Mahabharat All Episodes

మహాభారత కథ : భీష్మ పితామహుడి జననం

સદ્‍ગુરુ : ગંગાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પણ તરત જ, તેણીએ બાળકને ઉપાડ્યું, નદીએ ગઈ અને એને પાણીમાં ડૂબાડી દીધું. શાંતનુ આ માની ન શકયો. એનું હૃદય ફાટી પડ્યું પણ એને યાદ હતું કે જો એ ગંગાને પૂછશે કે એણે આવું શા માટે કર્યું, તો તે ચાલી જશે. આ માણસ જે ખુશી અને પ્રેમથી ઊડી રહ્યો હતો એની પર હવે વિષાદ પ્રહાર કરી ચૂક્યો હતો અને એને હવે એની પત્નીથી ડર લાગવા લાગ્યો હતો. પણ હજુ, એ તેણીને ખૂબ પ્રેમ કરતો હતો અને તે બંનેએ સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બીજા દીકરાનો જન્મ થયો, અને એક પણ શબ્દ બોલ્યા વગર, તેણી તેને લઈ ગઈ અને એને પણ ડૂબાડી દીધો. શાંતનુ પાગલ થવાની અણી પર હતો, પણ એને ગંગાએ મુકેલી શરત યાદ હતી. આ પ્રમાણે ચાલતું રહ્યું અને સાત પુત્રો નદીમાં સમાઈ ગયા.

Mahabharat Episode 6: The Birth of Devavrata

જ્યારે આઠમા પુત્રનો જન્મ થયો ત્યારે શાંતનુ લાચાર થઈને ગંગાની પાછળ પાછળ નદી સુધી ગયો. જ્યારે એ બાળકને ડૂબાડવાની તૈયારીમાં હતી, એણે બાળકને આંચકી લીધું અને બોલ્યો, "હવે બહુ થયું. તું શા માટે આવા અમાનવીય કૃત્યો કરી રહી છે?" ગંગાએ જવાબ આપ્યો, "આપે શરતનો ભંગ કર્યો છે. તેથી મારા જવાનો સમય થઈ ગયો. પણ મારી ફરજ છે આપને કારણ જણાવવાની. અને હું તેમ કરીશ"

ઘણા સમય પહેલા, ઋષિ વશિષ્ઠ એમના આશ્રમમાં નિવાસ કરતાં હતાં. ત્યાં નંદિની નામની એક ગાય હતી, જેની પાસે દિવ્ય ગુણો હતા. એક દિવસ આઠ વસુઓ વિસ્તારમાં ફરી રહ્યા હતાં. શાશ્ત્રોમાં વસુઓનાં વર્ણનમાં લખ્યું છે કે વસુઓ એવા લોકોને કહેવાતાં જેઓ વિમાન અથવા એવા કોઈ જહાજમાં ઉડતાં. એ જહાજ તેની મેળે જ ઉડતાં. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જહાજની સપાટી એટલી સુંવાળી રહેતી, જેવી પ્રવાહી પારાની હોય છે. તેઓ કહે છે કે જહાજમાં રોશની રહેતી, પણ અગ્નિ કે તેલ વગર જ. રોશની પોતાની જાતે જ સળગતી.

વસુઓ ત્યાં આસપાસ ફરતા રહ્યાં અને વશિષ્ઠનાં આશ્રમમાં દાખલ થયા, જ્યાં તેમણે નંદિનીને જોઈ. એમાનો એક વસુ - જેનું નામ પ્રભાસ હતું - એની પત્નીએ કહ્યું, "મને આ ગાય જોઈએ છે." વગર વિચાર્યે પ્રભાસે કહ્યું, "ચાલો, આપણે ગાય લઈ જઈએ." એમાંના એક-બે વસુઓએ કહ્યું, "પણ આ ગાય આપણી નથી. એ એક ઋષિની ગાય છે. તેને આપણે કઈ રીતે લઈ શકીએ?" પ્રભાસની પત્નીએ જવાબ આપ્યો, "ડરપોક લોકો હમેશાં બહાના કાઢે છે. તમે ગાય નથી લાવી શકતાં એટલે તમે ધર્મની વાતો કરો છો." આ સાંભળીને પ્રભાસનું પુરુષત્વ એકદમ જાગી ગયું અને સાથીઓની મદદથી તેઓએ અંદર જઈને ગાય ચોરી લીધી.

આઠેય વસુઓએ ગંગાને આજીજી કરી, તમે સુનિશ્ચિત કરજો કે અમે તમારી કૂખે જન્મ લઈએઅમારું જીવન પૃથ્વી પર શક્ય એટલું ઓછું હોય એમ કરજો."

જયારે વશિષ્ઠને ખબર પડી કે એમની પ્રિય ગાયની ચોરી થઈ છે, ત્યારે તેમણે વસુઓને પકડી પાડયા અને શ્રાપ આપ્યો, "તમે આવી હિંમત કઈ રીતે કરી! તમે મહેમાન તરીકે આવ્યા. અમે તમારી સારી સરભરા કરી. અને છેવટે તમે મારી ગાય ચોરી ગયાં. એમ થાઓ કે, તમે સઘળી મર્યાદાઓ ધરાવતા મનુષ્ય તરીકે જન્મ લો. તમારી પાંખો ખરી પડે જેથી તમે ઊડી ના શકો. તમારે આ પૃથ્વી પર ચાલવું પડે, તમારે ભૌતિક શરીર ધારણ કરવાં પડે, તમારે બીજા બધાની જેમ જન્મ લેવો પડે અને તમે મૃત્યુ પામવું પડે." પછી આ આઠેય વસુઓએ ગંગાને આજીજી કરી, "તમે સુનિશ્ચિત કરો કે અમે તમારી કૂખે જન્મ લઈએ. અમારું જીવન પૃથ્વી પર શક્ય એટલું ઓછું હોય એમ કરજો."

ગંગાએ શાંતનુને કહ્યું,"હું તો માત્ર તેમની ઈચ્છા પૂરી કરી રહી હતી. એમણે માત્ર જન્મ લઈને શ્રાપ ભોગવી લેવો હતો. મેં એમાનાં સાતને બચાવી લીધા પણ આઠમાને આપે બચાવી લીધો. જે થયું તે, આ પ્રભાસ છે, જેણે ચોરી કરવા ઉશ્કેરણી કરી હતી. શક્ય છે કે એ આ પૃથ્વી પર લાંબા જીવવાને જ લાયક હોય, પરંતુ એ બાળક છે તેથી હું એને મારી સાથે લઈ જાઉં છું. જ્યારે એ સોળ વર્ષનો થશે ત્યારે હું એને પાછો લઇ આવીશ. હું સુનિશ્ચિત કરીશ કે એનો અભ્યાસ પૂરો થઈ જાય. એ સઘળું જે એને એક સારો રાજા બનવા આવશ્યક હોય, હું એને એની શિક્ષા આપીશ અને એ સોળ વર્ષનો થશે ત્યારે એને આપની પાસે છોડી જઈશ." આટલું કહીને એ બાળકને લઈને ચાલી ગઈ.

શાંતનુ હતોત્સાહી અને ગુમસુમ થઈ ગયો. એ એકલો અટૂલો રહેવા લાગ્યો અને એનો રાજકાજમાંથી રસ ઊઠી ગયો. એક સમયે જે મહાન રાજા હતો એ હવે હતાશ, હારી ચૂકેલો માનવી બની ગયો. શું કરવું એ ન સમજાતા એ ચોતરફ ફર્યાં કરતો.

સોળ વર્ષ પછી, ગંગા પુત્રને લઈને પાછી આવી, જેનું નામ દેવવ્રત હતું, અને શાંતનુને સોંપી દીધો. દેવવ્રતે ધનુર્વિદ્યા બીજાં કોઈ પાસે નહિ પણ સ્વયં પરશુરામ પાસેથી શીખી હતી. બૃહસ્પતિ પાસે એ વેદ ભણ્યો હતો. એ સર્વોત્તમ શિક્ષકો પાસેથી બધું જ શીખ્યો હતો, અને રાજા બનવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. જ્યારે શાંતનુએ એને જોયો, ત્યારે એની બધી હતાશા ઊડી ગઈ, અને એણે ખૂબ પ્રેમ અને ઉત્સાહથી એને આવકારી લીધો, અને એની યુવરાજ જાહેર કર્યો.

દેવવ્રતે રાજ્યનો વહીવટ સંભાળી લીધો અને શાંતનુના આદેશ પ્રમાણે બધું વ્યવસ્થિત ચલાવી રહ્યો હતો, તેથી શાંતનુ ફરી એક વાર મુક્ત અને ખુશ રહેવા લાગ્યો. એક દિવસ શાંતનુ શિકાર કરવા ગયો અને ફરી એક વખત પ્રેમમાં પડ્યો!

ક્રમશ: ...

More Mahabharat Stories

Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower June 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.