ઝેન કથા:

જીંક્ષુઆન અને એના ગુરુ લિયાઓઈ, તેમના એક મિત્રનું અવસાન થતાં તેના પરિવારને મળવા અને સાંત્વના આપવા ગયા.

જીંક્ષુઆને એના ગુરુને પૂછ્યું: "શું એ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે?”

ગુરુ બોલ્યા, "તમે એવું ના કહી શકે કે એ જીવે છે અને તમે એવું પણ ના કહી શકે કે એ મૃત્યુ પામ્યા છે.”

જીંક્ષુઆને પૂછ્યું, "આપ એવું શા માટે ના કહી શકો?"

લિયાઓઈએ કહ્યું: "જે ના કહી શકાય એ તમે ના જ કહી શકો.”

જીંક્ષુઆનને ગુસ્સો આવ્યો અને એણે  કહ્યું, "જો તમે મને નહીં કહો તો હું તમને મારીશ.”

લિયાઓઈ બોલ્યા, "જો તું મને મારવા માંગતો હોય તો માર. તો પણ, હું એમ નહીં જ કહું.”

 જીંક્ષુઆને પૂછ્યું, "તમે કયા પ્રકારનાં ગુરુ છો? તમે જાણો છો તો પણ પોતાના શિષ્યને કહેતા નથી.”

પછી એણે પોતાના ગુરુને માર્યું અને એમને છોડીને જતો રહ્યો, તેણે જતાં જતાં કહ્યું કે, "જો તમે મને નથી કહેતા તો બસ ભૂલી જાઓ. બધું પૂરું થયું.”

થોડા સમય પછી લિયાઓઈ અવસાન પામ્યા. જીંક્ષુઆને લિયાંગશાં નામના બીજા ગુરુ શોધી કાઢ્યા અને તેને એમને પણ એ જ પ્રશ્ન પૂછ્યો.

લિયાંગશાં બોલ્યા, "તું એવું ના કહી શકે કે એ જીવે છે અને તું એવું પણ ના કહી શકે કે એ મરી ગયા છે".

આ સાંભળતા જ, જીંક્ષુઆનને આત્મજ્ઞાન થઈ ગયું.

સદ્ગુરુ : જેને જીવનનો બોધ નથી એને મૃત્યુનો બોધ કઈ રીતે થઈ શકે? અત્યારે તમે જીવિત છો. જો તમને તમે ક્યાં છો તેનો જ બોધ નથી તો તમને જે હજુ થવાનું જ બાકી છે તેનો બોધ કી રીતે થઈ શકશે? મૃત્યુ તો અજ્ઞાનીઓએ ઊભો કરેલો ભ્રમ છે. મૃત્યુ જેવું કશું છે જ નહીં. અહીં ફક્ત જીવન જ છે. જો તમને જીવનનો બોધ થશે તો તમને સમજાશે કે તમે જેને મૃત્યુ કહો છો, એ જીવનનું ફક્ત એક બીજું પરિમાણ જ છે.

મૃત્યુ જેવું કશું છે જ નહીં.અહીં ફક્ત જીવન જ છે.

જો તમે મૃત્યુને સમજવાનો પ્રયત્ન કરો તો રસપ્રદ વાર્તાઓમાં ભેરવાઈ જશો. તમને મૃત્યુનો બોધ નહીં થઈ શકે કારણ કે, એ હજી તમારે માટે નથી.  જો તમે મૃત્યુને જાણવા માંગતા હોવ તો ફક્ત અનુભવથી જ એને જાણી શકશો. તમે બીજા કોઈની મારફતે એને જાણી નહીં શકો અને જીવન માટે પણ એ એટલું જ સાચું છે જો તમે જીવનને જાણવા માંગતા હોવ તો એને માત્ર અનુભવથી જ જાણી શકશો.

જો તમે જીવનને એની પૂર્ણતામાં જાણો તો મૃત્યુ પણ એમાં જ સમાયેલું છે અને મૃત્યુને જાણવાનો એક માત્ર  રસ્તો જીવન  છે. જો આપણે એવું કહીએ કે આ વ્યક્તિ જીવિત છે અને આ વ્યક્તિ મૃત તો એ ફક્ત સામાજિક રીતે સુસંગત છે. અસ્તિત્વની દૃષ્ટિએ એ સુસંગત નથી. ઝેન લોકો અસ્તિત્વના પરિમાણ ઉપર ધ્યાન આપે છે.

સામાજિક પરિભાષામાં આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ, "કોઈ જીવિત છે અને કોઈ મૃત.” પણ અસ્તિત્વની દૃષ્ટિએ તમને ખબર નથી કે કોણ જીવિત છે અને કોણ મૃત. તમે તો એ પણ નથી જાણતા કે તમે પોતે જીવિત છો કે મૃત! તમે એ પણ નથી જાણતા કે તમે જાગો છો કે સપનું જુઓ છો. અસ્તિત્વગત રીતે એ જ સત્ય છે. જો આપણે અસ્તિત્વગત રીતે જાણવું હોય કે શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક, તો આપણે જીવન ઉપર ધ્યાન આપવું પડે કારણ કે, જીવન અત્યારે જ છે અને જાણવા માટે એ જ  એક માત્ર દરવાજો છે.

વાસ્તવિકતા વિષે તમે જે કાંઈ જાણવા માંગો, રસ્તો એક જ છે અને એ છે આ સમય. તમે આ જ ક્ષણ થકી, એ જે રીતે છે એ જે રીતે એમાં પ્રવેશી શકો છો. જીવન અહીં જ છે. જે કાંઈ અહીં છે તેના સુધી તમે તેના સુધી જ પહોંચી શકો છો. જે અહીં નથી તે ફક્ત કલ્પના જ છે. જે હજું નથી, જો તમે એનો પીછો કરવાનો પ્રયત્ન કરો તો ફક્ત ભ્રામક કલ્પનાઓમાં ભેરવાઈ જશો. પણ જે કાંઈ હમણાં જ અહીં છે, જો તમે એની પર ધ્યાન આપો તો જે કાંઈ પણ જાણવા જેવું છે, તે બધાનો બોધ અત્યારે જ થઈ શકે છે.

Death-Book-Banner