દુનિયા બીજાથી તુલના કરીને સફળતા નક્કી કરે છે.

સદ્‍ગુરુ: દુનિયાના મતે સફળતાનો અર્થ છે કે તમે તમારી બાજુમાં દોડી રહેલી વ્યક્તિ કરતાં થોડા વધારે ઝડપથી દોડી રહ્યા છો. પણ સફળતા વિષે મારો ખ્યાલ આ નથી. મારા માટે સફળતા એટલે, “શું હું મારી જાતનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકું છું?” હું જે છું એની સંભાવનાને શુ હું તેની સંપૂર્ણ ક્ષમતા વડે શોધી શકું છું? આની માટે તમારે બોધ અને એક સક્રિય બુદ્ધિ ની જરૂરી હોય છે.

હું મારી બુદ્ધિને કેવી રીતે વિકસાવું?” તેના વિષે ચિંતા ન કરો. લોકો તેમના મનની ક્ષમતાને વધારવાના પ્રયત્નો કરે છે. આ તમને સામાજિક રીતે સફળ બનાવી શકે છે, હકીકતમાં સફળ નહીં. અત્યારે તો તમારા બોધને વધારવો સૌથી મહત્વનો છે. જો તમે જીવનને તોડ્યા-મરોડયા વિના એના વાસ્તવિક રૂપમાં જોઈ શકો છો, તો તેને સારી રીતે ચલાવવાની જરૂરી બુદ્ધિ તમારી પાસે છે. તમે જીવનને આનંદપૂર્વક અને નિશ્ચિત રૂપે સારી રીતે ચલાવી શકો છો. જો તમે તેને સરખી રીતે તેને ચલાવો છો તો લોકો કહશે કે તમે સફળ છો.

તમે વસ્તુઓને કેટલી સ્પષ્ટતાથી જોઈ શકો છે?

એકવાર શૅરલોક હોમ્સ અને વોટ્સન પર્વત પર કૅમ્પીંગ કરવા ગયા હતા. રાત પડી ગઈ અને તેઓ સૂવા ગયા. મધ્યરાત્રિએ શૅરલોક હોમ્સે વોટ્સનને ઢંઢોળ્યો અને વટ્સને આંખો ખોલી.

શૅરલોકે પૂછ્યું, “તને શું દેખાય છે?”

વોટ્સને ઉપર જોયું અને કહ્યું, “ચોખ્ખું આકાશ અને અસંખ્ય તારાઓ.”

શૅરલોક હોમ્સે પૂછ્યું, ”તમારી મતે આનો શું અર્થ છે?“

વોટ્સને જવાબ આપ્યો, તેનો અર્થ એ છે કે આવતીકાલનો દિવસ કોરો અને મજાનો રહેશે. તમારા માટે એનો શું અર્થ થાય છે?”

શૅરલોકે કહ્યું, તેનો અર્થ એ છે કે, કોઈએ આપણો તંબુ ચોરી લીધો છે.

 

તમે જીવનના દરેક પાસામાંથી સફળતાપૂર્વક માત્ર ત્યારે જ પસાર થઈ શકશો જ્યારે તમે જીવનને જેવું એ છે, એ જ રૂપમાં જુઓ છો. નહીંતર એ લડખડાવાવાળી પ્રક્રિયા હશે. સફળતાનો અર્થ છે કે તમે બીજા લોકો કરતા ઝડપથી ચાલી રહ્યા છો અને જો તમારો બોધ સારો નથી તો ચોક્કસ જ તમે બીજાઓ કારતાં વધારે હેરાન અને થાકેલા હશો કારણ કે તમે બધી જ વસ્તુઓ સાથે અથડાશો.

તમારી ડિગ્રી નહીં, જોવાની ક્ષમતા જરૂરી છે

જો તમારે કંઇક સફળતાપૂર્વક કરવું હોય તો તમારી ડિગ્રીનો કોઈ અર્થ નથી. તે તમારી આસપાસની વાસ્તવિકતાઓ પર તમારો બોધ કેટલો સ્પષ્ટ છે તેના પર આધાર રાખે છે. જો તમે આજને સ્પષ્ટરીતે જોઈ શકતા હશો તો તમે કદાચ લૉટરીની ટિકિટ વેચીને પૈસા કમાઈ શકશો. જો તમે આવતીકાલને સ્પષ્ટરીતે જોઈ શકતા હશો તો તમે થોડી ખરીદીને રાખશો અને આવતીકાલે વેચવાની યોજના બનાવતા હશે. જો તમે ૫૦ વર્ષ પછીની સ્થિતિને સ્પષ્ટ રીતે જોઈ શકો તો આજે તમે કદાચ કંઇક અલગ કરી રહ્યા હશો.

જે લોકો અસફળ થયા તેઓ પણ યોગ્ય લાયકાતવાળા, બુદ્ધીમાન અને સક્ષમ હતા. પણ તેઓ તેમના જીવનમાં યોગ્ય ક્ષણે ચોક્કસ બાબતને સમજવામાં નિષ્ફળ ગયા. તમે ખોટા સમયે ખોટી પ્રોપર્ટી લીધી, તમે ખોટા સમયે ખોટો વ્યવસાય શરુ કર્યો અને ખોટું કામ કરવા માટે તમે ખોટી વ્યક્તિની પસંદગી કરી. આ બધું અસફળતા છે, અને આ જ બધું સફળતા પણ છે.

જરૂરી નથી કે સફળ લોકો કોઈ વાતમાં અસાધારણ રીતે કાબેલ હોય પણ તેઓએ તેમના બોધની સ્પષ્ટતાને જાળવી રાખી. તેઓ તમે શેની વાત કરી રહ્યા છો તેને સમજીને બતાવી દેશે કે એમાંથી શું સત્ય છે અને શું નહીં.

સફળતાની ખોજ નહીં, સક્ષમ બનવાના પ્રયત્ન કરો.

તેથી, સફળતાની ખોજ ન કરો, બસ સક્ષમ બનવાના પ્રયત્ન કરો અને પોતાને કઈ રીતે ઉચ્ચ સ્તર પર પહોંચાડી શકાય તે જુઓ. જો તમે યોગ્યતાના એક ઊંચા સ્તર પર હશો તો તમે જ્યાં પણ જશો ત્યાં સફળ થશો. જો તમે અત્યંત સામર્થ્ય ધરાવતા હશો, તમે તમારી જાતને ક્ષમતાના અમુક ચોક્કસ પરિમાણમાં વિકસાવશો તો સફળતા એ તમારા જીવનનું ધ્યેય નહીં રહે. સફળતા એવી વસ્તુ બની રહેશે જે તમે જ્યાં જશો ત્યાં તમારી પાછળ પાછળ આવશે.

https://twitter.com/SadhguruJV/status/1019529193242046464

જો કોઈ વ્યક્તિ અત્યંત સમર્થ અને સક્ષમ બને બને તો, સમગ્ર વિશ્વ તેની પાછળ જશે. તમે દુનિયા પાસે જાઓ તેના કરતાં લોકો તમારી પાસે આવે તે ઉચિત છે કારણ કે, તમારી અંદર એક ખાસ ક્ષમતા અને સંભાવના છે.

તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! -  unplugwithsadhguru.org

 

 

Youth and Truth Banner Image