શંકર મહાદેવન્: સદગુરુજી, પ્રણામ. અમે છેલ્લા 23 વર્ષથી સંગીત ક્ષેત્રમાં શંકર-અહેસાન-લૉય તરીકે કાર્યરત છીએ. એક વસ્તુ જે મને કાયમ આશ્ચર્યચકિત કરે છે, એ છે ત્રણની સંકલ્પના. હું વિવિધ પાસાંઓ સાથે ત્રણના અંકનું જોડાણ જોઉં છું, જેમ કે; પ્રોટોન, ન્યુટ્રોન, ઈલેક્ટ્રોન અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો, આ ત્રણના અંકનો શું સંદર્ભ છે? ત્રણનું શું મહત્વ છે અને ત્રણનો શું પ્રભાવ છે?

સદ્‍ગુરુ: શંકર, અહેસાન અને લોયની ત્રિમૂર્તિને નમસ્કારામ્ ! તો, ત્રિમૂર્તિ છે તે જ રીતે ત્રિનેત્ર, ત્રિશૂળ, ત્રિકાળ છે. આ તમામ બાબતો માનવ જીવનના મૂળભૂત અનુભવમાંથી ઉદ્ભવેલા વિચારોનો વિકાસ છે.

ભૂત અને ભવિષ્ય વાસ્તવમાં અત્યારે જ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે અત્યારે જ તમે યાદ કરી શકો છો અને અત્યારે જ તમે કલ્પના કરી શકો છો.

મૂળભૂત રીતે તમામ માનવજીવનના તમામ અનુભવો આ ત્રણ બાબતોમાં જ છે, આપણી સ્મૃતિઓ જે અતીતથી જોડાયેલી છે જેને ભૂતકાળ કહે છે; આપણો અનુભવ જે હંમેશા વર્તમાનમાં હોય છે અને આપણી કલ્પનાઓ અને આકાંક્ષાઓ હંમેશા ભવિષ્યની હોય છે. આ ત્રણ અનુભવોમાંથી પેદા થતા ઘણા પાસાંઓને આપણી સંસ્કૃતિમાં ત્રણનો રૂપ અને આકાર આપવામાં આવ્યા છે: ત્રિનેત્ર, ત્રિકાળ, ત્રિશૂળ, અને તમે ત્રણ ત્રિમૂર્તિઓ.

તો આ આધારને સમજવાની જરૂર છે કે, આ ત્રણેય પરિમાણો વર્તમાનમાં જ અસ્તિત્વ ધરાવે છે. ભૂત અને ભવિષ્ય વાસ્તવમાં અત્યારે જ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે, અત્યારે જ તમે યાદ કરી શકો છો, અત્યારે જ તમે કલ્પના કરી શકો છો.

લોકો હંમેશા આમ છે કે, આ ક્ષણમાં રહો,” કારણ કે તેઓ જીવનથી નથી પીડાઈ રહ્યાં, તેઓ જેનાથી પીડાઈ રહ્યાં છે તે છે તેમની સ્મૃતિઓ અને કલ્પનાઓ.

વિશ્વભરમાં, આજકાલ આ શીખામણ ઘણી પ્રચલિત છે, ખાસ કરીને અમેરિકામાં, પણ મારા ખ્યાલથી આ ભારતના પશ્ચિમી તટપર પણ પહોચી ગયું છે. લોકો કહેતા રહે છે કે, "આ ક્ષણમાં રહો.તેઓ વર્તમાનની પૂજા કરે છે! પણ મને એ નથી સમજાતું કે, કોઈ તમને આ જ ક્ષણમાં રહેવા માટે કેમ કહે છે, કારણ કે તમે બીજે ક્યાંય હોઈ જ નથી શકતા. તમે બીજે ક્યાં હોઈ શકો છો? શું કોઈ મને બતાવી શકશે કે આ ક્ષણની સિવાય બીજે કશે હોઈ શકાય છે? તો આપણાં મૂળ એમ પણ વર્તમાનમાં જ છે.

એ લોકો એમ કહી રહ્યાં છે કે, “ભૂતકાળ અથવા ભવિષ્ય વિષે નહીં વિચારો,” તમારી પાસે આ સ્તરની ક્ષમતાઓ; સ્મૃતિઓની સ્પષ્ટતા અને અદ્ભુત કલ્પનાશક્તિ હોય તેના માટે લાખો વર્ષની ઉત્ક્રાંતિ લાગી છે. પણ કોઈ તમને કહી રહ્યું છે કે, “આ બધાને કચરામાં નાખો અને અળસિયા જેવા બની જાઓ. મને અળસિયાથી કોઈ વાંધો નથી, તે ઘણું ઈકોફ્રેન્ડલી જંતુ છે. પણ આપણાં મગજની ક્ષમતાને આ સ્તર સુધી લાવવા માટે ઉત્ક્રાંતિની જે કામગીરી થઈ છે એને કોઈ સમાન્ય ફિલસૂફીઓ માટે ન છોડવી જોઇએ.

લોકોના આવું કહેવા પાછળનું કારણ એ છે કે, લોકો જીવનથી નથી પીડાઈ રહ્યાં, લોકો તેમની સ્મૃતિઓ અને લ્પનાઓથી પીડાઈ રહ્યાં છે. એક માણસ તરીકે જે બે અદ્ભૂત ક્ષમતાઓ તેઓ પાસે છે તે જ તેમની પીડાનો આધાર છે. લોકો દસ વર્ષ પહેલાં થયેલી વસ્તુથી પીડાઈ શકે છે. જે વસ્તુ કદાચ પરમ દિવસે થઈ શકે છે તેના વડે આત્યારથી જ પીડાવાનું શરૂ કરી શકે છે!

આ બે અદ્ભુત ક્ષમતાઓ જે માણસ પાસે છે તેઓ તેમનો ત્યાગ કરી દેવા માંગે છે. કારણ કે તેઓ નથી જાણતા કે પોતાના વિચારો અને ભાવનાઓને કેવી રીતે સંભાળવા. જો તમે ખુશીથી યાદ કરી શકો અને ઘણા ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક વસ્તુઓની કલ્પના કરી શકો, તો શું તમે તેને છોડવા માંગશો? વાત ફક્ત એ છે કે તમારી સ્મૃતિઓ અને કલ્પનાઓ વિવશ બની ગઈ છે અને તે તમારા માટે દુનિયાભરની પીડાઓ ઉપજાવી રહી છે, એટલે લોકો વાતો કરે છે કે ભૂતકાળને કેવી રીતે ભૂલાય અને ભવિષ્ય વિષે કેવી રીતે ન વિચારાય. માનવજીવનને ચલાવવાની આ રીત નથી.

વાત ફક્ત એ છે કે તમારી યાદો અને કલ્પનાઓ વિવશ બની ગઈ છે અને તે તમારા માટે દુનિયાભરની પીડાઓ ઉપજાવી રહી છે, એટલે લોકો વાતો કરે છે કે ભૂતકાળને કેવી રીતે ભૂલાય અને ભવિષ્ય વિષે કેવી રીતે ન વિચારાય.

આ ઘણું મહત્વપૂર્ણ છે કે આ ત્રણેય પરિમાણો હાજર હોય. ત્રિકાળ, ત્રિશુળ, અને ત્રિનેત્ર. જીવનને જોવા અને અનુભવ કરવા માટે આ ત્રણ પરિમાણો છે અને અમને ઘણો આનંદ છે કે શંકર, એહસાન અને લૉયની ત્રિમૂર્તિ પણ અસ્તિત્વ ધરાવે છે. કૃપા કરી સુંદર સંગીતની રચના કરો!

તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! -  unplugwithsadhguru.org

Youth and Truth Banner Image