આપણે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (COVID-19) સાથે અસામાન્ય રીતે પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે બધા આપણા દૈનિક જીવનમાં નાટકીય ફેરફારોનો સામનો કરી રહ્યા છીએ. આ સ્થિતિની અનિશ્ચિતતાને કારણે લોકો ભય કે ચિંતાનો અનુભવ કરી રહ્યા છે. આવા સમયે, એ હજી પણ વધુ મહત્વનું છે કે આપણે આપણો ઉત્સાહ અને આંતરિક સંતુલન વધારીએ, જેથી આપણે આજુબાજુના બધા લોકો માટે પ્રેરણા બની શકીએ અને એમને પ્રભાવિત કરી શકીએ.

આ માટે, સદગુરુએ એક સરળ પણ શક્તિશાળી માર્ગદર્શિત ધ્યાન અર્પિત કર્યું છે, જેમાંથી આપણે દરરોજ લાભ મેળવી શકીએ છીએ.

સદગુરુ દ્વારા આપવામાં આવેલ દૈનિક અભ્યાસ

યોગ યોગ યોગેશ્વરાય જાપ (12 ચક્ર)પછી ઇશા ક્રિયા ધ્યાન

અભ્યાસ કેવી રીતે શીખવા?

પહેલું ચરણ: ક્રિયાના મહત્વ વિશે જાણો

 

બીજું ચરણ: યોગ યોગ યોગેશ્વરાયનો જાપ કરતા શીખો

 

ત્રીજું ચરણ: ઇશા ક્રિયા શીખો

 

ચોથું ચરણ: "યોગ યોગ યોગેશ્વરાય" નો જાપ કરવો અને ત્યારબાદ ઇશા ક્રિયાનો સંપૂર્ણ માર્ગદર્શિત દૈનિક અભ્યાસ

 

જ્યારે કોઈપણ પડકારનો સામનો કરવો પડે છે, ત્યારે આપણી બુદ્ધિ, આરોગ્ય અને સંતુલન અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આવા સમયે અંદરની તરફ વળવું વધુ જરૂરી બને છે. જો તમે ક્વોરેંટાઇન સમયનો ઉપયોગ વધુ ઉત્સાહી અને આંતરિક સ્થિરતા બનાવવા માટે કરવા માંગતા હો, તો તમે એક સંરચિત 40-દિવસીય સાધના સહાય માટે નોંધણી કરાવી શકો છો.

તે માટે જેઓ નોંધણી કરાવે છે, અમે આગામી 40 દિવસ દરમિયાન આરોગ્ય અને સુખાકારી માટે વેબિનાર અને લેખો દ્વારા વધારાના યોગ સાધનો અને અનુકૂળ ટીપ્સ આપીશું.

જો તમે ઈનર એંજીન્યરિંગ પ્રોગ્રામ પૂર્ણ કરી લીધો છે અને શંભવી મહામુદ્રામાં દીક્ષા મેળવી છે, તો અમે સદગુરુ દ્વારા તૈયાર કરેલા દૈનિક અભ્યાસ પ્રોગ્રામ પણ શેર કરીશું અને તમને તમારી ક્રિયાઓ માટે વધુ ટેકો પૂરો પાડીશું.

40-દિવસીય સાધના સહાયતા માટે અહીં રજીસ્ટર કરો.

(Please note there is no need to sign up again if you already signed up in the “Daily Sadhana” section)