સદગુરુ: તમે તમારી આસપાસની દરેક વસ્તુના અવિભાજ્ય ભાગ છો. માનવ શરીર અને બ્રહ્માંડ બન્ને પાંચ તત્વોથી બનેલા છે. યોગ તંત્રમાં, આ પાંચ તત્વો પર પ્રભુત્વ સાથે, તમે તમારા આંતરિક અને બાહ્ય ઇકોલોજી, એમ બંનેનો હવાલો લઇ શકો છો; બન્ને અવિભાજ્ય છે. પરંતુ મનુષ્યની ચેતના એટલી વહેંચાઈ ગઈ છે કે મોટાભાગના લોકો ભૂલી ગયા છે કે પરસ્પર આશ્રય એક સિદ્ધાંત નથી, તે એક વાસ્તવિકતા છે. યોગની એક પ્રયોગાત્મક સ્થિતિનો અર્થ છે કે તમે પૃથ્વીનો અનુભવ કરો છો, જેમ કે તમે તમારી નાની આંગળીનો અનુભવ કરો છો - જે તમારા માટે એક અભિન્ન અંગ છે.

ઈશા ફાઉન્ડેશનની પહેલ, 'નદી અભિયાન' એ મૂળ દ્રષ્ટિકોણથી આવે છે કે વ્યક્તિ અને પૃથ્વીને અલગ કરી શકાતું નથી. પાણી અને માટીના ગંભીર ઘટાડા અંગેની ચિંતાઓ ના તો વૈચારિક થવાથી અથવા રાજકીય સમજ ધરાવવાથી છે; ચિંતા એટલી જ પર્યાવરણીય છેજેટલી તે અસ્તિત્વમાં છે. જમીન અને પાણી કોઈ ચીજ વસ્તુ નથી, પરંતુ જીવન બનાવવાની સામગ્રી છે. માનવ શરીરની મૂળ રચના 72 ટકા પાણી અને 12 ટકા પૃથ્વી છે.

એક સ્થિર પાયો

ફક્ત ત્યારે જ જ્યારે આપણે પર્યાવરણ સાથેના આપણા મૂળ જોડાણને ખરેખર સમજીએ છીએ ત્યારે આપણે પોતાની માટે એક સ્થિર આધાર બનાવી શકીએ છીએ જે અમને ઉચ્ચ શક્યતાઓને શોધવાની તક આપે છે. સૂક્ષ્મ શરીરરચનામાં મુલાધાર ચક્રનું એ મહત્વ છે: સ્થાયી પાયા વિના, ઉત્કૃષ્ટતા શક્ય નથી. પરંતુ અમે આ અવગણના કરીએ છીએ અને માનસિક અવકાશમાં રહેવાનું પસંદ કરીએ છીએ જે આપણા ભૌતિક અને અસ્તિત્વમાં રહેલી વાસ્તવિકતાથી સંપૂર્ણપણે દૂર છે. ભલે કુદરત મનુષ્યને આત્મ જાગૃતિના અસાધારણ સ્તરે વિકસિત કરે છે, આપણે એ પ્રમોશન સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છીએ!

હાલમાં આપણે જે પર્યાવરણીય પરિસ્થિતિમાં છીએ તે ગંભીર છે. કુદરતને જે બનાવતા લાખો વર્ષો લાગ્યા, આપણે તેને એક પેઢીમાં નાશ કરવા તૈયાર છીએ. એવો અંદાજ છે કે 2030 સુધીમાં આપણા દેશમાં આપણા જરૂરિયાતના પ્રમાણમા માત્ર 50% જ પાણી હશે.

આપત્તિ તરફ આગળ વધવું

કારણ કે અમારી મોટા ભાગની નદીઓ જંગલોના મદદથી ભરેલી રહે છે, તેથી તેમને ફરીથી જીવિત કરવાની શ્રેષ્ઠ રીત છે વધુ વનસ્પતિ ઉગાડીને. પરંતુ, જમીનની કાર્બનિક સામગ્રી ભારે ઘટી છે અને બંજર બનવાની ઝડપી ગતિ ભયાનક છે. આ દેશમાં માટીના ધોવાણની માત્રા એટલી તીવ્ર છે કે લગભગ 25% ભારતીય ખેતીલાયક જમીન આગામી ત્રણથી પાંચ વર્ષમાં ખેતીયોગ્ય રહેશે નહીં. ચાળીસ વર્ષમાં, એવું અનુમાન કરવામાં આવે છે કે 60% થી વધુ બિનઉપયોગી હશે.

જૈવિક સામગ્રી વધારવાનો એકમાત્ર રસ્તો વૃક્ષની ખેતી અને પશુ કચરો દ્વારા છે. જો આપણે ખોરાક બનાવવાની આપણી ક્ષમતાને નાબૂદ કરીશું, તો આપણે આપત્તિ તરફ આગળ વધીશું. વનસ્પતિની અછત અને અનિશ્ચિત શહેરી વિસ્તરણના અભાવને કારણે, આપણે પૂર અને દુષ્કાળના જોખમી ચક્ર જોયા છે. છેલ્લા 12 વર્ષોમાં લગભગ ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેતી ખરેખર દુખદ પ્રક્રિયા બની ગઈ છે.

જાગૃત થવાનો સમય

પરંતુ હજી પણ આશા છે. આ અસાધારણ પ્રતિભાવ અને ક્ષમતાની જમીન છે, જે તેની અવિશ્વસનીય જૈવવિવિધતામાં પરિણમે છે. જ્યારે પ્રાચીન ઋષિઓએ તેને 'પવિત્ર ભૂમિ' તરીકે ઓળખાવ્યું, તે પ્રભાવ પાડવા માટે કરેલી શુદ્ધ અત્યુક્તિ નહોતી. થોડી વિચારશીલતા અને સમયસર કાર્યવાહી સાથે, આ જમીન, પૃથ્વી પરની કોઈપણ અન્ય વસ્તુ કરતા વધુ ઝડપથી પુનઃજીવીત થઈ શકે છે.

ચાલો સાંકડી, ગિથિત સમુદાયોના અભિપ્રાયથી ઉપર ઊઠીએ. જો આપણે સાચી રીતે જાણીએ છીએ કે આપણા શરીરમાંના દરેક કણો બ્રહ્માંડ સાથે સતત વાટાઘાટમાં છે, તો તે સ્પષ્ટ થશે કે આપણા બધા માટે જાગવાનો સમય આવી ગયો છે. આપણી નદીઓ આપણી જીવનરેખા છે. તેમની કટોકટી, સામૂહિક સમયરેખા સાથે આપણી સામે ઊભી છે. હવે આપણે જવાબદારીને સ્થગિત કરી શકીશું નહીં. જવાબદાર કાર્યવાહી સાથે, અમે આ પરિસ્થિતિને ઉલટાવી શકીએ છીએ.

સંપાદકની નોંધ:Rallyforrivers.org પર નદી અભિયાનને કેવી રીતે સમર્થન આપી શકો છો તે વિશે વધુ જાણો આ લેખનો સંસ્કરણ મૂળ રીતે સ્પીકિંગ ટ્રીમાં પ્રકાશિત થયો હતો.