Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: સદ્‍ગુરુ બાર વર્ષના સમયગાળાનું મહત્ત્વ સમજાવે છે. તેરમાં વર્ષે અજ્ઞાતવાસમાં રહેવાની શરત પૂરી કરવા પાંડવો વિરાટ રાજાના નગરમાં રહે છે.

સદ્‍ગુરુ: રાજા વિરાટના રાજ્યમાં વેશપલટો કરીને રહી રહેલા પાંડવો અને દ્રૌપદીનું જીવન ચાલતું રહ્યું. યુધિષ્ઠિર રાજાનો માનીતો થઈ ગયો હતો. પાંડવો બાર મહિના પૂરા થાય તેની રાહ જોઈ રહ્યા હતા. અગિયારમો મહિનો શરૂ થતા જ દુર્યોધન પાંડવો અને દ્રૌપદીને શોધવા વ્યાકુળ થઈ ગયો. તેના ગુપ્તચરો તો તેઓની ભાળ મેળવવામાં નિષ્ફળ ગયા તેથી તેણે પોતાના ભાઈઓને બધી દિશામાં મોકલ્યા અને તેમણે પાંડવોની ભાળ મેળવવા શક્ય એટલા બધા પ્રયાસો કર્યા, જેમાં જ્યોતિષીઓ, અઘોરીઓ તેમજ ગૂઢવિદ્યાના જાણકારોને પણ પૂછ્યું. પરંતુ દ્રૌપદી અને પાંડવો કૃષ્ણની સલાહથી મત્સ્ય ગયેલા અને ધૌમ્ય અને લોમસા ઋષિએ તેઓનું માર્ગદર્શન કર્યું હતું. તેથી તેઓ કૃષ્ણના સંરક્ષણ હેઠળ હતા. તેમણે ખાતરી આપી હતી કે, “ભલે ગમે તે થાય, તમે એ એક વર્ષમાં નહીં જ ઓળખાઓ. ભય છોડી દો અને ત્યાં સ્થાયી થઈ જજો.” 

કીચકની ઇચ્છા

અગિયારમાં મહિનામાં, એક ઘટના ઘટી. એક દિવસ રાણીના ભાઈ કીચકની નજર માલણ બનીને રહેતી દ્રૌપદી ઉપર પડી. તેની કામેચ્છાએ તેને પાગલ કરી નાખ્યો. સૈનિકો જ્યારે કોઈ અભિયાન પૂર્ણ કરીને આવતા, ત્યારે તેઓ અમુક મિજાજમાં રહેતા, તેમને એવું લાગતું કે તેઓ મરજી પડે તેની પર હાથ નાંખી શકે છે. તેઓને એવી આદત પડી ગયેલી. તેઓ જ્યાં પણ જતા, જે રાજ્ય પર વિજય મેળવતા, ત્યાંની જે સ્ત્રી પસંદ પડે તેનો ભોગ કરતા. તેથી જ્યારે કીચક તેની બહેનને મળવા આવ્યો અને જેવી તેણે દ્રૌપદીને જોઈ તેવો તે તરત જ તેની પાછળ પાગલ થઈ ગયો. તેણે તેની બહેનને કહ્યું, “મને આ છોકરી જોઈએ છે.” રાણીએ કહ્યું, “હું જાણું છું કે તેને પાંચ ગાંધર્વ પતિઓ છે.” કીચકે જવાબ આપ્યો, “બકવાસ. જો તેઓ આવશે તો હું ખાતરી કરીશ કે તેના કોઈ પતિ જીવિત ન રહે - સાવ સીધી વાત છે.” તે એક શૂરવીર યોદ્ધો હતો અને તેને દ્રૌપદી જોઈતી હતી.

અગિયારમાં મહિનામાં, એક ઘટના ઘટી. એક દિવસ રાણીના ભાઈ કીચકની નજર માલણ બનીને રહેતી દ્રૌપદી ઉપર પડી. તેની કામેચ્છાએ તેને પાગલ કરી નાખ્યો. સૈનિકો જ્યારે કોઈ અભિયાન પૂર્ણ કરીને આવતા, ત્યારે તેઓ અમુક મિજાજમાં રહેતા, તેમને એવું લાગતું કે તેઓ મરજી પડે તેની પર હાથ નાંખી શકે છે. તેઓને એવી આદત પડી ગયેલી. તેઓ જ્યાં પણ જતા, જે રાજ્ય પર વિજય મેળવતા, ત્યાંની જે સ્ત્રી પસંદ પડે તેનો ભોગ કરતા. તેથી જ્યારે કીચક તેની બહેનને મળવા આવ્યો અને જેવી તેણે દ્રૌપદીને જોઈ તેવો તે તરત જ તેની પાછળ પાગલ થઈ ગયો. તેણે તેની બહેનને કહ્યું, “મને આ છોકરી જોઈએ છે.” રાણીએ કહ્યું, “હું જાણું છું કે તેને પાંચ ગાંધર્વ પતિઓ છે.” કીચકે જવાબ આપ્યો, “બકવાસ. જો તેઓ આવશે તો હું ખાતરી કરીશ કે તેના કોઈ પતિ જીવિત ન રહે - સાવ સીધી વાત છે.” તે એક શૂરવીર યોદ્ધો હતો અને તેને દ્રૌપદી જોઈતી હતી.

ભીમ પોતાની હાજરી નોંધાવે છે.

દ્રૌપદી અને કીચકની એક ગુપ્ત મુલાકાત યોજવાનું નક્કી થયું. પણ દ્રૌપદીને બદલે ભીમ આવ્યો અને તેણે કીચકને મારી નાખ્યો. અગિયાર મહિના જેટલા લાંબા સમયથી ભીમે કોઈને માર્યો ન હતો. તેણે માત્ર રસોઈ કરી હતી અને હવે તેને કશુંક અસલ કરવાની ચળ આવી રહી હતી. કીચકને મારી નાંખ્યા પછી ભીમે તેના હાથ અને પગ અત્યંત બળપૂર્વક તેના ધડની અંદર ઘુસાડી દીધા. શરૂઆતમાં, જ્યારે ખબર પ્રસરી ત્યારે કોઈને સમજાયું નહીં કે કીચકને કોણે માર્યો. જ્યારે રાણીએ કહ્યું, “તે દ્રૌપદીના પાંચ ગંધર્વ પતિઓ જ હશે,” ત્યારે બધાને દ્રૌપદીનો ડર લાગવા લાગ્યો, કે તેની પાસે જાદુઈ પતિઓ છે, જેમણે ચમત્કારી રીતે આવીને કીચક જેવા યોદ્ધાને મારી નાંખ્યો. કીચક મજબૂત માણસ હતો, તેથી લોકો માની ન શક્યા કે માત્ર હાથ વડે કોઈ તેને આવી રીતે મારી શકે.

જ્યારે દુર્યોધન સુધી સમાચાર પહોંચ્યા ત્યારે તેને ચિંતા થઈ ગઈ, “તે કેવી રીતે મરાયો?” તેઓએ કહ્યું કે તેના બંને હાથ અને પગ શરીરની અંદર ઘૂસાડી દેવાયેલા. તેણે કહ્યું, “આવું માત્ર ભીમ કરી શકે. આ તેની જ રીત છે.” કોઈને માર્યા પછી તે અંગોને શરીરમાં દબાવી દે છે કારણ કે તેને માત્ર મારી નાખવાથી સંતોષ થતો ન હતો - તેને તો કંઇ વધુ કરવું હોય છે. તેથી દુર્યોધને કહ્યું, “તે ભીમ છે, ચાલો આપણે ત્યાં જઈએ.”

કૌરવો મત્સ્ય પર હુમલો કરે છે.

દુર્યોધન, દુઃશાસન, કર્ણ, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, બધા દિગ્ગજ યોદ્ધાઓએ લશ્કરની ટુકડી લઈને મત્સ્ય પર ચડાઈ કરવાનું નક્કી કર્યું. તેમણે તેમના સાથી રાજાઓને વિરાટની ગાયો ચોરી કરી લેવા કહ્યું, જેથી વિરાટ તે ગાયો ચોરનારની પાછળ જાય. તેઓ ગાયોના ઝુંડને એક દિશામાં લઈ ગયા. વિરાટ અને તેની આખી સેના ચોરોનો પીછો કરતા કરતા તે તરફ ગઈ. કુરુ સૈન્ય જ્યારે ત્યાં પહોંચ્યું નગરમાં કોઈ હતું નહીં. વિરાટનો એક માત્ર પુત્ર ઉત્તર, જેની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી તે તેની બહેન, તેના મિત્રો અને બધી સ્ત્રીઓ સાથે ઘરે હતો. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે કુરુ સૈન્ય ચડાઈ કરી રહ્યું છે, ત્યારે તેણે કહ્યું, “હું એકલો જઈને તેમનો સામનો કરીશ.”

સ્ત્રીઆવાસની બધી જ સ્ત્રીઓમાં માત્ર ઉત્તરા બહાદુર હતી. ઉત્તર લડાઈ વિષે કશું જ જાણતો નહોતો. તે ક્યારેય      રણમેદાનમાં ગયો ન હતો. છતાં તે એવું વિચારીને બડાઈ હાંકતો હતો કે તે કુરુ સૈન્યને પરાસ્ત કરી શકશે. પણ તેને એક સારથિની જરૂર હતી, પણ ત્યાં કોઈ હતું નહીં. પછી અર્જુન આગળ આવ્યો અને સારથિ બનવાનો પ્રસ્તાવ મૂક્યો, બૃહન્નલા, એક વ્યંઢળના વેશમાં સારથિ. ઉત્તરે કહ્યું, “મારે શરમાવા જેવું થશે કે એક વ્યંઢળ મારો સારથિ બને. ના, સારથિ તરીકે કોઈ પુરુષ શોધો.” પણ બીજું તો કોઈ હતું નહીં. પછી યુધિષ્ઠિર, જે અત્યારે કંક હતો, તેણે આવીને કહ્યું, બૃહન્નલાને લઇ જાઓ - તમને કોઈ મુશ્કેલી નહીં પડે. હું જાણું છું, તે એક કાબેલ સારથિ છે.” આમ, અર્જુન સારથિ અને ઉત્તર યોદ્ધો બનીને, કુરુ સૈન્યનો સામનો કરવા નીકળ્યા. ઉત્તરે જ્યારે આ શક્તિશાળી યોદ્ધાઓને જોયા ત્યારે તેના તેનું હૃદય બેસી ગયું.

અર્જુન બૃહન્નલાનો વેશ ત્યજી દે છે.

ઉત્તર અર્જુનને કહે છે, “ચાલો પાછા ફરી જઈએ.”

અર્જુને કહ્યું, "પીછેહઠ કેમ કરીએ? આપણે તેમની સાથે યુદ્ધ કરવા માંગતા હતા. યુદ્ધ કરી લઈએ.”

“શક્ય જ નથી! રથ પાછો વાળી લે! હું હુકમ કરું છું. ચાલ પાછા જઈએ.”

અર્જુને કહ્યું, “ના.” ઉત્તર રથમાંથી ઉતરીને દોડવા લાગ્યો. અર્જુન તેની પાછળ દોડ્યો, તેને પકડ્યો, ઉંચકીને રથમાં મૂક્યો અને બોલ્યો, “ઊભો રહે.” અર્જુને પોતાનું ગાંડીવ ઉતાર્યું અને ઉત્તરને કહ્યું, “હું અર્જુન છું.” બરાબર તે જ સમયે, સૌર પંચાંગ પ્રમાણે અજ્ઞાતવાસનું તેરમું વર્ષ સમાપ્ત થયું. દુર્યોધનની ગણતરી પ્રમાણે, હજુ થોડા દિવસો બાકી હતા. શરૂઆતમાં લોકો અર્જુનને ઓળખી ન શક્યા. પરંતુ પછી તે યોદ્ધા તરીકે બહાર પડ્યો. જ્યારે તેણે ગાંડીવની પણછ ખેંચી, તેનાથી હંમેશા એક ચોક્કસ અવાજ થતો, જેનાથી લોકો ભયભીત થઈ ઊઠ્યા. તેથી જ્યારે અર્જુને બાણ ચડાવ્યું લોકો સમજી ગયા કે તે અર્જુન જ છે.

દુર્યોધન એમ વિચારીને ખુશ હતો કે અર્જુન ઓળખાઈ ગયો હતો અને હવે પાંડવોએ ફરીથી બાર વર્ષ માટે વનવાસ કરવો પડશે. ભીષ્મએ ભવાં ચડાવ્યા અને બોલ્યા, “તું આ બધી વસ્તુઓથી અજાણ છે. સૌર પંચાંગ પ્રમાણે તેઓ મુક્ત છે - તેરમું વર્ષ સમાપ્ત થઈ ગયું છે. તે જ કારણથી આજે અર્જુન આપણી સામે ઉપસ્થિત થયો છે.” દુર્યોધન બોલ્યો, “એવું કશું નહીં. આપણે ચંદ્રવંશી છીએ. આપણે ચંદ્ર આધારિત પંચાંગ પ્રમાણે જ ગણવાનું હોય.” ભીષ્મ બોલ્યા, “આપણો વંશ ભલે ચંદ્રવંશી હોય, પણ યુદ્ધના મેદાનમાં આપણો સંબંધ સૂર્ય સાથે છે, અને આપણે તેના ચક્રો પ્રમાણે જ ચાલવું પડે. અહીંની ધરતીનો આ જ ધર્મ છે અને તું અત્યારે માત્ર એટલા માટે કે તે તારા ફાયદામાં નથી, તેથી તેને બદલી નહીં શકે.”

અર્જુન અને કૌરવો આમને સામને

પછી તેમની વચ્ચે યુદ્ધ થયું. અર્જુને ઉત્તરને કહ્યું કે, તેની બહેન, જે પંદર કે સોળ વર્ષની તરુણી હતી, તેણે તેને માટે સંદેશો મોકલ્યો હતો કે, “ભાઈ, તું જ્યારે યુદ્ધ જીતી જાય ત્યારે બધા કૌરવોના ઉપવસ્ત્રો મારી માટે લઈને આવજે. હું તેમાંથી મારી ઢીંગલીના વસ્ત્રો બનાવવા માંગુ છું.” આ ભયાનક હતું. જ્યારે યુદ્ધ થયું ત્યારે ઉત્તરે અર્જુનની બાણવિદ્યાનો પરચો જોયો. કર્ણએ કહ્યું, “થોભ! આજે તો હું તેને મારી જ નાખું છું. પછી બાર વર્ષ હોય, તેર વર્ષ હોય કે ચૌદ - શું ફરક પડે છે.” અર્જુને તેની સાથે એવું યુદ્ધ કર્યું કે કર્ણનું ધનુષ્ય તૂટી ગયું. કર્ણ પાછો વળીને યુદ્ધનું મેદાન છોડીને નાસી ગયો.

અર્જુને એવું શસ્ત્ર વાપર્યું કે બધા બેભાન થઈ ગયા. બધા બેભાન થઇ ગયા પછી ઉત્તર ગયો અને તેણે દુર્યોધન, દુઃશાસન, કર્ણ અને અશ્વત્થામાના ઉપવસ્ત્રો ઉતારી લીધા, વડીલોને છોડી દીધા અને ત્યાંથી જતો રહ્યો. જ્યારે તેઓ ભાનમાં આવ્યા, ત્યારે તેમણે જોયું કે તેમના ઉપવસ્ત્રો ગાયબ હતા. તે શરમની વાત હતી કે કોઈ યુદ્ધના મેદાનમાં આવ્યું, તમારા વસ્ત્રો ઉતારીને જતું રહ્યું, અને તમે કશું ન કરી શક્યા.

તેઓ અત્યંત શરમજનક સ્થિતિમાં તેઓ પાછા ફરી ગયા. દુર્યોધન હજુ દલીલ કરતો રહ્યો, કયા પંચાંગ અને જ્યોતિષ પ્રમાણે વર્ષોની ગણતરી કરવી જોઈએ. ભીષ્મએ કહ્યું, “તેઓએ નિયમોનું પાલન કર્યું છે. તારે તારું વચન પાળવું જોઈએ.” દુર્યોધને હંમેશથી નક્કી કરી જ રાખ્યું હતું, પણ હવે તેણે સ્પષ્ટ રીતે કહી દીધું, “કોઈ ફરક નથી પડતો કે તેર વર્ષ થયા કે ચૌદ વર્ષ - હું તેમને કશું જ પાછું આપવાનો નથી.”

ક્રમશ:...

More Mahabharat Stories