દિવાળીના ઉત્સવનું મહત્વ સમજાવતા સદગુરુ બતાવે છે કે કેવી રીતે આપણે તેને અદ્દભુત બનાવી શકીએ

સદગુરુ: દિવાળીનો તહેવાર અલગ અલગ સાંસ્કૃતિક અને પારંપરિક કારણોથી ઊજવાય છે પરંતુ ઐતિહાસિક રીતે એ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે કારણ કે તે દિવસે કૃષ્ણએ નરકાસુર નામના એક અતિશય ક્રૂર રાજાનો વધ કર્યો હતો. અને તેથી જ આ ઉત્સવ આટલા મોટા પાયે ઊજવવામાં આવે છે. દિવાળી પર્વ બીજી પણ ઘણી રીતે એક મંગળ પર્વ છે. આ દિવસે જો કોઈ ને પૈસા ની જરૂર હોય તો લક્ષ્મીજી પધારશે. જો તંદુરસ્તીની જરૂર હોય તો મા શક્તિ અને વિદ્યાની જરૂર હોય તો દેવી સરસ્વતિ પધારશે. એનો તાર્કિક અર્થ એવો છે કે એ સુખ અને સમૃદ્ધિ લાવે છે.

આંતરિક ઉજાસ જગાવો

દિવાળીએ પ્રકાશનો તહેવાર છે. દિવાળીના દિવસે દરેક ગામડા, કસ્બા કે શહેરોને દીવાઓ વડે શણગારવામાં આવે છે. પણ આ ઊજવણી માટે માત્ર બહાર દીવા સળગાવવા જ પૂરતાં નથી, આપણી અંદર પણ પ્રકાશ ફેલાવો જોઈએ. અજવાળાનો એક અર્થ સ્પષ્ટતા છે. સ્પષ્ટતાના અભાવે તમારા દરેક બીજા સારા ગુણો પણ ફાયદા ને બદલે નુકસાન કરી શકે છે. કારણ કે સ્પષ્ટતા વગરનો વિશ્વાસ એક આફત છે અને આજે દુનિયામાં ઘણી બધી વસ્તુઓને વગર સ્પષ્ટતાએ કરવામાં આવી રહી છે.

જો આપણે માત્ર બેઠા પણ હોઈએ તો પણ આપણી જીવન ઊર્જા, હૃદય, મન અને શરીર- બધું જ ફટાકડાની જેમ સ્ફોટક જેવા હોવું જોઈએ. જો તમે હવાયેલાં ફટાકડા જેવા છો, તો તમને રોજ બાહરી ફટાકડાની જરૂર પડે છે.

એક દિવસ એક નવો નવો ભરતી થયેલ પોલીસવાળો એના અનુભવી સાથી સાથે પહેલી વખત એક નગરમાંથી પસાર થઈ રહ્યો હતો. એમને રેડિયો સંદેશ દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાંની એક ગલીમાં અમુક લોકો રખડપટ્ટી કરી રહ્યા છે અને એમને હટાવવાxના છે. એ લોકો એ ગલીમાં પહોંચ્યા અને જોયું કે એક ખૂણામાં કેટલાક લોકો ટોળે વળીને ઊભા હતા. અને જેવી કાર ત્યાં પહોંચી કે તરત પેલા નવા નવા આવેલા પોલીશવાણાએ ઉત્સાહમાં આવીને ગાડીનો કાચ ઉતાર્યો અને ખૂણામાં ઊભેલા લોકોને વિખેરાઇ જવા કહ્યું. લોકો ગુંચવાઈને એક બીજાની સામે જોવા લાગ્યા. પેલાએ ફરીવાર વધારે મોટો ઘાંટો પાડ્યો, "સાંભળ્યું નહીં ? મેં તમને આ ખૂણો ખાલી કરવા કહ્યું." લોકો વિખેરાઈ ગયા. પોતાની પહેલીજ કામગિરિમાં લોકો પર પોતાનો આટલો પ્રભાવ જોઈને ખુશ થતા એણે એના અનુભવી સાથીદાર ને પૂછ્યું, "શું મેં બરાબર કર્યું?" સાથીદારે કહ્યું,"ખરાબ તો ન જ કહી શકાય. જો એની પર ધ્યાન ના આપીએ કે આ એક બસ સ્ટોપ હતું."

જરૂરી સ્પષ્ટતા વગર તમે જે પણ કરવાનો પ્રયત્ન કરશો તે આફત જ લાવશે. પ્રકાશ તમારે માટે દ્રશ્ય સ્પષ્ટ કરશે - માત્ર ભૌતિક રૂપમાં નહીં. તમે કેટલી સ્પષ્ટતાથી જીંદગીને અને આસપાસની બાબતોને જોઈ અને સમજી શકો છો એના પર તમે કેટલી સંવેદનશીલતાથી જીવન નું સંચાલન કરી શકો તેનો આધાર રહેલો છે દિવાળી એ દિવસ છે જ્યારે આસુરી અંધકારનો અંત થયો અને પ્રકાશ પથરાયો. આ માનવ જીવનની પણ વિટંબણા છે. જેમ કાળા વાદળો વિષાદી વાતાવરણ ઉભુ કરે છે, ત્યારે ખ્યાલ નથી રહેતો કે એ સૂર્યનો પ્રકાશ રોકે છે, માણસે પ્રકાશ અન્ય ક્યાંયથી લાવવાનો નથી. એ જો માત્ર પોતાની અંદર એકઠા થયેલાં કાળા વાદળોને હટાવી દે તો પ્રકાશ આપોઆપ ફેલાશે. પ્રકાશનો આ તહેવાર માત્ર આ જ વાત યાદ કરાવે છે.

જીવન ઊજવણી છે

ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં એક સમય એવો હતો જ્યારે રોજ કોઈ ને કોઈ તહેવાર રહેતો, વર્ષના ત્રણસો પાંસઠ તહેવારો. એની પાછળનો ઉદ્દેશ આપણા જીવનના દરેક દિવસને ઊજવવાનો હતો. આજે કદાચ ત્રીસ કે ચાલીસ તહેવારો જ રહી ગયા છે. આપણે આજે એ પણ ઊજવી નથી શકતા કારણ કે, આપણે ઑફિસે જવાનું હોય છે કે પછી કોઈ બીજું કામ હોય છે. એટલે લોકો વર્ષના માત્ર આઠ કે દસ તહેવારો ઊજવી શકે છે. જો આપણે તેને આમજ ઘટાડતાં રહેશું તો આવતી પેઢી પાસે કોઈ તહેવાર જ નહીં રહે. એ લોકોને તહેવાર શું છે એ જ ખબર નહીં રહે. એ લોકો માત્ર કમાશે અને ખાશે, કમાશે અને ખાશે, આમ જ ચાલ્યા કરશે. આજે ઘણા લોકો સાથે આવું થઈ જ રહ્યું છે. તહેવારનો અર્થ એ તમને રજા મળે અને તમે છેક બપોરે ઊઠો. પછી તમે વધારે પડતું ખાઓ, ફિલ્મ જોવા જાઓ અથવા ઘરે બેસીને ટેલિવિઝન જુઓ. અને લોકો જો કોઈ કૅફી પદાર્થ લે તો જ એવા લોકો થોડો ડાન્સ કરે. નહીંતર તો નાચે પણ નહીં કે ગાય પણ નહીં. પહેલા આવું નહીં હતું. તહેવાર અર્થ આખું ગામ એક જગ્યા પર ભેગુ થતું અને તહેવારની મોટા પાયે ઊજવણી થતી. તહેવારને દિવસે સવારે ચાર વાગે ઊઠીને ઘરમાં પ્રવૃત્તિઓ ધમધમતી.આ સંસ્કૃતિ ને ફરી જીવંત કરવા માટે ઈશા ચાર મુખ્ય તહેવાર પોંગલ અથવા મકરસંક્રાંતિ, મહાશિવરાત્રી , દશેરા અને દિવાળી ઊજવે છે.

ગંભીર નહીં પરંતુ સંપૂર્ણરીતે શામેલ થઈને

જો તમે દરેક વખતે બધી બાબતોમાં ઊજવણીનો અભિગમ રાખી શકો તો તમે જીવનમાં વધુ પડતાં ગંભીર રહેવાને બદલે જીવનની પ્રક્રિયામાં શામેલ થતાં શીખી શકશો. અત્યારે મોટા ભાગના લોકોની સમસ્યા એ છે કે, જો એ લોકો કંઇ અગત્યનું વિચારતા હોય તો તેઓ વધુ પડતાં ગંભીર થઈ જાય છે. જો વિષય એટલો મહત્વનો નહીં હોય તો શિથિલ થઈ જાય -- પરંતુ તેઓ જરૂર હોય તેટલા પ્રતિભાગી નથી થતા. જ્યારે કોઈ કહે છે કે, "એ ખૂબ ગંભીર સ્થિતિમાં છે," અર્થ તમે જાણો કે હવે પછી એ ક્યાં હશે. ઘણા લોકો એવી ગંભીર સ્થિતિમાં હોય છે. એમની બાબતમાં એક જ એવી વસ્તુ થઈ શકે કે જેનું એમને માટે થોડું પણ મહત્વ હોય. બીજી બધી બાબતો એમને અડ્યા વિના આમ જ પસાર થઈ જશે, કારણ કે એમના મતે જે બાબતો તેમના માટે એટલી ગંભીર નથી એના માટે તો તેઓ કોઈ ભાગીદારી કે સમર્પણ બતાવતા જ નથી. આજ સંપૂર્ણ સમસ્યા છે. જીવનનો રસ્તો, એનું રહસ્ય આજ છે - બધી જ બાબતો ને ગંભીરતાથી લેવી, પરંતુ પૂરા ધ્યાન અને સમર્પણ સાથે, જેમ કોઈરમત માં હોય છે. આજ કારણથી જીવનની ઘણી ગહન બાબતોને ઉત્સવ સાથે સાંકળી લેવામાં આવે છે જેથી તમે કોઇ મુદ્દો ચૂકી ન જાવ.

દિવાળી પર્વ મનાવવાનો આશય ઊજવણીના આ પાસા ને તમારી જીંદગીમાં લાવવાનો છે - અને એટલે જ ફટાકડા, થોડી અગ્નિ તમારામાં પણ પ્રજ્વલિત થાય જેથી તમે માત્ર એક દિવસ મજા કરીને છૂટા ન પડી જાઓ. એ પ્રમાણે આપણા જીવનમાં રોજેરોજ બનવું જોઈએ. આપણે અમસ્તાં પણ બેઠા હોઈએ તો આપણી જીવન ઊર્જા, મન, હૃદય અને શરીર બધું ફટાકડાની જેમ હોવું જોઈએ. તમે જો એક હવાયેલો ફટાકડો હશો તો તમને રોજ બાહ્ય આનંદ અને શક્તિની જરૂર પડશે.

Editor’s Note: At the Isha Yoga Center, major festivals, including Makar Sankranti and Pongal, Navratri and Mahashivratri are celebrated with great exuberance. These festivals are a part of Isha’s efforts to rejuvenate the ethos of Indian culture.

Indian Culture