Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: અશ્વત્થામા પાંડવોના પુત્રોને તેઓ ઊંઘતા હતા ત્યારે જ મારી નાખે છે અને બદલામાં અર્જુન અશ્વત્થામાના ભાલ પરનો જાદુઈ મણિ કાઢી લે છે, જે તેની ઊર્જાનો સ્ત્રોત હતો. અર્જુન જ્યારે મણિ કાઢી લે છે ત્યારે અશ્વત્થામા સંપૂર્ણપણે માનસિક સંતુલન ખોઈ બેસે છે.

પ્રશ્ન: સદ્‍ગુરુ, આપે અર્જુન અને કૃષ્ણનો સંબંધ નર/નારાયણ તરીકે વર્ણવ્યો છે. શું આપ અમને તે વિષે વધુ કહી શકો?

સદ્‍ગુરુ: નર/નારાયણ નો આ સંગમ બીજી પણ ઘણી જગ્યાએ અભિવ્યક્ત થાય છે. તેનો અર્થ એવો છે કે, જો ઈશ્વર પણ મનુષ્યલોકમાં અવતરે તો તેને પણ મનુષ્યના સાથની જરૂર પડે. ઈશ્વર તમારા ઘરમાં આવે તો તેને તમારી સહાયની જરૂર પડે – નહિ તો તે કામ નહિ કરે. દૈવી હાજરી તમારી સાથે હોઈ શકે, પણ તમારી મદદ વગર તે તમને કોઈ લાભ નહિ કરે. તેમના સંબંધનો આ સંદેશ છે.

નામ જુદા જુદા, પ્રયોજન નેક 

નર/નારાયણ આ સ્વરૂપમાં ઘણી વખત અવતરિત થયા છે. શું અર્જુન અને કૃષ્ણ એ જ છે? આપણે કહી શકીએ કે, અર્જુન એ જ છે. અમુક હદ સુધી, તેની સ્મૃતિ તેને એક હાડકાઓનો અમુક ઢાંચો આપે છે, જેને આપણે નિયતિ કહીએ છીએ. કૃષ્ણને આપણે પછી જોઈશું, કારણ કે, કૃષ્ણ જેવું કશું છે જ નહિ. કૃષ્ણ એક પ્રકારે ધુમાડા જેવા છે. જેમાંથી બધું એની મેળે જ કોઈ ચોક્કસ પ્રકારે આકાર લે છે, અને જ્યારે ઇચ્છે ત્યારે જાતે જ વિઘટિત થઈ જઈ શકે છે. બીજા શબ્દોમાં નર તે જ મૂળ સ્ત્રોતની વિવશતાપૂર્ણ અભિવ્યક્તિ છે – નારાયણ એટલે તે જ મૂળ સ્ત્રોતની વધુ જાગૃત અભિવ્યક્તિ.

નર તે જ મૂળ સ્ત્રોતની વિવશતાપૂર્ણ અભિવ્યક્તિ છે – નારાયણ એટલે તે જ મૂળ સ્ત્રોતની વધુ જાગૃત અભિવ્યક્તિ.

જાગરૂકતાના ભારને કારણે નારાયણના કર્મો મર્યાદિત રહે છે. તે નરની પસંદગી કરે છે જે કર્મ માટે થોડો વિવશ હોય. આવું જ બીજા ધર્મોમાં પણ જોવા મળે છે - ભગવાન અને તેનો પુત્ર આગળ પાછળ રહીને કાર્ય કરે છે. નર/નારાયણનો આ જ અર્થ છે - એક જ સ્ત્રોત એક સ્તરે સંપૂર્ણ જાગૃતિથી અભિવ્યક્ત થાય છે અને બીજા સ્તરે વધુ વિવશતાપૂર્ણ રીતે. એક વિવશતાપૂર્ણ જીવન કર્મ કરવા માટે સક્ષમ હોય છે; એક જાગૃત જીવન એટલું સક્રિય હોવું જોઈએ નહિ. અહીં આ જ પ્રતિકાત્મક છે. 

કૃષ્ણ સારથિ તરીકે આવે છે, તેઓ લડતા નથી, તેઓ કાર્યમાં નથી. જ્યારે તમે જાગૃત અને કર્મબાધ્ય એમ બન્ને રહેવાનો “અપરાધ” કરો છો ત્યારે અનેક રીતે તમે પોતાને ગંભીર હાનિ પહોંચાડો છો અને તમારા જીવનના સમયગાળા અને સંભાવનાઓ બન્ને ટૂંકાવો છો. માટે તેઓ એક સાથે આવે છે. જો કૃષ્ણ પોતે સક્રિય થાય તો, તેઓ જે છે તે સંભાવના અને તેમનો જીવનકાળ બન્ને નીચા આવે. પરંતુ તેમના આ જીવનમાં સમયગાળો તેમને માટે મહત્ત્વનો નથી, તેઓ માત્ર સંભાવનાઓ તરફ જુએ છે.

કર્મને હા – ફળની ના

માત્ર માનાવશરીર અને માનવમન વ્યક્તિગત હોય છે. તેથી અહીં “કઇંક વધુ,” જે શરીર અને મનથી ઉપર છે અને સર્વવ્યાપક છે, તે કૃષ્ણ/નારાયણના સ્વરૂપે આવે છે. તે જે “કંઇક વધુ” છે તે હંમેશા અર્જુન/નરની સાથે જ વિચરે છે. કૃષ્ણ કહે છે, “હે અર્જુન, હું તારી સાથે બંધાયો છું. તારા જીવનની પ્રત્યેક ક્ષણે, તું જે કરશે તેમાં હું તારી સાથે હોઈશ. બધું મારા પર છોડ. અવઢવમાં ન રહે, માત્ર કર્મ કર.” તમારે આ શબ્દોની પાછળનો ગૂઢાર્થ સમજવો જોઈએ. સામાન્ય સમજણ પ્રમાણે, “ઓહ, કૃષ્ણએ કહ્યું, ‘મારા પર છોડી દે,’ એટલે હવે હું સૂઈ જઈશ.” જો હું કોઈને કહું, “ચિંતા ન કરો, હું સંભાળ લઈશ,” તો તે મૂર્ખ કશું કરશે જ નહિ. 

જ્યારે કૃષ્ણ કહે કે, “બધું મારી ઉપર છોડી દે અને કર્મ કર,” તેઓ માત્ર એમ કહે છે, તું કર્મના પરિણામો મારા પર છોડી દે. કર્મ હજી પણ તારા જ છે.

જ્યારે કૃષ્ણ કહે કે, “બધું મારી ઉપર છોડી દે અને કર્મ કર,” ત્યારે તેઓ માત્ર એમ કહે છે કે, તું કર્મના પરિણામો મારા પર છોડી દે. કર્મ હજી પણ તારા જ છે. જો તું કર્મો પણ મારી ઉપર છોડે તો તારું અસ્તિત્વ જ નહિ હોય. હું મારી જાતે કાર્ય કરી શકતો હોત તો મને તારી શી જરૂર હોય? તું કર્મના પરિણામને મારી ઉપર છોડી દે, તું કર્મ કર.” ખૂબ જરૂરી છે કે તમે આ વાત સમજો અને તમારા જીવનની પ્રત્યેક પળે સભાન રહો - કર્મ તમારું હોય છે, તે કર્મનું ફળ તમારું નથી. એવા ઘણા પરિબળો છે જે તમારી સમજશક્તિ, બોધ અને કલ્પનાશક્તિથી પરે હોય છે. આ આકાશગંગામાં સૂર્યમંડળ અને પૃથ્વી તો રજકણ માત્ર છે.

વિશુદ્ધ કર્મ VS જાગરૂકતા 

હાલમાં પૃથ્વી પર જે પરિબળો કામ કરી રહ્યા છે તે તમારા બોધમાં નથી. આ આકાશગંગામાં કોઈ પરિબળ એવું કરી શકે - તમે અદૃશ્ય થઈ જાઓ, પૃથ્વી અદૃશ્ય થઈ જાય, સૂર્યમંડળ અદૃશ્ય થઈ જાય, આખી આકાશગંગા અદૃશ્ય થઈ જાય. આકાશગંગા પણ બ્રહ્માંડમાં ઘટિત થઈ રહેલી એક નાનકડી વસ્તુ છે. તેથી જ જ્યારે યક્ષે પૂછ્યું કે, “સહુથી વધુ આશ્ચર્યજનક શું છે?” યુધિષ્ઠિરે જવાબ આપ્યો, “સૌથી આશ્ચર્ય્જનક એ છે કે, મનુષ્ય નશ્વર છે, છતાં સહુ માને છે કે તેઓ સાશ્વત છે અને જ સર્વસ્વ છે.” અજ્ઞાનતા સૌથી વધુ આશ્ચર્યકારક છે. લોકો આ અજ્ઞાનતા જાળવી રાખે છે, ભલે તમે તેમને ગમે તેટલી વખત યાદ કરાવો.


અર્જુન એટલે વિશુદ્ધ કર્મ. અને કૃષ્ણ જાગૃત અવસ્થા છે. કૃષ્ણ પોતાના “કર્મ-સાધન” અર્જુનને સતત યાદ અપાવતા રહે છે કે, સચો માર્ગ આ છે, પણ કર્મ-સાધન વિચારવા લાગે છે કે, બધું આપમેળે જ થાય છે. તમે અચાનક આ પૃથ્વી પર ફૂટી નીકળ્યા અને એક દિવસ તમે પાછા ચાલ્યા જશો, પણ તમને લાગે છે કે, તમે એકલા જ એક સંપૂર્ણ વિશ્વ છો. તમારા બોધમાં, તમારા વગર બ્રહ્માંડનું અસ્તિત્ત્વ ન હોઈ શકે. શું તમે સૂઈ જાઓ ત્યારે બ્રહ્માંડનું બાષ્પીભવન નથી થઈ જતું?
 

બહાર નીકળવાનો એક જ માર્ગ

હાલમાં, તમારું અસ્તિત્ત્વ છે અને આ ચક્રવ્યૂહમાં ફસાયેલા છો. તમે જાણતા નથી કે, તમે તેમાં શી રીતે દાખલ થાયા અને ચોક્કસ જ તમે નથી જાણતા કે, તેમાંથી બહાર શી રીતે નીકળાય. પણ જો તમારું અસ્તિત્ત્વ ન રહે તો તમે તેમાંથી બહાર છો. ધારો કે, તમે એક ઓરડામાં બેઠા છો; બધા દરવાજા  બંધ છે; તમે જાણતા નથી કે બહાર શી રીતે નીકળાશે. પણ જો કોઈ રીતે તમારું બાષ્પીભવન થઈ જાય તો તમે બહાર નીકળી જશો. તમે તેની અંદર પણ નથી અને બહાર પણ નથી, પણ તમે તેમાંથી બહાર છો. તેથી અસ્તિત્ત્વને સમાપ્ત કરી નાખવા દૈવી શક્તિનો આશ્રય લેવાય. તેથી જ જે પણ કોઈ કર્મ હોય તે ઠીક છે, પણ જ્યારે તેઓને તેનાથી ઉપર ઉઠવાની ઈચ્છા થાય ત્યારે સહુ શિવ તરફ નજર કરે છે. 

એ જે છે જ નહિ એ જ સાચા અર્થમાં બધીવસ્તુઓથી મુક્ત હોઈ શકે.જેનું અસ્તિત્વ છે, તે તો હંમેશા કોઈને કોઈ જાળમાં ફસાયેલું જ રહેશે.

કૃષ્ણ ક્યારેય પોતાનો દિવસ શિવલિંગની આરાધના કર્યા વગર શરૂ નહોતા કરતા અને તેઓ જ્યાં જાય ત્યાં તેને સાથે લઈને જતા. ભલે ગમે તે થાય, કૃષ્ણ ગમે ત્યાં હોય, અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં પણ જ્યારે બીજા સહુ તેમને ભગવાન માનતા હતા ત્યારે પણ કૃષ્ણ દિવસની શરૂઆત શિવ આરાધના કર્યા પછી જ કરતા. કારણ કે, અસ્તિત્ત્વને સમાપ્ત કરવાનો તે એકમાત્ર માર્ગ છે. એ જે છે જ નહિ એ જ સાચા અર્થમાં બધી વસ્તુઓથી મુક્ત હોઈ શકે.જેનું અસ્તિત્ત્વ છે, તે તો હંમેશા કોઈને કોઈ જાળમાં ફસાયેલું જ રહેશે.

જેનું અસ્તિત્વ છે તે હંમેશા કોઈક ચક્કરમાં ફરતા હશે, એક પ્રકારનું ચક્કર હંમેશા ચાલતુ રહેશે. તમે ગમે તે કરો, એક ચક્કરમાંથી બહાર નીકળીને બીજામાં ફસાશો, આ અવિરત પણે ચાલતું રહેશે. તમને ગમે કે ન ગમે, તમે તેનો હિસ્સો છો. દાખલા તરીકે, દેશમાં ગંદુ રાજકારણ ચાલતું હોય, તો તમારી ઈચ્છા હોય કે ન હોય, તમે તેનો ભાગ છો જ. જો તે ચક્કર નિયંત્રણ બહાર જાય તો તે તમને પણ લપેટમાં લેશે. “આપણે વેલ્લયંગિરિ પર્વત પર બેઠા છીએ, આપણે બહાર જે કંઇ બકવાસ થાય તેની સાથે આપણનેકોઈ નિસ્બત નથી” - આ સાચું નથી. જો તે નિયંત્રણ બહાર જાય, તો તમને પણ લપેટમાં લઈ જ લેશે. કોઈ પણ રીતે, જાણ્યે અજાણ્યે પણ તમે કોઈ ચક્કરનો ભાગ તો છો જ. આ બધા ચક્કરમાંથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો અસ્તિત્ત્વની સામાપ્તિનો છે. 

જીવન સૂત્ર

રોજેરોજ કૃષ્ણ પણ પોતાને યાદ કરાવે છે કે, માર્ગ તો શિવ જ છે. અસ્તિત્ત્વને સમાપ્ત કરવું એ જ માર્ગ છે. કાયા તો આમ પણ મૃત્યુ પામશે, તે અસ્તિત્ત્વ વિહોણી થશે જ; પૃથ્વી તેને શોષી લેશે. તમે કોઈ પણ હો, યુધિષ્ઠિર, દુર્યોધન કે કૃષ્ણ - પૃથ્વી તમને શોષી જ લેશે. કાયા કોઈ સમસ્યા નથી, પણ સમસ્યા તમે જે છો તેના બીજા પાસાની છે. આખી રમત તેની સમાપ્તિની છે. આ જે મૂળભૂત સૂત્ર સમજાવવાનો પ્રયત્ન કૃષ્ણ કરે છે. આ કોઈ ઉપદેશ જેવું નથી. તેઓ પોતાનું જીવન તે સૂત્ર મુજબ જીવીને બતાવે છે, શરીરની ઉપર જે છે તેને પણ સમાપ્ત કરવાની વાત છે કારણ કે, આ એક જ માર્ગે તમે મુક્ત થઈ શકો છો.

ક્રમશ:...

More Mahabharat Stories