Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: અંતિમ દ્વંદ્વમાં કૃષ્ણના કહેવાથી ભીમે પોતાના કટ્ટર શત્રુને કમરની નીચે પ્રહાર કરીને હરાવ્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા દુર્યોધનને તેઓ યુદ્ધના મેદાનમાં ધીમે ધીમે મારવા માટે છોડી દે છે. કૌરવપક્ષે, અશ્વત્થામા બદલો લેવા માટે, પાંડવોને ઊંઘમાં જ મારી નાખવાની યોજના બનાવે છે. પાંચ મસ્તક ધડથી અલગ કરીને તેને દુર્યોધનના ચરણોમાં મૂક્યા બાદ તે ભય થી થથરી જાય છે, જ્યારે તેને સમજાય છે કે, હકીકતમાં તે પાંડવોના પુત્રો છે, જેમને તેણે પાંડવો સમજીને મારી નાખ્યાં હતા.

બદલાનો કોઈ અંત નથી

સદ્‍ગુરુ: જ્યારે તેમને સમજાયું કે, તેઓએ પાંડવોની સંતાનોને મારી નાખી છે ત્યારે દુર્યોધન મૃત્યુ પામે છે, અશ્વત્થામા તેનું મગજ ગુમાવી દે છે અને કોઈ આશ્રમમાં જઈને રહે છે.

કૃપાચાર્યએ અશ્વત્થામાને કહ્યું, “યોદ્ધો બહાદુર હોવો જોઈએ અને સાથે સદ્ગુણી પણ હોવો જોઈએ. તારે એ યાદ રાખવું જોઈએ કે દુર્યોધન પોતે ક્યારેય એક ધર્મનિષ્ઠ રાજા ન હતો. તે લોભી અને નિર્દયી હતો. તેણે પાંડવોની સાથે દગો કર્યો, તેમની પાસે બધું જ છીનવી લીધું અને તેમને તેર વર્ષ માટે દેશનિકાલ કર્યા. તેમ છતાં તેમણે અંતિમ ક્ષણ સુધી શાંતિ સ્થાપવાના પ્રયત્નો ચાલુ રાખ્યા, પણ દુર્યોધન ન માન્યો. આપણે તેના મૃત્યુનું કારણ ભૂલવું ન જોઈએ, ના તો એ ભૂલવું જોઈએ કે તેણે પાંડુપુત્રો સાથે કેવું કર્યું હતું. જે રીતે ભીમે તેને પછડાયો, તે તો માત્ર તેણે સોગંદ ખાધા હતા, તે પૂરા કર્યા. તારી એ દલીલ કદાચ સાચી હોઈ શકે કે, ગદાયુદ્ધમાં તેમ ન કરવું જોઈએ. પણ તે આપણા માટે પર્યાપ્ત કારણ નથી, કે તું આવો મોટો અપરાધ કરવા વિચારે થયો છે.” કૃપાચાર્યએ અશ્વત્થામાને રોકવાનો પ્રયત્ન કર્યો પણ, અંતે તેઓ પોતે પણ ગુનામાં ભાગીદાર બન્યા હતા.

સામાન્ય રીતે યુદ્ધ પત્યા પછી મોટે ભાગે યુદ્ધ કરતા ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. બિલકુલ એવી જ સ્થિતિ ઊભી થઈ.

વહેલી સવારે પાંડવો સ્ત્રીઓનું આક્રંદ સાંભળે છે. શું બન્યું છે, તે વાતથી અજાણ તેઓ દોડતા પોતાની છાવણીમાં પાછા ફરે છે અને જાણે છે કે તેમના પાંચેય પુત્રોની તેમની ઊંઘમાં જ હત્યા કરી દેવાઈ છે. આ પહેલા કદી કોઈ આટલી હદ સુધી ગયું ન હતું. તમે ઊંઘતા માણસને પણ મારી ન શકો, બાળકો તો બહુ દૂરની વાત છે. દ્રૌપદીને તો, યુદ્ધ જીતાઈ ગયું, તેના બધા શત્રુઓને મારી નખાયા, તેની બધી ઈચ્છાઓ પણ પૂરી થઈ. પણ હવે તેના પાંચેય પુત્રો મૃત્યુ પામ્યા હતા. તે ફરી એક વખત ગુસ્સાથી ત્રાડ પાડી ઊઠી, “મને અશ્વત્થામા નું મસ્તક લાવી આપો.” અર્જુને તેનું મસ્તક લાવવાના સોગંદ લીધા અને તેઓ તેને માટે ચાલી નીકળ્યા.

અશ્વત્થામાનો મણિ કાઢી લેવાયો

અર્જુન ગયો અને તેણે અશ્વત્થામાને શોધી કાઢ્યો. અશ્વત્થામાના ભાલ પર એક જાદૂઈ મણિ હંમેશા રહેતો. તે તેની શક્તિ હતું. જ્યારે અર્જુન અને બીજા પાંડવો અશ્વત્થામાને મારવા માટે ગયા ત્યારે એક ઋષિ વચ્ચે પડયા અને કહ્યું, “એક બ્રહ્મણને મારવાની કોઈ જરૂર નથી. આ યુદ્ધનું મેદાન નથી. અહીં બ્રાહ્મણની હત્યા કરવી આપને માટે ઉચિત નહીં હોય.” અર્જુને વિચાર્યું કે અશ્વત્થામાના ભાલ પરથી મણિ કાઢી લેવું સારું રહેશે કારણ કે, મણિ વિના અશ્વત્થામા નિર્બળ બની જશે, અને તે સાવ પાગલ થઈ જશે. તેઓએ બળજબરીથી તેના ભાલ પરથી તે મણિ કાઢી નાંખ્યો, લાવીને દ્રૌપદીને અર્પણ કર્યો અને હસ્તિનાપુર પરત ફર્યા.

સામાન્ય રીતે યુદ્ધ પત્યા પછી મોટે ભાગે યુદ્ધ કરતા ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. બિલકુલ એવી જ સ્થિતિ આવીને ઉભી રહી.

ક્રમશ:...

More Mahabharat Stories