Mahabharat All Episodes

સદ્‍ગુરુ: મગધનરેશ જરાસંધ, જે કૃષ્ણનો કાયમી શત્રુ રહ્યો હતો, જેણે મથુરા પર આક્રમણ કરીને તેનો વિનાશ કર્યો અને તે કારણે કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા જઈ વસ્યા, તેણે એક જુદા જ યજ્ઞનો નિર્ધાર કર્યો, જેમાં તે સો ક્ષત્રિય રાજાઓનું બલિદાન આપી સમ્રાટ બને. તેથી, તે પાંડવોના રાજસૂય યજ્ઞમાં ઇરાદાપૂર્વક વિઘ્નો નાખીને તેને અસફળ કરવા પ્રયત્ન કરતો હતો. તેણે નવ્વાણું રાજાઓને પકડીને બંદી બનાવી દીધા હતા અને હવે યજ્ઞ પૂરો કરવા માત્ર એક રાજાની જરૂર હતી.

કૃષ્ણએ યુધિષ્ઠિર ને કહ્યું, “જો તે આ યજ્ઞ પૂરો કરે, તો સો રાજાઓ એક સાથે મૃત્યુ પામશે અને તારો રાજસૂય યજ્ઞ સફળ નહીં થાય. તેમજ જરાસંધ તને સમ્રાટ તરીકે ક્યારેય નથી સ્વીકારવાનો. તું તેને યુદ્ધમાં હરાવી નહીં શકે કારણ કે, તારું સૈન્ય જરાસંધનાં સૈન્ય સાથે લડવા જેટલું સક્ષમ નથી; આપણે કોઈ પણ રીતે તેનું મૃત્યુ થાય તેમ કરવું જોઈએ. તેનું મૃત્યુ થાય તે જોવાની મારી જવાબદારી છે અને તું જો તારા રાજસૂય યજ્ઞને સંપન્ન કરવા ઈચ્છતો હોય તો તારા માટે તેને હટાવવો અત્યંત જરૂરી છે.” 

જરાસંધનો જન્મ બે ટુકડાઓમાં થયો

હવે પ્રશ્ન એ થયો, કે જરસંધને મારવો કઈ રીતે? તે ખૂબ શકિતશાળી રાજા અને અજેય માનવી હતો. બ્રાહ્મણનો વેશ ધરીને ભીમ, અર્જુન અને કૃષ્ણ મગધ પહોંચ્યા. તે સમયના રિવાજ મુજબ, બ્રાહ્મણ હોવાને કારણે તેમનું સ્વાગત કરાયું અને શહેરમાં પ્રવેશ અપાયો. તેમણે  જણાવ્યું કે તેઓ રાજાને મળવા ઇચ્છે છે. રાજાએ તેમને મળવા બોલાવ્યા. 

જરાસંધનાં પિતાને સંતાન ન હોવાથી તે એક ઋષિ પાસે તેમના આશીર્વાદ માંગવા ગયેલા. ઋષિએ તેને એક કેરી આપીને  કહેલું, “આ ફળ તારી પત્નીને આપજે. તે તારા પુત્રને જન્મ આપશે.”

પછી તેમણે જરાસંધને કહ્યું કે ભીમ તેની સાથે કુસ્તી કરવા ઇચ્છે છે. જરાસંધ કાબેલ કુસ્તીબાજ તરીકે પ્રસિદ્ધ હતો અને તેનો જન્મ પણ ઘણો અસાધારણ હતો. જરાસંધનાં પિતાને સંતાન ન હોવાથી તે એક ઋષિ પાસે તેમના આશીર્વાદ માંગવા ગયેલા. ઋષિએ તેને એક કેરી આપીને કહેલું, “આ ફળ તારી પત્નીને આપજે. તે તારા પુત્રને જન્મ આપશે.” રાજાને બે પત્નીઓ હતી અને તે બંનેને પ્રેમ કરતો હતો. તે જ્યારે ફળ લઈને પાછો આવ્યો ત્યારે તેને બન્ને પત્નીઓ સામે મળી અને તે બેમાંથી કોને કેરી આપવી તે નક્કી ન કરી શકવાને કારણે તેણે તેના બે ભાગ કરીને બંને પત્નીને એક એક ભાગ આપી દીધો.  

પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે બંને પત્નીઓએ અડધા અડધા શિશુને જન્મ આપ્યો. આ જોઈને તેઓ ભયભીત થઈ ગયા. તેઓ તરત તેમનો નિકાલ કરી નાખવા માંગતા હતા. તેઓ નહોતા ઈચ્છતા કે લોકો જાણે કે મહેલમાં આવા રાક્ષશી બાળકો જન્મ્યા છે. તેથી તેમણે  બંને અડધિયા એક દાસીને આપ્યા અને તેને કહ્યું કે જંગલમાં જઈને તેને દાટી દે. દાસી તેમને લઈને જંગલમાં ગઈ તો ખરી પણ ખાડો ખોદવાની આળસ અને જંગલી જાનવર તેમને ખાઈ જશે તેવું ધારી લઈને, તેણે તેમને દાટી દેવાને બદલે ત્યાં છોડી દીધા. 

જરા, જે નરભક્ષી જનજાતિની હતી, તે ત્યાંથી પસાર થઈ. તેણે માંસનાં આ બે ટુકડાઓને જોયા, ઉઠાવી લીધા અને પોતાના લૂગડાંમાં લપેટી તેમને ખાવા માટે જંગલમાં વધુ અંદર જતી રહી. પરંતુ શિશુનાં બે અડધિયાને સાથે રાખ્યા પછી તેઓ જોડાઈ ગયા અને અચાનક, બાળક રડવા લાગ્યું. તેણે ક્યારેય આવું કુમળું જીવન જોયું ન હતું. આવા નાનકડા અને લાચાર બાળકને જોઈને તેનું માતૃત્વ જાગી ઊઠ્યું અને તે તેનું ભક્ષણ ન કરી  શકી. તેણે બાળકને ઊંચકી લીધું અને જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તે બાળક મહેલમાંથી લવાયું હતું, તેણે કોઈની મારફત તેને પાછું રાજા પાસે મોકલી દીધું.

માંસના બે ટુકડાને બદલે એક સુંદર બાળક ઘરે પાછું ફર્યું, તેનાથી રાજા એટલો ખુશ થઈ ગયો કે, તેણે પોતાના પુત્રનું નામ જરા, જેને તે મળ્યો હતો, તેના નામ પરથી રાખી દીધું. તેણે તેને જરાસંધ નામ આપ્યું, જેને જરાએ જોડ્યો હતો. જરાસંધ મહાન રાજા થયો. તે બધી રીતે ન્યાયી, કાબેલ અને બળવાન હતો. પણ, તે કૃષ્ણને ધિક્કારતો હતો. તેથી તે કથામાં વિરોધ પક્ષે હતો.

ક્રમશ:...

More Mahabharat Stories