Mahabharat All Episodes

સદ્‍ગુરુ: હમણાં સુધી આપણે યયાતિનાં પુત્ર પુરુ અને એના વંશની કથા જોઈ. પૂરુને યદુ નામનો એક ભાઈ હતો, જે દક્ષિણ તરફ જ્યાં હાલમાં મથુરા નગર વસેલું છે ત્યાં સુધી આવ્યો. ઘણી જાતિ-પ્રજાતિઓ ત્યાં નિવાસ કરતી હતી પરંતુ તેમની કોઈ રાજ્ય વ્યવસ્થા કે રાજા હોવો જોઈએ એવી કોઈ માન્યતા ન હતી. તેઓનું શાસન પરિષદના ઘડેલા નિયમો દ્વારા થતું હતું. યદુએ નાગ જાતિમાં લગ્ન કર્યા. યદુ ઉપર તેના પિતાનો શ્રાપ હોતો કે તે ક્યારેય રાજા નહિ બની શકે. તેથી, તે શાશન કરતી પરિષદમાં દાખલ થઈ ગયો. એ બધી જાતિઓ યાદવો તરીકે ઓળખાઈ કારણ કે યદુ તેમની પરિષદનો નાયક બન્યો.

જરાસંધના સાથથી, કંસે ઘણાને પોતાની તરફ કરી લીધા અને યદુકુળના ઇતિહાસમાં પ્રથમ વખત, એણે પરિષદને બરખાસ્ત કરી જાતે જ મુગટ પહેરી લીધો અને પોતાને રાજા તરીકે જાહેર કરી દીધો.

ત્યાર પછીની અમુક પેઢીઓ બાદ વસુદેવનો જન્મ થયો. વસુદેવની બહેનો પૃથા અને શ્રુતદેવી હતી. પૃથાને એના મામા કુંતીભોજે દત્તક લીધી, જેમને સંતાન ન હતું. તે પૃથાને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમણે તેને પોતાનું નામ આપ્યું. પૃથા કહેવાને બદલે તેઓ તેને કુંતી કહીને બોલાવતા.

વસુદેવને બે પત્નીઓ હતી, દેવકી અને રોહિણી. દેવકીને એક ભાઈ હતો જેનું નામ હતું કંસ. કંસનો જન્મ બળાત્કારના પરિણામ સ્વરૂપ થયો હતો. બીજી બધી જગ્યાઓએ  તે સમયની  પરંપરા અને ધર્મ પ્રમાણે, બાળકનો જન્મ કઈ રીતે થયો છે તેનાથી ફરક પડતો ન હતો. બાળકની મા જે કુળની સભ્ય હોય બાળક તે કુળનો કાયદેસર સભ્ય બની જતો. પરંતુ યાદવોએ કંસનો અસ્વીકાર કર્યો. એ લોકોએ તેને ગેરકાયદે ગણ્યો. એ ઘણો સારો યોદ્ધા હોવા છતાં એ લોકોએ તેને શાસન  પરિષદના સભ્ય પદે લેવાનો ઇન્કાર કર્યો કારણ કે તેની વર્તણુંક ખૂબ ધૃણાસ્પદ અને બીભત્સ હતી, પણ તેણે પૂર્વના એક બીજા શક્તિશાળી રાજા જરાસંધ સાથે મિત્રતા કરી લીધી હતી. જરાસંધના સહકારથી કંસે ઘણાને પોતાના તરફી કરી લીધા અને યદુકુળના ઇતિહાસમાં પ્રથમ વખત, તેણે પરિષદને બરખાસ્ત કરી, જાતે જ મુગટ પહેરી લીધો અને પોતાને રાજા જાહેર કરી દીધો.

એક વખત તે રાજા બન્યો એટલે એની સત્તા નિર્વિવાદ બની ગઈ. તેણે નિર્દયતાથી પોતાનું ધારેલું  કરવાનું શરૂ કરી દીધું. લોકોને ઘણું સહન કરવું પડતું હતું, પરંતુ તેઓ કશું બોલી શકતા ન હતા કારણ કે જરાસંધ ખૂબ શક્તિશાળી હતો. કંસનો આતંક ચાલુ રહેતા એને શ્રાપ મળ્યો કે દેવકીના આઠમા સંતાન દ્વારા તેનો વધ થશે, તેથી તેણે દેવકી અને વસુદેવને કારાગારમાં બંધ કરી દીધા અને જેમ જેમ એક પછી એક બાળક જન્મ લેતું ગયું, કંસ બાળકના પગ પકડીને એને જમીન પર પટકીને મારી નાખતો.

જ્યારે સાતમું બાળક અવતર્યું ત્યારે વસુદેવ એને ચોરીછૂપીથી જેલની બહાર કાઢવામાં સફળ રહ્યા અને એને બદલે એક મૃત બાળક ક્યાંકથી લાવીને ગોઠવી  દેવાયું. આ બાળકને યમુના નદીને પાર ગોકુળમાં પહોંચાડીને રોહિણીને સોંપી દેવામાં આવ્યું, જે વસુદેવની બીજી પત્ની હતી. બાળકનું નામ બલરામ રાખવામાં આવ્યું.

Mahabharat Episode 10: The Yadava Clan and Krishna’s Birth

જ્યારે આઠમા સંતાનના જન્મનો સમય આવ્યો ત્યારે તે લોકોએ તાંત્રિકોનો સહારો લીધો જેમણે પહેરેદારોને બેભાન કરી દીધા. વસુદેવ નવજાત શિશુને લઈને યમુનાને સામે કિનારે આવેલા ગોકુળમાં પહોંચ્યા. ત્યાં નંદની પત્ની યશોદાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. વાસુદેવે નવજાત પુત્રને ત્યાં મૂકી દીધો અને બાળકીને લઈને પરત ફર્યા.

બીજી સવારે જ્યારે કંસ આવ્યો ત્યારે દેવકીએ કાકલૂદી કરી, “આ તો એક બાળકી છે. એ પુત્ર નથી કે જે મોટો થઈને તમારો પ્રાણ લેશે, આ તો દીકરી છે. લગ્ન કરીને જતી રહેશે. એને જીવતદાન આપી દો.” કંસે જવાબ આપ્યો, “એવું કશું નહિ બને, જોખમ શા માટે લેવું?” તેણે બાળકને ઉપાડ્યું, હવામાં ગોળ ગોળ ઘુમાવ્યું  અને ફેંકી દીધું.

પરંતુ બાળકી નીચે પટકાઈ નહીં. તેણે જુદું જ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું, “તને મારવાવાળો તો આસપાસમાં જ છે. હું તે નથી.” કંસ ભયભીત થઈ ગયો. તેણે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે આ વિસ્તારમાં, ત્રણ મહિના સુધીની ઉંમરના જેટલા બાળકો હોય, તમામને શોધી કાઢો અને મારી નાંખો. સૈનિકો નીકળી પડ્યા, ત્રણ મહિના સુધીની ઉંમરના તમામ બાળકોને તેઓએ મોતને ઘાટ ઉતારી દીધા. પરંતુ કૃષ્ણ તેમાંથી ઉગરી ગયો.

તો, યદુકુળમાં વસુદેવની બે પત્નીઓ હતી, દેવકી અને રોહિણી. દેવકીનો એક જ હયાત બાળક કૃષ્ણ જીવિત રહ્યો હતો. અને રોહિણી પાસે બલરામ અને સુભદ્રા હતા. વસુદેવની બહેનોમાં,  શ્રુતદેવીનાં લગ્ન દમઘોષ સાથે થયા. બીજી બહેન પૃથા  અથવા કુંતી કુરુ વંશના પાંડુને પરણી.

ક્રમશ:...

More Mahabharat Stories