પ્રશ્ન: કોઈકે કહ્યું કે જ્યારે બાળક જન્મે છે ત્યારે સૂચનાઓની કોઈ લિસ્ટ લઈને નથી આવતું. જો કલ્પનાત્મક રીતે કોઈ આવી યાદી બનાવે કે મનુષ્ય તેના જન્મથી મૃત્યુ સુધી કેવો હોવો જોઈએ, તો તે યાદી કેવી હશે?


સદગુરુ: કોરું પુસ્તક હંમેશા શ્રેષ્ઠ હશે. હવે તમે બધું જ મશીનરીમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. મનુષ્યના "સંચાલન" સિવાય તમે ઉપયોગી માનો છો તેવા બીજા પણ ઘણા આયામો છે. માણસે કોઈ માટે ઉપયોગી થવાની કોઈ જ આવશ્યકતા નથી. આ તો તેવી વાત થઈ કે બળદગાડી સાથે જોડાયેલો બળદ જંગલમાં ફરતા જંગલી હરણો ને જોઈ વિચારે છે કે "ઓહ! આ હરણો કેવી રીતે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. કોઈ માટે કઇ ઉપયોગી જ નથી. આ સારું નથી. "પરંતુ હરણ તો ખુશ છે. અને તમે બંધાયેલા છો, અને ખુશ પણ નથી.

જો તમે ઉપયોગી વ્યક્તિ બનવાની લ્હાયમાં એક આનંદહીન વ્યક્તિ બની જાઓ છો, તો તમારા જીવનના બધાજ ઉદ્દેશ્યો નષ્ટ થઈ જાય છે. તમે જે કરી રહ્યા છો તેનો કોઈ જ અર્થ નહીં રહે. સામાજિક રીતે કદાચ તમે બનાવેલા તમારા દુઃખી ચહેરા માટે અને તમે દુનિયામાં કરેલા કામો માટે તમને પુરસ્કાર પણ મળી શકે છે, પરંતુ તેનો કોઈ અર્થ નથી.

Sadhguru playing with a girl child | A Child Needs No Instruction Manual

સૂચના માર્ગદર્શિકા છોડો...

અન્યની બુદ્ધિ મુજબ પોતાના જીવનને જોવાનું બંધ કરો. પોતાના જીવનને વધુ સમજદારીથી જોવાનું શીખો. જો બધા પ્રભાવોને દૂર કરવામાં આવે તો દરેકને પોતાના જીવન અંગે સમજવા માટેની આવશ્યક સમજદારી છે. સમસ્યા તે છે કે તમે ભૂતકાળ અને વર્તમાનના નાયકોથી ખૂબ પ્રભાવિત છો. અંતે તમારી માનસિકતા માત્ર એક અનુયાયીની જ બને છે. અનુયાયી બનવું એ ખૂબ અલ્પ વિકસિત માનસિકતા છે.

કોઈ પણ સામાન્ય બાળક પૂર્ણ જ આવે છે. તમે માત્ર બાળકની ક્ષમતાનો વિકાસ કરી શકો છો. તમે તેનાથી જુદું કશું નથી કરી શકતા. જો તમારું આદર્શ વૃક્ષ નારિયેળીનું છે, અને તમારા બગીચામાં કેરીના વૃક્ષના બી અંકુરિત થઈ રહ્યા છે, તો તમે શું કરશો? માત્ર આ નારિયેળીના વૃક્ષની જેમ નથી જોવાતું એટલે તમે તેની બધી જ ડાળીઓ કાપી નાખશો અને માત્ર એકને જ રહેવા દેશો. તો આ કેરીનું વૃક્ષ ખૂબ ગરીબ લાગશે. માત્ર એક વસ્તુ જે તમે કરી શકો છો તે છે, તે બાળકની સંપૂર્ણ બુદ્ધિમત્તા, શારીરિક કલ્યાણ અને ભાવનાત્મક કલ્યાણ માટે પોષણ પ્રદાન કરવું. અને આ ત્યારે જ થશે જ્યારે તમે તેને પોષણ પ્રદાન કરશો, નહીં કે તેની સાથે છેડછાડ કરશો.

એક અનુકૂળ વાતાવરણ બનાવવું

બાળકો તમારા માધ્યમથી આવ્યા છે, તમારાથી નથી આવ્યા. એવું ક્યારેના વિચારશો કે તે તમારા છે. તેઓ તમારા માધ્યમથી આવ્યા છે તે એક વિશેષાધિકાર છે. તમારું કામ માત્ર તેમને પ્રેમ અને સહાયક વાતાવરણ પૂરું પાડવાનું છે. તમારા વિચારો, તમારી ભાવનાઓ, તમારી વિશ્વાસ પ્રણાલી, તમારી ફિલોસોફી, તમારી બકવાસ વગેરે તમારા બાળક પર થોપવાનો પ્રયાસ ના કરો. તેની પાસે પોતાનો માર્ગ શોધવા માટે પોતાની બુદ્ધિ છે. જો તમે તેની સમજદારીના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી સહાયક વાતાવરણ બનાવો છો, તો તે સમજે છે તે રીતે તેની જાતને સંભાળી લેશે.

શું બધું સારું થશે? સારું થશે, કે ખોટું થશે - તે વિષય નથી. પરંતુ આમાં ખોટું થવાની સંભાવના ખૂબ ઓછી છે. જ્યારે બાળક મોટું થઇને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, અને ત્યારે જો તે કોઈ ભૂલ કરે છે, તો તે સુધારવા માટે પણ તેની પોતાની બુદ્ધિ હોય છે. જ્યાર સુધી તે પોતાના સારા માટે કઈ કરી રહ્યો છે, પોતાની વિરુદ્ધ કઇ પણ નકારાત્મક નથી કરી રહ્યો ત્યાર સુધી તમારે રાહ જોવી જોઈએ. પૂરો સમય એટલે કે જ્યાર સુધી બાળક એકવીસ વર્ષનો નથી થઈ જતો ત્યાર સુધી તમારે એવું જ માનવું જોઈએ કે તમે ગર્ભવતી છો. ફક્ત રાહ જુઓ. જ્યારે બાળક તમારા ગર્ભમાં હતું ત્યારે તમે કંઇ નથી કર્યું, બરાબર ને? ફક્ત તમારી જાતનું સારી રીતે પોષણ કર્યું અને રાહ જોઈ. હમણાં પણ તે જ રીતે સારું વાતાવરણ પ્રદાન કરો અને રાહ જુઓ.