પ્રશ્ન: કેટલીકવાર આપણે અનુભવીએ છીએ કે જ્યારે કોઈ નવા બોસ કંપનીમાં આવે છે, ત્યારે તે પહેલેથી ચાલી આવતી પરંપરાથી વિપરીત ઘણા ફેરફારો કરે છે. આને કારણે કંપનીમાં ઘણી અસ્થિરતા આવે છે. આ પરિસ્થિતિને આપણે કેવી રીતે સંભાળવી જોઈએ?

સદગુરુ: દરેક સંસ્થામાં નેતાની પસંદગી કરવા માટે હંમેશા એક પ્રક્રિયા હોય છે. એકવાર આપણે કોઈને નેતા બનાવીએ પછી, જો દરેક વ્યક્તિ તેમનો ટેકો નહીં આપે, તો પછી તેઓ સંસ્થાને ક્યાંય પણ લઈ જઈ શકશે નહીં. જો તમે તમારી જૂની આદતો જાળવી રાખો છો કારણ કે તમને લાગે છે કે તે તમારા માટે સારું છે, તો નવો નેતા શું કરી શકે? એક કર્મચારી તરીકે, તમને જેમ છે એમ જ સ્થિતિ જોઈતી હોય છે. પરંતુ નવો નેતા કદાચ સંસ્થાને બીજે ક્યાંક લઈ જવા માંગતો હોય, એક સંપૂર્ણપણે અલગ જગ્યાએ, કે જેના વિષે તમે વિચારી પણ શકતા ના હોવ. જો તમે એ બધું વિચારી શકો તેમ હોત, તો તેઓ તમને નેતા ના બનાવી દેત.

જો તમને કોઈ કંપની, સંગઠન, રાષ્ટ્ર કે કોઈ સંસ્થામાં રસ છે, તો તેના માટે એકવાર કોઈ નેતાની ચૂંટણી અથવા પસંદગી થઈ જાય, પછી આપણે તેને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ.

જો તમને કોઈ કંપની, સંગઠન, રાષ્ટ્ર અથવા કે કોઈ સંસ્થામાં રસ છે, તો તેના માટે એકવાર કોઈ નેતાની ચૂંટણી અથવા પસંદગી થઈ જાય, પછી આપણે તેને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ. કોઈ નેતા બધાની સામે આવીને કંપનીના સંપૂર્ણ સ્ટાફને તેની શું યોજના છે તે કહી શકતો નથી.તે એ રીતે કામ નહીં કરે. કોઈ પણ વ્યક્તિ જે સામેથી નેતૃત્વ કરે છે તે હંમેશાં આ કામમાં એકલા રહે છે કારણ કે તમે તમારી યોજના તમારી નજીકની વ્યક્તિને પણ કહી શકતા નથી. જો તમે ઘણી બધી વસ્તુઓની વાત કરો છો, તો તેઓ પાગલ થઇ શકે છે.

કંઈક મોટું કરવા માટે, ઘણા પગલા છે જે એક સાથે લેવામાં આવે છે અને ઘણી વસ્તુઓની વ્યૂહરચના કરવી પડે છે. વ્યૂહરચના વગર, તો કોઈ નેતૃત્વ કાર્ય કરશે નહીં. જો તમે એક નેતા છો, તો તમારે બીજાનાથી સો પગથિયા આગળ વિચારવું જ જોઇએ. પરંતુ જો તમે આ સો પગલાં વિષે બધાને વાત કરો છો, તો કોઈ તમારી સાથે રહેશે નહીં. એક વ્યક્તિને, તમે થોડી વસ્તુઓ સમજાવી શકો છો; બીજાને, તમે થોડી વધુ સમજાવો; અને ઘણા બધા લોકોને, તમે કંઈપણ ના સમજાવો. જો તમે દરેકને બધું સમજાવશો, તો કંઈપણ કામ કરશે નહીં કારણ કે લોકોમાં તેનાથી અરાજકતા ફેલાશે. 

તમારા કોર્પોરેશનમાં જે પણ નેતા છે, તમે જાણતા નથી કે તેના મનમાં શું છે. સમસ્યા એ છે કે, જે ક્ષણે કોઈ નેતા ફેરફાર કરવાની કોશિશ કરે છે, ત્યારે નીચેમાં નીચેથી લઇ ટોચ સુધી, દરેકને લાગે છે કે બોસ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે. તમારે તે તેમના પર છોડી દેવું જોઈએ, કારણ કે એકવાર સત્તામાં આવ્યા પછી, ખાલી સત્તા ચલાવવી એટલું જ નથી હોતું, પણ તેને સફળ બનાવવાની જવાબદારી પણ નેતાની હોય છે. જો તે નિષ્ફળ જાય, તો તેની સાથે જે થવાનું છે તે થશે. પરંતુ તમારે તેનો પગ ખેંચીને તેને નિષ્ફળ બનાવવાની જરૂર નથી. તમારું કામ તો ફક્ત સૂચનાઓ લેવાનું અને તે જે પણ હોય તે રીતે કામ કરવાનું છે.

જો તમે નેતૃત્વમાં વિકસિત થવા માંગતા હોવ, તો તમારે જરૂરી યોગ્યતા બતાવવી પડશે અને સૌથી ઉપર, જે પણ કઈ સારું કે ખરાબ થાય છે તેના માટે જવાબદારી લેવાની તૈયારી રાખો. 

તેથી તેને તમારા નવા બોસ પર છોડી દો. તેને જે કરવાનું છે તે કરવા દો - ફક્ત તેને ટેકો આપો. જો તે જાણે છે કે તે શું કરી રહ્યા છે, તો તે એક સફળતા રહેશે. નહિંતર, તે નિષ્ફળ જશે. પરંતુ જેઓએ પણ તેની પસંદગી કરી છે, તેઓ એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તેઓને વિશ્વાસ છે કે તે સફળ થશે.

જો તમે નેતૃત્વમાં વિકસિત થવા માંગતા હોવ, તો તમારે જરૂરી યોગ્યતા બતાવવી પડશે અને સૌથી ઉપર, જે પણ કઈ સારું કે ખરાબ થાય છે તેના માટે જવાબદારી લેવાની તૈયારી રાખો. તમે બેસીને ગણતરી કરતા નથી કે આજે તમે કેટલું કામ કર્યું છે. જો તમે હંમેશાં દિવસના અંતે જોશો કે, "હજી ઘણી બધી બાબતો કરવાની હતી, પરંતુ સમય અને શક્તિના અભાવે હું આજે તે કરી શક્યો નથી." તો તમે કુદરતી રીતે નેતૃત્વની દિશામાં વૃદ્ધિ પામશો.