શું સોલમેટ્સ હોય છે? 

સદ્‍ગુરુ:શરીરને સાથીની જરૂર હોય છે. જો તે સુવિકસિત ન હોય તો સંભવ છે કે, તમારા મનને પણ સાથીની જરૂર છે. જો તમારી લાગણીઓ સર્વ-સમાવેશી નથી બની તો તેમને પણ સાથીની જરૂર હોય છે. ઓછામાં ઓછું તમારી આત્મા તો ચાહનામાંથી મુક્ત હોવી જોઈએ!  

આત્માને સાથીની જરૂર નથી, ન તો કોઈ વ્યક્તિને તમારા માટે સંપૂર્ણ રીતે બનાવવામાં આવી છે.

જ્યારે લોકો “આત્મા"એમ કહે છે; ત્યારે તેઓ ભૌતિકતાથી પરે કશાકની વાત કરી રહ્યા હોય છે. જો કશુંક ભૌતિકતાથી પરે છે, તો શું તેને સાથીની જરૂર હશે? સાથી એટલે સાથે રહેનાર. એ શારીરિક હોઈ શકે છે, માનસિક હોઈ શકે છે અથવા ભાવનાત્મક જરૂરિયાતો હોઈ શકે છે, અથવા તો એ કામની જરૂરિયાત હોઈ શકે છે પણ, સાથી ત્યારે જ આવે છે જ્યારે અમુક પ્રકારની અપૂર્ણતાની ભાવના હોય છે.તમે પણ આત્મા તરીકે જેના વિષે વાત કરી રહ્યા છો – ઓછામાં ઓછું એ એક વસ્તુ –તો સંપૂર્ણ હોવી જોઈએ  

ક્યાંક સોલમેટ હશે, જે વ્યક્તિને ભગવાને માત્ર તમારા માટે જ બનાવી છે એવો એક વિચાર પ્રવર્તી રહ્યો છે. પણ આજકાલ, દર બે વર્ષે એ તમારા માટે વધુ એક વ્યક્તિ બનાવી રહ્યા છે, માત્ર તમારા માટે. સ્વાભાવિક રીતે જ, ભગવાન તમારા માટે ઘણી બધી ભૂલો કરી રહ્યા છે! એવી કોઈ વસ્તુ નથી. આત્માને નથી કોઈ સાથીની જરૂર, કે નથી કોઈ આદર્શ વ્યક્તિને તમારા માટે બનાવવામાં આવી. જો તમને લાગતું હોય કે તમે સંપૂર્ણ છો અને ભગવાને તમારું ચયન કર્યું છે અને તેમણે તમારા માટે બીજી કોઈ સંપૂર્ણ વ્યક્તિને તમારા માટે બીજે ક્યાંક બનાવી છે, તો તમે આપત્તિ તરફ આગળ વધી રહ્યા છો.  

સોલમેટ્સ અને પ્રેમ 

લોકો સંબંધ શા માટે કેમ શોધે છે? એ શારીરિક કારણોસર હોય; તો અમે તેને લૈંગીકતા કહીશું અને તે ઘણી સુંદર હોઈ શકે છે. એ માનસિક કારણોસર હોય; તો અમે તેને સંગાથ કહીશું અને તે પણ સુંદર હોઈ શકે છે. એ ભાવનાત્મક કારણોસર હોય; તો અમે તેને પ્રેમ કહીશું અને સુપ્રસિદ્ધ રીતે સૌથી મધુર અનુભવ તરીકે તેની પ્રશંસા કરવામાં આવી છે. ચોક્કસ જ શારીરિક સુસંગતતા, સાથીદારી અને પ્રેમ જીવનને અદ્ભુત બનાવી શકે છે પણ, જો તમે તમારી સાથે પ્રામાણિક હશોન તો તમે આ ગોઠવણોને પગલે આવનારી ચિંતાઓને નકારી શકશો નહિ. જેમાં સંબંધો ચાલે છે તેની શરતો અને મર્યાદાઓ વિષે પ્રામાણિક બનવું એ ડહાપણ છે. વાસ્તવિક બનવાનો ફાયદો એ છે કે, આવતીકાલે જ્યારે તમે મર્યાદાઓ વડે નિયંત્રિત થશો ત્યારે તમે તેમની સાથે કામ પાર પાડવાનો એક પરિપક્વ માર્ગ અપનાવશો. જો તમે “સોલમેટ્સ,”જેવી પરિભાષાનો ઉપયોગ કરશો અથવા તમારો સંબંધ “સ્વર્ગમાં બનેલ,” છે એવા દાવા કરશો તો ભ્રમણા અનિવાર્ય છે. 

જ્યારે પ્રેમ સર્વ-સમાવેશી હશે ત્યારે જ તમે અમર્યાદ બનો છો અને ત્યારે જ તમને આ સરળ સત્ય સમજાય છે: આત્માને કોઈ સાથીની જરૂર નથી હોતી.

જ્યારે તમારી પાસે ઘણી બધી રોમેંટીક ભ્રમણાઓ છે, ત્યારે તમે સૌથી અદ્ભુત વ્યક્તિને પરણ્યા હશો તો પણ તે અચૂક તૂટશે જ કારણ કે, તમે તમારી જાતને આજીવન ભ્રમિત નથી રાખી શકતા. જો તમારે સમજદારીપૂર્વક અને આનંદપૂર્વક જીવવું હોય તો તમારે એ સમજવું જોઈએ કે, લગ્ન એ માનવીય વ્યવસ્થા છે, કોઈ સ્વર્ગમાં બનેલ વ્યવસ્થા નથી. જો તમે જાણો છો કે, તે સાશ્વત નથી તો લગ્ન ખૂબ જ સુખદ અનુભવ બની શકે છે.  

આ સંબંધોની સફળતા આપણે જે પરિપક્વતા અને સંવેદનશીલતાપૂર્વક તેનો સંપર્ક કરીએ છે તેની ઉપર નિર્ભર છે. હું પ્રેમની નિંદા નથી કરી રહ્યો. મનુષ્ય જેને માટે સક્ષમ છે, પ્રેમ તેમાંની સૌથી સુંદર ગુણવત્તાઓમાંની એક છે. અનેક સંસ્કૃતિઓએ પ્રેમને દબાવ્યો છે; અનેકોએ તેની નિકાસ સ્વર્ગમાં કરવાનો પ્રયત્ન કર્યો છે પણ, પ્રેમ આ ગ્રહનો છે અને તે તદ્દન માનવીય છે. શા માટે તેને નકારવું?  

પ્રેમને કોઈ વસ્તુની જરૂર નથી. પ્રેમ માત્ર એક ગુણ છે. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તે ભૌતિક રીતે તમારી સામે ન હોય, તો પણ તમે તેને પ્રેમ કરવા સક્ષમ છો. જો તમે જેને પ્રેમ કરો છો તેઓ ન રહે, તો પણ તમે તેઓને પ્રેમ કરવાનું ચાલુ રાખો છો. આનો અર્થ એ કે, તમે આ જન્મજાત ગુણવત્તાને અભિવ્યક્ત કરવા માટે તમારી આસપાસના લોકોનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી રહ્યા છો. જો તમે તમારી વિવેકબુદ્ધિમાં પૂરતી જાગૃતિ લાવો તો પ્રેમ એ માત્ર પોતાના માટે જીવનની ઝંખના છે. આ ઝંખના અગત્યની સર્વ-સમાવેશી અને અમર્યાદ બનવા માટે અનિવાર્ય છે. જ્યારે પ્રેમ સર્વ-સમાવેશી હશે ત્યારે જ તમે અમર્યાદ બનો છો અને ત્યારે જ તમને આ સરળ સત્ય સમજાય છે: આત્માને કોઈ સાથીની જરૂર નથી હોતી. તેને તે સાથી ક્યારેય ન્હોતા.  

તમે યોગ્ય વ્યક્તિ શોધી છે કે કેમ તે કઈ રીતે ખબર પડે? 

એ સાચું છે કે, કાર્મના જોડાણો લોકોને એકમેક ભણી દોરી જાય છે. આનો અર્થ એ નથી કે, તે એ આદર્શ સંબંધો હશે. આ ગ્રહ ઉપર કોઈ આદર્શ વ્યક્તિ નથી. જો તમે તમારું હૃદય કશાકમાં રેડશો તો કશુંક અદ્ભૂત થઈ શકશે. શું તે ખરી વસ્તુ છે? કોઈ વસ્તુ ખરી હોતી નથી. જો તમે એ પ્રકારની અવાસ્તવિક માનસિકતામાં સપડાઈ જાઓ કે, તમે એક ખરી વ્યક્તિ શોધી કાઢી છે, તો તમે જલ્દી જ નિરાશ થઈ જશો. જો તમને સમજાશે કે, તમારી પાસે તમારો લવારો છે અને તેમની પાસે તેમનો લવારો છે, તો આપણે લવારા સાથે લવારાને સમાયોજિત કરીને આગળ વધી શકીએ છીએ.  

બીજા કોઈના ઉપર કામ કરીને તેમને ફિક્સ કરવાના સ્થાને જો તમે પોતાની ઉપર કામ કરો અને પોતાને એટલા અદ્ભુત બનાવો કે જેથી, સહુને તમારી સાથે રહેવું હોય, ત્યારે તમારી પાસે વિકલ્પ છે.

આપણે આ સમજવું જ જોઈએ કે, સંબંધો અનેક જરૂરિયાતોના આધારે બને છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે અનેક જરૂરિયાતોને કારણે જાઓ છો ત્યારે તમે એક ભીખારી તરીકે જાઓ છો અને ભીખારી પાસે કોઈ પસંદગીના કોઈ વિકલ્પો નથી હોતા. જો તમારે આ વિશ્વમાં ખરેખર કોઈ વિકલ્પ પસંદ કરવાનો હોય, તો સૌથી પહેલી અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે, તમે પોતાની જાતને એ સ્થાને લાવો જ્યાં જીવનનો તમારો અનુભવ માત્ર તમારાથી જ સુખદ હોય. હાલમાં, આને નીચે પાડનારું શું છે તે જોઈએ. જો તમે ખરેખર અદ્ભુત છો તો વસ્તુઓ દરેક રીતે થશે. સૌથી શ્રેષ્ઠ થઈ શકે છે તે તમારી કારકીર્દિના સ્વરૂપમાં, લગ્નના સ્વરૂપમાં અને સંબંધોના સ્વરૂપમાં. કારણ કે, તમે તમારી જાતને આવી બનાવી છે. બીજા કોઈના ઉપર કામ કરીને તેમને ફિક્સ કરવાના સ્થાને જો તમે પોતાની ઉપર કામ કરો અને પોતાને એટલા અદ્ભુત બનાવો કે જેથી, સહુને તમારી સાથે રહેવું હોય, ત્યારે તમારી પાસે વિકલ્પ છે.  

તમે કોઈ સંપૂર્ણ વ્યક્તિ શોધવાની નથી. જો તમે સમાવેશી હોવાની ઊંડી લાગણીમાં રોકાણ કરશો તો કંઇક અદ્ભુત થઈ શકે છે, બીજી વ્યક્તિ વિલક્ષણ છે તેને કારણે નહિ.તમે કોઈ મૂર્ખ વ્યક્તિની પસંદગી કરી હોય તો તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. જો તમે પોતાને સહભાગી બનાવશો તો તે અત્યંત સુંદર વસ્તુમાં ફેરવાઈ શકે છે. તમે બ્રહ્માંડની સૌથી ચતુર વ્યક્તિ પણ શોધી હોય તો પણ તે આપત્તિ બની શકે છે. “તમને એકબીજા માટે બનાવાયા છે” એ રીતે ન વિચારો, એ બકવાસ છે. ખરેખર, તમે જે તમારાથી વિરુદ્ધ હોય તેનું ચયન કરો છો. પણ થોડા જ સમય પછી, તમે ધીરે રહીને તેમને તમારા જેવા જ હોવાની અપેક્ષાઓ રાખવા માંડો છો. તે એક ગંભીર સમસ્યા છે. જો ઘરમાં તમારા જેવી જ બીજી એક વ્યક્તિ હશે તો શું તમે ત્યાં રહી શકશો? તેઓ અલગ છે તેનાથી તમારે ખુશ થવું જોઈએ. આ ગ્રહ ઉપર તમારા જેવું કોઈ નથી એ અદ્ભુત છે. એકસરખાપણું શોધશો નહિ.  

Editor's Note:  Take charge of your own wellbeing with Inner Engineering, now available online