પ્રશ્ન: મારી આધ્યાત્મિક પ્રક્રિયાઓને લઈને હું ઘણી બધી સ્મસ્યાઓમાં છું. આ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો, કે પછી હું કેવી રીતે એવી જગ્યા પર પહોચું જ્યાં કોઈ ભ્રમ ના રહે, કોઈ ગૂંચવણ ના રહે?

સદગુરુ: આધ્યાત્મિક માર્ગ પર આ ઘણું મહત્વપૂર્ણ છે કે તમે કોઈ વિશેષ જગ્યા પર પહોચવાનો પ્રયત્ન ના કરો, કારણ કે જેમ તમે કઈક વિશેષ મેળવવા ઇચ્છશો , તમારું મન “એ વિશેષ સ્થાન” બનાવવા લાગશે. તમે તમારો પોતાનો નિજી સ્વાર્થ જ બનાવી લેશો. આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ એ નથી કે તમે વહેમ, મતિભ્રમના એક સ્તરથી નીકળીને બીજા સ્તર પર પહોચી જાઓ. એ એટલા માટે છે કે તમે પોતાના બધા વહેમ, બધા મતિભ્રમ બિલકુલ જ છોડી દો, સંપૂર્ણ રીતે ત્યાગી દો અને વાસ્તવિકતાને એજ રૂપમાં સ્વીકારી લો, જેવુ એ છે, કારણ કે બધા પ્રયત્ન સત્ય વિષે છે. 

સત્યનો અર્થ છે, કે જે અસ્તિત્વમાં છે, ના કે એ જે તમે તમારા મનમાં બનાવી લો છો. આપણે આપણા મનમાં ભગવાન કે રાક્ષસ જોઈ શક્યે છીએ—બંને નો જ મહત્વ નથી. તમે જે કઈ જોવો છો એ તમારી સંસ્કૃતિ પર નિર્ભર કરે છે અને એ વસ્તુઓ પર પણ જેનો અનુભવ તમને થયો છે. જ્યારે તમે લોકોને જુવો છો તો તેમનામાં ભગવાનને જુવો છો કે રાક્ષસને- તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે આશાવાદી છો કે નિરાશાવાદી. એનો સંબંધ વાસ્તવિક્તાથી નથી હોતો. વાસ્તવિક્તા એ છે કે અત્યારે તમે અહિયાં છો, ક્યાંથી આવ્યા છો અને ક્યાં જશો? આ જીવનની વાસ્તવિક્તા છે.

આશા રહિત બનવું

થોડા ધર્મોએ કાયમ આશા વિખેરી છે. પણ હકીક્તમાં કોઈ મનુષ્ય માટે જો કઈ સૌથી ખરાબ કઈ થઈ શકે તો એ છે આશા ઉત્પન્ન થવી, કારણ કે આશાનો અર્થ છે કે તમે ભવિષ્યની કલ્પનાઓ માં ખોવાઈ જાઓ, “અત્યારે હાલત ખરાબ છે પણ કોઈ વાત નહીં, હું સારો માણસ છું પણ ગરીબ છું તો શું થયું, જ્યારે હું સ્વર્ગમાં જઈશ ત્યારે ભગવાનના ખોળામાં બેસીસ”. કલ્પનાઓ ન કરો, સારી પણ નહીં કે ખરાબ પણ નહીં. તમે કોઈ ભગવાન કે રાક્ષસ ન બનાવો, સ્વર્ગ કે નરક, સારું કે ખરાબ ન બનાવો.

જ્યારે તમને કોઈ આશાની ઝલક બતાવશે, તમે કલ્પનાઓ કરવા લાગશો. આશા, જૂઠાંના માળખા બનાવવાની રીત છે. જો તમે આનંદીત રીતે આશા રહિત થશો, તો કામ થઈ જશે. તમે એવી જગ્યા પહોચી જાઓ, જ્યાં તમને કોઈ આશની જરૂર ન હોય. પછી જે પણ હોય તમે સારી રીતે રહેશો, કારણ કે તમે તમારી અંદર જ કઈક મેળવી લીધું છે.

વાસ્તવિક્તાની સાથે જીવતા શીખવું સૌથી મહત્વપૂર્ણ છે. તમારે કઈ બીજું નથી કરવાનું. જો તમે તમારા મનમાં વસ્તુઓને તોડવા, મરોડવાનું બંધ કરી દો અને દરેક વસ્તુને એ જેવી છે તેવી જ જુવો તો મુક્તિ બસ એક પગલું જ દૂર છે. તમારે કઈ પણ નથી કરવાનું, સમય જ બધુ કરી લેશે. સમય તમને કોઈક રીતે પરિપક્વ બનાવી દેશે.

તમારે બસ પોતાને એવું બનાવવાનું છે કે તમે કોઈ કલ્પનાઓ ન કરો, સારી નહીં કે ખરાબ પણ નહીં. તમે કોઈ ભગવાન કે રાક્ષસ ન બનાવો, સ્વર્ગ અને નરક, સારું કે ખરાબ ન બનાવો. એવું કઈ પણ ન હોય કે હું “ આ વ્યક્તિ ને પસંદ કરું છું, એને નથી કરતો”. તમે દરેક વસ્તુને એવી રીતે જોતાં શીખી લો જેવી એ છે, બસ આ જ બધુ છે. કોઈ ખાસ અવસર પર, કોઈ ખાસ ગતિવિધિ માટે, આપણે વસ્તુઓને એક વિશેષ રૂપમાં જોવી પડી શકે છે. પણ બાકીના સમયમાં એને એવી જ રીતે જુવો જેવી એ છે.

બીજો મુકામ:- વાસ્તવિક્તા!

જો તમે વસ્તુઓને એવી રીતે જોશો જેવી એ છે, તો તમે અનુભવશો કે જીવન ફક્ત આ કે તે રૂપમાં નથી હોતું. એ તો સંપૂર્ણ બ્રહ્માણ્ડમાં ચારે બાજુ વિસ્ફોટિત થઈ રહ્યું છે. આ બ્રહ્માણ્ડ એક જીવંત બ્રહ્માણ્ડ છે. આ વાતને તમે ત્યારે જ જોઈ શકશો જ્યારે તમે દરેક વસ્તુની ઓળખાણ એ રીતે કરવાનું બંધ કરી દો, “ આ જીવન છે, આ જીવન નથી, એમાં પ્રાણ છે, આમાં પ્રાણ નથી, આ પુરુષ છે, આ સ્ત્રી છે. દરેક વસ્તુને એવી જ રીતે જુવો જેવી એ છે. તો, ‘ આજ બધુ છે’ જેવુ કઈ પણ નથી હોતું. માની લો કે એક એવી સ્થિતિ હોય જ્યારે તમે કહો, ‘ આ જ બધુ છે, તો એના પછી તમે શું કરશો?

જ્યારે તમે બ્રહ્માણ્ડીય જીવન જીવવા લાગો છો, તો જીવન અલગ થઈ જાય છે. શું એ સુંદર હોય છે? ના! શું એ ખરાબ હોય છે? ના! તો પછી એ કેવું છે? જીવનના જેવુ, જેવુ એને હોવું જોઈએ. એ બસ તમારું મન છે, જે દરેક વસ્તુને તોડી-મરોડી નાખી દે છે. જ્યારે તમે તોડ-મરોડ કરવાનું બંધ કરી દો છો, અને દરેક વસ્તુને એવી જ રીતે જુવો જેવી આ છે, તો તમે જીવનના વિસ્ફોટને જોશે.

હવે તો આધુનિક ભૌતિક વિજ્ઞાન પણ કહી રહ્યું છે કે આ બ્રહ્માણ્ડ કાયમ વધતું રહે છે. મૂળ રૂપથી તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ વસ્તુ વિષે નિષ્કર્ષ નથી કાઢી શકાતું. જે ભૌતિક વિજ્ઞાન વાંચી રહ્યા છે, એમનું પણ કહેવું, એ એક આશ્ચર્યજનક વાત છે. પણ હવે તેઓ સમજી રહ્યા છે કે જે રીતે તેઓ પણ વસ્તુઓ ને જોઈ રહ્યા છે, એમાં કોઈ ભૂલ છે.