32 દેશોના 800 થી વધુ સહભાગીઓ તેમના આંતરિક વિકાસ માટે ઇશા યોગ કેન્દ્રના પવિત્ર સ્થાનમાં 7 મહિના ગાળવા માટે ભેગા થયા છે.

જેની આપણે ઉંડાણપૂર્વક કાળજી રાખીએ છીએ તેના માટે આપણો સમય અને શક્તિ આપવી તે હંમેશાં લાભકારક છે, અને જ્યારે આ પ્રક્રિયા પણ વ્યક્તિના પોતાના વિકાસ માટેનો માર્ગ બની જાય છે, ત્યારે આધ્યાત્મિક અભિલાષી માટે આનાથી વધુ પરિપૂર્ણ કંઈ નથી. સદગુરુ દ્વારા કાળજીપૂર્વક રચિત, સેવા બરાબર આવી જ એક તક છે.

સાવચેતીપૂર્ણ આયોજન સાથે, ખાતરી કરવામાં આવે છે કે દરેક સાધનાપદના સહભાગીને આપવામાં આવતી વિવિધ પ્રકારની સેવાઓમાં ભાગ લેવાનો અવસર મળે. એક સેવામાંથી બીજીમાં છલાંગ લગાવવું, પ્રચંડ સુગમતા માંગી લે છે અને સાધનાપદના સહભાગીઓ જુએ છે કે પ્રતિકારના સ્તરો છોલવામાં અને પોતાની અંદર નવી જગ્યા પ્રદાન કરવામાં આ પ્રક્રિયા કેટલી અસરકારક બની શકે છે.

અન્ન સેવા

life-in-sadhanapada-different-flavors-of-seva-vol-serving-food-20190903_SGR_0283-e

"અન્ન" નો અર્થ સંસ્કૃતમાં "ખોરાક" છે. ઇશા યોગ કેન્દ્રમાં દરરોજ હજારોને ભોજન પીરસાય છે. સદગુરુ દ્વારા “ભિક્ષા હોલ” એવું યોગ્ય નામ આપવામાં આવ્યું છે, ડાઇનિંગ હોલ અન્નદાન (અથવા ખોરાકનું અર્પણ) તરીકે બે વખત ભોજન આપે છે: સવારે 10:00 વાગ્યે અને રાત્રિભોજન સાંજે 7: 00 વાગ્યે.

ભોજનની મજા માણવી એ પહેલી નજરમાં સૌથી વધુ ભૌતિક જેવું દેખાય છે, પરંતુ અન્ન સેવા દરમિયાન, સહભાગીઓ સમજે છે કે ખરેખર તે કરવા માટે શું શું કરવું પડે છે. ચોક્કસ ક્રમમાં ભોજનને ખૂબ કાળજીપૂર્વક પીરસવામાં આવે છે… અને ઘણાં કચુંબર પહેલાં ભાત પીરસવા માટે નમ્ર ઠપકો મળે છે!

ભૂખ્યા આધ્યાત્મિક ઇચ્છુકોને સેવા આપવી એ સમાવિષ્ટતા અને અર્પણની ભાવના કેળવવાનો એક ઉત્તમ રસ્તો છે, જેનાથી તેઓ જાગૃત થાય છે કે એક સરળ પ્રવૃત્તિ પણ ઘણો મહત્વ ધરાવે છે. સહભાગીઓમાં આ ગુણવત્તા વધારવા માટે અન્ન સેવાને સાધનાપદમાં સમાવિષ્ટ કરવામાં આવી છે

શારીરિક રીતે કંઈ કરતા કરતા ધ્યાન કરવું ખૂબ સરળ છે

“અન્ન સેવા એ સર્વશ્રેષ્ઠ સ્વયંસેવાનો અનુભવ હતો! સેવા દરમ્યાન શારીરિક રીતે સક્રિય થવું ખૂબ જ સારું હતું (કારણ કે સામાન્ય રીતે મારી સેવા ઓફિસમાં છે) અને મને લાગ્યું કે માનસિક (ઓફિસ સેવા) કરતા શારીરિક રીતે કંઈક (અન્ન સેવા) કરતી વખતે ધ્યાન કરવું મારા માટે ખૂબ સરળ છે! "- જીનેવિવ, 30, કેનેડા

અનિચ્છાના સ્તરોનું ઊખડવું

"મને યાદ છે કે લોકો સિંકમાંથી વધેલું ખાવાનું સાફ કરતા જોઈ, હું વિચારતી કે, ' મારે તે કરવું નથી.' થોડા દિવસો પછી મેં મારી જાતને તે કરવાની ફરજ પડી કારણ કે મેં મારી અંદરની મર્યાદાને ઓળખી લીધી અને મને આશ્ચર્ય થયું કે એ મે એ સમગ્ર પ્રક્રિયાનો આનંદ માણ્યો. તે પછી જ્યારે કોઈએ મને પૂછ્યું કે સિંક કોણ સાફ કરે છે, ત્યારે મેં જવાબ આપ્યો, 'કદાચ હું.' મારા જીવનનો ઘણી રીતે લાભદાયી અનુભવ અન્ન સેવા થકી હતો, અને ત્યાં સૌથી અદ્દભુત સમય વિત્યો, લોકો સાથે અને મારી પોતાની સાથે.”- બિયાન્ન,27,ઓસ્ટ્રેલિયા

life-in-sadhanapada-different-flavors-seva-kitchen-volunteering-collage-pic

ભિક્ષા હોલમાં ધ્યાનલિંગ સમાન પવિત્રતા છે

“ભિક્ષા હોલમાં લોકો ને આવકરવાનો અને દરેક વ્યક્તિની સેવા ભાવથી ભોજન પીરસવાનો માનો કે સદગુરુ ને જાતે પીરસી રહ્યાં છો, અક્ષમ્ય હતો. મેં નક્કી કર્યું છે કે હવે પછીથી જ્યારે મારો પરિવાર મને તેમને ઇશાના મહત્વપૂર્ણ સ્થળોએ લઈ જવા માટે કહેશે ત્યારે હું તેમને ધ્યાનલિંગ, લિંગ ભૈરવી, આદિયોગી અને ભિક્ષા હોલમાં લઈ જઈશ. કારણ કે તે એ સ્થાન છે જ્યાં ધ્યાનલિંગ અથવા લિંગ ભૈરવી જેટલી જ પવિત્રતા જાળવવામાં આવે છે.” - શ્રીકાંત, 26, આંધ્ર પ્રદેશ,ભારત

લિંગ સેવા

life-in-sadhanapada-different-flavors-of-seva-vol-at-temple-in-namaskar-posture

શક્તિશાળી ઉર્જા સ્વરૂપ, ધ્યાનલિંગ એ બોધ અને મુક્તિનો એક દ્વાર છે જે દરરોજ હજારો શ્રદ્ધાળુઓને ઇશા યોગ કેન્દ્રમાં આકર્ષિત કરે છે. ફક્ત ધ્યાનલંગની જગ્યામાં રહેવું, કોઈને પણ ધ્યાન કરાવવા માટે પૂરતું છે. લિંગ સેવા એ સદગુરુ દ્વારા પ્રદાન કરવામાં આવેલી સંભાવના છે જ્યાં કોઈ પણ વ્યક્તિ આ પવિત્ર જગ્યામાં પોતાને અર્પિત કરી શકે છે અને તે બીજા બધાને અનુભવ કરવા માટે ઉપલબ્ધ બનાવી શકે છે.

લિંગ સેવા એક એવી વસ્તુ છે કે જેની રાહ, પ્રત્યેક સાધનાપદના સહભાગી જુએ છે. કોઇની ગમે એ વિભાગમાં નિયમિત સેવા હોય- ફાઇનાન્સમાં, આઈટી, બગીચામાં કામ, કાનૂની પ્રવૃત્તિઓ, ગ્રાફિક ડિઝાઇન અથવા ભાષાંતરમાં – તેનાથી ફરક નથી પડતો, કોઈ પણ સમયે 10 દિવસની લિંગ સેવા માટે મોકલી શકાય છે! સેવાની આ "મ્યુઝિકલ ચેર" એ તેની ડિઝાઇન દ્વારા, વિકાસ કરવાની અનન્ય તક છે

એવું લાગ્યું કે હું ઘરે આવી ગઈ.

“હું હંમેશા ધ્યાનલિંગમાં ન જવા માટે કોઈ બહાનું શોધી કાઢતી. મને ત્યાં જવામાં હંમેશાં થોડી અસ્વસ્થતા અનુભવાતી કારણ કે મને ખરેખર ના સમજાતું કે થઈ શું રહ્યું છે. પરંતુ લિંગ સેવાની પ્રક્રિયા દરમ્યાન, તમે પોતાની પસંદગી અને નાપસંદગી હોવા છતાં, તમારી જાતને સંપૂર્ણ રીતે અર્પિત કરો છો, ફક્ત એ જગ્યાના વાતાવરણને સંપૂર્ણ રીતે જાળવી રાખવા માટે જે કાંઈ જરૂરી છે એ કરવાથી. પોતાને અર્પિત કરવાની આ સમજથી ધ્યાનલિંગ સાથે એક સંપૂર્ણ નવો સંબંધ જોડાયો છે. આ જગ્યાએ મને એવું અનુભવવાનું શરૂ થયું કે હવે મારે બીજે ક્યાય જવાની જરૂર નથી, બધું અહી જ છે. શબ્દોમાં તે વ્યક્ત કરવું ખરેખર મુશ્કેલ છે. તે ઘરે આવવા જેવુ જ લાગ્યું.” -એનાબેલ, 22, જર્મની

life-in-sadhanapada-different-flavors-of-seva-linga-seva-pic1

પ્રથમ વખત, મને સમજાયું કે ભક્તિ શું છે

“શરૂઆતમાં, જ્યારે મને ખબર પડી કે હું ઇશા આઇટી વિભાગથી જોડાઈશ, ત્યારે ખળભળાટ મચી ગયો હતો, કારણ કે હું મહિનાથી જે કમ્પ્યુટરથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, એ જ કમ્પ્યુટર સાથે જ કામ કરીશ! તો લિંગ સેવા સારા સમયે આવી. હું તમામ ઉંમરના અને બેકગ્રાઉન્ડના, તમામ પ્રકારના લોકોને મળ્યો. મુલાકાતીઓને આવકારવાની પ્રક્રિયામાં, મેં તેમની સાથે કેવી રીતે રહેવું તે શીખ્યો. વહેલા જાગવાના અને ખૂબ જ મોડા પલંગ પર જવાના તે 10 તીવ્ર દિવસોમાં, અને બધા સમયે, મારી અંદર જે અશાંત હતું તે તૂટી ગયું. હું ખરેખર ક્યારેય સમજી શક્યો નહોતો કે ભક્તિ શું છે. મને લાગતું કે તે પ્રેમ અને સમર્પણ છે. પરંતુ, તેના કરતાનું ઉપરનું સ્તર લાગે છે, કારણ કે ફક્ત પ્રેમ અલગ હોઈ શકે, પરંતુ એક વખત ભક્તિએ મને સ્પર્શ કર્યો, તે એક વ્યાપક ગુણ બની ગયું અને મે જે પણ કર્યું એમાં સમાઈ ગયું.” - નેથલી,34, કેનેડા

નવ મહિનામાં કરતાં નવ દિવસમાં વધુ પ્રગતિ કરી

“મારી રૂમમેટ ને દરરોજ સવારે 3 વાગ્યે ઉઠવા માટે સંઘર્ષ કરતા અને રોજ રાત્રે 10 વાગ્યા પછી ઊંઘતા જોઈ મને એવું લાગ્યું કે લિંગ સેવા કદાચ ખૂબ જ શારીરિક રીતે માંગણી કરતી પ્રક્રિયા હશે. મેં મિસ્ટિક્સ મ્યુઝિંગ્સમાં ધ્યાનલિંગ પરનો અધ્યાય આગલા દિવસે વાંચ્યો હતો, જેથી હું ખાતરીથી મારી જાતને તૈયાર કરી શકું. ’મને જરાક પણ ખબર નહોતી કે તેનો શારીરિક અથવા મારી માનસિક વાહિયાત સાથે કંઈ લેવાદેવા નથી. તે નવ દિવસોમાં, એક વ્યક્તિ તરીકે જેટલી પ્રગતિ કરી હશે એટલી મેં નવ મહિના કે વધુ મહિનામાં પણ ક્યારેય નહીં કરી હોય.” - ગુહાન, 22, તામિલનાડુ, ભારત

કાર્યક્રમમાં સ્વયંસેવા

આદર્શ વેકેશન ત્યારે છે જ્યારે કોઈ પણ જાતનું કામ કરવું નથી પડતું, પરંતુ સાધનાપદમાં, લોકો તેમના સામાન્ય કામથી થોડોક સમય કાઢી ફક્ત કાર્યક્રમમાં વધુ સ્વયંસેવા માટે આતુર રહે છે! પરંતુ, કોઈ બાલીમાં રાજા ભોગવવાને બદલે ઇશાના કાર્યક્રમમાં સ્વયંસેવાને શા માટે પસંદ કરશે? જાણવા માટે આગળ વાંચો…

life-in-sadhanapada-different-flavors-of-seva-program-volunteering

બીએસપી સ્વયંસેવાએ મને અર્પણના આનંદનો સ્વાદ ચાખવ્યો

350 સાધનાપદના સહભાગીઓ માટે ભાવા સ્પંદના કાર્યક્રમ (બીએસપી) ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં અમે ૧૦8 સ્વયંસેવકો હતા. અમે રાત્રે મુશ્કેલીથી 4 કલાક ઉંઘતા હતા, પરંતુ મને આ પ્રકારની શક્તિશાળી ઉર્જાનો અનુભવ પહેલાં ક્યારેય નહોતો થયો, એક સહભાગી તરીકે મારા પોતાના બીએસપી વખતે પણ નહીં. હું એ સ્વયંસેવા પછી બહાર આવ્યો ત્યારે, હું બદલાઈ ગયો. મને સમજાયું કે આપવાનો આનંદ એ સૌથી મહત્વપૂર્ણ છે – જો એકવાર તમે તે કૃપાનો સ્પર્શ કરો છો તો પછી તમે તે પરિમાણમાં જ જીવવા માંગો છો. બીજી બધી બાબતો મારા માટે હવે એટલી અગત્યની નથી. આ મારા સાધનાપદની શરૂઆત હતી.” -પ્રાંશું, 27, મહારાષ્ટ્ર, ભારત

ઇશા યોગ કેન્દ્રમાં હંમેશાં એક પછી એક થતાં અનેક કાર્યક્રમોના સાક્ષી બની, સ્વયંસેવક બનવાનો અને કાર્યક્રમનો ભાગ બનવાની તક આશ્રમમાં રહેતા દરેક માટે ઉપલબ્ધ છે. આનાથી ના ફક્ત બધાને પરિવર્તન માટેનાં સાધનો પ્રદાન કરવાના સદગુરુના પ્રયત્નોને સમર્થન મળે છે, પણ એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયાના ભાગ તરીકે પણ લોકોને સક્ષમ બનાવે છે.

ડમરૂ સેવા અને અર્પણ તરીકે સંગીત વગાડવું

life-in-sadhanapada-different-flavors-of-seva-vol-doing-damaru-seva

જો તમે ક્યારેય વિચાર્યું હોય કે ઇશા ઓફિસની જગ્યાઓનું કંઇક કોર્પોરેટ સેટ જેવું જ છે, તો આ દંતકથા ઝડપથી અને નિશ્ચિતપણે પર્દાફાશ કરવામાં આવે છે જ્યારે અંગવસ્ત્ર ધારણ કરેલા- ડમરૂ લઈને સ્વયંસેવકોનું એક બેન્ડ સૌમ્ય સ્મિત અને તાલ સાથે ઘટના સ્થળે આવે છે. આશ્રમના દરેક ભાગમાં બપોરે ફરે છે, તેઓ ખાતરી કરે છે કે દરેક વ્યક્તિ જીવંત અને જાગૃત છે! આમાં જોડાવા માટે કોઈને સંગીતકાર હોવાની જરૂર નથી, અને માત્ર ઈચ્છા હોવી જરૂરી છે.

ડમરૂ સેવાનો પ્રથમ અનુભવ

“સામાન્ય સ્વયંસેવા દરમ્યાન જ્યારે મેં પહેલી વાર જોયું કે થોડાં સ્વયંસેવકો સફેદ અંગવસ્ત્રમાં સજ્જ હતા અને ડ્રમ્સ અને ટેમ્બોરિન વગાડતા ફરતા હતા, ત્યારે મને આશ્ચર્ય થયું કે શું મને ક્યારેય આવું કરવા મળશે. સાધનાપદમાં થોડા અઠવાડિયા પછી, મારી ટીમને પૂછવામાં આવ્યું કે શું અમને ડમરૂ સેવા કરવાનું રસ છે? મને થોડો પ્રતિકાર લાગ્યો, શંકા થઈ કે હું બહાર ખૂબ ગરમ હોવાથી આખી પ્રવૃત્તિ પૂરી કરી શકશે કે કેમ. એકવાર અમે સેવા શરૂ કરી, અમે ફક્ત ચાલુ રાખ્યુ. અચાનક હવે ગરમીથી ફરક પડ્યો નહીં. તે એક સુંદર અનુભવ હતો અને અમે હવે ફરીથી ડમારુ સેવા કરવા માટે સંમતિ લેવા આવ્યા છીએ.” - આશિન પોલ, 27, કર્ણાટક, ભારત

ધ્યાનલિંગમાં સંગીત વગાડતી વખતે સર્જનાત્મકતા પોતાને ઉજાગર કરે છે

“ધ્યાનલિંગમાં અર્પણ તરીકે સંગીત વગાડવાથી મારી અંદર ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે. ગુંબજની ધ્વનિ, વિશિષ્ટ અને ખૂબ પ્રેરણાદાયક છે - દરેક નોટથી તીવ્રતા અને સુંદરતા મળે છે જે સંગીતને સરળતાથી પ્રયાણ કરવામાં મદદ કરે છે. મારા માટે, ત્યાં સંગીત બનાવવું એક અપાર અનન્ય આશીર્વાદ છે, અને મારી વગાડવાની રીત અને સાધન તરફનો અભિગમ ખૂબ જ બદલાઈ રહ્યો છે. જ્યારે હું ધ્યાનલિંગમાં વગાડુ છું, ત્યારે મને લાગે છે કે હાલની ક્ષણમાં સર્જનાત્મકતા ખુલે છે. જગ્યાની ઉર્જા મને સંતુલન ગુમાવ્યા વિના ‘જોખમો’ લેવા અને તેવી સ્થિતિમાં રહેવામાં મદદ કરે છે. હું ફક્ત મારી આંખો બંધ કરું છું અને સંગીત સાથે જોડાઉ છું; તે એક સુંદર પાતાળમાં જવા જેવું છે… હવે તે હું નથી." -ગેબ્રિયલ, 39, બ્રાઝિલ

માટુ માણ ફાર્મમાં

માટુ માણ એ ઇશાની પોતાની ગૌશાળા છે જે બોવાઇન જાતિના જીવોનું આરામદાયક ઘર છે. ગાયો અને બળદોની સંભાળ રાખવા માટે જોમ અને મૃદુતા બંનેની આવશ્યકતા છે, જે તેને કોઈની વૃદ્ધિ માટે યોગ્ય સ્થાન બનાવે છે.

life-in-sadhanapada-different-flavors-of-seva-vol-at-maatu-mane

મારી મર્યાદાઓનો તૂટવાનો અનુભવો

“પશુચિકિત્સક ડોક્ટર હોવાને કારણે મને સેવા માટે આશ્રમમાં માટુ માણ વિભાગમાં પોસ્ટ કરવામાં આવી હતી. શરૂઆતમાં હું ખૂબ જ ખુશ હતી કે હું ફરીથી મારી પશુચિકિત્સા પ્રેક્ટિસ કરીશ, પરંતુ પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા, ત્યારે મને ખબર પડી કે પ્રાણીઓની સારવાર સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ છે, જેમ કે તેમને ખવડાવવું, પાણી આપવું, સાફ કરવું. તેમના છાણ દૂર કરવા, અને તેનો ઉપયોગ છોડ માટે ખાતર બનાવવા માટે કરવો. અને આ બધી પ્રવૃત્તિઓ કરતી વખતે મને ધીમે ધીમે સમજાયું કે આ બધા કાર્યો તરફ મારે પ્રતિકારના કેટલા સ્તરો હતા. આ પહેલા મેં ક્યારેય આવું કંઇક સભાનપણે કર્યું નથી અને મારી આસપાની પ્રકૃતિને એટલું ભવ્ય અનુભવ્યુ નથી. હું ખરેખર બધી મર્યાદાઓ તૂટતી જોઈ શકું છું. હું અહીં કામ કરું છું તેને 3 મહિના થયા છે, અને જ્યારે હું પાછું જોઉં છું, ત્યારે મને લાગે છે કે હવે હું તે જ વ્યક્તિ નથી જે પહેલા હતી. મને સંપૂર્ણ રીતે અલગ વ્યક્તિ બનાવવા બદલ મારી સેવાના બધા લોકો અને મારા સંયોજકનો હું ખરેખર આભારી છું.” -સોનિકા, 24, કર્ણાટક, ભારત

પૃથ્વી પ્રેમ સેવા

life-in-sadhanapada-different-flavors-of-seva-vol-prithvi-prema-seva-planting-tree

પ્રકૃતિની સાથે રહેવાની અને પોતાને (શાબ્દિક!) માટી અને સૂર્યમાં લીન કરવાની એક અદ્દભુત તક, સદગુરુ દ્વારા પૃથ્વી પ્રેમ સેવાની રચના, લોકોને પાંચ તત્વો સાથે ઉંડા જોડાણ માટે કરી હતી -જે યોગનો એક ખૂબ જ મૂળ પાસો છે.

કલ્પના કરો કે સાધનાપદમાં એક એન્જિનિયર, એક ગાયક, એકાઉન્ટન્ટ અને એક સોફ્ટવેર ડેવલપર આવ્યા છે, જે ફક્ત તીવ્ર શારીરિક કાર્યમાં કલાકો પસાર કરવા મોકલવામાં આવે છે. પ્રકૃતિની આટલા નજીક હોવાનો આશીર્વાદ અને જાજરમાન વેલીયંગીરી પર્વતોની આકર્ષક પૃષ્ઠભૂમિ જે તેમને ખૂબ આનંદ સાથે પડકાર લેવામાં આનંદ આપે છે.

પૃથ્વી પ્રેમ સેવામાં વૃક્ષો વાવવા, ઘાસ કાપવા, ફૂલો ચૂંટવું અને નજીકના ખેતરોમાં જામફળ, લીંબુ અને સીતાફળ તોડવા(પ્રવાસ કરતી વખતે ખાવાનું નહીં!) ની સફર શામેલ છે.

જીવન મારા પોતાના વિચાર અને ભાવના કરતા મોટું બની રહ્યું છે

“જ્યારે તેઓએ મને કહ્યું કે હું પૃથ્વી પ્રેમ સેવાનો એક ભાગ છું, પ્રકૃતિ પ્રેમી હોવાને કારણે હું ખૂબ જ ઉત્સાહિત હતો. શરૂઆતમાં એક મહિનો મુશ્કેલ હતો કારણ કે અમે સૂર્યપ્રકાશ અને વરસાદના સંપૂર્ણ સંપર્કમાં હતા અને આખો દિવસ અમે માટીમાં રહતા હતા. પરંતુ એકવાર શરીરની આ આદત થઈ ગઈ, મેં તેનો આનંદ માણવાનું શરૂ કર્યું. સદગુરુ કહે છે તેમ, જીવન ચારે તરફ સર્વશ્રેષ્ઠ બની રહ્યું છે - પરંતુ હું સંપૂર્ણપણે મારા પોતાના મનોવૈજ્ઞાનિક નાટકમાં વ્યસ્ત હતો, અને આસપાસના જીવનને જોવા માટે હું થોડો સમય પણ કાઢી શકતો ન હતો. હવે જ્યારે હું તે કૃમિ, જીવજંતુઓ, સુંદર પતંગિયાઓ અને ઘાસનો પાંદડાને જોઉં છું જે ખાલી ઉગતું હોય છે, ત્યારે હું તેને ખૂબ જ આનંદ અને આદરથી જોઉં છું, તે મારું વ્યક્તિત્વ ઓગાળી રહ્યું છે.” - ગૌરી, 28, મહારાષ્ટ્ર, ભારત

life-in-sadhanapada-different-flavors-of-seva-vol-prithvi-prema-seva-pic1

મારા સાંસ્કૃતિક ક્ષિતિજોને વિસ્તૃત કર્યું

"દરરોજ ખેતરોમાં જવું અને તમામ પ્રકારના લોકો સાથે રહેવું, હું સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ થવાનો અનુભવ કરું છું, કારણ કે તે સ્પષ્ટ દેખાય છે કે, 'ઠીક છે, આપણે બધા એક સરખા લોકો જ છીએ, સમાન માણસો,' પણ આપણામાં સૂક્ષ્મ તફાવત છે સંસ્કૃતિનો. આ તફાવતોની નોંધ લેવી અને સમગ્ર ભારત અને વિશ્વના મિત્રો બનાવવાની મજા કંઈક અલગ જ છે." - મિકુસ, 32, લાતવિયા

આગળ આવી રહ્યું છે...

સમજદારીપૂર્વક રચાયેલ સાધનાપદ શેડ્યૂલ દ્વારા તમારી રીતે પાર કરવું એ એકદમ મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. આવતી વખતે, અમે "સાધનાપદ સર્વાઇવલ ગાઇડ!" ના રૂપમાં સાધનાપદમાં રહેવા અને સમૃદ્ધ થવાની થોડી ટીપ્સ અને હેક્સ શેર કરીશું.

સંપાદકની નોંધ:સાધનાપદ વિશે વધુ જાણો અને આગામી બેચ માટે પ્રી-રજિસ્ટર કરવા અહીં ક્લિક કરો.here.