Mahabharat All Episodes

પ્રશ્નકર્તાસદ્‍ગુરુ, સદીઓ પહેલાં જે યજ્ઞો કરાતા તેનું મહત્ત્વ શું હતું? શું તે આજના સમયમાં પણ સુસંગત છે? એનાથી વ્યક્તિ કઈ રીતે ફાયદો મેળવી શકે?

સદ્‍ગુરુ: યજ્ઞનો અર્થ છે આંતરિક સંભાવનાની પ્રક્રિયાની પ્રક્રિયાને` જાહેર રીતે કરવી. તે રીતે કરતા તેની ગહનતા અને સંભાવનાઓ ઘટી શકે છે, પણ તે વધુ લોકોને તે સ્પર્શી શકે, તે અર્થમાં તેની અસરકારકતા વધે છે. ધ્યાનમાં બેસવું કે યજ્ઞ કરવો - પડકાર ગહનતા અને સંભાવનાની વચ્ચે સંતુલન સાધવાનો છે – તેના ક્ષેત્ર ખાતર તમે કેટલું બલિદાન આપશો અને ગહનતા ખાતર તમે કેટલી સંભાવનાને રોકશો.

યજ્ઞ એ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવતું એવું કાર્ય છે જે સહુને લાભકારી છે. ઉદાહરણ તરીકે, તમે અહીં ધ્યાનમાં બેસો અને પછી એવું કંઈક કરો, જેના કારણે બીજા સહુને લાભ થાય, તો તે યજ્ઞ છે. યજ્ઞ કેવી રીતે કરવો? યજ્ઞ કરવાની ઘણી રીત છે. સામાન્ય રીતે તમે જે જોયા હશે તે તો પહેલાના વૈભવશાળી યજ્ઞોના અવશેષ જેવા હશે, જે અત્યારે લોકોએ વાણિજ્યિક હેતુથી સાચવી રાખ્યા હશે. જ્યારે અમે આદિયોગી લિંગની પ્રાણ-પ્રતિષ્ઠા કરી ત્યારે, અમે એક જોખમી પગલું ભર્યું હતું. મારે માટે તે એકાંતમાં કરી નાખવાનું ઘણું સહજ અને સરળ બની શક્યું હોત, માત્ર થોડા લોકોની મદદ લઈને. યોજના એવી હતી કે અમુક અંશે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં કરી લેવી આને પછી આદિયોગી અલાયમ્માં લિંગ લઈ આવીને, બધા લોકો જોઈ શકે તે રીતે બાકીની પ્રક્રિયા પૂરી કરવી. પણ પછી જીવનની પરિસ્થિતિઓએ અમને આવરી લીધા અમે અહીં મંદિરમાં કંઇ કર્યું નહિ. અમે બધું જ અહીં કર્યું, જેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાની કરનારના જીવને જોખમ થાય. પણ બીજો કોઈ વિકપ ન હતો; તારીખો નક્કી થઈ ગઈ હતી; અગિયાર હજાર લોકો અહીં હાજર હતા, તેઓ આ ગહન પ્રક્રિયાનો લાભ જોઈતો હતો, જે તેમને તેમના જીવનમાં પોતાની મેળે ક્યારેય ન મળ્યું હોત.

અમે કશુંક ખૂબ ગહન કર્યું જેનું ક્ષેત્ર પણ વિશાળ હતું, જેણે ઘણા લોકોની જિંદગી પર અસર કરી, જેનાથી મારું મૃત્યુ થઈ શક્યું હોત, પણ આ અગિયાર હજાર લોકો એટલા અદ્દભુત હતા; તેઓ અહીં એ રીતે બેઠા જાણે તેઓ માત્ર એક વ્યક્તિ હોય, જેણે આ કામને ખૂબ સરળ બનાવી દીધું.

અમે કશુંક ખૂબ ગહન કર્યું જેનું ક્ષેત્ર પણ વિશાળ હતું, જેણે ઘણા લોકોની જિંદગી પર અસર કરી, જેનાથી મારું મૃત્યુ થઈ શક્યું હોત, પણ આ અગિયાર હજાર લોકો એટલા અદ્ભુત હતા; તેઓ અહીં એ રીતે બેઠા કે, જાણે તેઓ સહુ એક વ્યક્તિ હોય, જેણે આ કામને ખૂબ સરળ બનાવી દીધું. પણ તેમ છતાં, આવી પ્રક્રિયા તમને થોડું નુકસાન પહોંચાડી શકે છે, જો તમે આવી એકાંતમાં, સલામત વાતાવરણમાં કરવાની પ્રક્રિયાની જગ્યા એ જહેરમાં કરો તો.

યજ્ઞ ઘણા પ્રકારના હોય છે. મંત્રના સ્વરૂપે પણ યજ્ઞ થઈ શકે અથવા તે શુદ્ધ ઊર્જા સ્વરૂપે પણ થઈ શકે. હજુ એવા લોકો છે જે ખૂબ શક્તિશાળી પ્રક્રિયાઓ કરે છે, પણ મહદઅંશે તેનો સાર ખોવાઈ ગયો છે અને તે વ્યાવસાયિક બની ચૂક્યું છે. એટલે જ આજના સમયમાં યજ્ઞોને મર્યાદિત કરવા જોઈએ. તેને બૌદ્ધિક પ્રક્રિયાઓમાં રૂપાંતરિત કરવા જોઈએ. 

તમે ઈશા યોગ કે ઇનર ઍન્જિનિયરિંગ કરો છો, તે એક પ્રકારનો યજ્ઞ છે. તે યજ્ઞ જેવી કઠોરતાથી જ આચરવામાં આવે છે. તમે જો અમારા કાર્યક્રમોમાં આવો, તો જોશો કે અને યજ્ઞથી ઓછું કંઈ કરતાં નથી. અગ્નિ કે મંત્રોચાર નહીં, પણ અને વ્યક્તિના મનની તીવ્રતાનો ઉપયોગ યજ્ઞ કરવા માટે કરીએ છીએ.

તમે તમારા શરીર વડે યજ્ઞ કરી શકો. તમે આસપાસ રહેલ પદાર્થો વડે યજ્ઞ કરી શકો. તમે પાંચ તત્ત્વો વડે યજ્ઞ કરી શકો, તમે મનથી કરીને યજ્ઞ કરી શકો અથવા તમે તમારી લાગણીઓ વડે યજ્ઞ કરી શકો. લિંગ ભૈરવીમાં તમે કોઈ યજ્ઞ એવો જોશો જે અત્યંત ભાવનાત્મક હોય છે.

તમે યજ્ઞ કરવા માટે તમારી જીવનઊર્જા પણ વાપરી શકો છો. તમે આત્મ-યજ્ઞ કરી શકો છો. યજ્ઞ કરવાની અનેક પદ્ધતિઓ છે. આજના વિશ્વમાં લોકોને જે પ્રકારનું શિક્ષણ મળી રહ્યું છે, જેમનું પોતાના પ્રત્યે જે રીતેનું વલણ છે, બૌધિક યજ્ઞ સહુથી વધુ અસરકારક છે, શરૂઆત કરવા માટે તો ચોક્કસપણે જ. જો લોકો ખૂલે, અને અમને તેમનું દિલ તે માટે તૈયાર લાગે, તો ભાવનાત્મક-યજ્ઞ કરી શકાય. જો તેઓ પોતાની જીવન ઊર્જા વાપરવા સક્ષમ હોય તો ઊર્જા-યજ્ઞ પણ થઈ શકે. એને સંભવ છે, કે ક્યારેક તેમને આત્મ-યજ્ઞ શીખવી શકાય.

ક્રમશ:....

More Mahabharat Stories