ઇશા, શાસ્ત્રીય યોગને તેના મૂળ અને શુદ્ધ સ્વરૂપમાં પાછું લાવવા માગે છે - નહીં કે સ્ટુડિયો યોગ, નહીં કે પુસ્તક યોગ અથવા નવા નવા સિધ્ધાંતો કે જે મૂળભૂત સિદ્ધાંતોની સમજ લીધા વિના દુનિયાભરમાં લાવવામાં આવે છે તે રીતે નહીં - પરંતુ યોગ્ય - શાસ્ત્રીય યોગ, જે એક અસાધારણ શક્તિશાળી વિજ્ઞાન છે. તે એક એવી પધ્ધતિ છે જેમાં ઉચ્ચ પરિમાણો સુધી પહોંચવાના સાધન તરીકે ચોક્કસ અને સાવચેતીપૂર્વક એક-સાથે મૂકવામાં આવી છે.

શાસ્ત્રીય યોગ શ્રેણીમાં આપણે અંગમર્દન વિષે પણ જાણ્યું, યોગની એક અનન્ય પધ્ધતિ જે શારીરિક અને ઉર્જા પ્રણાલીઓને મજબૂત બનાવે છે. આ અઠવાડિયે, આપણે આપણા ગ્રહના ઉર્જા સ્ત્રોત એવા સૂર્ય સાથે આપણી શારીરિક વ્યવસ્થાને ગોઠવવાના માર્ગો ચકાસીએ છીએ.

બધી આધ્યાત્મિક સાધનાનો આધાર, જે પ્રકૃતિમાં ભૌતિક છે તેને આપણે પ્રકૃતિના ચક્ર સાથે સુમેળમાં લેવાનો છે.

પૃથ્વી અને ચંદ્રનો આપણા જીવન પરનો અસર નોંધપાત્ર છે, પરંતુ સૂર્ય એ બધી શક્તિનો સ્રોત છે. સદગુરુ આપણને કહે છે: “જો સૂર્યના કિરણો આ ગ્રહ પર ના પડે, તો જીવનની સંભાવના જ નથી, તે સમાપ્ત થઈ જાય છે. જો હમણાં જ સૂર્ય અદૃશ્ય થઈ જાય, તો થોડા કલાકોમાં, બધું નક્કર બરફમાં ફેરવાઈ જશે. બધા મહાસાગરો તેમજ તમારું લોહી ઘન બરફમાં ફેરવાઈ જશે. સૌર ઉર્જા તમારા શરીરમાં પણ મૂળભૂત રીતે હાજર છે. તમારું શરીર ચોક્કસ તાપમાન જાળવી રાખે છે; તાત્કાલિક તકનિક કંઈક બીજી હોઈ શકે પણ આવશ્યકરૂપે, જે આ ગ્રહ પર ગરમી ઉત્પન્ન કરે છે - તે જીવનના સ્વરૂપમાં હોય કે પછી નિર્જીવ પદાર્થોના રૂપમાં - તે બધું સૌર ઉર્જા છે, ઘણી બધી રીતે તેની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે"

બધી આધ્યાત્મિક સાધના જેની પ્રકૃતિ ભૌતિક છે તેનો આધાર, આપણે પ્રકૃતિના ચક્ર સાથે સુમેળમાં લાવવાનો છે. સદગુરુ કહે છે, "જો તમે સૂર્યના ચક્ર સાથે સુસંગત છો, તો પછી શારીરિક સ્વાસ્થ્ય, સુખાકારી, જીવનશક્તિ, ઉર્જા, આ બાબતોની તમારે ચિંતા કરવાની જરૂર નથી - તે તમારી સાથે જ છે."

સદગુરુ સૂર્ય સાથે સીધમાં થવાની ત્રણ પ્રક્રિયાઓ વિષે વાત કરે છે, જેમાં સૌથી વધુ ગહન સૂર્ય ક્રિયા છે.

એક સૌર ચક્ર લગભગ સવા બાર વર્ષનું હોય છે. જો આપણા શારીરિક ચક્ર સૂર્યના ચક્ર સાથે સુમેળમાં ચાલે છે, તો શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, માનસિક સંતુલન સંપૂર્ણ રહેશે, અને જીવન સહેલાઇથી ચાલશે. તેથી, આપણે સૂર્ય સાથે સુસંગત કેવી રીતે થઈશું કે જેથી આપણા ચક્રો બાર વર્ષના ચક્રમાં ચાલે ના કે ઓછામાં?

સદગુરુ સૂર્ય સાથે સીધમાં થવાની ત્રણ પ્રક્રિયાઓ વિષે વાત કરે છે, જેમાં સૌથી વધુ ગહન સૂર્ય ક્રિયા છે. તેને સંદર્ભમાં, સદગુરુ વ્યાપક રૂપે પ્રચલિત સૂર્ય નમસ્કારને સૂર્ય ક્રિયાના "પિતરાઇ ભાઇ" કહે છે, જ્યારે સૂર્ય શક્તિ નામની બીજી પ્રક્રિયાને "દૂરના સંબંધી" કહે છે. તેઓ સમજાવે છે: “જો તમે શારીરિક રીતે મજબૂત બનવા માટે આ પ્રણાલીને શારીરિક સંસ્કૃતિ તરીકે વાપરવા માંગતા હો, તો તમારે સૂર્ય શક્તિ કરવી જોઈએ. જો તમે શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માંગતા હો, જો તમારે એરોબિક કસરત કરવી હોય અને તમે તમારું હૃદય મજબૂત કરવા ઇચ્છતા હોવ, પરંતુ તમે તેમાં આધ્યાત્મિક તત્વ પણ રાખવા માંગો છો, તો તમારે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. પરંતુ જો તમે જે શારીરિક પ્રક્રિયા કરી રહ્યા છો તેમાં તમને એક મજબૂત આધ્યાત્મિક પાંસુ ઈચ્છો છો, તો તમે સૂર્ય ક્રિયા કરો.”

સૂર્ય ક્રિયા એ મૂળભૂત અભ્યાસ અને આપણી અંદર સૂર્યને સક્રિય કરવાની શક્તિશાળી પ્રક્રિયા છે.

સૂર્ય ક્રિયા એ મૂળભૂત અભ્યાસ અને આપણી અંદર સૂર્યને સક્રિય કરવાની શક્તિશાળી પ્રક્રિયા છે. આ એક શુદ્ધ પ્રક્રિયા છે જેના પર શરીરની ભૂમિતિની દ્રષ્ટિએ પ્રચંડ ધ્યાન આપવાની જરૂર છે. સૂર્ય નમસ્કાર સૂર્ય ક્રિયામાંથી વિકસિત થયેલ છે. બંનેની સરખામણી કરતા સદગુરુ કહે છે, “સૂર્ય નમસ્કાર એ મોટાભાગે સૂર્યને વંદન કરવાનો એક માર્ગ છે, ઇડા અને પિંગલા વચ્ચે સંતુલન લાવે છે. તે સમથ પ્રાણને પણ સક્રિય કરે છે જે શરીરમાં રહેલી સૂર્યની ઉર્જાની અભિવ્યક્તિ છે. પરંતુ સૂર્ય ક્રિયા પાસે વધુ આધ્યાત્મિક પાંસાઓ અને તેની સાથે વધુ શક્તિશાળી સૂચિતાર્થ જોડાયેલા છે જેને અમુક સ્તરના સમાવેશ સાથે કાળજીપૂર્વક શીખવવાની અને શીખવાની જરૂર છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે કાળજીપૂર્વક કરવામાં આવે કારણ કે જે પણ શક્તિશાળી છે તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવું પડે છે; નહિંતર, તેને નિયંત્રિત કરવું સલામત રહેશે નહીં."

સંપાદકની નોંધ:ઇશા હઠ યોગ કાર્યક્રમો એ શાસ્ત્રીય હઠ યોગનું વિસ્તૃત સંશોધન છે, જે આ પ્રાચીન વિજ્ઞાનના વિવિધ પરિમાણોને પુનર્જીવિત કરે છે જે આજે વિશ્વમાં મોટાભાગે ગેરહાજર છે. આ કાર્યક્રમો અન્ય શક્તિશાળી યોગ અભ્યાસમાં ઉપ-યોગ, અંગમર્દન, સૂર્ય ક્રિયા, સૂર્ય શક્તિ, યોગાસન અને ભૂત શુદ્ધિ સાથે સંશોધન કરવાની અજોડ તક આપે છે.

Find Hatha Yoga Program Near You