સદગુરુઃ એક વખત શંકરન પિલ્લાઈ તેમના પરિવાર સાથે ડિનર કરતા હતા. ત્યારે તેમણે જાહેરાત કરી કે તે લગ્ન કરવા જઈ રહ્યાં છે. જાહેરાત બાદ બધા એકબીજાને પુછવા લાગ્યા કોની સાથે લગ્ન કરવા જ રહ્યાં છો?”

શંકરન પિલ્લાઇએ કહ્યું, "હું મારી પડોશી લ્યુસી સાથે લગ્ન કરવા જઈ રહ્યોં છું

આ વાત સાંભળથા પિતાએ કહ્યું, "શું? તું પેલી ગોબરી લ્યુસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે? જેના મા-બાપની કોઈને ખબર નથી."

માતાએ પણ સુર પુરાવ્યોને કહ્યું, "શું? તું લ્યુસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે? જેના ખાનદાનની કશી જ ખબર નથી."

કાકાએ પણ કહ્યું, "શું? તું લ્યુસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છો? જેના ગંદા વાળ છે."

કાકીએ તો, હદ કરી નાખતા હોય તેમ કહ્યું, "શું? તું લ્યુસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે? જે ભયંકર મેક-અપ કરે છે."

નાના ભત્રીજા પણ બાકી ન રહ્યો અને તે બોલ્યો "શું? તમે એ લ્યુસી સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છો? જે ક્રિકેટ વિશે કશું જ જાણતી નથી."

શંકરન પિલ્લાઇ ત્યાં ઉભો રહ્યો અને કહ્યું હા હું લ્યુસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું અને તેનો એક મોટો ફાયદો છે.

 “એ શું?” એક સાથે બધા બોલ્યા.

 “તેનો પરિવાર નથી.”

આપણે પરિવાર કેમ બનાવીએ છીએ?

જ્યારે મનુષ્યનું બાળક જન્મે છે, તે અન્ય પ્રાણીઓ નથી કરતા એટલું જતન આપણે તે બાળકનું કરીએ છીએ. બાળકના પોષણ, શિક્ષણ અને તાલીમ માટે જરૂરી છે. આ જરૂરિયાત સંતોષવા માટે કુટુંબ વ્યવસ્થા કરવામાં આવી હતી. મનુષ્યના વિકાસમાં પરિવારનો ઘણો મોટો ફાળો હોય છે. પરંતુ અમુક કિસ્સામાં પરિવાર સહાયક થવાના સ્થાને પરિવાર જ મોટો અવરોધ બની સામે આવે છે. વ્યક્તિને ઉભા થવામાં મદદ કરવાના સ્થાને તેના અધોગતિ તરફ વાળવામાં અને મનમાં ગૂંચવણનો પેદા કરવાનું કામ કરે છે. સામાન્ય રીતે પરિવાર  એક કોઈ સમસ્યા નથી. પણ  તમે જે રીતે તમે સંભાળો છો તે સમસ્યા બનતું જાય છે.

પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે તો પરિવાર સ્વર્ગ બની જાય. અન્યથા તે નર્ક સમાન લાગે. 

પરિવાર એ ઉદાહરણ છે, કે જે તમારા લાભ માટે બનાવવામાં આવેલી વસ્તુ, ક્યારેક તે ગેરલાભમાં પરિવર્તિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમારી સમૃદ્ધિ થાય તે સારી વાત છે, પણ અમુક લોકો માટે તે  સમસ્યા રૂપ બને છે.. શિક્ષણ પણ આપણા સારા માટે બનાવવામાં આવ્યું હતું. પણ આજે ભણેલા જ લોકો પૃથ્વીનું અહિત કરી રહ્યાં છે. આપણા લાભ કે સુખાકાર માટે આપણને જે આપવામાં આવ્યું હતું. તે ઉત્તમ આશીર્વાદ બની શક્યું હોત. પણ તેના બદલે એ જ વસ્તુ માનવ જાતના અસ્તિત્વ સામે જોખમી બની રહી છે.

એ જ રીતે, પરિવારનું નિર્માણ માણસનો યોગ્ય વિકાસ થાય તે હેતુથી કરવામાં આવ્યું હતું. પણ આ જ વસ્તુ સહાયક થવાના સ્થાને આજે બોજ સમાન બની રહ્યું છે. પરિવાર ત્યારે જ સ્વર્ગ બની શકે, જ્યારે તેનું નિયમન યોગ્ય રીતે કરવામાં આવે અન્યથા તે નર્ક બની શકે છે.

પરિવાર એ કોઈ ફરજ નથી

પરિવારનો અર્થ આશ્રય નથી, તેમાં ચોક્કસ પ્રકારની ભાગીદારી હોય છે. આ ભાગીદારી ત્યારે જ સુસંગત  બને કે, જ્યારે બંને લોકો એક સાથે ચોક્કસ દિશામાં જતા હોય. જો બંને લોકો એકબીજાના સુખાકારી વિશે સતત ચિંતિત હોય, તો સંબંઘ અર્થપૂર્ણ બને છે. જો તે તમારા વિશે ચિંતિત ન હોય, તો કુટુંબના સંદર્ભમાં કે, વ્યવસાયની દ્રષ્ટિએ અથવા તો આધ્યાત્મિકતાના સંદર્ભમાં - કોઈપણ રીતે - આવા વ્યક્તિ અસંગત છે. શક્ય છે, તમે સાથે રહો છો, તો તમારા બંને લોકો માટે મોટી સમસ્યા ઊભી કરશે.

ફરજને લીધે ફરજના ભાગરૂપે પરિવાર સાથે ન રહેતા, પણ તમે પરિવારના સભ્યોને પ્રેમ કરો છો તો, સાથે રહેજો.

ફરજના ભાગરૂપે પરિવાર સાથે ન રહેતા, પણ તમે પરિવારના સભ્યોને પ્રેમ કરો છો તો, સાથે રહેજો. જયાં પ્રેમ હશે. ત્યાં તમારે શું કરો છો કે નથી કરતા તે કહેવાની જરૂર નહી રહે. જે જરૂરી હશે તે તમે કરતા રહેશો.

વધુની આશા

તમે કોઈ વ્યક્તિ કે સમૂહ સાથે પ્રેમના તાતણે બંધાવ છો, તો એનો અર્થ એવો નથી કે, તમારી કોઈ ઈચ્છા ન હોય. તમારી આસપાસના લોકો માટે તમે જે શ્રેષ્ઠ થઈ શકે તે કરો છો, એક માણસ તરીકે સંભવ હોય એટલો પ્રયાસો કરો છો. તમારે તે કરવું પણ જોઈએ. તમે જેટલા વિકસિત થાવ છો, એટલાં તમારી આસપાસના લોકોને લાભ આપી શકો છો. પણ લોકો આ વાતને સમજે નહીં. અને તેઓ વિચારે છે કે તમારી પાસે આ એકમાત્ર રસ્તો છે, અને તમારે પરિવારમાં સ્થાન બનાવી રાખવા આ બધુ કરવું પડે અને તે પણ તમામ મર્યાદાઓ અને સમસ્યાઓ સાથે, તમને તમારી રીતની કોઈ સ્વતંત્રતા નથી. જો આમ થાય તો તે પરિવાર નથી, તે માફિયા છે. જો પરિવારમાં તમે કોઈનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા માંગતા હોવ તો, તેને માફિયાગીરી કહેવાય. તે પરિવાર નથી. એકબીજાને શ્રેષ્ઠ કેવી રીતે આપવું, તે પરિવારની ભાવના છે.

 

સંપાદક નોંધ: સદગુરુ સંબંધો કેવી રીતે મીઠા બની રહે તેની ચાવીઓ તેમની ઈ બુક "કમ્પસીવનેશ ટુ કોન્સીઓસનેસ" નામની પુસ્તકમાં પરિવારના સંબંધો વિશે વાત કરી છે પછી તે ભલે પતિ-પત્ની, પરિવાર અને મિત્રો કે, સાથે કામ કરતા સહકર્મીઓ કે ખુદની સાથેના કેવા સંબંધ હોવા જોઇએ તેની વાત વણેલી છે.