આયુષ્માન ખુરાના:- નમસ્કારમ્ સદ્‍ગુરુજી, મારું નામ આયુષ્માન ખુરાના છે અને હું રાજકરણની બાબતમાં ખૂબ સજાગ વ્યક્તિ છું. અત્યારે ભારતની રાજકીય સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે કરણ કે, આ એક બહુસાંસ્કૃતિક સમાજ છે - આપણી પાસે ઘણી બધી સંસ્કૃતિ, ધર્મો, પ્રદેશો, જાતિઓ, વર્ણો અને પંથો છે. અને હું નિશ્ચિતપણે માનું છું કે અત્યંત વામપંથી(લેક્ટ વિંગ) અથવા અત્યંત દક્ષિણપંથી રહેવું(રાઇટ વિંગ) તે ખૂબ ખતરનાક છે. મારો રાજકીય મત કદાચ તે બંનેના મધ્યબિંદુએ છે. તો તમારા પ્રમાણે યોગ્ય મત કયો છે? તો આપણે આ બિંદુએથી કઈ દિશા તરફ જવું જોઈએ કારણ કે, અત્યારે આપણે એક જટિલ પરિસ્થિતિ ઉપર છીએ.

સદ્‍ગુરુ: આયુષ્માન એટલે એ જે લાંબુ જીવે. એક જીવંત લોકતંત્રનો અર્થ છે કે, તમે કોઈ પણ પ્રકારનું વલણ નથી અપનાવતા. અમેરિકામાં આ બહુ જબરદસ્ત રીતે થયું હતું, તે બે ધર્મો જેવું બની ગયું: "તમે ડૅમોક્રેટ છો અથવા તો રિપબ્લિકન?" ના મારા દાદા રિપબ્લિકન હતા, માતા પિતા રિપબ્લિકન હતા એટલે હું પણ રિપબ્લિકન છું.

એકવાર આવું થયું... ડૅમોક્રેટ એક રેડ સ્ટેટ જ્યાં રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ છે ત્યાં પ્રચાર કરી રહ્યા હતા. એક ડૅમોક્રેટે કોઈને પૂછ્યું, ‘તમે ડૅમોક્રેટને મત કેમ નથી આપતાં?’ પેલા માણસે જવાબ આપ્યો,’ મારા મારા દાદા રિપબ્લિકનને મત આપતા હતાં, મારા પિતા રિપબ્લિકનને મત આપત હતા એટલે હું પણ રિપબ્લિકનને મત આપું છું.’

ડૅમોક્રેટ ચીડાઈ ગયો અને બોલ્યો, માનીલો કે તમારા દાદા મૂર્ખ હતા અને તમારા પિતા પણ મૂર્ખ હતા, તો તમે શું હશો?” પેલા માણસે કહ્યું, તો પછી હું ડૅમોક્રેટ હોત.

તો હું વામપંથી છું, દક્ષિણપંથી છું, કે મધ્યમમાર્ગી છું? જે ક્ષણે તમે આ વલણ અપનાવો છો, તે ક્ષણે તમે લોકતંત્ર નષ્ટ કરી રહ્યા છો અને ફરીથી સામંતવાદ તરફ જઈ રહ્યા છો.

તમે એમનું ચિન્હ જોયું છે? તો એક જીવંત લોકશાહીમાં તમારે ક્યારેય કોઈ વલણ ન અપનાવવું જોઈએ, આ એક વાત આપણે ભૂલી ચૂક્યાં છીએ. આપણો દેશ પણ આ દિશામાં આવળ વધી રહ્યો છે, તમે આ પક્ષમાં છો કે પેલા પક્ષમાં? મેં હજી આવતી ચૂંટણી માટે મારું મન નથી બનાવ્યું, હું જોઈ રહ્યો છું કે કોણ કેવું પ્રદર્શન કરે છે અને કોણ વધુ સમજદારી બતાવે છે.

તો હું વામપંથી છું, દક્ષિણપંથી છું, કે મધ્યમમાર્ગી છું? જે ક્ષણે તમે આ વલણ અપનાવો છો, તે ક્ષણે તમે લોકતંત્ર નષ્ટ કરી રહ્યા છો અને ફરીથી સામંતવાદ તરફ જઈ રહ્યા છો. આપણે આ જાતિનાં છીએ એટલે આપણે માત્ર આ પક્ષને મત આપીશું.” તો કોઈ લોકતંત્ર બાકી નહીં રહે.

એક જીવંત લોકશાહીમાં તમારે ક્યારેય કોઈ વલણ ન અપનાવવું જોઈએ, આ એક વાત આપણે ભૂલી ચૂક્યાં છીએ.

એક લોકતંત્ર નો અર્થ છે કે તમે દર વખતે મૂલ્યાંકન કરો છો કે તમે કયો પક્ષ લેવા માંગો છો. અને એ કોઈ કાયમી વલણ નહીં હોય. અત્યારે અમેરિકામાં મને લાગે છે ત્યાં સુધી ફક્ત ચાર થી પાંચ ટકા લોકો જ નક્કી કરે છે કે કોણ જીતશે અને કોણ હરશે. બાકીના લોકોના મતો તો અગાઉથી જ નક્કી હોય છે.

ભારતમાં આવા લોકોની સંખ્યા લગભગ દસથી બાર ટકા હશે અથવા વધુમાં વધુ પંદર ટકા હોઇ શકે. પરતું આવનારી ચૂંટણી પછી આપણે ત્યાંની ટકાવારી પણ અમેરિકાની ટકાવારી જેવી થઈ જશે. કારણ કે, પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, ક્યાંતો તમારે આ બાજુ રહેવાનું છે ક્યાં તો પેલી બાજુ. તમે એમ ન કહી શકો કે તમે કોઈની તરફ નથી!

એક લોકતાંત્રિક પક્રિયાની અસાધારણ ઉપલબ્ધિ એજ છે કે સત્તાપરિવર્તન કોઈ પણ પ્રકારના રક્તપાત વગર થાય છે.

એક લોકતાંત્રિક પક્રિયાની અસાધારણ ઉપલબ્ધિ એજ છે કે સત્તાપરિવર્તન કોઈ પણ પ્રકારનાં રક્તપાત થાય છે. મારો વિશ્વાસ કરો, અગાઉ જો કોઈ પરિવારમાં ઘણી બધી મિલકત હોતી તો ત્યાં પણ સત્તાપરિવર્તન રક્તપાત વગર નહોતું થતું. પણ આજે મોટા દેશોમાં પણ, લોહીનું એક પણ ટીપું વાહવ્યા વગર આપણે સત્તા પલટીને એક પક્ષ પાસેથી બીજા પક્ષના હાથમાં સોંપી શકીએ છીએ.

પરંતુ જેમ જેમ તમે જાતિ આધારિત માનસિકતાવાળા બનતા જાઓ છો અને ત્યારે તમે દેશને એ તરફ પાછા લઈ જઈ રહ્યા છો ત્યારે દરેક વખતે સત્તાપલટો જાતિના આધારે યુદ્ધ લડીને કરવામાં આવે છે. અત્યારે એવી સ્થિતિ થઈ રહી છે કે સોશિયલ મીડિયા પર પણ ડિજિટલ ભીડ સતત એક બીજા સામે લડતી રહે છે. આ જાતિઓનું યુદ્ધ છે.

હું જાણું છું કે આમ કહેવું મારી લોકપ્રિયતામાં અત્યંત ઘટાડો કરશે -પણ પાર્ટી સદસ્યતા જ રદ કરી નાખવી જોઈએ કારણ કે, પાર્ટીઓ પણ એક જાતિ જ બનતી જાય છે. હવે સમય છે કે જ્યારે આપણે એક લોકતંત્રની રીતે મજબૂત થવું જોઈએ.

જો આપણે આવી જ રીતે ચાલતાં રહ્યા- ફકત એકમેકને ગાળો ભાંડતા - તો એ દિવસ દૂર નથી જ્યારે કોઈ તલવાર કે બંદૂક લઈને બહાર નીકળશે અને લોકોને મારવાનું શરૂ કરી દેશે. અત્યરે તમે વાટ્સએપના માધયમથી કોઈ પણ સમુધાય વિરુદ્ધ હત્યાઓ અથવા તો હિંસાની ભાવનાઓને ભડકાવી શકો છો.

હું વિચારી રહ્યો છું- હું જાણું છું કે આમ કહેવું મારી લોકપ્રિયતામાં અત્યંત ઘટાડો કરશે - પણ પાર્ટી સદસ્યતા જ રદ કરી નાખવી જોઈએ કારણ કે, પાર્ટીઓ પણ એક જાતિ જ બનતી જાય છે. હવે સમય છે કે જ્યારે આપણે એક લોકતંત્રની રીતે મજબૂત થવું જોઈએ. માટે આયુષ્માન, તમારે કોઈ પણ જાતનો પક્ષ અથવા વલણ અપનાવવું નહીં. સાડા ચાર વર્ષ પછી તમારે ચાર થી છ મહિના લઈને થયેલા કામોનું મૂલ્યાંકન કરવું જોઇએ. આ સાડા ચાર વર્ષમાં જે પણ કંઇ થયું છે તે ઉપરથી તમારે મૂલ્યાંકન કરવું જોઇએ કે શું તેઓને બીજી એક તક આપવી યોગ્ય હશે કે નવા લોકો વધુ સારું કામ કરી શકશે? દરેક નાગરિકે છેલ્લા ત્રણ થી છ મહિનાઓમાં આ નિર્ણય લેવો જોઈએ.

તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! -  unplugwithsadhguru.org

Youth and Truth Banner Image