પ્ર. હાય , સદગુરૂ : મારો સવાલ એ  છે કે ખાદ્ય અને કૃષિ સંસ્થાઓમાંથી ઘણા બધા R&D એકમોનું અબજો રૂપિયાનું ભંડોળ ખેતીમાં નાંખવામાં આવે છે. ઘણા સંશોધકો આ પાસા પર કામ કરી રહ્યા છે. પણ શા માટે સંપૂર્ણ પણે ભૂખ ને નાબુદ કરી શક્યા નથી? હું ખુબ જ દુખી છું. શું આદ્યાત્મિક  વિજ્ઞાન આ સમસ્યાને નાથી શકે ? શું તેને કોઈ આંતર સંબંધ છે ? શું તે ખાલી જ્ગ્યા ભરી શકે?

સદગુરૂ:-આ પૃથ્વી પર ઘણાબધા લોકો ભૂખ્યા ને કુપોષિત છે. પુરતું અનાજ  નથી એ કારણ નથી. ૭.૬ બીલીયન લોકો પાસે પૂરતું અનાજ છે પણ છતાં ૮૧૫ મિલિયન લોકો અનાજ ખાતા નથી. આનું કારણ  કૃષિની નિષ્ફળતા નથી.પણ માનવ દિલની નિષ્ફળતા છે.

 

Number of undernourished people has been on the rise since 2014, reaching 815 million in 2016 | Why Haven’t We Solved World Hunger Yet?

 

જ્યારે પ્રેમ કર્તૃત્વ શોધે છે

તમે ઉભા થયા અને “પ્રેમ” શબ્દ વાપર્યો. મારી તરફ ટીકાનો મારો કરવાને બદલે – હું મજામાં છું – જો તમે આને દુનિયા તરફ કરી શકો તો આપણે જોઈ શકીશું કે તમારા પ્રેમથી શું કરી શકાય તેમ હતું. જો પ્રેમ ને કર્તૃત્વ મળે તો આ ૮૧૫ મિલિયન લોકો ભૂખ્યા ના રહે. જો આ ગ્રહ પર ખોરાક ના હોત તો તે જુદી વાત હોત. પણ આપણી પાસે જરૂર કરતા વધારે અનાજ હોવા છતાં તેઓ ભૂખ્યા છે તો તે માનવીય નિષ્ફળતા છે, કૃષિની નહિ. જે ખેડૂતો અત્યારે ઉત્પાદન કરે છે તેના કરતા ડબલ અનાજ પેદા કરવા કહો તો બે વર્ષની અંદર  તે શક્ય બને – પણ જે લોકો પાસે ખાવા માટે અનાજ નથી તેમને કેવી રીતે આપવું? આ એક મોટો સવાલ છે કારણ કે  બજાર છે, સ્થાપિત હિતો છે અને રાષ્ટ્રો છે જે અવરોધ બનશે.


જે ખેડૂતો અત્યારે ઉત્પાદન કરે છે તેના કરતા ડબલ અનાજ પેદા કરવા કહો તો બે વર્ષની અંદર  તે શક્ય બને – પણ જે લોકો પાસે ખાવા માટે અનાજ નથી તેમને કેવી રીતે આપવું? આ એક મોટો સવાલ છે કારણ કે  બજાર છે, સ્થાપિત હિતો છે અને રાષ્ટ્રો છે જે અવરોધ બનશે.

એકવખત હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હતો , ઘણા બધા સેશનમાં તેમણે મને સાંભળ્યો . પછી તેમણે મને કહ્યું, “ સદગુરૂ, આ દુનિયાને બદલી શકે તેવું અમે તમારા માટે કરી શકતા હોઈએ તો તે શું છે?” મેં કહ્યું, “ હું ૨૫ લોકોના નામ આપીશ,તે લોકોને તમારે મને ૫ દિવસ માટે આપી દેવાના, તમે જોશો કે બે ત્રણ વર્ષની અંદર આ ગ્રહ પર અભૂતપૂર્વ બદલાવ આવશે.” તેઓ એ પૂછ્યું, “ આ ૨૫ લોકો કોણ છે?” મેં આ ગ્રહ પર મહત્વના રાષ્ટ્રના ૨૫ આગેવાનોના નામ આપ્યા. મેં કહ્યું, “ આ ૨૫ લોકો મને પાંચ દિવસ માટે આપો. એક સામાન્ય માનવ માટે હું બે ત્રણ દિવસમાં કરી શકું છું પણ તેઓ રાજકારણી હોવાથી મારે પાંચ દિવસની જરૂર છે. પાંચ દિવસ માટે તેઓને મારી પાસે છોડી દો.  બે ત્રણ વર્ષના સમયગાળામાં આ દુનિયા જુદું જ સ્થાન હશે.”  

માત્ર પ્રશ્ન ....

જો ગ્રહ પરના ૨૫ નેતાઓ નક્કી કરે તો આપણે ખાતરી કરી શકીયે કે દરેક પુરતું ખાઈ શકે .દરેક બાળક ભરપુર પેટે ઊંઘી શકે. કરવામાં દાયકાઓ થવાના નથી. માત્ર બે વર્ષની વાત છે. અનાજ, ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટ અને ઘણુ બધું હાજર છે. માનવતાના ઈતિહાસમાં પહેલાં આપણી પાસે ક્યારેય હતું. અરે , ૨૫ વર્ષ પહેલાં શક્ય હતું. પણ આજે, પહેલીવાર આપણી પાસે બધુ છે. માત્ર માનવ ઇચ્છાઓ કે તૈયારી નથી. માનવજાતને તૈયાર કરવામાં કેટલો સમય લાગવો જોઈએ? પ્રશ્ન એટલો છે , લોકોની પેઢી તરીકે તમે ને હું શક્ય કરીશું કે માત્ર ઘરે બેસી રહીને ચોરી કરીશું? શું આપણે માત્ર ફરિયાદ કરીશું અને રોંદણાં રડીશું કે પછી ઉભા થઈશું અને તેને આપણી શક્તિ મુજબ  શકય બનાવીશું ? બધ પ્રશ્નો છે....

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image