Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: અશ્વત્થામાએ જ્યારે જાણ્યું કે, પાંડવોએ તેના પિતાને પોતાના મૃત્યુ બાબતે અસત્ય કહ્યું અને પછી નિ:શસ્ત્ર  દ્રોણાચાર્યની હત્યા કરી ત્યારે તેણે બદલો લેવાનું નક્કી કરી લીધું. તે કૃતવર્મા અને કૃપાચાર્ય સાથે રાત્રિના સમયે પાંડવોના પડાવમાં દાખલ થયો. તેણે પાંચ પાંડવોને ઊંઘતા ઝડપી પાડયા છે એમ વિચારીને તેણે તેમના ગળા કાપી દીધા અને પછી તેને ખબર પડી કે, તેણે પાંડવપુત્રોને મારી નાખ્યાં છે.

શું બ્રહ્માસ્ત્ર પરમાણુ અસ્ત્ર હતું?

Sadhguru:પાંડવોએ અશ્વત્થામાનો પીછો કર્યો કારણ કે, તેણે તેમના પાંચ પુત્રોની હત્યા કરી હતી. તેઓએ તેને શોધી કાઢ્યો તેમજ અર્જુન અને અશ્વત્થામા વચ્ચે યુદ્ધ થયું.  મરણિયો અને ભયભીત થયેલો અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ચડાવે છે. આપણે નથી જાણતા કે હકીકતમાં તે કેવું હતું, પરંતુ વ્યાસે જે વર્ણન કર્યું છે, તે હાલના પરમાણુ અસ્ત્રને ઘણું મળતું આવે છે. તેમણે કહ્યું છે કે, જો કોઈ તેને છોડે અને તે તેની પૂર્ણ ક્ષમતામાં ત્રાટકે, તો તે સમગ્ર વિશ્વનો વિનાશ સર્જી શકે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, માટે અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. પછી વ્યાસ અને કૃષ્ણ વચ્ચે પડ્યા અને કહ્યું, “તમારો ગુસ્સો, ઘૃણા કે ગમે તે કારણ હોય, તમે બ્રહ્માસ્ત્ર ન વાપરી શકો કારણ કે, તેનાથી સહુનો નાશ થઈ જશે, પૃથ્વીનો નાશ થશે. તેને પાછુ ખેંચો!”

પછી કૃષ્ણ કક્ષમાંથી બહાર આવ્યા. તેમના પગ અસ્થિર હતા; તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો, તેઓ જાણે અડધું જીવન હતા. કોઈએ તેમને કદી આવા જોયા ન હતા.

અર્જુને બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું, પણ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર પાછું ખેંચતા નહોતું આવડતું. તેઓએ તેને બિન-અસરકાક કરી નાખવા હુકમ કર્યો. પણ તેણે કહ્યું, “હું તેને બિન-અસરકારક નથી કરી શકતો, હું માત્ર તેની દિશા બદલી શકું છું.” અને તેના હૃદયની ક્ષુદ્રતાને કારણે, તેણે ઉમેર્યું, “હું તેને પાંડવોની એ પેઢી તરફ વાળી દઉં છું, જે હજુ જન્મ લેવાની બાકી છે, જેથી તેમનો વંશ નાશ પામે.” પાંડવોનું એકમાત્ર વંશજ, જે હજુ માતાના ગર્ભમાં હતું, જે અભિમન્યુની પત્ની ઉત્તરાનું બાળક હતું. જે પ્રમાણે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રની દિશા બદલી તેનાથી માત્ર તે બાળકનું મૃત્યુ થાય તેટલું જ નહિ; સાથે પાંડવ પરિવારમાં કદી બાળક ન જન્મે તેવું થાય. તે એવું છે કે, તેમણે બૉમ્બ નિષ્ક્રિય કરી નાખ્યો પણ કિરણોનું ઉત્તાર્જન રોકી શ્યા નહિ.

કૃષ્ણ પાંડવોના વંશને બચાવી લે છે

જ્યારે અશ્વત્થામાએએ આ વિનાશકારી વાત ઉચ્ચારી ત્યારે કૃષ્ણ એ તેને શ્રાપ આપ્યો, “તું કળિયુગના સંપૂર્ણ કાળચક્ર સુધી વિચલિત અવસ્થામાં ભટકતો રહેશે; તારું મૃત્યુ નહિ થાય. મૃત્યુ દ્વારા મળતી રાહત અમને સહુને મળશે - તને નહિ મળે. આ અસ્થિર મન સાથે તું આ પૃથ્વી પર ભટકતો રહીશ,” કારણ કે તેણે અજન્મા બાળકની હત્યા કરી હતી. પછી ઉત્તરાએ મૃત બાળકને જન્મ આપ્યો અને હતાશાનો આક્રંદ થઈ ઉઠ્યો. તેમણે કૃષ્ણને બોલાવ્યા કારણ કે, કુરુવંશમાં તે એકમાત્ર સંતાન શેષ હતું. અશ્વત્થામાના શ્રાપને કારણે કુરુ પરિવારની કોઈ સ્ત્રી ક્યારેય ગર્ભ ધારણ કરી શકવાની ન હતી. કૃષ્ણએ નવજાત બાળકને હાથમાં લીધું અને તેના શરીર પર પોતાનો હાથ મૂક્યો. તેમણે થોડો સમય લીધો અને મૃત બાળકના દેહમાં પોતાની જીવન ઊર્જાનો સંચાર કર્યો. થોડી મિનિટોમાં બાળક જીવતું થયું અને રડ્યું. હર્ષોલ્લાસ ફરી વળ્યો. કૃષ્ણ કક્ષમાંથી બહાર આવ્યા. તેમના પગ અસ્થિર હતા; તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો, તેઓ જાણે અડધું જીવન હતા. કોઈએ તેમને કદી આવા જોયા ન હતા.

સાત્યકિ, કૃષ્ણનો પિતરાઈ અને નિકટનો સહાયક, જે તેમને બાળપણથી જાણતો હતો, તેણે કૃષ્ણને ક્યારેય આવા જોયા ન હતા, લડખડિયા ખાતા પગ, નબળા, ફિક્કા, બેજાન હોય તેવા. કૃષ્ણ એક પથ્થરની પાળી ઉપર બેઠાં. તેમને થોડો સમય આપ્યા પછી સાત્યકિએ પૂછ્યું, “આ શું? તમે આવા કેમ છો? એ તો માત્ર એક બાળક છે. તમે તો યુદ્ધ પણ સાવ સહજતાથી લડ્યા છો!” કૃષ્ણએ કહ્યું, “કોઈને પુનર્જીવન આપવું યુદ્ધ લડવા કરતા પણ અનેકગણું મુશ્કેલ છે. લાખો લોકોને મારી નાખવા કરતા પણ વધુ મુશ્કેલ છે. આને માટે મારે મારું જીવન રેડવું પડ્યું.” કોઈએ તેમને કદી આ રીતે જોયા ન હતા, શક્તિહીન, જીવંતતા અને આનંદ વગરના. પછી તેમણે આંખ બંધ કરી અને થોડો સમય સમાધિમાં બેસી ગયા. થોડા સમય પછી તેઓ ફરી જીવંત થઈ ઉઠ્યા, પણ ત્યાર પછી તેઓ મોટે ભાગે શાંત રહેતા, લોકોએ જે અગાઉ જે પ્રફુલ્લિત કૃષ્ણને જોયા હતા તેવા નહિ.

ક્રમશ:....

More Mahabharat Stories