યોગનો અર્થ માત્ર સંપૂર્ણ મેળ હોવાનો છે. જ્યારે તમે યોગમાં હોવ છો ત્યારે તમારું શરીર, મન, શક્તિ અને અસ્તિત્વ સંપૂર્ણ મેળમાં હોય છે. જ્યારે તમારું શરીર અને મન આરામદાયક સ્થિતિમાં હોય છે અને આનંદના ચોક્કસ સ્તર પર હોય છે, ત્યારે તમે ઘણી બધી બિમારીઓથી મુક્ત થઈ શકો છો. ચાલો આપણે કહીએ કે, તમે તમારા ઓફિસમાં નિરંતર માથાના દુખાવ સાથે બેસો છો. તમારો માથાનો દુખાવો એ કોઈ મોટી બિમારી નથી, પરંતુ માત્ર તે પીડા તમારા કામના ઉત્સાહને દૂર કરી શકે છે અને તે દિવસ માટે કદાચ તમારી ક્ષમતામાંની કેટલીક ક્ષમતાઓને દૂર કરી શકે છે. પરંતુ યોગના અભ્યાસ કરવાથી, તમારા શરીર અને મનને ચરમ સીમા પર રાખી શકાય છે.

જ્યારે તમે બધું તમારી સભાનતામાં “એક” તરીકે અનુભવો છો, ત્યારે તમે યોગમાં છો, "યોગ" શબ્દનો શાબ્દિક અર્થ "સંઘ" થાય છે.

જ્યારે તમે બધું તમારી સભાનતામાં એકતા તરીકે અનુભવો છો, ત્યારે તમે યોગમાં છો. તે એકતા પ્રાપ્ત કરવા માટે, તમારી અંદર ઘણા માર્ગો છે. ઉદાહરણ તરીકે, હઠ યોગ છે. હઠ યોગનો અર્થ છે કે તમે શરીરથી શરૂ કરો છો. શરીરનું પોતાનું વલણ, તેનો અહમ, તેનો સ્વભાવ છે. તમારા મન સિવાય, તમે જુઓ છો, તમારા શરીરનો પોતાનો અહમ છે? ધારો કે તમે કહો છો, "કાલથી, મારે સવારે પાંચ વાગ્યે ઉઠીને બીચ પર ચાલવા જવું છે." તમે અલાર્મ સેટ કરો છો. અલાર્મ વાગે છે. તમે ઉઠવવા માંગો છો, પરંતુ તમારું શરીર કહે છે, "અવાજ બંધ કર અને ઊંઘી જા." તેની પોતાની રીત હોય છે.

તેથી આપણે શરીરથી શરૂ કરીએ છીએ. હઠ યોગ એ શરીર સાથે કામ કરવાનો, શરીરને શિસ્તમાં રાખવાનો, શરીરના શુદ્ધિકરણ અને ઊર્જાના ઊંચા સ્તરો માટે શરીરને તૈયાર કરવાની એક રીત છે. આપણે બધા જીવીએ છીએ, આપણે બધા મનુષ્ય છીએ. પરંતુ આપણે બધા જીવનનો અનુભવ એકજ તીવ્રતાથી નથી કરતા કારણ કે આપણી પ્રાણ ઉર્જાઓ સરખી નથી. વિવિધ લોકો જીવનનો અનુભવ તીવ્રતાના વિવિધ સ્તરોમાં કરે છે.

ઉદાહરણ તરીકે, કોઈ એક વૃક્ષ જુએ છે. એક ઝાડ માત્ર એક વૃક્ષ છે. મોટાભાગના લોકો તેને જોઈ પણ શકતા નથી. કોઈક વૃક્ષને વધુ વિગતમાં જુએ છે. એક કલાકાર તેની દરેક છાયા જુએ છે. બીજું કોઈ ખાલી વૃક્ષ જ નથી જોતો પણ તેમાં દેવતા જુએ છે. જોવું એ સમાન નથી કારણ કે જે તીવ્રતાથી તમે જીવનનો અનુભવ કરો છો તે સરખું નથી.

યોગની સંપૂર્ણ પ્રક્રિયા, તમે જે કઈપણ જાણો છો તેમાંથી લઇ જઈ અને અગામી પગલાને અજ્ઞાતમાં મુકે છે. આપણે આ યોગ વિજ્ઞાનને લગભગ ભૌતિક વિજ્ઞાનની જેમ બનાવ્યું છે.

યોગની સંપૂર્ણ પ્રક્રિયા, તમે જે કઈપણ જાણો છો તેમાંથી લઇ જઈ અને અગામી પગલાને અજ્ઞાતમાં મુકે છે. આપણે આ યોગ વિજ્ઞાનને લગભગ ભૌતિક વિજ્ઞાનની જેમ બનાવ્યું છે. ધારો કે તમે હાઇડ્રોજનના બે ભાગ અને ઓક્સિજનનો એક ભાગ મિશ્રણ કરો છો, તો તમે પાણી મેળવો છો. જો એક મહાન વૈજ્ઞાનિક તેને એકસાથે મૂકે છે, ત્યારે પણ તે પાણી છે. જો મૂર્ખ તેને એકસાથે મૂકે ત્યારે પણ તે પાણી જ છે. એ જ રીતે, યોગમાં પણ, એક મહાન યોગી કરે છે કે અજ્ઞાન વ્યક્તિ કરે છે, તેમાં કોઈ ફરક નથી. જો તે અભ્યાસ અને સાધના યોગ્ય રીતે કરે છે, તો પરિણામ જોવા મળશે જ.

યોગમાં, આ પદ્ધતિઓ ઓળખવામાં આવી છે. પ્રારંભ કરવા માટે, તમે શરીર સાથે કામ કરો છો, પછી તમે શ્વાસ તરફ જાઓ છો, પછી મન તરફ, પછી અંતરાત્મા તરફ. આની જેમ ઘણા પગલાં બનાવવામાં આવ્યા છે. તેઓ માત્ર અલગ પાસાઓ છે. તે ખરેખર યોગના વિવિધ પ્રકારો નથી. હકીકતમાં, અમે એક જ સમયે તે બધાને એક સાથે સંબોધિત કરીએ છીએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે બધા સંતુલિત રીતે એક જ સમયે સંબોધવામાં આવે, એક એકમ તરીકે. નહિંતર, જો તમે શરીર સાથે જ કામ કરો છો, તો તે ફક્ત પ્રારંભિક છે. તેથી, ત્યાં ખરેખર કોઈ વિભાગ નથી. યોગ આ બધાનું એકીકરણ છે.

સંપાદકની નોંધ: "મિસ્ટિકસ મ્યુઝિંગ્સ" માં સદગુરુ યોગના પ્રકારો અને તેના ઘણા અનુભવો ની સમજુતી આપી છે. નિઃશુલ્ક નમુનો વાંચો અથવા ઇબુક ખરીદો.