પ્રશ્ન : સદગુરુ, અમારા સ્કૂલ અને કોલેજના દિવસોમાં મેં જોયું છે કે ઘણા બધા બુદ્ધિમાન લોકો પોતાની દુનિયામાં જ મસ્ત રહેતા હોય છે. એ લોકો ખુશ રહેવા માટે બધું જ નથી કરતા જે સામન્ય લોકો કરતા હોય છે. એ લોકો બહાર નથી જતા, મજા નથી કરતા, પાર્ટી નથી કરતા - એ બસ પોતાના કામમાં જ ધ્યાન આપતા હોય છે. તો શું બુદ્ધિ અને ખુશી વચ્ચે કોઈ સંબંધ છે?

સદગુરુ : જીવનમાં ઘણા પ્રકારના સુખ હોય છે : જેમ કે ભૌતિક સુખ, જૈવિક સુખ, બુદ્ધિનું સુખ,  ઊંડાણયુક્ત બુદ્ધિનું સુખ, ભાવનાઓનું સુખ અને ચૈતન્યપણાનું વિશીષ્ટ સુખ. જે વ્યક્તિ પોતાની તર્ક બુદ્ધિ અથવા શુદ્ધ બુદ્ધિના સુખનો આનંદ લેતા હોય તેમના માટે  આ વાત કોઈ જ મહત્વની નથી જેને તમે આનંદદાયક સમજો છો. જેમકે પબમાં મજા કરવા જવું કે પછી આવું જ બીજું કઈ , કારણકે તેઓ બીજા કાર્યમાંથી આનંદ લેતા હોય છે.  

જે કામમાં તમને મજા ના આવતી હોય એ બધાજ કામ જો એ લોકો ના કરતા હોય તો એનો અર્થ એ નથી કે એ લોકો મજા નથી કરતા.

બીજા પ્રાણીઓ માટે, તેમની બાયોલોજી તેમના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. માનવ સ્વરૂપમાં જન્મ લેતા સાથે જ તમારી બાયોલોજી તમારા જીવનનો સૌથી મહત્વ પૂર્ણ ભાગ નથી બની રહેતી. બની શકે કે અઢારથી વીસ વર્ષ સુધીની ઉમરમાં તમે આવું વિચારતા હો. પણ તમે જોશો તો તમને જણાશે કે ખરેખર એવું કશું જ નથી. મનુષ્ય તરીકે જન્મ લેતા જ તર્ક બુદ્ધિ  ખુબજ મહત્વપૂર્ણ બની જાય છે. શુદ્ધ બુદ્ધિ ( પ્રજ્ઞા), ભાવનાઓ અને ચેતનતાના બીજા પણ આયામ હોય છે. અમુક લોકો ભૌતિક વસ્તુઓનો આનંદ લઇ શકે છે. અમુક લોકો બૌદ્ધિક સુખ અથવા સુખના બીજા આયામમાંથી આનંદ લેતા હોય. જે કામમાં તમને મજા ના આવતી હોય એ બધાજ કામ જો એ લોકો ના કરતા હોય તો એનો અર્થ એ નથી કે એ લોકો મજા નથી કરતા. તમે ચેસ રમતા હો છો, બની શકે કે કોઈને એ સાવ બકવાસ લાગતું હોય. આખી જિંદગી મોહરા ચલાવવાનું.  મને વિશ્વાસ છે કે ઘણા લોકાને એવું લાગતું હશે પણ તમને એક સારી ચેસની ચાલ ચાલવામાં એક અલગ જ પ્રકારની ખુશી મળતી હશે. તો દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના સુખનો આનંદ લઇ શકે છે, અને એવું થવું પણ જોઇએ જ. જો દરેક વ્યક્તિ એક જ વસ્તુમાં લાગેલા રહેશે તો તે એક મુર્ખ સમાજ હશે.


Editor's Note: Whether you're struggling with a controversial query, feeling puzzled about a taboo topic, or just burning with a question that no one else is willing to answer, now is your chance to ask! Ask Sadhguru your questions at UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image