Mahabharat All Episodes

પ્રશ્નકર્તા: અવતાર અને ભગવાન વચ્ચે શું ફરક છે? કૃષ્ણ ખરેખર શું છે? 

સદ્‍ગુરુ: આ સંસ્કૃતિની પરંપરામાં, તેઓ જે કંઇ કરે, યુદ્ધ કરે, ભોજન માટે શિકાર કરે, રાંધે અથવા તો ગૃહસ્થજીવનમાં રહે - વારંવાર તેઓ ધર્મ અને કર્મની ચર્ચા કરતા રહે છે. આ સંસ્કૃતિમાં મુક્તિ એક માત્ર લક્ષ્ય છે. એ જ કારણથી તેમની વચ્ચે સાચા અને ખોટા કર્મોની ચર્ચા ચાલતી રહે છે. જો તમે માત્ર સ્થૂળ પરિસ્થિતિ વિષે વિચારો, તો કોઈ પણ સાધારણ હોશિયાર એવા બાળકને પણ જે-તે પરિસ્થિતિમાંમાં શું કરવું તેની ખબર હોય છે. ધર્મની ચર્ચા માત્ર આ જ છે: તમારા માર્ગની પરિસ્થિતિઓ અને તમારું અંતિમ લક્ષ્ય મેળ ખાય.

અવતારનો અર્થ છે કે તે સર્જનહારનું પ્રાગટ્ય છે પણ તે પ્રત્યેક ક્ષણ તે પ્રમાણે નથી જીવતા.

જ્યારે કોઈ વ્યક્તિ એટલું સમજી લે કે કર્મો કઈ રીતે કરવા અથવા બીજા પાસે કઈ રીતે પ્રારંભ કરાવવા જેથી તે સ્વાભાવિક રીતે જ લક્ષ્ય તરફ લઈ થાય ત્યારે તેવી વ્યક્તિને અવતાર તરીકે ઓળખવામાં આવે છે. અવતાર એટલે પ્રાગટ્ય અથવા અભિવ્યક્તિ. પણ શેની અભિવ્યક્તિ? પ્રત્યેક પ્રાણી સર્જનહારની અભિવ્યક્તિ છે. તમે, ઝાડ, કીડી બધું જ સર્જનહારની અભિવ્યક્તિ છે. અવતારની જેમ કાર્ય કરવા માટે તમારામાં એટલી જાગૃતિ હોવી જોઈએ જ્યાં તમારી સર્જનહાર બનવાની સંભાવના હોય. લોકો જ્યારે વ્યક્તિમાં રહેલી તે ઉપલબ્ધિ ને ઓળખી કાઢે ત્યારે તેઓ તેને ભગવાન કહે છે.

સામાન્ય લોકો લાગણીવશ પણ કોઈને ભગવાન માની લે છે. જો કોઈ લાયક વ્યક્તિ, કોઈ ઋષિ, કોઈ વ્યક્તિ જેને અમુક સ્તરનું જ્ઞાન છે, જો તેઓ કોઈને “ભગવાન” તરીકે સંબોધે તો, તેનો અર્થ એવો થાય કે તે વ્યક્તિને સર્જનહારની સંભાવનાઓ અને તેની પદ્ધતિઓની જાણકારી છે. ભગવાન માત્ર બેસીને આશીર્વાદ આપશે, તેઓ ઉપદેશો નહિ આપે. ક્યારેક વ્યક્તિ એવી બેવડી આંશિક ભૂમિકાઓમાં પણ રહી શકે, જેમાં તે ક્યારેક સર્જનહાર જેવો તો ક્યારેક અત્યંત વિનમ્ર વ્યક્તિ જેવો હોય, ત્યારે લોકો તેને અવતાર માને છે.

અવતાર એ સર્જનહારનું પ્રાગટ્ય છે, પણ તે પ્રત્યેક ક્ષણે તે પ્રમાણે નથી જીવતા. તેઓ પોતાની મરજીથી ધરતી પર આવે છે જેથી લોકો માટે પ્રક્રિયા થોડી વધુ સહજ બને. અવતાર નીચે આવીને લોકોને ઉપદેશો આપશે, આહાર લેશે અને કર્મ કરશે – એ એવું પ્રાગટ્ય છે જે સજાગપણે પૃથ્વી પર આવે છે અને જરૂર જણાતા પાછું જતું રહે છે. માટે “અવતાર” શબ્દ કૃષ્ણનું ખરું વર્ણન છે, જ્યારે તે પૃથ્વી પર આવે છે. પણ જ્યારે લોકો તેનું વિશ્વરૂપ જુએ છે, ત્યારે તેઓ ભગવાન કૃષ્ણ એમ કહે છે.

ક્રમશ:...

More Mahabharat Stories