પ્રશ્ન:- સદગુરુ, અમે ધ્યાન આકર્ષિત કરવા વાળી પેઢી છીએ. મારા ખ્યાલથી મોટા ભાગે લોકો આનાથી સહેમત હશે. અમે અમારી ખુશી, અમારી ઉદાસી, આજે અમે શું કર્યું, શું ખાધું, કોનાથી મળ્યા, આ બધી વાતો વાટ્સએપ, ફેસબૂક, સ્નૈપચૈટ, ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વ્યક્ત કરીએ છીએ. ખાસ રીતે પોતાની સમસ્યાઓ નો ઉકેલ શોધવા કે પછી કોઈ મિત્રથી વાત કરવાની બદલે, અમે એને પોસ્ટ કરીને પૂરી દુનિયાને જોર-જોર થી બતાવીએ છીએ કે અમે ઉદાસ છીએ. શું સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત અને ધન કર્ષિત કરવું ખોટું છે?

સદગુરુ:- આ સાચા અને ખોટની વાત જ નથી. વાત બસ એ છે કે આજે તમારા જીવનના આ ચરણમાં, તમે કઈ સાચું કે ખોટું કહો છો, તો એનાથી કઈ ફરક નથી પડતો. અમે એ નક્કી પણ નથી કરવા ઇચ્છતા કે આ સાચું છે કે ખોટું છે, પણ એ અંગત છે. તમારે સમઝવું જોઈએ કે ખસકરીને ડિજિટલ મીડિયામાં આ વસ્તુ તમારા જીવનભર રહેશે. જો તમે તમારા ફેસબુકથી એને હટાવી પણ દેશો, કોઈ બીજો એને સાંચવીને રાખી લેશે અને આ ક્યારેક ત્યારે તમારી સામે આવશે જયારે તમારા જીવનમાં  એની જરૂરત નહીં હોય. હાં. તમે આજે જે છો, એ દસ વર્ષ પછી તમારી માટે શરમજનક બની શકે છે. 

થોડું વિચારશીલ થવું પડશે

સોશિયલ મીડિયા આપણા જીવનમાં એક અસાધારણ ઉપકરણ છે. પહેલા ક્યારેય માણસોને માટે આવા પ્રકારના સંવાદ કરવું સંભવ ન હતું. પણ આપણે કયા પ્રકારનું સંવાદ કરી રહ્યા છે? મારા ખ્યાલથી થોડું હજી વિચારશીલ થવાની જરૂરત છે. તમે તમારી આઈસક્રીમની સાથે સેલફી લો છો અને આ અને તે કરો છો. હું એ નથી કહેતો કે આ સાચું કે ખોટું છે- બસ થોડું વિચિત્ર છે. કાલે તમે તમારા વિચિત્ર વર્તન પર શરમ અનુભવી શકો છો. જો ન થાઓ, તો ઠીક છે. હું એ નથી કહેતો કે તમારે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. પણ થોડો વધારે વિવેક તમને જીવનભર કામ આવશે કારણ કે તમે જે આજે કરો છો, એને પછી ક્યારેય તમારી સામે આવીને ઊભું ન રહેવું જોઈએ.

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image