વાર્તા: ઝેન ગુરુઓ યુતાંગ અને દાયુએ એક મોટા અફસર કે જે ઝેનમાં રસ ધારવતો હતો તેને શીખવવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું. ગુરુ યુતાંગે અફસરને સંબોધ્યા, “તમે કૂદરતી રીતે જ બુદ્ધિશાળી અને ગ્રહણશીલ માણસ છો. હું માનું છું કે તમે એક સારા ઝેન વિધ્યાર્થી બનશો.”

આનાથી વિરોધમાં બીજા ગુરુ દાયુએ કહ્યું, “તમે મજાક કરી રહ્યા છો. આ નબળા મગજવાળો, ભલે એક સારા હોદ્દા પર હોય, તેના માથામાં નાખવા છતાં પણ તેને ઝેન નહીં આવડે.”

ત્યારબાદ મોટા અફસરે કહ્યું, “આપ બંનેના આદરણીય સૂચન સાંભળ્યા પછી મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવું.”

છેલ્લે, અફસરે ફક્ત યુતાંગ માટે જ નહીં પરંતુ દાયુ માટે પણ મંદિર બનાવ્યું અને તેમની જોડેથી ઝેન શીખ્યા.

સદગુરુ: સામાન્ય રીતે તમે જ્યારે મિત્રોની પસંદગી કરો છો ત્યારે તમે એવાની પસંદગી કરો છો જે તમારી મર્યાદાઓને સમર્થન આપે છે. તમે હમેશા એવા મિત્રો શોધશો જે તમારા અહમને અનુકૂળ હોય. તમે અધ્યાત્મિક ગુરુને એટલા માટે ઝંખો છો કેમ કે તમને સત્ય જોઈએ છે, નહીં કે સુંદર વાતો સાંભળવી છે માટે. તમારે સૃષ્ટિને અને તેના મૂળને તે જેવુ છે તે જ રીતે જોવાનું છે, નહીં કે જેમ તમે વિચારો છો તેમ. સૌથી વિશેષ, એક ગુરુ તમારી અંદર રહેલા જૂઠાણાનો નાશ કરવા માટે છે. તેથી જ હું હમેશાં કહું છું, જો તમે મારી જોડે બેસો અને તમે અસ્વસ્થતા અનુભવો, તો તમને ભાગવાનું મન થાય છે, પણ તમે ભાગી શકતા નથી, તમે પાછા આવતા રહો છો, તો તમે તમારા ગુરુને શોધી કાઢ્યા છે. જે તમારી મર્યાદાઓને ઓળખી નથી શકતા તે તમારા ગુરુ નથી. તમે સુખી રહેવા માટે લગ્ન કરી શકો છો – તમારે ગુરુની પાસે જવાની જરૂર નથી./SadhguruImage]

ગુરુ તમારી અંદર રહેલા જૂઠાણાનો નાશ કરવા માટે છે.

તમે ગુરુ પાસે એટલા માટે જાઓ છો કેમ કે તમે તમારી મર્યાદાઓને તોડી નાખવા માંગો છો, તેને સ્થાયી બનાવવા માટે નહીં. એક ગુરુ જે કહે છે કે, “તમે મહાન છો, તમે ખૂબ સરસ છો,” તે દેખીતી રીતે તમારા પૈસામાં રસ ધરાવે છે. ગુરુ એક મિત્ર છે જે સતત તમારા અહમને તોડતા રહે છે. બાકીના તમારા મિત્રો છે જે સતત તમારા અહમને પોષતા રહે છે. લોકો વિષે સારી સારી વાતો કરવી ખૂબ સરળ છે પરંતુ એક ગુરુનું વાસ્તવિક કામ જરૂરી અનુકંપા સાથે મર્યાદાઓને ઓળખી બતાવાનું છે પછી ભલેને તેમાં સામે ક્રોધ, રોષ અથવા તિરસ્કાર મેળવવાનો ખતરો રહેલો હોય. એક ગુરુ મિત્રતા ગુમાવાનો ખતરો લે છે કેમ કે તેમનો નિસ્બત સાચે જ તમારી સુખાકારીમાં છે.

આ અફસર સમજદાર છે કેમ કે તેમણે તે પારખી લીધું. તેઓ જાણે છે કે તેમની સુખાકારી ક્યાં છે. તેઓ ખુશામદગીરી અને સારી સારી વાતોમાં જોતરાઈ જતાં નથી. એ સારી વાત છે!