Table of Content
૧. આદિ શંકરાચાર્ય – એક વિલક્ષણ વ્યક્તિ
૨. આદિ શંકરાચાર્યના અસાધારણ ગુરુ
૩. આદિ શંકરાચાર્ય અને બદ્રીનાથ મંદિર
૪. આદિ શંકરાચાર્યની માતાનું મૃત્યુ
૫. આદિ શંકરાચાર્યએ કઈ રીતે મૃત રાજાના શરીરમાં પ્રવેશ કર્યો
૬. આદિ શંકરાચાર્ય તેમના શિષ્યોને વ્યવહારિક પાઠ ભણાવતા
૭. આદિ શંકરાચાર્યનું મૃત્યુ
૮. આદિ શંકરાચાર્યને શું મહાન વ્યક્તિ બનાવે છે
૯. આદિ શંકરાચાર્યના માયા વિષે ઉપદેશો – સદ્‍ગુરુ સમજાવે છે
૧૦. આદિ શંકરાચાર્યના ઉપદેશો – સૃષ્ટિ અને સૃષ્ટા એક છે
૧૧. આદિ શંકરાચાર્યની આજના સમમાં સુસંગતતા
૧૨. આદિ શંકરાચાર્યએ રચેલા સ્તોત્ર

આદિ શંકરાચાર્ય – એક વિલક્ષણ વ્યક્તિ

સદ્‍ગુરુ: આદિ શંકરાચાર્ય એક મહાન બુદ્ધિજીવી અને ભાષાશાસ્ત્રની પ્રતીભા હતા, તેમજ તેઓ એક આધ્યાત્મિક પ્રકાશ અને ભારતનું ગૌરવ હતા. નાનકડી ઉંમરે જ તેમણે બતાવેલા ડહાપણ અને જ્ઞાનના સ્તરે તેમને માનવતાનો ઝળહળતો પ્રકાશ બનાવ્યો.

તેઓ એક મુક્તહસ્ત બાળક અને અલૌકિક ક્ષમતા ધરવતા અસાધારણ વિદ્વાન હતા. માત્ર બે વર્ષની વયે જ તેઓ કડકડાટ સંસ્કૃત બોલી અને લખી શકતા હતા. ચાર વર્ષની વયે તેઓ બધા વેદોનું પઠન કરી શકતા હતા અને બાર વર્ષે તેમણે સંન્યાસ લઈને ઘર છોડ્યું. અટલી નાની વયે પણ તેમના શિષ્યો થયા અને તેમણે દેશભરમાં આધ્યાત્મિક વિજ્ઞાનને પુનર્સ્થાપિત કરવા ભ્રમણ શરૂ કર્યું.

બત્રીસ વર્ષે તેમણે તેમનો દેહ ત્યાગ કર્યો પણ બારથી બત્રીસ સુધી, એ વીસ વર્ષ દરમિયાન તેમણે આખા દેશમાં અનેક વાર ભ્રમણ કર્યું, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, કેરળથી લઈને બદ્રીનાથ અને ત્યાંથી પાછા, તેઓએ બધી જ દિશામાં ભ્રમણ કર્યું. તેઓ ખૂબ જ ઝડપથી ચાલનારા રહ્યા હશે કારણ કે, આટલા ટૂંકા આયુષ્યમાં તેમણે આટલું ભ્રમણ કર્યું અને તેની વચ્ચે તેમણે હજારો પૃષ્ઠોનું સાહિત્ય રચ્યું.

આદિ શંકરાચાર્યના અસાધારણ ગુરુ

આદિ શનકાચાર્ય ગૌડપદના શિષ્ય હતા. તેમના માર્ગદર્શન હેઠળ શંકરાચાર્યએ આ અવિશ્વસનીય કાર્ય કર્યું. ગૌડપદ અમારી પરંપરાનો પણ એક ભાગ છે. તેઓ એક અસાધારણ ગુરુ હતા પણ, તેમના ઉપદેશો ક્યારેય લખાયા નહિ. તેમણે જ કાળજી રાખેલી કે તેમના ઉપદેશો લખાય નહિ. તેઓના હજારો શિષ્યો હશે પણ તેઓએ પંદરથી વીસ અમુક એવા સરસ લોકો ઘડ્યા જેઓએ હળવેકથી, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કર્યા વિના, કોઈ પણ નવો ધર્મ પ્રથાપિત કર્યા વિના કે એવું કંઇ પણ કર્યા વિના દેશમાં આધ્યાત્મિક વિજ્ઞાનને પુનર્સ્થાપિત કર્યું. અનેક રીતે તે ઇશાના કાર્યોનું પણ મૂળ છે – નવા ધર્મની સ્થાપના કે નવા શસ્ત્રો રચ્યા વિના પણ આધ્યાત્મિક વિજ્ઞાનને જીવનની રીતની જેમ, માનવીની ભીતર સમાવેશક રૂપે પ્રસ્થાપિત કરવું.

આદિ શંકરાચાર્ય અને બદ્રીનાથ મંદિર

બદ્રીનાથનું ઐતિહાસિક મહત્ત્વ છે કારણ કે, આદિ શંકરાચાર્યએ ત્યાં મંદિર નિર્માણ કરાવ્યું હતું. તેઓએ તેમના પોતાના લોકોને ત્યાં મૂક્યા. આજે પણ તેમના વંશજો નાંબુદિરિઓ – મંદિરના પારંપારિક પૂજારીઓ છે. કેરળના કલાડીથી બદ્રીનાથ સુધી ત્રણ હજાર કિલોમીટર ચાલ્યા હતા. આદિ શંકરાચાર્ય આટલું બધું ચાલ્યા હતા.

આદિ શંકરાચાર્યની માતાનું મૃત્યુ

એકવાર જ્યારે આદિ શંકરાચાર્ય ઉત્તર ભારતમાં હતા ત્યારે તેમને સહજ જ્ઞાનથી જાણ થઈ કે તેમની માતા મૃત્યુ પામી રહી છે. બાર વર્ષની વયે તેમની માતાએ તેમને સંન્યાસ લેવાની પરવાનગી માત્ર એ શરતે આપી હતી કે, તેમની અંતિમ ક્ષણે તેઓ તેમની સાથે રહેશે. જ્યારે તેમને જાણ થઈ કે તેમની માતા બીમાર છે ત્યારે તેઓ માત્ર તેમની અંતિમ ઘડીએ તેની સાથે રહેવા માટે કેરળ સુધી ચાલતા આવ્યા. તેઓએ તેમની માતા સાથે અમુક દિવસો વીતાવ્યા અને તેમના મૃત્યુ પછી તેઓ કરીથી ઉત્તર ભારત આવ્યા. જ્યારે તમે હિમાલયમાં પ્રવાસ કરતા હો ત્યારે તમને આશ્ચર્ય થશે કે, આમાંથી કોઈ કઈ રીતે ચાલી શકે! તેમણે કરેલા પ્રયત્નોની કલ્પના કરી જુઓ.

આદિ શંકરાચાર્યએ કઈ રીતે મૃત રાજાના શરીરમાં પ્રવેશ કર્યો

how-adishankara-entered-dead-king-body

એકવાર આદિ શંકરાચાર્ય એક માણસ સાથે શાસ્ત્રાર્થમાં જીત્યા. ત્યારે તે માણસની પત્નીએ શાસ્ત્રાર્થમાં ઝંપલાવ્યું. આદિ શંકરાચાર્ય તર્કનું અમુક સ્તર છે – તમે એ માણસ સાથે એ રીતે શાસ્ત્રાર્થ ન કરી શકો પણ, તેની પત્નીએ એવો તર્ક મૂક્યો કે, “તમે મારા પતિને હતાવ્યો છે પણ, મારા પતિ સંપૂર્ણ નથી. અમે એક જ વસ્તુના બે ભાગ છીએ. તો તમારે મારી સથે પણ શાસ્ત્રાર્થ કરવો પડશે.” તમે આ તર્કને કઈ રીતે તોડી શકો? તેથી, તે સ્ત્રી સાથે દલીલબાજી શરુ થઈ. જ્યારે તે સ્ત્રીએ જોયું કે એ હારી રહી છે ત્યારે તેણે કામશાસ્ત્ર આધારિત પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા. શંકરાચાર્ય તેઓ જેટલું કહી શકતા હતા તેટલું કહ્યું. પછી તેણીએ વધારે વિગતવાર જઈને પૂછ્યું, “તમને આનુભવથી શું ખબર છે?” આદિ શંકરાચાર્ય બ્રહ્મચારી હતા. તેઓ જાણતા હતા કે આ તેઓને હરાવવાની એક યુક્તિ છે. તેથી તેમણે કહ્યું, “મને એક મહિનાનો સમય આપો. આપણે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી જ શરૂ કરીશું.”

પછી તેઓ ગુફામાં ગયા અને પોતાના શિષ્યોને કહ્યું, “કંઇ પણ થઈ જાય કોઈને પણ આ ગુફામાં દાખલ થવા દેવા નહિ કારણ કે, થોડા સમય માટે હું મારું શરીર છોડીને અન્ય સંભાવના જોઈ રહ્યો છું.” જીવનઊર્જાઓ આ પાંચ પરિમાણોમાં વર્ગીકૃત થાય છે: પ્રાણવાયુ, સમાનવાયુ, અપાનવાયુ, ઉદાનવાયુ અને વ્યાનવાયુ. આ પાંચેય પ્રાણોના અલગ અલગ કાર્યો છે. શ્વસનતંત્ર, વિચારપ્રક્રિયા અને સ્પર્શેન્દ્રિય પ્રાણવાયુને હવાલે છે. તમે કોઈ વ્યક્તિ જીવિત છે કે મૃત તે કઈ રીતે તપાસશો? જો શ્વાસ અટકી ગયા હશે તો તમે કહેશો કે તે મૃત છે. શ્વાસ અટકી ગયા છે કારણ કે, પ્રાણવાયુએ બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. પ્રાણવાયુને સંપૂર્ણપણે શરીરની બહાર નીકળી જવા માટે એકથી દોઢ કલાક લાગે છે.

તેથી જ પારંપારિક રીતે એવી ગોઠવણ કરવામાં આવી હતી કે શ્વાસ અટકી ગયા પછી તમારે કોઈને અગ્નિદાહ દેતા પૂર્વે એકથી દોઢ કલાક રાહ જોવી કારણ કે, હજી પણ વ્યક્તિ અનેક રીતે જીવંત હોય છે. આપણે દોઢ કલાક માટે થોભીએ છીએ કારણ કે, તેમ કરવાથી વ્યક્તિની વિચારપ્રક્રિયા, શ્વનક્રિયા અને તેની સ્પર્શેન્દ્રિય જતા રહ્યા હોય છે, જેથી તેને બળી રહ્યાનો અનુભવ નહિ થાય. પ્રાણવાયુ જતા રહ્યા પછી પણ બાકીના વાયુઓ ત્યાં જ હોય છે. જીવન ઊર્જાનો છેલ્લો પ્રકાર વ્યાનવાયુ બારથી ચૌદ દિવસ સુધી રહી શકે છે. શરીરનાના સંરક્ષણ અને સંપૂર્ણતા મોટેભાગે સિસ્ટમમાં વ્યાનવાયુના કાર્યને કારણે હોય છે. જ્યારે આદિ શંકરાચાર્યએ તેમનું શરીર છોડ્યું ત્યારે તેઓએ તેમનો વ્યાનવાયુ સિસ્ટમમાં જ રહેવા દીધો કારણ કે, શરીરની જાળવણી થવી જોઈએ.

તો આમ થયું, એક રાજા નાગના કરડવાની મૃત્યુ પામ્યો હતો. જ્યારે નાગનું ઝેર શરીરમાં દાખલ થાય છે ત્યારે લોહી જામવા લાગે છે અને શ્વાસ ભારી થતા જાય છે કારણ કે, લોહીનું પરિભ્રમણ થવું અઘરું થઈ જાય છે. તમારો પ્રાણવાયુ નીકળી જાય તે પહેલા તમારા શ્વાસ બંધ થઈ જાય છે. સામાન્ય રીતે તે માત્ર તમને એકથી દોઢ કલાકની અવધિ આપે છે પણ, જ્યારે કોઈ વ્યક્તિ નાગનો દંશ થયો હોય ત્યારે તે તમને સાડાચાર કલાક સુધીનો સમય આપી શકે છે.

આદિ શંકરાચાર્યને તક મળી ગઈ હતી અને તેઓ ખૂબ સરળતાથી રાજાના શરીરમાં પ્રવેશી ગયા અને તેઓ એ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થયા જેથી તેઓ પેલા પ્રશ્નોનો આનુભવિક રીતે ઉત્તર આપી શકે. રાજાના વર્તુળમાં અમુક શાણા લોકો હતાં, જ્યારે તેઓએ જોયું કે મૃત જાહેર કરી દેવાયેલો માણસ જ્યારે ઊર્જાથી તરબોળ થઈને ઊઠે છે અને તેના વર્તન પરથી તેઓ સમજી ગયા હતા કે એ તે જ માણસ નથી પણ તેના શરીરમાં બીજું જ કોઈ છે. તેઓએ શહેરમાં સૈનિકો દોડાવ્યાં, જેથી તે એ માણસ જે રાજાના શરીરમાં હતો તેના શરીરને અગ્નિદાહ દઈ દે અને જે વ્યક્તિ રાજાના શરીરમાં આવી છે તે શરીર છોડીને જઈ શકે નહિ. કારણ કે, રાજા જીવતો થઈ ગયો હતો – એક અલગ વ્યક્તિ પણ, તે દેખાય તો એવી જ છે, તેથી શું? પણ, તેઓ સફળ થયા નહિ અને આદિ શંકરાચાર્ય પાછા જતા રહ્યા.

આદિ શંકરાચાર્ય તેમના શિષ્યોને વ્યવારિક પાઠ ભણાવતા!

એકવાર મુઠ્ઠીભર શિષ્યો સાથે ચાલતાં ચાલતાં તેઓ એક ગામે આવી પહોંચ્યા. ગામની બહાર તેમણે અમુક લોકોને દેશી દારૂ અથવા તાડી પીતા જોયા. ભારતમાં તે દિવસોમાં અને આજથી પચીસ-ત્રીસ વર્ષ અગાઉ પણ, દારૂની દુકાનો ગામની બહાર જ હોતી. તે દુકાનોને કદી ગામમાં પેંસવા દેવામાં આવતી નહિ. આજકાલ દારૂ તમારા ઘરની અને તમરા બાળકની નિશાળની બાજુમાં જ વેચાઈ રહ્યો છે. તે દિવસોમાં તે ગામની બહાર થતું.

આદિ શંકરાચાર્યએ આ થોડા લોકોની નશાવાળી હાલત તરફ જોયું. તમે જાણો છો કે, દારૂડિયાઓને હંમેશા લાગે છે કે, તેઓ તેમના જીવનનો શ્રેષ્ઠ સમય માણે છે અને બાકીના બધાં જ તેને ચૂકી જાય છે. તેથી તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા. એક પણ શબ્દ બોલ્યા વિના આદિ શંકરાચાર્ય દુકાનમાં દાખલ થયા, આખું વાસણભરીને દારૂ પી લીધો અને ચાલતા થયા.

તેમની પાછળ તેમના શિષ્યો અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા કે, “જો આપણા ગુરુ પી શકે તો આપણે કેમ નહિ?” આદિ શંકરાચાર્યને જાણ હતી કે શું ગણગણાટ ચાલી રહ્યો છે. જ્યારે તેઓ બીજે ગામ પહોંચ્યા ત્યારે ત્યાં એક લુહાર કામ કરી રહ્યો હતો. આદિ શંકરાચાર્ય અંદર ગયા, ઘડોભરીને પીગળેલું લોખંડ લઈને પી ગયા અને ચાલતા થયા. હવે તમે તેમની નકલ નહિ કરો!

આદિ શંકરાચાર્યનું મૃત્યુ

તેમના જીવનના અંતિમ ગાળામાં આદિ શંકરાચાર્ય તેમની સંસ્કૃતિ, તમની બ્રાહ્મણ જીવનશૈલી અને વૈદિક જ્ઞાનમાં એટલા પ્રથાપિત થઈ ચૂક્યા હતા કે તેઓ મૂળભૂત બાબતોને યોગ્ય રીતે જોતા ન હતા. એક દિવસ તેઓ મંદિરમાં પ્રવેશી રહ્યા હતા અને બીજી વ્યક્તિ મંદિરની બહાર નીકળી રહી હતી. તે વ્યક્તિ નીચી જાતિનો હતો પણ, આદિ શંકરાચાર્ય તો બ્રાહ્મણ હતા, સૌથી શુદ્ધ. જ્યારે તેઓ મંદિરમાં પ્રવેશી રહ્યા હતા અને તેમણે એક નીચી જાતિના માણસને જોયો ત્યારે તેમણે તેને અપશકુન તરીકે જોયું. જ્યારે તેઓ ભગવાનની ભક્તિ કરવા જઈ રહ્યા હતા ત્યારે આ નીચી જાતિનો માણસ સામો આવ્યો. તેમણે કહ્યું, “આઘો ખસ.” તે માણસ ત્યાં જ ઊભો રહ્યો અને કહ્યું, “શું આઘું ખસેડું, હું અથવા શરીર?” તેણે માત્ર આટલું જ પૂછ્યું. એ આદિ શંકરાચાર્ય ઉપર એવો ઘા કરી ગયું કે, ત્યાર પછી તમના જીવનમાં તેઓ બોલ્યા જ નહિ. તેઓએ કોઈ ઉપદેશ નહિ આપ્યો. તેઓ સીધા હિમલય જતા રહ્યા. બીજા કોઈએ તેમને ફરી ક્યારેય જોયા નહિ.

આદિ શંકરાચાર્યને શું મહાન વ્યક્તિ બનાવે છે?

તમે આવા મનુષ્યનું નિર્માણ કઈ રીતે કરી શકો? આટલા ટૂંકા આયુષ્યમાં તેઓએ આખા દેશનું ભ્રમણ કર્યું. આ ઊર્જા, આ ઉત્તેજકતા અને આ ઉત્સાહ ક્યાંથી આવ્યા? એક પરિમાણ જે અગત્યનું અને પ્રતીકાત્મક બન્ને છે તે, આદિ શંકરાચાર્ય કેરળના નાનકડા ગામ કલાડીથી વ્યા હતા, જે આને નાનું શહેર છે. કલાડીનો શાબ્દિક અર્થ થાય છે, “પગની નીચે.” દક્ષિણમાં, અમે ભારતમાતાના પગમાં છીએ અને આ વાતે અમને અનેક રીતે વળતર આપ્યું છે.

મહાભારતની એક સુંદર કથા છે. જ્યારે અર્જુન અને દુર્યોધન કુરુક્ષેત્રના યુદ્ધ માટે કૃષ્ણની સહાય લેવા માટે ગયા ત્યારે એક તેમના મસ્તક પાસે અને એક તેમના ચરણ પાસે ઊભો રહ્યો – આ વાતે જ બધું નક્કી કરી દીધું. એ બપોરે, જ્યારે અર્જુન કૃષ્ણના પગ પાસે ઊભો હતો ત્યારે જ ખરેખર તો એ યુદ્ધ જીતી ચૂક્યો હતો. આપણા દેશ અને સંસ્કૃતિનો આ જ મૂળભૂત સ્વભાવ છે. આપણે દરેક વસ્તુ આગળ નમીએ છીએ, તેથી જ આપણે વૃદ્ધિ પામીએ છીએ. આપણે ધક્કામુક્કી કરીને વૃદ્ધિ પામતા નથી – આપણે નમન કરીને વૃદ્ધિ પામીએ છીએ. ભારતનો અર્થ છે કે, આપણે હંમેશા દિવ્યતત્ત્વના ચરણોમાં રહેતા શીખ્યા છીએ. આ આડંબરની સંસ્કૃતિ નથી, આ શીલતાની સંસ્કૃતિ છે. એ એક દેવતા હોય, એક માણસ હોય, એક બાળક હોય, એક પ્રાણી હોય, ઝાડ હોય કે પથ્થર હોય – આપણે બધાની આગળ નમતા શીખ્યા છીએ. આ જ પરિબળને કારણે આપણે મહાન મનુષ્યોનું નિર્માણ કરી શક્યા છીએ. દિવ્યતત્ત્વના ચરણોમાં રહીને આપણે શીખ્યા છીએ, વિકસ્યા છીએ, સુવાસિત થયા છીએ અને બાકીના વિશ્વ માટે લાંબા સમયથી ઝળહળતો પ્રકાશ બન્યા છીએ. હજારો વર્ષોઓ પહેલા, આદિ શંકરાચાર્ય કરતા પણ પૂર્વે આદિયોગીથી જ, અનેક યોગીઓ, દિવ્યદર્શીઓ, ઋષિમુનિઓ અને સંતોએ આ જ વાત અનેક રીતે કહી છે.

જે બૌદ્ધિક સ્પષ્ટતા વડે તેમણે પોતાની જાતને અભિવ્યક્ત કરી અને જે ઉત્સાહ અને ઊર્જા તેમણે સમગ્ર દેશમાં ફેલાવ્યા, તે આદિશંકરાચાર્યને અલગ બનાવે છે. એક પરિબળ જે આજના વિશ્વમાં પણ અત્યંત મહત્ત્વનું છે તે છે આ જ્ઞાન, આ ડહાપણ કોઈ વિશ્વાસ કે માન્યતામાંથી નથી આવ્યું પણ, અનુભવમાંથી આવ્યું છે. જ્યાં સુધી આધ્યાત્મિક પ્રક્રિયાઓનો કોઈક રીતે મૂળભૂત માનવતર્ક અને તત્કાલિન વૈજ્ઞાનિક શોધ સાથે સમન્વય ન હોય ત્યાં સુધી લોકો તેને અપનાવશે નહિ. ભવિષ્યની પેઢીઓ એ બધી વસ્તુઓને નકારી કાઢશે જે તેમને માટે તર્કસંગત અને વૈજ્ઞાનિક રીતે સાચું નહિ હોય. આ પરિપેક્ષમાં આદિ શંકરાચાર્ય આજે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

આદિ શંકરાચાર્યના માયા વિષે ઉપદેશો – સદ્‍ગુરુ સમજાવે છે

આદિ શંકરાચાર્યે જે કહ્યું હતું તેના વિષે અનેક ગેરસમજણ પ્રવર્તે છે, મને લાગે છે કે અમે તમાંની એક દૂર કરવાના તો અમે ઋણી છીએ જ. અનેક લોકો કહે છે, “તેઓએ આ શું બકવાસ કરી છે, ‘દરેક વસ્તુ માયા છે.’” આનો આવો અર્થ કરવામાં આવી રહ્યો છે – “માયા એટલે તે અસ્તિત્ત્વ ધરાવતું નથી.” માયાનો અર્થ તે અસ્તિત્ત્વ ધરાવતું નથી તેવો નથી. માયા એટલે ભ્રમ, એ અર્થમાં તમે તેને એ જેવું છે તેવું નથી જોઈ રહ્યા. અહીં તમે દેખીતી રીતે એક નક્કર શરીર સાથે બેઠા છો પણ, જે ખોરાક તમે ખાઓ છો, જે પાણી તમે પીઓ છો, જે શ્વાસ તમે લો છો, તેનો તમારા શરીરના કોષો સાથે રોજીંદો વિનિમય થાય છે. તમારા શરીરના અંગો અને માંસપેશીઓ તેમના કોષોના પ્રકાર પ્રમાણે અમુક વર્ષોમાં સંપૂર્ણપણે નવીનીકરણ પામે છે. આનો અર્થ એ કે થોડા સમયબાદ, તમારી પાસે તદ્દન નવું શરીર હશે પણ, તમારા અનુભવમાં એવું લાગે છે કે એ તે જ વસ્તુ છે – આ માયા છે. આ જ રીતે, જે રીતે તમે અસ્તિત્ત્વનો બોધ પામો છો, જે રીતે તમે પાંચ ઇન્દ્રિયો દ્વારા તમે દુનિયાનો અનુભવ કરો છો, તે તદ્દન અલગ છે – આ ભ્રમ છે. આ મૃગજળ સમાન છે. જો તમે હાઇ-વે પર ગાડી ચલાવી રહ્યા હો ત્યારે ઘણીવાર દૂર તમને પાણી જેવું દેખાય છે. પછી તમે ત્યાં જાઓ છો ત્યારે ત્યાં પાણી નથી હોતું. એનો અર્થ એ નથી કે, ત્યાં કંઇ નહોતું. ત્યાં પ્રકાશનું અમુક પ્રકારે પરાવર્તન થતું હતું જે ભ્રમ પેદા કરતું હતું. એક વસ્તુ તે જેવી દેખાય છે તે અલગ જ છે. તમે જેને “હું” માનો છો તે વાસ્તવમાં બધું જ છે – આ માયા છે. જેને તમે “બીજું” માનો છો તે વાસ્તવમાં તમે જ છો. તમે જે વિચારો છે તે બધું પણ કંઇ નથી. આદિ શંકરાચાર્ય આ માયાની વાત કરી રહ્યા હતા.

આદિ શંકરાચાર્યના ઉપદેશો – સૃષ્ટિ અને સૃષ્ટા એક છે

તેઓએ એમ પણ કહ્યું હતું કે, માનવની સિસ્ટમને જાણવાથી તમે સમગ્ર બ્રહ્માંડને જાણી શકો છો. આધુનિક ભૌતિક વિજ્ઞાન તમને કહી રહ્યું છે કે આખું બ્રહ્માંડ મૂળભૂત રીતે તો એક જ ઊર્જા છે. તે જ રીતે, આદિ શંકરાચાર્યએ પણ કહ્યું છે કે, સૃષ્ટિ અને સૃષ્ટા એક જ છે. આજે, લાંબા અંતરાલબાદ આધુનિક વિજ્ઞાન આદિ શંકરાચાર્ય અને અનેક ઋષિઓ ભૂતકાળમાં સ્પષ્ટપણે જે કહી ગયા હતા તેની સમાંતરે આવ્યું છે.

આદિ શંકરાચાર્યની આજના સમયમાં  સુસંગતતા

આ આધ્યાત્મિક જ્ઞાને પર્વતોથી શહેરોમાં, ગામડાઓમાં અને સૌથી વધારે લોકોના મન અને હૃદયમાં આવવાની જરૂર છે. આ સંસ્કૃતિને પાછી લાવવાનો સમય છે, આ શીલતા અને નમ્રતાની ભાવનાએ આપણને નમતા શીખવડીને આપણને ખૂબ મોટું વળતર ચૂકવ્યું છે. આ જ આપણી તાકાત રહી છે, આ જ આપણી રીત રહી છે અને આ જ આપણા વિકાસ અને આત્મ-અનુભવની પદ્ધતિ રહી છે. આ સૌથી મોટો ખજાનો બનવાનો છે – આ રાષ્ટ્રનું ભવિષ્ય બનવા જઈ રહ્યું છે. જો આપણે આ એક વસ્તુ કરીએ તો આખું વિશ્વ આપણું માર્ગદર્શન માંગશે. ચાલો, આદિ શંકરાચાર્યની ભાવનાને આ દેશમાં અને સમગ્ર વિશ્વમાં ફરી પ્રજ્વલિત કરીએ.

Editor's Note:

આદિ શંકરાચાર્યએ રચેલા સ્તોત્ર

આદિ શંકરાચાર્યના મુખેથી અમુક ગહન સ્તોત્ર સરી પડ્યા જે તેમની ભક્તિ અને વિદ્વત્તાની નિશાની છે. હજારો વર્ષો પછી પણ તેમના સ્તોત્રો લોકોના મન અને હૃદયમાં જીવિત છે એ તેમના જ્ઞાન અને માનવચેતનાને વિકસિત કરવામાં અથાહ પરિશ્રમને સાચી શ્રદ્ધાંજલિ છે.

અહીં આદિ શંકરાચાર્યની ચાર સૌથી પ્રખ્યાત રચનાઓ છે:

#૧ નિર્વાણષટ્કમ્

 

નિર્વાણષટ્કમ્ એ સૌથી શક્તિશાળી મંત્ર છે જે વર્ષોથી તપસ્વી માર્ગનો પર્યાય બની રહ્યો છે. એ આજે તણ તેટલો જ અસરકારક છે જેટલો તે તેની રચના થયેલી એ સમયે હતો, ધ્વનિઓની આ સાવચેતીપૂર્વકની ગોઠવણી યોગમાર્ગ ઉપર કરવામાં આવતી આધ્યાત્મિક પ્રક્રિયાઓ માટે પાયાનો પથ્થર છે.

આ અહેવાલમાં નિર્વાણષટ્કમ્ સ્તોત્રના શબ્દો, તેમનો અર્થ અને સદ્‍ગુરુ દ્વારા તેમનું વર્ણન જુઓ, જે આદિ શંકરાચાર્ય તેમના મંત્રોમાં કહી રહ્યા હતાં.

#૨ ભજ ગોવિંદમ્

 

ભજ ગોવિંદમ્ એ આદિ શંકરાચાર્યની રચનાઓમાંની એક છે જેનું સદ્‍ગુરુ અનેકવાર ઉચ્ચારણ કરે છે. આ સ્તોત્ર અનોખો છે કારણ કે, તે સાધકને ગમે તે શક્ય રીતે જીવનના મહાસાગરને પાર કરવા વિનવે છે. આદિ શંકરાચાર્ય કહે છે કે યોગ દ્વારા કે ભોગ દ્વારા – કઈ રીતે તમે તે કરી રહ્યા છો, મહત્ત્વનું એ છે કે, તમે તેને પૂરું કરી રહ્યા છો. આ સ્તોત્રના શબ્દો અને સદ્‍ગુરુ દ્વારા તેમનું વર્ણન જાણવા માટે અહીં ક્લિક કરો.

#૩ સૌંદર્ય લહરી

 

આદિ શંકરાચાર્યની આ સુંદર કાવ્યરચના સૃષ્ટિની અસાધારણ શક્તિ અને સુંદરતાની પ્રશંસા કરે છે. સાઉન્ડસ ઑફ ઇશા દ્વારા તેની આ રસસભર પ્રસ્તુતિમાં તેનું સારતત્ત્વ રહેલું છે, જે આદિ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ છે.

#૪ પ્રાત સ્તુવે પરશિવામ્ ભૈરવી

 

આ સ્તોત્ર કમળ ઉપર બીરાજમાન શબ્દો અને ભાષાની દેવીની સ્તુતિ કરે છે. આદિ શંકરાચાર્યનું સ્તોત્ર નવરાત્રિ, જે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો સમય છે, તેના અવસર ઉપર સાઉન્ડસ ઑફ ઇશા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આ અહેવાલમાં પ્રાત સ્તુવે પરશિવામ્ ભૈરવીના શબ્દો અને અર્થ જુઓ.