Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: અંતિમ લડાઈમાં ભીમ અને દુર્યોધનની વચ્ચે ગદા યુદ્ધ થાય છે. ભીમ વધુ શક્તિશાળી હોય શકે, પણ દુર્યોધન વધુ કુશળ હતો. તદોપરાંત, તેની માતા ગાંધારી દ્વારા તેનામાં સંચારિત કરાયેલી શક્તિ પાછી તે અભેદ્ય બની ગયો હતો - માત્ર  શરીરના તે ભાગ સિવાય, જે કૃષ્ણના માર્ગદર્શનથી તેણે ઢાંકી દીધો હતો. ભીમની જિંદગી જોખમમાં આવી ગઈ.

કમરની નીચે વાર કર્યો

સદ્‍ગુરુ: બીજા ચાર ભાઈઓ દિગ્મૂઢ થઈને ત્યાં ઊભા હતા. તેમને ખ્યાલ આવી ગયો કે જેને તેઓ પોતાની જીત સમજતા હતા તે ફરી એક વખત તેમની હાર હતી. ભીમે કૃષ્ણ તરફ જોયું અને કૃષ્ણએ તેને યાદ અપાવ્યું, “તેં દુર્યોધનની જાંઘ તોડી નાખવાની પ્રતિજ્ઞા કરી ચેન. તેને અત્યારે જ પૂરી કર!” પણ ગદા યુદ્ધમાં કમરની નીચે વાર ન કરી શકાય. કમરની નીચે વાર કરવો એ વિશ્વાસઘાત કર્યો ગણાતો. ભીમ થોડો ખચકાયો. કૃષ્ણ માત્ર એટલું બોલ્યા, “મેં કહ્યું તેમ કર.” દુર્યોધન ભીમ સાથે રમી રહ્યો હતો અને પોતાની કુશળતા બતાવી રહ્યો હતો. ભીમ પર અંતિમ વાર કરવા માટે તેણે ઊંચો કૂદકો લગાવ્યો. ભીમે પોતાની ગદા લીધી અને વાંકો વાળીને દુર્યોધનના પગની વચ્ચે આવી ગયો. દુર્યોધન આ વાર ચૂકવી ન શક્યો અને જીવલેણ આઘાત સાથે નીચે પટકાયો અને બોલ્યો, “હું જાણતો ન હતો કે પાંડવો એટલા અધમ થશે અને દ્વંદ્વમાં મને કમરની નીચે વાર કરશે.” કૃષ્ણ એ કહ્યું, “ધર્મની વાત તું નહીં કર. તારી સાથે કોઈ ધર્મ નથી.” આ સમયે બલરામ ત્યાં આવી પહોંચે છે. 

રૂક્મિ અને બલરામે યુદ્ધ માં ભાગ લીધો ન. હતો યુદ્ધ દરમિયાન બલરામ તીર્થ યાત્રાએ ગયા હતા. હવે તેમણે ભીમને મારવા પોતાની ગદા ઊઠાવી કારણ કી, ભીમે ગદાયુદ્ધના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું - અને બલરામ તે બેઉના ગદાયુદ્ધના ગુરુ હતા.

કૃષ્ણ વચ્ચે પડ્યા અને બલરામને કહ્યું, “ઓહ, આપ હવે ધર્મની સ્થાપના કરવા પરત ફર્યા છો? જ્યારે આપની અહીં જરૂર હતી ત્યારે આપ તીર્થયાત્રાએ જતા રહ્યા. હવે પાછા શા માટે આવ્યા? જ્યારે પાંચાલીના વાળ ખેંચીને કુરુસભામાં ઢસડી લવાઈ, ત્યારે આપને ક્રોધ નહોતો આવ્યો, જ્યારે પાંડવોને છળ કરીને દ્યૂતક્રીડામાં હરાવી દેવાયા અને વનમાં મોકલી દેવામાં આવ્યા ત્યારે આપને ક્રોધ નહોતો આવ્યો. અને જ્યારે તેઓએ મૂર્ખની જેમ વનવાસની સંપૂર્ણ અવધિ પૂરી કરી - કોઈ બીજું હોત તો પાછા ફરીને યુદ્ધ કર્યું હોત - તેર વર્ષ પછી, જે તેમને પાછું મળવું જોઈતું હતું તે ન મળ્યું, પણ આપને ક્રોધ ન આવ્યો. હવે જ્યારે, આપનો પ્રિય શિષ્ય તેની મર્દાનગી પર ઘાત થવાથી નીચે પડ્યો છે, ત્યારે આપ ધર્મને બચાવવા ઇચ્છો છો. આપ અહીંથી ચાલ્યા જાઓ! ધર્મની રક્ષા કરવાનું આપનું કામ નથી કારણ કે, આપ તેમા ક્યારેય શામેલ થયા નથી. 

જ્યારે કૃષ્ણએ આ રીતે પક્ષ લીધો, બલરામ પાસે કોઈ દલીલ બચી નહીં. તેઓ ખૂબ ક્રોધિત થયા અને દુર્યોધનને કહ્યું, “તું સ્વર્ગ માં જઈશ - આ મારું તને વચન છે,” અને તેઓ ચાલ્યા ગયા.

ભીમને લોહીની તરસ લાગે છે

પછી ભીમે પોતાનો પગ દુર્યોધનના માથા પર મૂક્યો. આ કોઈ કરી શકે તેમાનું સૌથી ખરાબ કૃત્ય છે. તમારો શત્રુ પરાજીત થાય પછી તમે તેની સાથે આદરપૂર્વક વર્તો છો. પણ ભીમ પોતાનો પગ દુર્યોધનના માથા પર મૂકે છે અને તેનું લોહી પીવા અને તેના હૃદયને ખાઈ જવા ઇચ્છે છે, જેવું તેણે દુ:શાસન સાથે કર્યું હતું, તેણે યુદ્ધમાં દુ:શાસનને મારીને, તેની છાતી ચીરીને, તેનું હૃદય બહાર કાઢીને ખાધું હતું. તે દુઃશશનનું લોહી લઈને દ્રૌપદી પાસે ગયો હતો અને તેના વાળ પર તે ચોપડ્યું હતું. ત્યાર પછી દ્રૌપદીએ પોતાના વાળ ઓળ્યા અબે તેને બાંધવાનું ફરી શરૂ કર્યું. તેર વર્ષના લાંબા સમય ગાળામાં તેણે પોતાના વાળ બાંધ્યા ન હતા કારણ કે, તેણે સોગંદ લીધા હતા.

તેથી જ્યારે ભીમે, તેણે દુઃશાસન સાથે કર્યું હતું, તેવું જ દુર્યોધન સાથે કરવાની ચેષ્ટા કરી ત્યારે યુધિષ્ઠિરે તેને અટકાવ્યો, “આવું ન કર - આ ધર્મ નથી. તું હારેલા શત્રુના માથા પર પગ ન મૂકી શકે. અટકી જા.” કૃષ્ણએ તેની સામે જોયું અને કહ્યું, “હા, તું તેના માથા પર પગ ન મૂકી શકે અને બીજું પણ કશું કરવાની જરૂર નથી. દુર્યોધનને તેના હાલ પર છોડી દઈએ. આપણે હસ્તક્ષેપ નથી કરવો.” તેનો અર્થ એવો થાય કે તેઓ ઇચ્છતા હતા કે, દુર્યોધન ધીમી ગતિએ મૃત્યુ પામે. હકીકતમાં, ધર્મ પ્રમાણે તો તેઓએ જ તેને મારી નાંખવો જોઈએ, પણ કૃષ્ણએ કહ્યું, “તમે નથી ઈચ્છતા કે ભીમ પોતાનો પગ દુર્યોધનના માથા પર મૂકે. તમને ધર્મ પાલનની ખૂબ ચિંતા છે. આપણે હવે દુર્યોધનના મૃત્યુમાં હસ્તક્ષેપ નથી કરવી,” અને તેઓ પાંડવોને સાથે લઈને ત્યાંથી જતા રહ્યા.

કૌરવોના પક્ષકારોનો અંતિમ પ્રયત્ન

અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય, યુદ્ધ દરમિયાન બચી ગયા અને જંગલમાં નાસી ગયા હતા. તેઓ યુદ્ધમેદાનમાં પાછા ફર્યા, દુર્યોધનને શોધ્યો અને જાણ્યું કે શું બન્યું હતું. અશ્વત્થામા અત્યંત ક્રોધિત હતો કારણ કે, પાંડવોએ તેના પિતા સાથે તેના મૃત્યુ બાબતમાં ખોટું બોલીને દ્રોણાચાર્યને માર્યા હતા. તેણે કહ્યું, “આપણે કશુંક કરવું જ જોઈએ.” જ્યારે બીજા સહુ વધુ પડતા થાકને કારણે સૂઈ ગયા ત્યારે અશ્વત્થામા શું કરવું તે વિચારતો બેસી રહ્યો. વ્યક્તિમાં જ્યારે અતિશય ઘૃણા ભરેલી હોય ત્યારે તેનામાં અસામાન્ય ઊર્જા હોય છેજ તે ઊંઘી શકતો નથી.

અશ્વત્થામા કોઈ રીતે તેના પિતાની મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. પછી તેણે એક ઘુવડને ઊડતા અને કાગડા માળા પર આક્રમણ કરતા જોયું. કાગડાના નાના બચાઓ એ માળામાંથી છટકવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ, ઘાતક ઘુવડે તે સહુને મારી નાખ્યા નાખ્યો. માત્ર થોડી પળોમાં તેનું કામ પતી ગયું. કાગડાના આખા પરિવારનો એક ઘુવડ દ્વારા અંત આવ્યો અને તે પણ કોઈ જાતના અવાજ વગર. શું તમે ક્યારેય ઘુવડને રાત્રે ઊડતું જોયું છે? તે તમારી નજીકથી થી પસાર થાય ત્યારે પણ હવાના અવાજ સિવાય બીજો કોઈ અવાજ ન આવે - તેનું ઉડ્ડયન એટલું નીરવ હોય છે. અશ્વત્થામાએ આ જોયું અને તેણે વિચાર્યું કે કરવા માટે સૌથી ઉત્તમ આ જ છે.

પાંડવપુત્રોની હત્યા

એવી એક પ્રથા છે કે જ્યારે કોઈ યુદ્ધ પૂરું થાય, જીતેલો પક્ષ, યુદ્ધ હારનાર પક્ષની છાવણીમાં જઈને સૂએ. આવું તેઓ યુદ્ધ જીત્યા છે એમ સિદ્ધ કરવા માટે કરવાની પદ્ધતિ હતી. કૃષ્ણએ પાંડવોને કહ્યું, “ધર્મ પ્રમાણે આપણે કૌરવોની છાવણીમાં સૂવા જવું જોઈએ. ચાલો, જઈને દુર્યોધનના શયનકક્ષની મજા માણીએ.” પાંચેય પાંડવ ભાઈઓ ત્યાં ગયા. સ્ત્રીઓ અને બાળકો પાંડવોના પડાવમાં જ હતા. અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય પાંડવોની છાવણીમાં પેંઠા. સહુથી પહેલાં તેઓએ દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, જેણે દ્રોણાચાર્ય ને માર્યા હતા, તેની  હત્યા કરી.

તેમને લાગ્યું કે પાંડવો પણ ત્યાં હશે અને ઊંઘતા હશે. અશ્વત્થામાએ જઈને તેમના ગળા કાપી નાખ્યાં અને માથા ધડથી અલગ કરી નાખ્યાં. પાંચ માથા હાથમાં ઝાલીને તે દોડતો દુર્યોધન પાસે આવ્યો. દુર્યોધન તીવ્ર દર્દ થી કણસતો પડ્યો હતો. પણ સવારે તેણે અશ્વત્થામાને પાંચ માથા હાથ માં લઈને પોતાની તરફ આવતા જોયો. તેને લાગ્યું કે, અશ્વત્થામાએ પાંચેય પાંડવોને મારી નાખ્યા અને તેમના માથા તે પોતાને અર્પણ કરવા આવી રહ્યો છે. અશ્વત્થામા પોતે પણ એમ જ માનતો હતો કે તેણે પાંચ પાંડવોને માર્યા છે, પણ પછી તેમને સમજાયું કે તે તો દ્રૌપદી અને પાંડવોના પાંચ પુત્રો હતા. અશ્વત્થામાએ તેમના ગળા કાપી, માથા વાઢી નાખીને દુર્યોધનના ચરણે ધર્યા હતા.

ક્રમશ:...

More Mahabharat Stories