પોતાના ખોટા વ્યસન માટે ફોન ને દોષ ન આપો

શું તમે ફોન વગર ક્યાય જવાનું વિચારું શકો ખરા? આજે, આપણા હાથ કોઈ પણ સમયે ફોનથી જ ચોંટેલા હોય છે. સદગુરુ સાથેની વાતચીત દરમિયાન રણવીર સિંઘે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું માનવી આવી જ રીતે કમ્યુનિકેશન કરવા બન્યા હતા?
પોતાના ખોટા વ્યસન માટે ફોન ને દોષ ન આપો
 

રણવીર સિંઘ: સર, મને લાગે છે કે ટેકનોલોજી સતત વિકાસ સાધી રહી છે અને મોબાઈલ ફોને આપણામાં ઘણું પરિવર્તન લાવી દીધું છે. ડગલેને પગલે આપણે ફોન પર આધાર રાખતા થઈ ગયા છીએ. મને ઘણી વખત નવાઈ લાગે છે કે માનવીએ કદી આ રીતે વાતચીત કરવાની ધારણા કરી હશે કે કેમ? હું આફ્રિકાના જંગલમાંથી ઉત્તર ધ્રુવમાં રહેલી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી શકું છું, અને તેમનો ચહેરો જોઈ શકું છું!

અને આની સાથે હવે સોશ્યલ મીડિયા પણ આવી ગયું છે. તેના કારણે પરિસ્થિતિ ઘણી બદલાઈ રહી છે. અઢાર-ઓગણીસ વર્ષનાં કિશોરો સોશ્યલ મીડિયામાં જ રમેલા હોય છે. સોશ્યલ મીડિયાના ઉપયોગની તેમને વધુ સારી ફાવટ છે. મારો જન્મ થયો, ત્યારે લેન્ડલાઈન ફોનનો જમાનો હતો. આથી, ફેસટાઈમ હજી પણ મારા માટે નવો વિષય છે. મોબાઈલ ફોન ટેકનોલોજી અને સોશ્યલ મીડિયા વિશે તમે શું માનો છો? શું આ નવો ક્રમિક વિકાસ? પહેલા માણસ કઈક અલગ હતો અને હવે સેલફોન આપણો એક અંગ બની ગયો છે.

સદગુરુ: આપણે જે મશીનનું સર્જન કર્યું છે, તે કોઈ ન કોઈ રૂપમાં આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરે છે. આપણી વિસ્તરણ કરવા અંગે છે. આપણે દ્રષ્ટિની ક્ષમતા ધરાવીએ છીએ, આથી, આપણી પાસે ટેલિસ્કોપ અને માઈક્રોસ્કોપ છે. આપણે બોલી શકીએ છીએ, આથી આપણી પાસે માઈક્રોફોન અને ટેલિફોન છે. આથી, જ્યારે આપણે લેન્ડલાઈનથી વાત કરતાં હતાં, ત્યારે તે બરાબર હતું. હવે આપણી પાસે મોબાઈલ ફોન છે, જે અનેકગણો વધારે સુવિધાજનક છે, પણ શું તે બરાબર નથી? ના, તે એકદમ બરાબર છે.

ટેકનોલોજી ભારે શક્તિશાળી રીતે આપણું જીવન સહેલું બનાવે છે - કોઈએ તે વિશે ફરિયાદ ન કરવી જોઈએ

લોકલ, એસટીડી, આઇએસડી ટેલિફોન બુથના મદદ થી કોલ થતાં હતા

આશરે 35 વર્ષ પહેલાં, મારો મોટાભાગનો સમય માર્ગ પર પસાર થતો. ઈશા ફાઉન્ડેશનને પ્રસ્થાપિત કરવા માટે લગભગ આખા દેશમાં - એક ગામથી બીજા ગામમાં, એક શહેરથી બીજા શહેરનો પ્રવાસ કરતો. ફક્ત અમુક ચોક્કસ દિવસોમાં જ હું ટેલિફોનનો ઉપયોગ કરી શકતો. તમે તે ભયાનક વાદળી બોક્સ - ટેલિફોન બૂથ - લોકલ, એસટીડી, આઈએસડી જોયાં છે કે નહીં તે હું નથી જાણતો. પણ હાઈવે પર મને બ્લ્યુ બોક્સ મળી રહેતું તો એ દિવસ મારો ફોન કરવાનો દિવસ હોય.

મારી પાસે કદી ટેલિફોન બુક રહેતી નહીં. પરંતુ, મને આઠસોથી નવસો નંબરો નામ સાથે સરળતાથી યાદ હતાં. ત્યાં પહોંચીને તરત જ હું ખિસ્સામાંથી પાંચ હજાર રુપિયા નિકાળીને બૂથવાળા માણસને આપતો. તેને કશું સમજાતું નહીં, એટલે હું તેને કહેતો, આ રાખ. આ ડાઉન પેમેન્ટ છે.આમ તો, સામાન્યપણે એક કોલના પાંચથી દસ રુપિયા થતો હોતો, જ્યારે હું તેને પાંચ હજાર રૂપિયા આપી દેતો અને તેને સમજહતું નહીં કે શું થઇ રહ્યું છે.  

દુર્ગંધ અને આંગળીઓ ને પીડા આપતા એ ફોન

હું બૂથમાં જતો જ્યાં કાળા રંગ નો દુર્ગંધ વાળો ફોને હોય. ઘણા પર પરફ્યુમ છાંટેલું હોતું પણ બાકી માં બધ્ધાના સ્વાસની દુર્ગંધ આવતી. પછી હું ચાર, પાંચ, છ કલાક સુધી ફોન કરતો રહેતો. એ મહિના ના જરૂરી બધા જ ફોન હું કરી લેતો.

ફોન કોલ કરવા ઈચ્છનારા અન્ય લોકો મારા બહાર ન નિકળવા પર મારી સામે ભાવસૂચક દ્રષ્ટિથી જોતા, પણ બૂથવાળો માણસ તે બધું સંભાળી લેતો, કારણ કે હું અગાઉથી જ તેને પાંચ હજાર રુપિયા ચૂકવી દેતો. હું તમામ કોલ્સ કરી લેતો, મારી કારમાં બેસતો અને મુસાફરી આગળ ધપાવતો. આટલા બધા કોલ્સ કર્યા પછી મારી આંગળીઓ પણ દુખવા માંડતી હતી.

પણ આજે, હું માત્ર કોઈનું નામ બોલું, તો મારો ફોન ઓટોમેટિક તે વ્યક્તિનો નંબર જોડી દે છે.

રણવીર સિંઘ: સાચું!

સદગુરુ: હું ટેકનોલોજીની ભારે પ્રશંસા કરું છું. કેટલાક લોકો ફરિયાદ કરે છે, પણ તેઓ ટેકનોલોજીની ફરિયાદ નથી કરતા. તેઓ એ નથી જાણતા કે તેઓ વાસ્તવમાં જેની ફરિયાદ કરી રહ્યા છે, એ તેમના પોતાના મજબૂરીની ફરિયાદ કરી રહ્યા છે.

 

વ્યવસ્થિત ઉપયોગ ન કરવાની મજબૂરી ફક્ત ફોન પૂરતી જ મર્યાદિત નથી. જો તેઓ જમવાનું શરુ કરે, તો ક્યાં અટકવું તે તેઓ નથી જાણતા. જો તેઓ પીવાનું શરુ કરે, તો ક્યાં અટકવું તે નથી જાણતા. આ મજબૂરી જીવનનાં તમામ પાસાંઓમાં મોજૂદ છે. હવે ગેજેટ એક બંધાણ, નશીલા પદાર્થ જેવું બની ગયું છે. પણ તે ઘણા લોકોને ડ્રિન્કથી દૂર રાખે છે.

રણવીર સિંઘ: ચાલો, તેમાં કોઈ ફાયદો તો છે.

સદગુરુ: આપણે આ મજબૂરીને સંભાળવાની જરુરી છે. ટેકનોલોજી ભારે શક્તિશાળી રીતે આપણું જીવન સહેલું બનાવે છે - કોઈએ તે વિશે ફરિયાદ ન કરવી જોઈએ. નહીંતર અમારે તમને કાળો ફોન મૂકેલા બ્લ્યુ બોક્સમાં રાખવા પડશે. પછી તમને સમજાશે!

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1