મહાભારત અંક ૫૩: યુદ્ધ પર દક્ષિણ ભારતના પ્રભાવ વિશે જાણકારી ઓછી છે
આપણા મહાભારતની શૃંખલામાં, સદ્ગુરુ આ અમર ગાથામાં દક્ષિણ ભારતના પ્રભાવ વિશે ઉદાહરણો સાથે વાત કરે છે. એક ઉદાહરણ બાર્બરીક નું છે જે મહાન યોદ્ધો હતો, જેનું મસ્તક કૃષ્ણએ ગુરુ દક્ષિણા તરીકે માંગી લીધું હતું અને તેના મસ્તકે સમગ્ર યુદ્ધ જોયું અને તેના પર ટિપ્પણી પણ કરી.
પ્રશ્નકર્તા: સદ્ગુરુ, આપે કહ્યું કે બાર્બરીક દક્ષિણથી આવ્યો હતો, અને દક્ષિણના રહસ્યવાદનો યુદ્ધમાં ઘણો પ્રભાવ રહ્યો હતો. શું આપ તે વિશે વિસ્તારપૂર્વક કહી શકો?
દક્ષિણના રહસ્યવાદે મોટો ભાગ ભજવ્યો. ઘટોત્કચની તાંત્રિક શક્તિઓને કારણે કર્ણએ શક્તિ અસ્ત્ર ગુમાવ્યું. જો કર્ણ પાસે શક્તિ હોત તો અર્જુન અવશ્ય મરાયો હોત. કૃષ્ણએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, કર્ણ તો તેમને પણ મારી શક્યો હોત. એ રીતે યુદ્ધમાં દક્ષિણનો રહસ્યવાદ નિર્ણાયક પરિબળ હતું. ઘટોત્કચની માતા હિડિમ્બા કઈ રીતે એક દેવીની ઉપાસના કરતી હતી અને ગૂઢ શક્તિ મેળવવા માટે નર બલી ચડાવતી તેની કથાઓ છે, એ તેની સંસ્કૃતિનો ભાગ હતો. તે પણ દક્ષિણની હતી.
અને યુદ્ધ દરમિયાન ભોજન ઉડુપીના રાજા દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. દક્ષિણમાંથી ઘણી મદદ મળી હતી પરંતુ, યુદ્ધ મુખ્યત્ત્વે ઉત્તરના રાજાઓની વચ્ચે લડાયું હતું. યુદ્ધ તેઓ લડતા હતા પણ દક્ષિણના યોદ્ધાઓને પણ યુદ્ધ જતું નહોતું કરવું. તેઓ જોવા માટે ગયા; જો લડવામાં શામેલ ન થાય તો ઓછામાં ઓછું જોવા માટે કે તે કઈ રીતે થાય છે. બાર્બરીકે પોતે જ પોતાનું મસ્તક કાપીને આપી દીધા પછી પણ કૃષ્ણના આશીર્વાદથી તેણે સંપૂર્ણ યુદ્ધ જોયું, તેમજ યુદ્ધમાં જે થયું તેની તેને સાચી સમજણ પડી અને તે બાબતે તે બોલ્યો પણ ખરો.
દક્ષિણના પ્રભાવે ચૂપચાપ તેનો ભાગ ભજવ્યો.
ક્રમશ:...