પ્રશ્ન: સદગુરુ, હું છેલ્લા એકાદ વર્ષથી યોગનો અભ્યાસ કરું છું. હું જેટલી વધારે રાહ જોઉં છું, મારી હતાશા એટલી જ વધતી જાય છે. હું કેવી રીતે જાણું છું કે હું આધ્યાત્મિકતાના માર્ગ પર ક્યાં છું? હું કયા સ્તર સુધી આવી ગયો છું?

બધા સ્તરો તુલનાત્મક છે

સદગુરુ: બધા લેવલ એટ્લે કે સ્તર, સાપેક્ષ એટ્લે કે માત્ર તુલનાત્મક નથી. શું તમે કોઈ એવા વ્યક્તિથી એક પગલું આગળ વધવા માંગો છો, જેને યોગ અભ્યાસ કરતા ફક્ત એક વર્ષ થયું છે?

જે દિવસે તમે ક્યાંક પહોચવાના રસ વગર, સજગ ભાવથી તેને કરશો, તે જ દિવસે આ સરળ પ્રક્રિયા દરમ્યાન, તમારા અંતર્ગત કંઇક વિસ્ફોટ થાય.

જ્યાં સુધી તમારા મનમાં આ પ્રકારનો વિચાર રહેશે, ત્યાં સુધી આધ્યાત્મિકતા શક્ય નથી. જ્યારે તમારી અંદર હતાશા ભરાઈ જાય, મન કહે કે 'ભાડ માં જાય યોગ, હું તો યોગ કરીને ક્યાંય પહોંચી નથી રહ્યો,' તો પણ તે બસ આ જ રીતે કરતાં રહો. આખી યોગીક પ્રક્રિયાને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તમે સજગભાવ વગર યોગ કરી જ નહીં શકો. જે દિવસે તમે ક્યાંક પહોચવાની રુચિ વિના, સજગ ભાવથી તેને કરશો, તે જ દિવસે આ સરળ પ્રક્રિયા દરમ્યાન, તમારા અંતર્ગત કંઇક વિસ્ફોટ થાય. જ્યાં સુધી તમે વિચારતા રહો, 'હું કયા સ્તર પર છું? શું હું એક સ્તર આગળ જઈ રહ્યો છું 'ત્યાં સુધી તમે રેટ-રેસમાં (હરોળ) જ શામેલ છો - તમે ક્યાંય જતા નથી. તેથી સ્તરોને ભૂલી જાઓ.

મોહ કે મુક્તિ - કઈ તરફ વધી રહ્યા છો તમે?

તમારે જોડાણ તો રાખવો જ છે, પણ મૂંઝાવું નથી, મોહમાં બંધાવું નથી. આજ તો સાર છે. બસ સવારના સમયે પોતાનો અભ્યાસ કરો, અને આખો દિવસ, તે બધા પાંસાઓનું ધ્યાન રાખો જે તમને શીખવવામાં આવ્યું છે.

તમે તમારા શરીર, મન, ભાવ અને શક્તિના બળ પર, પોતાને ગૂંચવી નાખો છો અથવા તમે આ જ ચારનો ઉપયોગ કરીને, પોતાને મુક્ત કરી લો છો - જેનાથી તમે આનંદ અને આશ્ચર્યના ઉચ્ચ સ્તરો સુધી પહોંચવા લાગો છો.

તમારે તેને આ રીતે કરવાનું છે કે તમારા જીવનનું દરેક પાસું યોગમાં પરિવર્તિત થઈ જાય. બેસવું, ઉઠવું, ખાવું, ઊંઘવું - બધું જ યોગ બની જાય. યોગનો અર્થ છે, કઈક એવું, જે તમને તમારા ઉચ્ચ સ્વરૂપ અને પ્રકૃતિ સુધી પહુચવામાં મદદ કરે છે. તમે તમારા શરીર, મન, ભાવ અને શક્તિના બળ પર, પોતાને ગૂંચવી નાખો છો અથવા તમે આ જ ચારનો ઉપયોગ કરીને, પોતાને મુક્ત કરી લો છો - જેનાથી તમે આનંદ અને આશ્ચર્યના ઉચ્ચ સ્તરો સુધી પહોંચવા લાગો છો.

બધામાં શરીર, મન, ભાવ અને શક્તિ કામ કરે છે, પરંતુ તેઓ અલગ અલગ લોકો માટે અલગ સ્તરે કામ કરે છે. કોઈ એક વ્યક્તિમાં શરીર અસરકારક બને છે, તો બીજા કોઈ મનુષ્યમાં મન અસરકારક બને છે, કોઈમાં ભાવનાઓ અસરકારક બને છે, કોઈ અન્યમાં ઊર્જા અસરકારક બને છે. દરેક વ્યક્તિમાં આ ચાર અલગ અલગ પ્રમાણમાં હાજર હોય છે, પણ હોય તો આ ચાર તત્વો જ છે. તમે આ ચાર તત્વોનું મિશ્રણ છે. જ્યાં સુધી તમે એ પ્રકારનું યોગ નથી કરતાં, જે આ ચારને તમારી માટે ઉપયુક્ત ગુણોત્તરમાં જાળવી રાખે છે, ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો.

અભ્યાસ માટે એક અર્પણ બનાવી દો

મૂળભૂત અભ્યાસનો હેતુ મૂળભૂત પાસાંઓને ખોલવાનું છે. અલગ અલગ લોકોને અલગ અલગ સમય લાગે, તેના ઘણા કારણો છે. આ વિશે ચિંતા ના કરો.

તો ફાલતુ વાત અટકાવીને ખાલી અભ્યાસ કરવાની સૌથી સરળ રીત છે – પોતાના અભ્યાસને અર્પિત કરી દેવું.

તમે એક કમિટમેન્ટ કર્યું છે, બસ તેને પૂર્ણ કરો. જો તમે તેને બસ એવી જ રીતે કરવું, એ જાણતા નથી, તો તેને અર્પણ માનીને કરી દો. 'તે મારા માટે નથી. હું દરરોજ યોગ કરીને મારા ગુરુને સમર્પિત કરીશ. 'મારા અંદરની રેટ-રેસ (સ્પર્ધા) અથવા ઉંદર દોડને સમાપ્ત કરવાનો આ સરળ રસ્તો છે.

જો તમે સતત તમારી જાતને પૂછો કે 'હું કયા સ્તર પર છું? શું હું કોઈ એવાં કરતાં વધુ સારો છું, જેણે મારા પહેલાં કે પછી અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું? ', તે એક અનંત વિચાર પ્રક્રિયા હશે. તો ફાલતુ વાત અટકાવીને ખાલી અભ્યાસ કરવાની સૌથી સરળ રીત છે – પોતાના અભ્યાસને અર્પિત કરી દેવું. ભલે તે આધ્યાત્મિકતા હોય કે બીજું કંઈક, જીવન તમને એટ્લે નથી આપતું કે તમે તે વસ્તુ ઇચ્છો છો. તમે જીવન માં કંઈક એટ્લે મળે છે, કારણ કે તમે પોતાને એના યોગ્ય બનાવ્યું છે. પૈસા હોય કે પ્રેમ કે પછી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા, આ દુનિયામાં કંઇ પણ તમને એટ્લે મળે છે કારણ કે તમે યોગ્ય રીતે કામ કરો છો, નહીં તો તે નહીં મળે.

એક દિવસ, એક માણસ સેપ્ટીક ટેંકમાં પડી ગયો અને ગળા સુધી તેનું સંપૂર્ણ શરીર ગંદકીમાં ડૂબું ગયું. તે બહાર આવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ન આવી શક્યો. થોડા સમય પછી, તે બૂમો પાડવા લાગ્યો, 'આગ! આગ! 'પડોશીઓએ આ અવાજ સાંભળ્યો તો ફાયર બીગ્રેડને બોલાવ્યા અને ફાયર બ્રિગેડ વાળા તેની પાસે દોડીને આવ્યા. તેમણે ત્યાં બધે જોયું, આગ તો ક્યાંય ના દેખાઈ. પછી તેમને ટેંકમાં પડેલો માણસ દેખાય છે. તેને બહાર કાઢીને પૂછ્યું, 'આગ-આગ શા માટે બરાડતો હતો? આગ ક્યાં લાગી છે? 'તે માણસ બોલ્યો,' જો હું 'શીટ-શીટ' ની બૂમો પડતો, તો શું તમે આવતા? તો તમારે યોગ્ય પ્રકારના કામ કરવા પડશે, ત્યારે જ તમારી સાથે સાચા પ્રકારની વસ્તુઓ ઘટશે.