સાધનાપદ : જયારે પ્રગટે છે સાધનાની આગ
સાધનાપદ કાર્યક્રમે લગભગ અડધો પ્રવાસ આવરી લીધો છે, અને સાધનાની તીવ્રતા વધતી જાય છે. સહભાગીઓ તેમના પાછલા જીવન પર નજર નાખી રહ્યા છે તથા તેમની અંદર જાંખે છે, અને પોતાની ઉપર અત્યાર સુધી સાધનાપદની કેવી અસર થઇ છે તે અનુભવ શેર કરે છે.
૩૨ દેશો માંથી લગભગ ૮૦૦ સહભાગીઓ પ્રતિષ્ઠિત ઈશા યોગ કેન્દ્રમાં, પોતાના આંતરિક વિકાસ માટે ૭ મહિના ગાળવા આવે છે. જ્યાં આગ છે ત્યાં પ્રકાશ અનિવાર્ય છે.
Life in Sadhanapada - All Articles
જેમ જેમ તેઓની સાધના તીવ્ર બને છે, તેમ તેમ એક આંતરિક પ્રકાશ જુના જાળાને સાફ કરી સ્પષ્ટતા અને સંતુલન વધતું જાય છે. સાધનાપદાના સહભાગીઓ વિવિધ પ્રકારની સાધના કરે છે, જેમાં હઠ યોગ, શક્તિચલન ક્રિયા, શામ્ભાવી મહામુદ્રા, ભક્તિ સાધના તથા આદિયોગી પ્રદક્ષિણાનો સમાવેશ થાય છે. સાધનાપદામાં ભાગ લેનારાઓ માટે એક ખાસ ભાવ સ્પંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેથી તેમની સાધના પછીનો અનુભવ વધુ ઉંડો થઇ શકે.
અત્યારે આ સહભાગીઓ લગભગ અડધો પ્રવાસ આવરી લીધો છે, અને તેઓ એ આ પવિત્ર જગ્યામાં રહી એક સમર્પિત સાધના કરવાની અસર પારખી રહ્યા છે.
અંદર ઝાંકવું
જયારે કોઈ એક આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી રહ્યું હોય, ત્યારે તે અત્યંત જરૂરી છે, કે તે પાછળ વળીને જુએ તથા અંદર ઝાંકે અને શું બદલાયું છે તેના પર ચિંતન કરે. અહીં ઘણા સહભાગીઓ પોતાના અનુભવો શેર કરે છે કે કઈ રીતે પાછલા થોડા મહિનામાં તીવ્ર થતી સાધનાએ કઈ રીતે તેમના જીવનના અનુભવ બદલી નાખ્યા છે.
આંતરિક ઘર્ષણ ઓછું થયું છે!
““એક નોંધપાત્ર બદલાવ એ જોયો કે જયારે પણ કંઈક ‘ખોટું’ થાય છે, ત્યારે હું મારી અંદર ઝાકુ છું, ના કે મારી આજુ બાજુ. હું પોતે, મારા શબ્દો, મારા કાર્યોઓ પર પ્રતિબિંબિત કરવાની મારી ક્ષમતામાં ઘણો વધારો થયો છે. આને કારણે મારી આસપાસ અને મારી અંદરનું ઘર્ષણ ઘણા હદ સુધી નીચે આવી ગયું છે.” – વૈષ્ણવી, ૨૬, આન્ધ્ર પ્રદેશ.
તીવ્ર ઉર્જાઓ
“દિવસ દરમિયાન મારી ઉર્જામાં, મેં નોંધપાત્ર પરિવર્તન અનુભવ્યુ છે. હું મારી જાતને વધુ જીવંત, વધુ શક્તિશાળી અને વધુ ઉત્પાદક અનુભવું છું, તથા જે કઈં પણ કરું છું એમાં સંપૂર્ણપણે લીન થઇ જાઉં છું. સાધનાપદની શરૂઆત પછી હું ચોક્કસપણે વધુ સંતુલિત અને સ્પષ્ટ છું, અને સૌથી અદભૂત પરિવર્તન છે ઉર્જાની તીવ્રતા. આ જાદુઈ અને અવિશ્વસનીય લાગે છે. આપણે ફક્ત એને અનુભવી શકયે છીએ. સાધનાપદ ખરેખર મારા જીવનનું એક મોટુ પગથીયું છે.” – કપિલ, ૧૮, મહારાષ્ટ્ર.
આદિયોગી પ્રદક્ષિણા + એકાદશી = વિસ્ફોટક
આદિયોગી પ્રદક્ષિણા સાધનાપદનો એક અગત્યનો ભાગ છે – ધ્યાન્લીંગ અને ૧૧૨ ફૂટના આદિયોગીનું પરિભ્રમણ, જે ૨ કી મી લાંબુ છે. મંત્રોચ્ચાર તથા એક ચોક્કસ મુદ્રામાં, આ પ્રદક્ષિણા ઈશા યોગા કેન્દ્રની પવિત્ર ઉર્જાને ગ્રહણ કરવાની એક વિશેષ રીત છે. એકાદશીના સમયે, જે મહિના માં બે વાર ઉપવાસનો દિવસ હોય છે, ત્યારે આ પ્રદક્ષિણાનો અનુભવ વધુ તીવ્ર બને છે.
આ અનુભવએ જાણે મને ઉડાવી જ દીધો!
‘એકાદશી આવે ત્યારે હું હંમેશા ઉત્સાહિત હોઉં છું, કારણકે આ દિવસ મારી અંદર એક તીવ્ર ઉર્જા ઉત્તપન્ન થાય છે, જેથી મારી અનુભવશક્તિ પણ ઉજાગર થાય છે. એકાદશીના દિવસે અમારે ઉપવાસ કરવાનો હોય છે, અને આ જાણતા તે દિવસ માટે હું માનસિક રીતે તૈયાર હતો, હું ભૂખ્યો પણ નહોતો. જેમ જેમ મારી પ્રદક્ષિણા આગળ વધી રહી હતી, મને જાણે કે નશાનો અનુભવ થવા લાગ્યો, પરંતુ હું તદ્દન સભાન અને નિયંત્રણમાં હતો. જેમ જેમ હું ભક્તિથી મંત્રો નો જાપ કરી રહ્યો હતો, મારી અંદર કંઈક મોટા પ્રમાણમાં વધવા લાગ્યું. અચાનક મને એવો અનુભવ થયો કે હું ખુબજ હલકો થઇ ગયો છું, અને મને મારા શરીરનો કંઈ ખાસ આભાસ જ નથી. એક ચોક્કસ બિંદુએ મને એવું લાગ્યું કે મારું શરીર મારાથી અલગ છે – જે ચાલી રહ્યો છે તે અને આ સભાન વ્યક્તિ, એમ બન્ને અલગ છે! આ અનુભવે મને ઊંડાણમાં સ્પર્શી લીધો. ઘણી પ્રદક્ષિણા કર્યા પછી પણ મને જરાય થાક ના લાગ્યો. ઉલટું દરેક પ્રદક્ષિણા પછી હું વધુ ઉર્જાવાન અનુભવતો હતો. દર એકાદશી મારી માટે નવા અનુભવો નો ખજાનો ખોલે છે. મને આવી પ્રક્રિયા અનુભવવાનો મોકો મળ્યો, તે માટે હું ખુબ આભારી છું’.” મુર્ચન, ૨૪, આસામ.
ભક્તિ સાધના
“જયારે કોઈનું હૃદય ભક્તિ થી ભરેલું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો અવરોધ એ પડકાર નથી. આ પાસું કેળવવા, સદગુરુએ ભક્તિ સાધનાની રચના કરી છે.
હું ખુબજ વધારે જીવંત અનુભવુ છું.
‘ભક્તિ સાધના ખુબજ સમૃદ્ધ છે. જે રીતે હું વસ્તુઓ ને જોઉં છું અને તેનો અનુભવ કરું છું, તે મારા દ્રષ્ટિકોણ થી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. શરૂઆત માં હું વસ્તુઓને એવી રીતે વિભાજિત કરી દેતી હતી, કે કોને માન આપવું જોઈએ અને કોને નહિ, શું કરવું જોઈએ, શું મહત્વનું છે અને શું નથી. ભક્તિ સાધના કરતા કરતા હું આવી જગ્યાએ આવી રહી છું જ્યાં મને જે કઈ પણ દેખાય છે, જે હું જાણું છું, તે બધાનું મહત્વ છે અને તે માનનીય છે. ભક્તિ સાધના મારા અહમ ને બાજુ પર મૂકી મને અત્યંત જીવંત બનાવે છે. હું જીવનને નમન કરવાનું શીખી રહી છું’.” મૃદુલા, ૨૪, મહારાષ્ટ્ર.
એક મહત્વપૂર્ણ ચેક-પોઈન્ટ
દર મહીને એક વાર સહભાગીઓનો આખો બેચ મળે છે, અને અમે બધા સદગુરુના વીડિઓ જોઈએ, તથા અમારી ક્રિયામાં સુધાર કરીએ અને અમારા અનુભવ પણ શેર કરીએ. જયારે બધા ગયા મહિનાના અનુભવને પ્રતીબિંબિત કરવા ભેગા થાય, તે સમય એક તક છે, આવતા મહિના માટે તૈયાર થવાની.
“હું ક્યાં રહેવા ઈચ્છું છું” એની તૈયારી
“અમે બધા અહીં એક સાથે છીએ, ત્યારે બધા સાથે એક સંબંધની ભાવના ઉત્પન્ન થાય છે. અને જયારે અમે અમારા અનુભવ શેર કરીએ છીએ ત્યારે અમારા અહી આવવાના હેતુ વિષે એક સારો રીફ્રેશેર મળી જાય છે. તે આ યાત્રામાં મારી માટે એક ચેક-પોઈન્ટ જેવું છે, જે યાદ અપાવે છે કે હું અહી કેમ આવ્યો છું. તે દર્શાવે છે કે ગયા મહીને હું ક્યાં હતો, અને આવતા મહીને હું ક્યાં પહોચવા ઇચ્છુ છું. – ઇન્દ્રદીપ, ૩૫, ટેક્ષસ, યુ એસ એ.
છોલેલા કેળા – એક સિક્કા ના બે પાસા
ઈશા યોગ કેન્દ્રમાં, દરરોજ તમારી મર્યાદા અને અપેક્ષાઓ, તમારી પસંદ અને નાપસંદ પ્રમાણે, આપણે બીજા પર કેટલી અપેક્ષાઓ લાદી દઈએ છીએ.
તે ઘણું પાક્કુ છે!
બારન, ૩૫, ઓસ્ટ્રેલિયા.
“ભિક્ષા હોલમાં પ્રાર્થના કરી આંખ ખોલી તો મેં જોયું કે એક સુદર પીળું કેળું મને પોતાની જાત ને સમર્પિત કરે છે. મને ધન્ય લાગ્યું.
તેની કાળી છાલમાંથી આંસુ ટપકતા હતા. ક્યાં તો તેનો સમય વીતી ગયો હતો, અથવા તો તે એક પ્રબુધ્ધી કેળું હતું. મને જોવા દો.
મેં જયારે તેને છોલ્યું, તો એક પાકું કેળું હતું જેના કળા અને સફેદ ચાઠા હતા. મેં આશાવાદી થઇ તેનું એક બચકું મારા મોઢામાં મુક્યું. તે ખાટુ હતું.
પછી મેં કેળું આપનાર સ્વયંસેવકને કહ્યું:
મારું કેળું ખરાબ છે. શું મને બીજું કેળું આપશો?.
સ્વયંસેવકે કહ્યું, ‘આ કેળું ખવાય એમ છે.’
મેં વળતો જવાબ આપ્યો, ‘મને પાકું કેળું ભાવે છે, પરંતુ આ કેળું ખરાબ થઇ ગયું છે.’
સ્વયંસેવકે કેળાનું ધ્યાનથી પરીક્ષણ કરી કહ્યું, ‘આજ પરિપક્વ સમય છે તેને ખાવાનો. હું પણ આવાજ કેળા ખાઉં છું.’
મેં તેને કહ્યું, ‘સારું તો તમેજ આને ખાઓ’...
આમ કહી મેં નીચે મારી થાળી સામે જોયું. પેલા કેળા સામે, જે અશ્રુભરી આંખો સાથે પોતાને મને અર્પણ કરી રહ્યું હતું. મને અચાનક થી અપરાધભાવ થયો, ‘ તો તમેજ આને ખાઓ’ ‘ તો તમેજ આને ખાઓ’ ‘ તો તમેજ આને ખાઓ’ એ અવાજ ગુંજતો રહ્યો, મને થયું.
હું આ કેળું ખાઇશ.’ અને હું મારા વર્તન બદલ પેલા સ્વયંસેવકની માફી પણ માંગીશ. નજીકથી નિરીક્ષણ કાર્ય બાદ મેં ધ્યાનપૂર્વક એ કેળાને અરોગ્યું.
હા હજુ પણ તે ખાટું હતું, પણ મેં મારી જાત ને કહ્યું કે આ કેળું પણ ખવાય. મારી પસંદ નાપસંદ મારા માટે બનાના બોન્ડેજ બનાવી રહ્યું છે.
પછી પેલો સ્વયંસેવક ફરી મને મળવા આવ્યો:
મેં તેને કહ્યું, ‘મને માફ કરજો, મેં તે કેળું ખાધું અને હું બરાબર છું. તમે સાચા હતા.’
સ્વયંસેવકે કહ્યું, ‘ના હું તમારી માફી માંગું છું.’
મેં કહ્યું, ‘ તમે કેમ માફી માંગો છો, માફી મારે માંગવી જોઈએ, તમારી સાથે આમ વાત કરવા બદલ.’
સ્વયંસેવકે કહ્યું, ‘નાં હું માફી માંગું છું કારણકે મેં તમારા જેવુજ કેળું અરોગ્યું અને હવે મને પેટ માં દુખાવો છે. તમારું કેળું ખરાબ હતું અને તમારે એને નહોતું ખાવાનું.....’
અમે બન્નેવ એકબીજા સામે નમન કર્યા અને આનંદમય થઇ ખુબ હાસ્યા. તે એક મનોહર ક્ષણ હતો જેણે મને શીખવ્યું કે ભલે હું સંપૂર્ણપણે સભાન નથી પરંતુ દરેક ક્ષણે હું તે પામવાનો પ્રયાસ કરી શકું છું.”
તે હજી બહુ પાકું નથી!
- એદગાર્દો, ૨૨, પોર્ટો રીકો
“ભિક્ષા હોલમાં જમતા પહેલા મને પીરસવાનું ગમે. તો મેં કોઈને એક કેળું પીરસ્યું. તેણે મને કહ્યું, આ ખુબ પાકું છે, અને ખરાબ થઇ ગયું છે. મેં તે કેળાને જોયું, અને કહ્યું આ માત્ર પાકું કેળું છે, અને તે આરોગી શકાય. તો તેણે મને કહ્યું, “સારું તમેજ ખાઓ આને.” જયારે તેમણે મને આમ કહ્યું મને લાગ્યું કે મેં આ પરીસ્થિત પર પ્રતિક્રિયા આપી.
પછી હું મારું ભોજન લેવા બેઠો, અને મેં સૌથી કળી છાલ વાળું કેળું લીધું અને મારી જાત ને કહ્યું, “જો હું કોઈને આ અર્પણ કરી શકું, તો મારે પોતે પણ તેને ખાવાની તૈયારી હોવી જોઈએ.” એટલે મેં એક ખુબ પાકું કેળું લીધું. જયારે મેં તેની છાલ કાઢી, તો એક વિચિત્ર ગંધ આવી, પણ મેં નક્કી કર્યું હતું કે હું તેને ખાઇશ, કારણકે મને લાગ્યું કે આ કેળું સારું છે. એ કેળું ખાતા સાથેજ મારુ પેટ વલોવા લાગ્યું. તે છતાં મેં પૂરું કેળું ખાધું. હું જયારે મારી સેવામાં પાછો ફર્યો, મેં પહેલા બારન ને શોધી તેની માફી માંગી. મેં તેને કહ્યું કે મેં પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી અને તેને ખોટી સમજી. તે પણ ખુબ સમજુ હતો અને તેણે પણ આ પરિસ્થિતિને ખુબ અલગ રીતે પારખી હતી. અંતે અમે બન્નેવ ખુબ હસ્યા. આવી નાની નાની બાબતો મને દર્શાવે છે કે મારી સાધના ખુબ સરસ રીતે આગળ વધી રહી છે.
કાર્ય પ્રગતિ પર છે!
હજી ઘણું આગળ વધવાનું છે, પરંતુ દરેક સહભાગીને એ ખબર છે કે તેઓ ખરા માર્ગે આગળ વધી રહ્યા છે.
ખરી આઝાદી
“મને હંમેશા લાગતું કે જે મારે કરવું હોય તે કરવું, એજ ખરી આઝાદી છે, પણ અહી આવ્યા પછી હું ખરી આઝાદી મેળવવા માટે કામ કરી રહ્યો છું – પસંદગીથી આઝાદી. મારા ભાગે જે પણ આવે તેને હું ખુશી ખુશી માણવા લાગ્યો છું. મને એમ લાગે છે કે ખરી આઝાદીને મેં થોડી તો જરૂરથી અનુભવી છે.” હિમાંશુ. ૨૪, ઉત્તરાખંડ.
હવે હું ધીર ગંભીર નથી!
“હું હંમેશા પોતાનામાં રેહતી હતી. હું કાયમ એક ગંભીર ચહેરો રાખતી. લોકોએ મારા સુધી પહુચવા અનેક દીવાલો તોડવી પડતી. હવે હું કોઈ પણ પ્રયાસ વિના આનંદિત રહું છું અને દરેક પ્રત્યે પ્રેમ અનુભવું છું, જેવી હું નાની હતી ત્યારે વર્તતી. બીજો એક નોંધપાત્ર બદલાવ મેં એ અનુભવ્યો કે ગમે તેવી વ્યક્તિ કે પરિસ્થિતિ મારી સમક્ષ આવે તો હું સભાનપણે તેને પ્રતિક્રિયા આપું છું, અથવા જો સભાન રહી પ્રતિક્રિયા ના આપી શકું તો તરતજ સમજી જઉં છું. આવું થવું શક્ય હતું તેવી મને કલ્પનાજ નહોતી. મારી અનિવાર્ય પ્રતિક્રિયાઓને મેં કુદરતી માની લીધી હતી, જે તદ્દન અસત્ય હતું.” વિનીતા, ૩૦, પંજાબ.
શરીર અને મનથી પરે કઈંક!
“મારું શરીર અને મન પહેલા જેવાજ સંઘર્ષોથી પસાર થઇ રહ્યું છે, પરંતુ પહેલાની જેમ તેઓ નક્કી નથી કરી લેતા કે મને આ પરિસ્થિતિમાં કેવું લાગવું જોઈએ. હવે આ વાતો પાછળ છૂટી ગઈ છે અને કંઈક વધુ સુખદ વાતો એ સ્થાન લઈ લીધું છે.” અશ્વિની, ૨૭, ઓહાયો, યુ એસ એ.
સાધનાપદ: જીવન માટેનો વીમો!
સદગુરુ(સાધનાપદના સહભાગીઓને સંબોધીત કરતાં): આધ્યાત્મિક સાધક અને ભોગી જીવનમાં રહેલા લોકો વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે જ્યારે જીવનની મુશ્કેલીઓ તેમને દુ:ખ પહોંચાડે ત્યારે ભોગીઓ ગભરાઈને ભાગી જાય છે. જો કોઈ આર્થિક મુશ્કેલી હોય અથવા કુટુંબમાં કોઈ બીમાર હોય અથવા કોઈ વિક્ષેપ આવે છે, તો તે વિચલિત થઈ જશે, અને પછી તે ભાગી જશે. પરંતુ આધ્યાત્મિક સાધક તે છે જે મુશ્કેલીનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરે છે. અન્ય લોકો તેને તૈયાર કરે તેની રાહ જોતા નથી. પોતાને માટે જે કરવું જરૂરી છે, તેઓ એ જાતે કરે છે. તો પછી કોઈ પણ તેની સાથે કંઇ કરવા સક્ષમ નથી. આ સ્વતંત્રતા છે. કારણ કે ઘણા વર્ષોથી, મેં માથાથી પગ સુધી, દરેક સંભવિત રીતે, મારી ટીકા કરી છે, તેથી હવે લોકો મારા વિશે કંઇ પણ કહે છે, મને ફરક નથી. મેં એ બધું જાતે જ પોતાને કીધું છે, તેથી તે બધુ ઠીક છે.
તમારું શરીર, તમારું મન, તમારી ઉર્જા, તમારા માટે ક્યારેય અવરોધ ન હોવી જોઈએ - આ એક વસ્તુ છે જે તમારે કરવી જોઈએ. આ પ્રથા છે. તમારી પાસે હવે મર્યાદિત સમય છે - લગભગ સાડા ત્રણ મહિના. હું ઇચ્છું છું કે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે અંદર નાખી દો. જો તમે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો પછી તમે આખી જીંદગી માટે આ સમયને તમારા જીવન માટેના વીમા તરીકે જોશો. જીવનમાં તમારી સાથે શું થાય છે એનાથી કોઈ ફરક નથી પડતો? જો તમે આ સમયમાં પોતાને મજબૂત બનાવશો, તો તમે જોશો કે કંઇપણ તમને હેરાન કરશે નહીં. જ્યારે તમારી પાસે આ આત્મવિશ્વાસ છે, ત્યારે તમે વિશ્વમાં મહાન કાર્યો કરી શકશો. અમે ઈચ્છીએ છીએ કે તમે એવું જ કરો.
આવતા ભાગમાં......
ઇશા યોગ કેન્દ્ર તમામ પ્રકારના આધ્યાત્મિક સાધકોનું ઘર છે અને તે દરેક પ્રકારની આધ્યાત્મિક અભિલાષામાં આધ્યાત્મિક પ્રક્રિયાને પોષવા માટે રચાયેલ છે. તે કોઈ સંયોગ નથી કે અહીં ઘણી બધી આધ્યાત્મિક પ્રક્રિયાઓ તેમના વિકાસ માટે તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ કરાઈ છે. " સાધનાપદમાં જીવન" ના આગલા અંકમાં, આપણે વિવિધ પ્રકારની સેવાઓની ઝલક બતાવીશું, જેમાં સાધનાપદના સહભાગીઓ ખૂબ ખુશ છે.
સંપાદક ની નોંધ: સાધનાપદ વિષે વધુ જાણવા, કે સાધનાપદ માટે પૂર્વ રજીસ્ટર કરવા અહી ક્લિક કરો.