Mahabharat All Episodes

પાંડવોને જંગલમાં ઘર જેવું વધારે લાગતું હતું.

સદ્‍ગુરુ: પાંચ પાંડવો જંગલમાં સરસ રીતે મોટા થયા. યોગ્ય માર્ગદર્શન સાથે જંગલનાં જીવનનો સતત સંપર્ક ઉત્તમ કક્ષાની કેળવણી હોય છે. સંતો અને જ્ઞાનીઓએ તેમની કેળવણી પર ધ્યાન આપ્યું, પણ સૌથી વધારે તો માઁ પ્રકૃતિએ તેમને ગુણવાન અને ખડતલ બનાવ્યા હતા. તેઓ મોટા થયા ત્યારે બળવાન, ધૈર્યવાન, શાણા અને હથિયાર ચલાવવામાં નિપુણ બની ગયા.

પાંડુ - કામેચ્છાએ તેના જીવનનો અંત આણ્યો

પાંડુને શ્રાપ હતો કે જો ક્યારેય તે તેની પત્ની પાસે કામેચ્છાથી જશે તો તેનું મૃત્યુ થશે, તેમણે તેમની પત્નીઓને બીજા ઉપાયથી પુત્રો જન્મે તેવું સ્વીકાર્યું હતું. સોળ વર્ષ સુધી તે પોતાની પત્નીઓથી દૂર રહ્યા, સંત અને ઋષિઓ સાથે રહી જ્ઞાન મેળવ્યું, બ્રહ્મચર્યની સાધના કરી, અને એક શક્તિશાળી વ્યક્તિ બન્યા. પણ એક દિવસ જ્યારે તેઓ જંગલમાં વહેતી એક એકાંત નદીએ ગયા ત્યારે માદ્રી, તેમની બીજી પત્ની નદીમાંથી નાહી ને બહાર નીકળી. જ્યારે તેમણે તેને વસ્ત્રહીન જોઈ, તેઓ તેની તરફ એટલા પ્રબળ રીતે ખેંચાયા કે, આટલા વર્ષોની તપસ્યા પછી પણ જાત પર કાબૂ ખોઈ બેઠા કામેચ્છાને વશ થઈ તેની પાસે ગયા.

બન્ને પત્નીઓ વચ્ચેની લાગણીઓ, જે આટલા વર્ષોથી અંદર દબાયેલી હતી તે હવે બહાર આવી.

માદ્રી, જે આ શ્રાપ વિષે જાણતી હતી, તેણે બહુ વિરોધ કર્યો, પણ પાંડુની નિયતિ તેને તેની પાસે ખેંચી લાવી, અને માદ્રીના બાહુપાશમાં તેનું મૃત્યુ થયું.  માદ્રી ભયથી ચીસ પાડી ઊઠી, માત્ર એટલા માટે નહીં કે તેના પતિનું મૃત્યુ થયું હતું, પરંતુ એટલા માટે પણ કે પાંડુની તેના માટેની ઈચ્છાને કારણે તેનું મૃત્યુ થયું હતું. કુંતીએ ચીસો સાંભળી, દોડીને ત્યાં પહોંચી અને જે થયું હતું તે જોઈને અત્યંત ક્રોધિત થઈ ઊઠી. બન્ને પત્નીઓ વચ્ચે લાગણીઓ, જે આટલાં વર્ષો સુધી અંદર દબાયેલી પડી હતી તે હવે બહાર આવી.

થોડી વાર પછી કુંતી પોતાના દીકરાઓનાં ભવિષ્યનો વિચાર આવતાં શાંત પડી. માદ્રીએ સખત અપરાધ ભાવ અને હતાશાને કારણે પતિની ચિતામાં સાથે બેસી જવાનું નક્કી કર્યું, એમ માનીને કે તેણે પતિને સાથ આપવો જોઈએ. થોડી વાર માટે કુંતીએ એવું દર્શાવવાનો દંભ કર્યો કે માદ્રીને સ્થાને એ સતી થાય, પણ તેના હૃદયમાં એક દૃઢ સંકલ્પ હતો. કઠોર થઈને તેણે એક રાણી તરીકે જે કરવું જોઈએ તે કર્યું. પછી ઋષિઓને તેમજ પાંચેય પાંડવોને લઈને તેણે હસ્તિનાપુરની વાટ પકડી. સોળ વર્ષ કરતા થોડા વધુ સમય પછી તે હસ્તિનાપુર પાછી ફરી.

પાંડવો હસ્તિનાપુર આવે છે

વર્ષોથી વિખૂટા રહેલા પિતરાઈ ભાઈઓના હસ્તિનાપુર, કુરુ સામ્રાજ્યની રાજધાનીમાં પરત ફરી રહ્યાના સમાચાર જ્યારે દુર્યોધન પાસે પહોંચ્યા ત્યારે તેનું મન ઈર્ષ્યા અને દ્વેષની લાગણીઓથી ભરાઈ ગયું. તે એ જ માન્યતા સાથે મોટો થયો હતો કે કુરુ સામ્રાજ્યનો ભવિષ્યનો રાજા તે પોત જ છે. તેના પિતા દૃષ્ટિહીન તો હતા જ પણ પુત્ર પ્રેમમાં પણ અંધ હતા તેથી, ઘણી રીતે તે પોતે જ રાજાની જેમ વર્તતો અને તેને પોતાનું ધારેલું કરવાની આદત પણ પડી ગઈ હતી. પણ અચાનક એક હરીફ આવી ગયો હતો અને તે પણ રાજગાદીના કાયદેસર વારસ તરીકે. દુર્યોધન આ બિલકુલ સહન કરી શકતો ન હતો. તેણે પોતાના ભાઈઓને ઉશ્કેરવાનું શરુ કરી દીધું, જે તેની સરખામણીમાં દમ વગરના અને રાજ્ય કારભાર ચલાવવા કાબેલ પણ ન હતા. તેને સૌથી વધારે ફાવટ દુઃશાસન સાથે આવતી જે સો ભાઈઓમાં બીજો મોટો ભાઈ હતો.

સો કૌરવો, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, ભીષ્મ, વિદુર અને બધા જ વડીલો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર પાંડવોના સ્વાગત માટે હાજર રહ્યા.

બન્ને ભાઈઓ પાંડવોના આવતા પહેલા જ ભયંકર ગુસ્સામાં હતા. લોકો પાંડુને ચાહતા હતા, પાંડુને સત્તાવાર રીતે રાજા ઘોષિત કરવામાં નહોતા આવ્યા, પણ વ્યવહારિક રીતે જોઈએ તો તેઓ રાજા જ હતા. તેઓ રાજ્યમાં સમૃદ્ધિ લાવ્યા હતા, તેમણે જમીન જીતીને રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને તેઓ રાજ્યનો વહીવટ પણ સારી રીતે કરી રહ્યા હતા. સોળ વર્ષ માટે, તેમણે સ્વયં દેશ નિકાલ વહોરી લીધો, અને હવે તેઓ મૃત્યુ પામ્યા હતા. હકીકત એ હતી કે તેમના પુત્રો, જેમને તે લોકોએ ક્યારેય જોયા પણ ન હતા, તેઓ આવી રહ્યા હતા અને તે વાતે ઘણી ઉત્તેજના જગાડી હતી.

ઉત્સુકતા અને સ્નેહને કારણે સઘળાં લોકો ત્યાં ઊમટ્યા. જ્યારે પાંડવો તેમની માતા કુંતી સાથે લોકોની સાથે પ્રત્યક્ષ થયા ત્યારે લોકોએ હર્ષભરી કિકિયારીઓથી તેમનું અભિવાદન કર્યું. કુમારો જંગલમાં મોટા થયા હતા તેને કારણે ખડતલ બન્યા હતા, મહેલમાં ઉછરીને બની શકાય તેના કરતાં ઘણા સશકત.  સો કૌરવો, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, ભીષ્મ, વિદુર, અને બધા જ વડીલો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર તેમના સ્વાગત માટે હાજર હતા. ધૃતરાષ્ટ્ર, જેઓ બાળપણથી જ પાંડુની દૃષ્ટિથી દુનિયાને જોવા ટેવાયેલો અને મદદ માટે તેના પર આશ્રિત હતા, જે હંમેશા તેના નાના ભાઈ પાસેથી દયા પામતા રહ્યા હતા, તેના હૃદયમાં મિશ્ર લાગણીઓ ઊઠી રહી હતી. તે માનતા રહ્યા હતા કે, તે પોતાના નાના ભાઈને પ્રેમ કરતો હતો, પણ હવે તેને પોતાની લાગણીઓ સમજાઈ નહોતી રહી, કારણ કે તેને ખ્યાલ આવી ગયો કે હવે તેના પુત્રો રાજા નહીં બની શકે.

દુર્યોધન - દ્વેષનો જુવાળ

પાંડવો અને કુંતીને આવકારવામાં આવ્યા. પાંડુની મરણોત્તર ધાર્મિક વિધિઓ કરવામાં આવી. અને જે ક્ષણે કુમારો મહેલમાં દાખલ થયા, નિયતિએ પરચો બતાવવાની શરૂઆત કરી દીધી, ખાસ કરીને ભીમ અને દુર્યોધનની વચ્ચે, કારણ કે આ બન્ને કુમારો બીજા બધા કરતા શારીરિક રીતે વધુ શક્તિશાળી હતા. ભીમ વિશાળકાય હતો અને દુર્યોધન પણ ઘણી રીતે તેનો સમકક્ષ હતો. ભીમ જીવનમાં પ્રથમ વખત મહેલમાં આવ્યો હતો અને તેને ખૂબ આનંદ આવી રહ્યો હતો. હસતો રમતો, ટીખળ કરતો, ભોળો ભીમ, આખા મહેલમાં છવાયેલો રહેતો,  બધાની સાથે મસ્તી કરતો અને બધાની મજાક કરતો રહેતો, જ્યારે પણ તક મળે ત્યારે કૌરવોને ટપલી પણ મારી લેતો, અને તેમાંથી દુર્યોધન પણ બાકાત ન રહેતો.

દુર્યોધને ભીમને મારવાના પેંતરા વિચારવાના શરૂ કરી દીધા. આ સમય દરમિયાન દુર્યોધનના મામા શકુનિ હસ્તિનાપુર મહેલમાં સલાહકાર તરીકે રહેવા લાગ્યા. ભારતમાં શકુનિ શબ્દ છળકપટનો પર્યાયવાચી શબ્દ છે.

તેમની વચ્ચે પહેલી દેખીતી અથડામણ જ્યારે તેઓ કુસ્તી લડવા મેદાનમાં ઉતર્યા ત્યારે જોવા મળી. દુર્યોધન દૃઢપણે માનતો હતો કે કુસ્તીમાં તેને કોઈ પછાડી શકે તેવું છે જ નહીં. સો ભાઈઓમાં તે સૌથી વધુ શકિતશાળી હતો અને તેની ઉંમરનું બીજું કોઈ કુસ્તીમાં તેનું હરીફ બની નહીં શકે. પણ જ્યારે તેણે જોયું કે ભીમ એક પછી એક મુકાબલા જીતી રહ્યો છે અને દરેક વખતે ટકી રહ્યો છે, દુર્યોધને વિચાર્યું કે ભીમને તેનું સ્થાન દેખાડવાનો એક માત્ર રસ્તો છે, તેને મહેલમાં કુસ્તી લડવા માટે આમંત્રિત કરવો, જેમાં પરિવારના બધા સભ્યો હાજર હોય. બીજા લોકોની નજરમાં એ એક નિર્દોષ મૈત્રીપૂર્ણ મુકાબલો હોય પણ તે બન્ને વચ્ચે જીવન મરણની લડાઈ હોય. પણ ભીમે તેને સીધો પછાડી જ દીધો, લડાઈ થતાં પહેલા જ. દુર્યોધન સમસમી ઊઠ્યો. હારની શરમે તેના ભીમ પ્રત્યેના ગુસ્સા અને નફરતને એ સ્તરે વધારી દીધી કે તેના માટે તેને દબાવી દેવાનું કે છુપાવવું અશક્ય થઈ ગયું.

દુર્યોધને ભીમને મારવાના પેંતરા વિચારવાના શરૂ કરી દીધા. આ સમય દરમિયાન દુર્યોધનના મામા શકુનિ, હસ્તિનાપુર મહેલમાં સલાહકાર તરીકે રહેવા લાગ્યા. ભારતમાં, શકુનિ નામ છળકપટનો પર્યાયવાચી શબ્દ છે. શકુનિ ગાંધારીનો ભાઈ હતો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના લગ્ન પછી ભીષ્મને ખ્યાલ આવ્યો કે, એક રીતે તો ગાંધારી વિધવા જ હતી, અને લોકો તે બાબતમાં વાતો કરી રહ્યા હતા. ગાંધારીને એક શ્રાપ હતો કે તેના પ્રથમ પતિનું લગ્નનાં ત્રણ મહિનામાં મૃત્યુ થશે. આ શ્રાપને ટાળવા માટે તેના લગ્ન એક બકરા સાથે કરવામાં આવ્યા હતા, જેની પછી બલિ અપાવામાં આવેલી. કુરુ સામ્રાજ્યને આ રીતે છેતરવામાં આવ્યું તેથી ભીષ્મ એટલા ક્રોધિત થયા કે તેમણે ગાંધારીના પિતા અને બધા ભાઈઓને નજરકેદમાં મૂકી દીધા. કુરુઓ તરફથી તેમનો વધુ પડતો અતિથિ સત્કાર કરવામાં આવ્યો - જેવો કોઈ હોટેલમાં કરે છે - બસ તેઓ પાછા ગાંધાર ન જઈ શકે અને તે દિવસોમાં ધર્મ એવો હતો કે કન્યાનો પરિવાર, જ્યારે તેના સાસરાના ઘરમાં પ્રથમ વખત મહેમાન બને, ત્યારે જ્યાં સુધી તેમનો અતિથિ સત્કાર ચાલુ રહે ત્યાં સુધી પાછા ન ફરી શકે.

શકુનિ બદલો લેવા માટે જીવી રહ્યો હતો

સમય જતાં, તેમને પીરસાતા ભોજનનું પ્રમાણ ઓછું થતું ગયું, અને તેઓ સૌ નબળાઈ અનુભવવા લાગ્યા. આજની આલીશાન હોટલોની જેમ, ખૂબ મોટા વાસણો ગોઠવ્યા હોય, પરંતુ જ્યારે ઢાંકણ ઉપાડો ત્યારે અંદર ખાવાનું ખૂબ ઓછું હોય. તેમનો આવો અતિથિ સત્કાર કરવામાં આવતો હતો. અમુક સમય પછી, પિતા અને પુત્રો હાડપિંજર જેવા થઈ ગયા. એ સ્પષ્ટ થઈ ગયું કે તેમના વેવાઈ તેમને ભૂખ્યા મારવા માંગતા હતા. પણ શાસ્ત્ર પ્રમાણે, તેમને હજુ ભોજન પીરસવામાં આવતું હતું, તેથી તેઓ પાછા જઈ ન શકે - એ તેમનો ધર્મ હતો.

તે સૌએ ભેગા થઈને નક્કી કર્યું કે તેમનામાનાં એક જણ સિવાઈ સૌ કોઈ અન્નનો ત્યાગ કરશે, મૃત્યુ આવે તો પણ. તેઓ પોતાનું બધું ખાવાનું શકુનિને આપી દેતા, જે તે બધામાં સૌથી વધુ બુદ્ધિમાન હતો, જેથી તે જીવી જઈ જાય અને કુરુઓ પર બદલો લઈ શકે જે તેમને હળવે-હળવે મારી રહ્યા હતા. એવું કહેવાય છે કે, જ્યારે તેના ભાઈઓ એક પછી એક મરી રહ્યા હતા, તેના પિતાએ શકુનિને પોતાના ભાઈઓનાં અંગો ખાઈ જવા પ્રેરિત કર્યો હતો, જેથી તે મજબૂત બનીને તેઓનું વેર લઈ શકે. જ્યારે તેના પિતાનું મૃત્યુ થયું, ત્યારે તેણે તેના પિતા માટે તેમની માતૃભૂમિમાં જઈને કર્મકાંડ કરવા જરૂરી હોવાથી તે સમયે તે મહેલ છોડીને જઈ શક્યો.

શકુનિના પિતાએ પોતાના મૃત્યુ પહેલાં તેને કહ્યું હતું, “જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે, મારી આંગળીઓ કાપીને તેમાંથી પાસા બનાવજે. હું મારી ગુપ્ત શક્તિઓ તેમાં નાખીને એ સુનિશ્ચિત કરીશ કે એ પાસા હંમેશા તું જેમ ઈચ્છશે તેમ જ પડે...”

તો શકુનિ ત્યાં બેસીને, તેના મૃત ભાઈઓના શબોને ચીરીને તેમના યકૃત, મૂત્રપિંડ અને હૃદય ખાતો. પોતાની મરણપથરી પાસે પડેલી લાકડી ઉઠાવીને તેના પિતાએ શકુનિને ઘૂંટી પર એટલી જોરથી ફટકા માર્યા કે તેમાં તડ પડી ગઈ. શકુનિ દુઃખથી ચીસ પાડી ઉઠ્યો અને પૂછ્યું, “કેમ?” તેના પિતાએ જવાબ આપ્યો કે, “મેં એટલા માટે તારી ઘૂંટી તોડી છે કે તું હંમેશા ખોડંગાતો ચાલે અને ક્યારેય ભૂલે નહીં કે શા માટે તને તારા ભાઈઓના અંગો ખવડાવવામાં આવ્યા હતા. તારા દરેક પગલે, એ તને યાદ અપાવશે કે તારું જીવન માત્ર બદલો લેવા માટે જ છે.” તેના પિતાના મૃત્યુ પછી, શકુનિ મહેલ છોડીને ગયો ત્યારે તેની પાસે જીવનનો માત્ર એક આશય હતો, કુરુ પરિવારનો નાશ કરવાનો. તે તેમના સલાહકાર તરીકે પાછો આવ્યો અને દુર્યોધન તરફથી પ્રસંશા અને મિત્રતા પામ્યો, કારણ કે દુર્યોધન માનતો હતો કે શકુનિ ખુબ બુદ્ધિશાળી છે.

શકુનિના પિતાએ  મૃત્યુ પામતા પહેલાં શકુનિને કહ્યું હતું, “જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે, મારી આંગળીઓ કાપીને તેમાંથી પાસા બનાવજે. હું મારી ગુપ્ત શક્તિઓ તેમાં નાખીને એ સુનિશ્ચિત કરીશ કે એ પાસા હંમેશા તું જેમ ઈચ્છશે તેમ જ પડશે. તને જુગટુ રમવામાં કોઈ હરાવી શકશે નહીં - એ તને એક દિવસ ઘણા મદદરૂપ થશે.” તેથી શકુનિએ તેનાં પિતાનાં આંગળા કાપીને તેના પાસા બનાવ્યા હતી. તેની પાસે યોદ્ધા જેવું ખમીર ન હતું, પરંતુ આ પાસાને હથિયાર તરીકે વાપરે તો દુનિયામાં કોઈ તેને હરાવી ન શકે તેની તેને ખાતરી હતી. 

શકુનિ અને દુર્યોધન કાવતરું ઘડે છે

શકુનિ પર દુર્યોધનની કૃપા હતી, જેનામાં ઈર્ષ્યા અને નફરત ભારોભાર ભરી હતી અને શકુનિ તે ઈર્ષ્યાને અવિરત પોષતો રહેતો. દુર્યોધન પોતે એટલો કપટી ન હતો પરંતુ ભયંકર ગુસ્સાવાળો હતો. તે તેના મનમાં જે કંઇ હોય તે વગર વિચાર્યે અને સીધા શબ્દોમાં બોલી દેતો, ખાસ કરીને તેના પિતા પાસે. જ્યારે શકુનિએ આ જોયું ત્યારે તેણે દુર્યોધનને સમજાવ્યું, “દુર્યોધન, ઈશ્વરે માણસને વાણી એટલા માટે નથી આપી કે તે પોતાના મનમાં જે હોય તે બધું બોલી દે, પણ એટલા માટે આપી છે કે તે પોતાના વિચારો છૂપાવી શકે.” આ શકુનિની માનસિકતા હતી. શકુનિ રોજ રોજ દુર્યોધનના મન અને હૃદયમાં ઝેર ભરતો રહેતો અને એવું સુનિશ્ચિત કરતો કે એ ઝેર તેના શરીરના અણુએ અણુમાં પ્રસરે. પછી તેણે દુર્યોધનને કહ્યું, “જો તમારો કોઈ દુશ્મન હોય, તો તેને ચપટી ખણવાનો અથવા તેનું અપમાન કરવાનો કે તેની પર થુંકવાનો કોઈ અર્થ નથી - તેનાથી તો તે બળવાન બનશે. કોઈ મૂર્ખ જ તેવું કરે. જે ક્ષણે તમને ખબર પડે કે કોઈ તમારો દુશ્મન છે, તમારે તેને મારી જ નાંખવો.” દુર્યોધને તેને પૂછ્યું, “હું મહેલની અંદર મારા પિતરાઈ ભાઈને કઈ રીતે મારી શકું?” અને શકુનિએ જુદી જુદી યોજનાઓ બતાવી.

ક્રમશ:...

More Mahabharat Stories