Mahabharat All Episodes

યુધિષ્ઠિર: પ્રામાણિકતા સર્વોપરી

પ્રશ્નકર્તા: સદ્‍ગુરુ, આપે કહ્યું કે, લોકો યુધિષ્ઠિરનું અનુસરણ કરતા કારણ કે, તે રાજા હતો અને તેને ઈશ્વરીય અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે. પરંતુ તેણે અમુક ગાંડા જેવા નિર્ણયો કર્યા પછી પણ શા માટે હજી પણ લોકો તેને માને છે? અને કૃષ્ણ શા માટે વચ્ચે નથી પડતા અથવા યુધિષ્ઠિર શા માટે કૃષ્ણની સલાહ લેતો નથી?

સદ્‍ગુરુ:તમને લાગે છે કે તે બધા નિર્ણયો ગાંડા જેવા હતા? યુધિષ્ઠિર માટે આ મંતવ્ય અત્યંત ખરાબ છે. યુધિષ્ઠિર ધર્મ અનુસાર ચાલે છે. તે અસત્ય બોલવા ઈચ્છતો નથી; તે ધર્મનું ઉલ્લંઘન ઈચ્છતો નથી. તે કહે છે, “મારે રાજા પણ થવું નથી.” તેમાં કશું ખોટું નથી. જો તે કોઈ પણ ભોગે રાજા બનવા માંગતો જ હોત અને પછી તેણે તેમ કરવા નકાર્યું હોત, તો તમે કહી શકો કે, તે પાગલ અથવા પછી મૂર્ખ હતો. પણ જો તે તેમ કહે કે, “મારે રાજા પણ બનવું નથી. હું માત્ર સત્યવાદી બનવા ઇચ્છું છું,” શું તે મહાન વ્યક્તિ નથી?

તે માણસમાં કંઇ જ ખોટું નથી. પણ તે કર્મની અમુક વિવશતાઓમાં ફસાઇ ગયો તેથી, તે મૂર્ખ પ્રતીત થયો, કારણ કે, પરિસ્થિતિઓ કોઈ પૂર્વનિર્ધારિત બળ દ્વારા સંચાલિત થતી હતી, અને તે સમજી ન શક્યો કે, તે ક્યાં જઈ રહી હતી. તે તો માત્ર સત્યનિષ્ઠ માણસ રહેવા માંગતો હતો, અને તેમાં તે તેમાં પૂરી રીતે સફળ ન થયો. તેની મુશ્કેલી માત્ર આટલી જ હતી. તેણે મૂર્ખામીભર્યા નિર્ણયો નથી લીધા. તેના નિર્ણયોને તે દિવસોમાં સન્માનપૂર્વક જોવામાં આવતા. આજે પણ જો કોઈ એવી વસ્તુ આપે જે તેને માટે બહુ મૂલ્યવાન હોય, તો તમે તેને અમુક ખાસ માન, આદર અને પ્રેમપૂર્વક જોશો. સહુ યુધિષ્ઠિરને તેવા જ માન, પ્રેમ અને આદરપૂર્વક જોતા. તેઓને પોતાની વિવશતાઓ હતી, માટે યુધિષ્ઠિર ઉપર ક્રોધે ભરાતા. પણ તેઓ જાણતા હતા કે, તેના નિર્ણયો ઘણી રીતે સાચા હતા. તે તો જ્યાં સુધી તેને માટે શક્ય હોય ત્યાં સુધી શાસ્ત્રોમાં જે લખ્યું છે તેનું પાલન કરતો હતો.

કૃષ્ણની દૃષ્ટિએ ધર્મ

પ્રશ્નકર્તા: સદ્‍ગરુ, જ્યારે દુર્યોધન અને અર્જુન કૃષ્ણ પાસે યુદ્ધમાં તેમને પોતાની સાથે જોડાવાનું કહેવા ગયા, ત્યારે કૃષ્ણએ પોતાનું સૈન્ય, જે સંપૂર્ણપણે તેમના આશરે હતું, તેને દુર્યોધનના પક્ષે લડવા માટે મોકલ્યું. એ પક્ષ હારશે જ તેની તેમને જાણ હતી. રાજા તરીકે તેમનો ધર્મ શું હતો?

સદ્‍ગુરુતેમનો ધર્મ વ્યવહારુ બનવાનો હતો. ધર્મને પ્રાચીન નિયમ તરીકે અથવા તત્કાલીન પરિસ્થિતિ તેરીકે, બન્ને સંદર્ભમાં જોઈ શકાય. તમે ચુકાદા આપો તે પહેલાં તે સમજવાની જરૂર છે. મહાભારતના દરેક પાત્રો તમારી અંદર ઉપસ્થિત હોય છે અને પરિસ્થિતિને અનુરૂપ તે તમારામાં ઉજાગર થાય છે. તમારામાં રહેલ દુર્યોધન, તમારામાં રહેલ અર્જુન, તમારામાં રહેલ યુધિષ્ઠિર, તમારામાં રહેલ કર્ણ કે પછી તમારામાં રહેલ કૃષ્ણ - કોને ઉપર લાવવાના છે. ચુકાદાઓ આપવા તરફ ન આવી જાઓ. કોઈ મૂર્ખ દેખાતી વ્યક્તિ ક્યારેક અંતમાં જીતી જતી હોય છે. કોઈ દુષ્ટ દેખાતી વ્યક્તિ અંતમાં દૈવીય નીકળી શકે. કોઈ સત્યવાદી વ્યક્તિ સાવ ખોટી નીકળી શકે. આવું આપણા જીવનમાં રોજબરોજ બનતું આપણે જોઈએ છીએ.

કૃષ્ણ તેમને યાદ કરાવે છે, “હું દુર્યોધન અને તેના ભાઈઓને તમારા જેટલો જ પ્રમ કરું છું. હું તમારી સાથે ઊભો છું કારણ કે, તમે સત્યવાદી છો અને માત્ર ત્યાં સુધી છું જ્યાં સુધી તમે સત્યવાદી રહેશો.

તમારે આ બધી વાતમાં કૃષ્ણના ભાગે શું છે તે જોવું જોઈએ – તેમની પાસે ગુમાવવાપાત્ર કશું નથી, કશું મેળવવાપાત્ર નથી. તેમની પાસે પોતાનું સમૃદ્ધ રાજ્ય છે; તેઓ ત્યાં સુખેથી રહી શકતા હોત. જ્યારે પાંડવો એ રીતે વાત કરે કે, કૃષ્ણ તેમની જાગીર છે ત્યારે કૃષ્ણ તેમને યાદ કરાવે છે, “હું દુર્યોધન અને તેના ભાઈઓને પણ તમારા જેટલો જ પ્રેમ કરું છું. હું તમારી સાથે ઊભો છું કારણ કે, તમે સત્યવાદી છો અને માત્ર ત્યાં સુધી જ્યાં સુધી તમે સત્યવાદી રહેશો. હું એટલે તમારી સાથે એટલે નથી કે, હું કૌરવોને ધિક્કારું છું અને તમને પ્રેમ કરું છું.”

હવે તમને પ્રશ્ન થશે કે, “તેઓએ સ્વયં તેમને સત્યનું પાલન ન કરવા કહ્યું છે.” આ શાબ્દિક વસ્તુ નથી, સત્ય એ અસ્તિત્ત્વગત વસ્તુ છે. દાખલા તરીકે, છેલ્લા થોડા દિવસોથી દુનિયામાં બૉમ્બમારો થઈ રહ્યો છે, પરંતુ તેમાં જાનહાનિ થઈ નથી. ખરી રીતે તો તેઓ એવી જગ્યાઓ પર બૉમ્બ નાખવા ઇચ્છે છે જ્યાં સર્વાધિક માનવવસ્તી હોય, જેથી તેઓ વધુમાં વધુ નુક્સાન પહોંચાડી શકે. એ અર્થમાં આ મહાભારત કાર્યક્રમ તેમના માટે મોટું લક્ષ્ય હોઈ શકે, કારણ કે, અહીં ઘણા લોકો એકત્ર થયા છે. જો આવી સંભાવના હોય અને તેઓ મને પૂછે કે, “શું આદિયોગી અલાયમ્માં ઘણા લોકો છે?” મારે તેમને શું કહેવું જોઈએ? સત્ય? પરમ્ સત્ય તમારી પોતાની સમાવેશ કરવાની ક્ષમતા ને આધારે કરવામાં આવતું કર્મ છે.

પ્રશ્ન એ છે કે તમારા કાર્યો સમાવેશી છે કે પછી અસમાવેશી. કૃષ્ણનો ધર્મ તે જ છે. તમારો આશય અને કાર્યો જો મોટા પ્રમાણના લોકોની સુખાકારી તરફ હોય, તો કૃષ્ણ તમારી સાથે છે. જો તમારો આશ્ય અને કાર્યો માત્ર અસમાવેશી તો કૃષ્ણ તમારી સાથે નથી. તેઓ આ જ કહી રહ્યા છે. ગમે તે થાય, તેઓ સતત સમાવિષ્ટતા પર ભાર મૂકે છે. તેમાં કોઈ રસ્તામાં આવે તો, તેઓ જે જરૂરી લાગે તે કરવા માટે ઇચ્છુક છે.

તમારી પાસે જેટલી પણ નૈતિકતા હોય, આખરે વાત જ્યારે જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા પર આવે ત્યારે સહુ કોઈ આમ જ કરશે. જો કોઈ તમારી સુખાકારીમાં અધવચ્ચે આવતા હોય, તો તમે તેની સાથે વાત કરશો; તમે તેમની સાથે હાથ મિલાવશો; તમે તેમને મર્યાદામાં રાખશો; તમારા માટે જે કંઇ શક્ય હોય તે બધું જ તમે કરશો. જો કશું કામ ન કરે અને તેઓ હજી પણ તમારે માટે અડચણ ઊભી કર્યા કરે તો તમે શું કરશો? તમે તેમને ખસેડી નાખશો. સત્યને જણાવવામાં કૃષ્ણને કોઈ સંકોચ નથી. તમે પણ તેમ જ કરશો, પણ અત્યારે તમારી પાસે તે કબૂલ કરવાની હિંમત નથી.

તમારી સમાવિષ્ટતા થકી કરાયેલું કાર્ય પરમ્ સત્ય છે.

સાવ નિરાશાજનક પરિસ્થિતિમાં પણ, કૃષ્ણ વિરાટ દેશથી હસ્તિનાપુર સુધીની મુસાફરી કરે છે. એ દિવસોમાં, ચારસો-પાંચસો કિલોમીટરની આવી યાત્રા માટે, તમે તમારા હેતુ માટે ખૂબ જ મક્કમ હોવા જોઈએ - નહીં તો, તમે તે કરી ન શકો. દુર્યોધન જ્યારે સ્પષ્ટપણે કહે છે કે, તે પાંડવોને સોઈની અણી જેટલી જમીન પણ આપવાનો નથી અને તેઓ જીતવાની આશા ન હોવા છતાં યુદ્ધ કરવા મક્કમ હતા, તેમ છતાં કૃષ્ણ પોતાનું જીવન જોખમમાં મૂકીને ત્યાં જાય છે.

જો કૃષ્ણ કોઈ સાધારણ વ્યક્તિ હોત, તો તેઓએ તેમને પકડી પાડ્યા હોત. દુર્યોધનના હાથે આવવા કરતા મૃત્યુ પામવું વધુ સારું. પણ તેઓ તે જોખમ લે છે, હસ્તિનાપુર જાય છે, અને શાંતિવાર્તા કરે છે. તેમને તો ખબર જ છે કે દુર્યોધન મક્કમ છે અને નિરાશા જ હાથ લાગશે, છતાં તેઓ પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. પણ શાંતિ સ્થાપવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી તેઓ અડગ રહીને જે કરવાની આવશ્યકતા છે તે કરે જ છે. બીજાઓએ પણ તેમ જ કરવું હોય છે, પણ તેમનામાં જેને કરવાનું છે તેને પરિપૂર્ણ કરવા માટે જરૂરી નિશ્ચયાત્મકતા નથી હોતી કારણ કે, તેઓ પોતાના વિચારો અને કાર્યો બાબતે વધુ કાળજી રાખે છે.

ક્રમશ:...

More Mahabharat Stories