Mahabharat All Episodes

પ્રશ્નકર્તા:  સદ્‍ગુરુ, દુર્યોધને ભીષ્મને એવું કંઈ રીતે કહ્યું કે, “કૃષ્ણ તો માત્ર ગોવાળીયો છે. તે શુ કરી શકશે?” ખાસ કરીને ત્યારે જ્યારે કૃષ્ણએ તેને અને કર્ણ ને એકલે હાથે પરાસ્ત કર્યા હતા તેમજ જ્યારે તેમણે કૃષ્ણને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કૃષ્ણએ બતાવી દીધું હતું કે, પોતે તેઓ વિચારી શકે તેમ કરતા અનેકગણા વધુ સક્ષમ છે. 

સદ્‍ગુરુ: આ એના કેવું છે, જ્યારે ભાવ સ્પંદન કે સમ્યમા પ્રોગ્રામમાં ભાગ લીધા પછી લોકો કહે, “સદ્‍ગુરુ!! આપ સર્વસ્વ છો. આપ શિવથી પણ મહાન છો!” પણ પંદર દિવસ, એક મહિનો, છ મહિના કે એક વર્ષ પછી તેમાંના કેટલાક કહે છે કે, હું આ પૃથ્વી ઉપર સહુથી ભયંકર જીવ છું. મને આઘાત ન લાગે કારણ કે, મેં આવું ઘણું જોયું છે. જ્યારે તમે જે થોડા લોકોને આંતરિક વર્તુળમાં રાખ્યા હોય અને તે આવું બોલે ત્યારે થોડી પીડા થાય. 

જો અર્જુને આવું કશું કહ્યું હોત તો કદાચ કૃષ્ણ ખસી ગયા હોત. દુર્યોધન આવું બોલે તો કૃષ્ણને કોઈ ફરક ન પડે. દુર્યોધન પાસે તેમને કોઈ અપેક્ષા હોય પણ નહીં. લોકો બધી જ રીતની વાતો કરે. ઘણી વખત લોકો તમારા પગમાં આળોટ્યા હોય અને કહ્યું હોય કે તમે ભગવાન છો, તેએ કોઈક ક્ષણે નકારાત્મક થઈ જાય અને શક્ય છે કે, તમારા ઘાતક શત્રુ પણ બની જાય. જ્યારે દુર્યોધન, દુઃશાસન અને કર્ણ આવું બોલે ત્યારે કૃષ્ણ ને કોઈ પરેશાની નથી થતી - તેઓ જીવન જીવતા રહે છે અને પોતે જે કરવાનું છે તે કરતા રહે છે. પરંતુ જો અર્જુને આમ કહ્યું હોત તો કૃષ્ણ ખસી ગયા હોત, પછી તેમણે માર્ગદર્શન પણ ન કર્યું હોત.

અર્જુન સંપૂર્ણપણે ભ્રમમુક્ત થઈ ગયો. તે હંમેશા પોતે જ આ પૃથી પરનો સર્વોત્તમ યોદ્ધા હોવાના પ્રભાવ સાથે જીવ્યો હતો.

અસ્તિત્ત્વની આ જ પ્રકૃતિ છે: તે હંમેશા તમને ગતિશીલ રાખે છે. તમારે પોતાને માત્ર યોગ્ય સ્થિતિમાં રાખવાની જરૂર હોય છે, જેથી તમે યોગ્ય દિશામાં આગળ વધી શકો. અસ્તિત્વ તમને બંધિયાર કરી બાખે તો તે સહુથી મોટો શ્રાપ ગણાય. જો પાણી સ્થિર હોય તો તેમાં તરવાનું વધુ થકવી નાખનારું હોય. પણ જો એ વહેતું હોય તો, તમારે માત્ર તમારે પોતાને યોગ્ય સ્થિતિમાં મૂકવાની જરૂર હોય છે. પાંડવોએ આ જ કર્યું હતું. તેમણે પોતાને યોગ્ય સ્થાને રાખ્યા, જેથી તેમના જીવન એક દિશામાં આગળ વધ્યા. કૌરવોએ પોતાને જુદી સ્થિતિમાં રાખ્યા, તેમનું જીવન જુદી દિશામાં આગળ વધ્યું. જીવનમાં તમે શેની સંરેખિત થાઓ છો, તે પર બધી બાબતો નિર્ધારિત કરે છે.

દ્રોણાચાર્યના વધ પછી અર્જુન આવેશમાં હતો કારણ કે, તેમના પછી કર્ણ સેનાપતિ બનવાનો હતો અને અર્જુન તેનો વધ કરવા ઇચ્છતો હતો. હમણાં સુધી એક રીતે કૃષ્ણ અર્જુનની આળ-પંપાળ કરીને તેને સાચવી રહ્યા હતા, પણ હવે કૃષ્ણએ કહ્યું, “અર્જુન, તું જાણે છે કે તું સર્વોત્તમ બાણાવળી નથી. કોઈ પણ ક્ષણે, બંધ આંખે પણ કર્ણ તારા કરતાં વધુ સારો બાણાવળી છે.” અર્જુનને આંચકો લાગ્યો, “કૃષ્ણ, તમે મને આવું કહી રહ્યા છો!” કૃષ્ણએ કહ્યું, “હું તને સત્ય કહી રહ્યો છું. આવતીકાલે તારે તેની સાથે યુદ્ધ કરવાનું છે, તેથી સત્ય જાણવું તારે માટે સારું છે.”

“હું તને કહેવા માંગુ છું કે, તે હંમેશા તારાથી ચઢિયાતો બાણાવળી રહ્યો છે. તેની પાસે ઇન્દ્રની શક્તિ અને બીજા કેટલાક અસ્ત્રો છે. જો ઇન્દ્રએ તેના કવચ અને કુંડળ ન લઈ લીધા હોત, તો એ તને સરળતાથી યુદ્ધમાં હરાવીને મારી શક્યો હોત. કર્ણ ઇન્દ્રને પણ હરાવીને મારી શક્યો હોત. માત્ર ઇન્દ્રને જ નહીં, જો તેની પાસે કવચ અને કુંડળ હોત તો તે મને પણ હરાવીને મારી શક્યો હોત. એ બે વસ્તુ તારે માટે થઈને તેની પાસેથી લઈ લેવાઈ હતી. પરંતુ, હજુ તું એમ ન માનતો કે, તું તેના કરતા ચઢિયાતો છે - તું નથી. જ્યાં સુધી શક્તિ તેના હાથમાં છે, તે તને વિનાપ્રયત્ને મારી નાખશે.”

અર્જુનની બધી ભ્રમણા ભાંગી ગઈ. પોતે હંમેશા પૃથી પરનો સર્વોત્તમ યોદ્ધા હોવાના પ્રભાવ સાથે જીવ્યો હતો. કૃષ્ણએ કહ્યું, “તું ખરેખર સર્વોત્તમ બાણાવળી નથી.” અને યુદ્ધ સમાપ્ત થયા પછી, પાંડવ સૈન્યના જે સૈનિકો બચી ગયા હતા તે જાણવા માંગતા હતા કે, યુદ્ધમાં સર્વશ્રેષ્ઠ યોદ્ધો કોણ હતો. તેમણે કૃષ્ણને પૂછ્યું, “રણમેદાનમાં અઢાર દિવસ ચાલેલા આ પાશવી હત્યાકાંડમાં સર્વોત્તમ યોદ્ધો કોણ હતો?” કૃષ્ણ હસી પડે છે અને કહે છે, “તમે બાર્બરીકને કેમ પૂછતા નથી? તેણે તો ઉપરથી આખું યુદ્ધ જોયું છે. હું તો ઘણી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છું; હું ચોક્કસ કશુંક ચૂકી ગયો હોઈશ. બાર્બરીકને પૂછો; તે જાણતો હશે.”

તમે જાણતા હશો, બાર્બરીકનું મસ્તક ઊંચી ટેકરી ઉપર રાખી દેવામાં આવ્યું હતું અને તેણે સંપૂર્ણ યુદ્ધ નિહાળ્યું હતું. તેમણે ત્યાં જઈને તેને પૂછ્યું, “આ યુદ્ધમાં સર્વોત્તમ યોદ્ધા કોણ હતો? નિર્ણાયક પરિબળ હોણ હતો?” બાર્બરીકે જવાબ આપ્યો, “એ ન તો અર્જુન, કર્ણ, ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા, ધૃષ્ટદ્યુમ્ન, પાંડવો કે ન તો કૌરવો હતા જેમણે આ યુદ્ધને નિર્ણાયક બનાવ્યું હોય. એ વિષ્ણુનું ભ્રામક સ્વરૂપ હતું, એ સુદર્શન ચક્ર હતું જેણે યુદ્ધમાં આ હત્યાકાંડ સર્જ્યો અને યુદ્ધ જીત્યું. આ સાનુકૂળ જગ્યા પરથી હું સ્પષ્ટ જોઈ શક્યો કે કોઇએ એક બીજાને માર્યા નથી. એ સુદર્શન ચક્ર હતું જેણે જઈ જઈને સહુને માર્યા છે.” આ યુદ્ધને ઉપરથી જોનારનો દૃષ્ટિકોણ હતો.

આનો પ્રતીકાત્મક અર્થ એવો થાય કે, જો તમે પરિસ્થિતિને તેનાથી થોડા દૂર થઈને જુઓ, તો તમને સ્પષ્ટ દેખાશે. જો કોઈ પરિસ્થિતિથી ઉપર હોય તે જે લોકો તે પરિસ્થિતિમાં ફસાયેલા હોય તેની સરખામણી એ ઘણી વધુ સ્પષ્ટતાપૂર્વક જોશે. તેથી જ તેઓ કહે છે, “તમારા પોતાના જીવનના સાક્ષી બનો.” જો તમે ઉપર હશો, તો તમે તેને સ્પષ્ટતાથી જોઈ શકશો. જો તમે અંદર હશો તો તમે સરળતાપૂર્વક પરિસ્થિતિની ધાંધલથી હારી જશો.

ક્રમશ:...

More Mahabharat Stories