Mahabharat All Episodes

మహాభారత కథ : శంతనుడు, గంగాల కలయిక

સદ્‍ગુરુ : ભરતને ઘણા પુત્રો હતાં પરંતુ જયારે તેઓ બધાં મોટાં થયા ત્યારે તેમણે કહ્યું, "મારા પુત્રો મારી પ્રજા માટે એક સારા રાજા નહિ બની શકે." આવું પ્રથમ વખત થયું હતું કે કોઈ રાજાએ એવી સૂઝબૂઝ દર્શાવી કે રાજા બનવા માટે માત્ર લોહીની સગાઈ પૂરતી નથી. રાજાના પુત્ર હોવા માત્રથી તમે રાજા બની જાઓ એવું જરૂરી નથી. તેઓએ આનો અમલ કરી બતાવ્યો. એ વાતને ઘણું સન્માન આપવામાં આવ્યું. ભરત તેમના માનસિક સંતુલન, નિષ્પક્ષપાતીપણા અને તેમની પ્રજા માટે સમાવેશીપણાની ભાવના માટે ખૂબ પ્રસંશા પામ્યા, અને આ પણ એક કારણ છે કે તેમના નામ પરથી આ દેશનું નામ પાડવામાં આવ્યું.

ભરત તેમના માનસિક સંતુલન, નિષ્પક્ષપાતીપણા અને તેમની પ્રજા માટે સમાવેશીપણાની ભાવના માટે ખૂબ પ્રસંશા પામ્યા, અને આ પણ એક કારણ છે કે તેમના નામ પરથી આ દેશનું નામ પાડવામાં આવ્યું.

તેઓએ વિતથ નામનો એક છોકરો શોધી કાઢ્યો, જેની માતાનું નામ મમતા હતું કે જે બૃહસ્પતિના ભાઈની પત્ની હતી. બૃહસ્પતિએ એક ક્ષણે અત્યંત અવિવેકી રીતે મમતા સાથે બળજબરી કરી હતી જેનાથી વિતથનો જન્મ થયો હતો. ભરતે આ છોકરાને રાજા તરીકે પસંદ કર્યો. વિતથ એક મહાન રાજા બન્યો અને તેણે જીવનભર અત્યંત સૂઝ અને સંતુલન સાથે રાજ કર્યું. વિતથથી લઈને ચૌદમી પેઢીમાં શાંતનુનો જન્મ થયો, અને હવે, આપણે વાર્તા પર પાછા આવી પહોંચ્યા છીએ!

શાંતનુ પાંડવો અને કૌરવોના પરદાદા હતાં. શાંતનુ તેમના પાછલા જન્મમાં મહાભિષેક તરીકે ઓળખાતા હતાં. તેઓ એક પૂર્ણ જીવન જીવ્યાં અને દેવલોકમાં પ્રવેશ કર્યો. તેઓ ઇન્દ્રના દરબારમાં બેઠા હતાં જયારે દેવી ગંગા ત્યાં પધાર્યાં. થયું એવું એક ક્ષણમાં અભાનપણે, તેમનું વસ્ત્ર વસ્ત્ર સરી પડ્યું અને તેમના શરીરનો ઉપરનો ભાગ ખુલ્લો પડી ગયો. તે સમયની ઉચિત વર્તણૂક મુજબ બધાએ પોતાની નજર ફેરવી લીધી. મહાભિષેક, જેઓ દેવલોકમાં નવા હતાં તેઓ તાકી તાકીને જોઈ રહ્યાં. જયારે ઇન્દ્રએ આ અનુચિત કાર્ય જોયું, તો તેઓએ કહ્યું, "તમે દેવલોકમાં રહેવાને યોગ્ય નથી. પાછા જાઓ અને ફરીથી મનુષ્ય તરીકે જન્મ લો." પછી ઇન્દ્રએ જોયું કે ગંગા પણ તેમના ઉપર પડેલી આ નજરનો આનંદ માણી રહ્યા હતાં. તેઓએ કહ્યું, "આ તદ્દન અયોગ્ય છે. તમે તમારા પર પડેલી નજરનો આનંદ માણી રહ્યા છો. તમે પણ પાછા જાઓ અને મનુષ્ય તરીકે જન્મ લો. મનુષ્યના જીવનના બધા સુખ અને દુઃખમાંથી પસાર થાઓ. જયારે તમે આ ગર્વથી મુક્ત થાઓ, ત્યારે તમે પાછા આવી શકશો."

તો, શાંતનુનું ગંગાને મળવાનું નિશ્ચિત જ હતું પરંતુ, પાછલા જન્મોની સ્મૃતિઓના અભાવે શાંતનુ આનાથી અજાણ હતાં. પરંતુ ગંગાએ તેમની સ્મૃતિઓ જાળવી રાખી હતી અને તેઓ શાંતનુને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા હતાં. પરંતુ રાજા હોવાને કારણે તેઓ સતત બહાર રહેતા હતાં. શાંતનુ એક કુશળ શિકારી હતાં અને જયારે તેઓ શિકાર પર નીકળતા ત્યારે  શિકાર કરવામાં એટલા એકરૂપ થઇ જતાં કે શિકાર કરવો તેમને માટે પૂજા બની જતું.

Mahabharat Episode 5: Shantanu Meets Ganga

એકવાર, સળંગ અઠવાડિયાઓ સુધી તેઓ ગંગાનાં કિનારે શિકાર માટે રોકાયા પરંતુ, તેઓ તેમના શિકારમાં એટલા મગ્ન હતાં કે તેઓએ નદી તરફ જરા પણ ધ્યાન ના આપ્યું. એક રાજા હોવાના કારણે જયારે પણ તેઓને ભૂખ કે તરસ લાગતી ત્યારે લોકો તેમની સેવામાં આસપાસ સતત હાજર રહેતાં. પરંતુ, એક દિવસ તેમને અત્યંત તરસ લાગી અને આસપાસ કોઈ ના હતું. તેથી, તેમને નદીએ જવાનો ખ્યાલ આવ્યો અને તેઓ નદીકિનારે ગયા. તે ક્ષણે, ગંગા નદીમાંથી એક સ્ત્રી તરીકે પ્રગટ થયાં, તેઓની નજર તેણી પર પડતાં જ તેઓ તેણીના પુરેપુરા પ્રેમમાં પડી ગયાં. શાંતનુએ ગંગાને તેમની સાથે લગ્ન કરવા વિનંતી કરી. ગંગાએ તે સ્વીકાર્યું પણ એક શરત રાખી, "હું તમારી સાથે લગ્ન કરીશ પરંતુ, હું કંઇ પણ કરું તમારે મને હું એવું શા માટે કરું છું તે પૂછવાનું નહિ."

ઇતિહાસમાં ઘણી સ્ત્રીઓએ આવી શરતો રાખી છે. કુરુવંશનો પ્રથમ રાજા પુરુ ઉર્વશી નામની અપ્સરાના પ્રેમમાં પડ્યો અને તેને તેણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે તેણીએ કહ્યું, "મારી બે શરતો છે. પહેલી, મારી પાસે અમુક પાલતુ બકરીઓ છે. તમારે ભલે કંઈ પણ થઇ જાય, હંમેશા આ બકરીઓની રક્ષા કરવાની. જો તમારે તમારું આખું સૈન્ય ઉપયોગમાં લગાવવું પડે તો પણ બકરીઓની રક્ષા કરવાની. બીજી શરત એ છે કે, બીજા કોઈએ ક્યારેય તમને નગ્ન રૂપમાં ના જોવા જોઈએ."

થયું એવું કે દેવો ઇચ્છતા હતાં કે ઉર્વશી દેવલોકમાં પાછી ફરે, તેથી જયારે પુરુ અને ઉર્વશી રતિક્રીડા કરી રહ્યાં હતાં ત્યારે દેવોએ બકરીઓ ચોરી લીધી. જયારે ઉર્વશી ચીસ પાડી ઊઠી, "મારી બકરીઓ, કોઈ મારી બકરીઓ લઈ જઈ રહ્યું છે!" પુરુ ઉઠ્યાં અને ચોરોને પકડવા માટે દોડ્યાં. ઇન્દ્રએ આ મોકો જોઈને આકાશમાં વીજળી ચમકાવી. આખા વિસ્તારમાં પ્રકાશ છવાઈ ગયો અને પુરુને નગ્ન રૂપમાં જોવામાં આવ્યો. ઉર્વશીએ તરત કહ્યું, "તમે શરતનો ભંગ કર્યો છે, હું જઈ રહી છું." અને તેઓ ચાલ્યા ગયાં અને ક્યારેય પાછા ના ફર્યાં.

ઇતિહાસમાં સમયાંતરે, અમુક પરિસ્થિતિઓ બદલાવાને કારણે, સ્ત્રીઓ પુરુષો પર વ્યાજબી રીતે કે ગેરવ્યાજબી રીતે શરતો મુકવાની ક્ષમતા ગુમાવી બેઠી. કોઈક રીતે ધીરે ધીરે સમાજ માતૃપ્રધાન વ્યવસ્થામાંથી પિતૃપ્રધાન વ્યવસ્થામાં ફેરવાઈ ગયો એ તો તમે મહાભારતની કથામાં પણ જોઈ શકશો.

વાર્તા પર પાછા આવીએ તો, શાંતનુ ગંગાના પ્રેમમાં એટલા તો પાગલ થઈ ગયાં કે તેણીએ જે કહ્યું તેઓ તે માટે રાજી થઈ ગયાં.  અને ગંગા તેમના અત્યંત સુંદર અને અદ્‍ભુત પત્ની બન્યાં. અને સમય જતાં ગંગા ગર્ભવતી થયાં.

ક્રમશઃ…

More Mahabharat Stories

Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower June 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.