વાર્તા: એક ઝેન માસ્ટર અને તેના શિષ્યો નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કર્યા પછી, માસ્ટર બહાર આવ્યા અને તેમને જેવું ચાલવાનું ચાલુ કર્યું, તેમના બધા શિષ્યો તેની આસપાસ ભેગા થયા.

એક શિષ્યે તેમને પૂછ્યું, "પ્રિય ગુરુજી, સભાન થવા હું શુ કરું?"

"તે કૂતરા પાસેથી શીખો" ગુરુએ, નજીકમાં એક ચાલતા જતા કૂતરાનો નિર્દેશ કરતા કહ્યું.

શિષ્ય ખૂબ નિરાશ અને ગુસ્સે થયો કે ગુરુએ તેના પ્રશ્નની અવગણના કરી. પછી તેણે પૂછ્યું, "ઓહ, ગુરુજી, હું કૂતરાથી શું શીખી શકું?"

ગુરુ કંઈ પણ બોલ્યા વગર થોડો સમય ચાલતા રહ્યા.

શિષ્ય અડગ રહ્યો, "મારે તે કૂતરા પાસેથી કઈ નથી શીખવું, કૃપા કરીને મને કહો, ગુરુજી."

પછી ગુરુએ બીજો કૂતરો જે આગળની શેરીમાં રમી રહ્યો હતો તેના તરફ ઇશારો કર્યો અને કહ્યું, "તો પછી આ કૂતરા પાસેથી શીખો."

"ગુરુજી, તમે મારી મજાક ઉડાવી રહ્યા છો. કૂતરા પાસેથી હું શું શીખી શકું? તે ફક્ત ખાવું, ઊંઘવું અને પ્રજનન કરવું તે જ કરે છે. હું આ બધા માંથી મુક્ત થવા માટે જ તમારી શોધમાં આવ્યો છું."

"તમે પણ ખાઓ અને સૂઈ જાઓ" ગુરુએ કહ્યું અને તેઓ તેમની ઝૂંપડીમાં ચાલ્યા ગયા.

શિષ્ય આઘાતમાં સ્થિર થઈ ઉભો રહી ગયો.

સદગુરુ: આજે સરેરાશ માણસ શું કરે છે? તે ખાય છે, પરંતુ તેને ખાવું તરીકે ગણી શકાય નહીં. તે ઊંઘે છે, પરંતુ તેને ઊંઘ તરીકે ગણી શકાય નહીં. કેમ? જ્યારે તે ખાય છે, ત્યારે તે સંપૂર્ણ રીતે તેમાં શામેલ નથી. જો તે કંઈક સ્વાદિષ્ટ ખાઈ રહ્યા હોય છે, તો પણ તે એ સ્વાદને ફક્ત પહેલા કોળીયા સુધી જ નોટિસ કરે છે. પછી જેમ જેમ તેના મોંમાંથી ખોરાક તેના ગળામાંથી નીચે જાય છે અને પેટ સુધી પહોંચે છે તેમ તેમ તેનું મન બીજે ભટકતું રહે છે. હું મારા જીવનની એક ઘટના શેર કરવા માંગું છું. હું લગભગ 20 વર્ષનો હતો, અને હું જમવા બેઠો. મેં મારા મોમાં ભોજનનો કોળીયો નાખ્યો અને અચાનક મને લાગ્યું કે જાણે મારી આખી સિસ્ટમ મારી અંદર છલકાઈ રહી છે. આ એવી વસ્તુ નથી જે મેં તાર્કિક રૂપે નોંધ્યું હોય,પરંતુ પ્રાયોગિક રૂપે તે બન્યું. એક ચમત્કારના સાક્ષી હોવાનો તે એક ગહન અનુભવ હતો: કંઈક જે આ ગ્રહ પર હતું તે હું બની ગયો હતો.

. પરંતુ જો તમે ખાદ્ય પદાર્થ સાથે પણ એક ન બની શકો, તો તમે આખા બ્રહ્માંડ સાથે કેવી રીતે એક બની શકશો?

આ કોઈ સામાન્ય વાત નથી. દરેક જીવન માટે, આ વિરામ વિના દરેક ક્ષણે સક્રિય રીતે થઈ રહ્યું છે. જે પહેલાં તમે ન હતા તે તમે બની રહ્યું છે. યોગ ફક્ત આ છે - તમે એક એવી વસ્તુ બની રહ્યાં છો જે તમે નથી. યોગ એટલે યુનિયન અથવા આ અસ્તિત્વ સાથે એક બનવું. એકતાના આ અનુભવનો સ્વાદ માણવા માટે લોકો ઝંખના કરે છે. પરંતુ જો તમે ખાદ્ય પદાર્થ સાથે પણ એક ન બની શકો, તો તમે આખા બ્રહ્માંડ સાથે કેવી રીતે એક બની શકશો? આ ગ્રહનો એક નાનો ભાગ તમારામાં પ્રવેશી રહ્યો છે અને તે તમે બની રહ્યો છે, તેનાથી વધુ ચમત્કારિક બીજું શું હોઈ શકે?

બીજો ચમત્કાર ઊંઘ છે. જ્યારે તમે ગહન નિંદ્રામાં હોવ છો, ત્યારે તમે કોણ છો તે હાજર નથી અને તમે આ અસ્તિત્વ સાથે એક બની જાઓ છો. તમે ઊંઘો ત્યારે ખરેખર શું થાય છે? મોટાભાગના લોકોને ગહન નિંદ્રાનો અનુભવ થતો નથી. તમારા માથામાં એક મિલિયન વસ્તુઓ થઈ રહી છે જે ઊંઘમાં સપના અથવા ગણગણાટ તરીકે પ્રગટ થાય છે.

જ્યારે તમે ખાવ છો, ત્યારે તમે ઘર વિશે વિચારો છો, જ્યારે તમે ઘરે હોવ ત્યારે તમે કામ વિશે વિચારતા હોવ છો, જ્યારે તમે કામ પર હોવ ત્યારે તમે મુસાફરી વિશે વિચારો છો, જ્યારે તમે મુસાફરી કરતા હો ત્યારે તમે ક્યારે સૂઈ શકશો તે વિશે વિચારતા હોવ છો, જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે કંઈક બીજું જ વિચારી રહ્યા હોવ છો. તમારું આખું જીવન આમ જ પસાર થાય છે.

જો તમારે તમારા જીવનને પૂર્ણપણે સમજવું હોય, તો તમારે સો ટકા સંડોવણી સાથે તમે જે પણ કરી રહ્યા છો તે કરવાની જરૂર છે અને તમારી જાતને આના માટે સંપૂર્ણ રીતે પ્રદાન કરો. કારણ કે તમે હંમેશાં તમારી વિચારસરણી સાથે જોડાયેલા છો, ફક્ત તમારા વિચારો અને લાગણીઓ જ તમારા માટે જીવન બની ગયા છે. ક્રોધ, આનંદ અને પરિપૂર્ણતા જેવી લાગણીઓ તમારા મન દ્વારા બનાવવામાં આવે છે. તમે તમારા અસ્તિત્વની સાચી સંવેદના પ્રત્યે સંવેદનહીન બની ગયા છો.

જ્યારે તમે ખાવ છો, બ્રહ્માંડ તમારો એક ભાગ બની રહ્યું છે. જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમે આ બ્રહ્માંડનો એક ભાગ બની રહ્યા છો.

ફક્ત જયારે તમે જે કરી રહ્યા છો તેની સાથે સંપૂર્ણપણે જોડાવ છો ત્યારે જ તમે જીવન સાથે સંપર્કમાં હોવ છો. જ્યારે તમે ખાવ છો, બ્રહ્માંડ તમારો એક ભાગ બની રહ્યું છે. જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમે આ બ્રહ્માંડનો એક ભાગ બની રહ્યા છો. જો તમે આ સો ટકા સંડોવણી સાથે કરો છો, તો તમારા માટે અનુભવની ઊંચાઈ તરફ દોરી જતા દરવાજા ખુલશે.

ફક્ત આ જ ક્ષણ આ જીવનમાં વાસ્તવિક છે. અગાઉની ક્ષણ અને પછીની ક્ષણો આપણા અનુભવમાં નથી - તે કાલ્પનિક છે. સંપૂર્ણ અને 100% સંડોવણી સાથે તમે જીવનમાં જે બધું કરી રહ્યાં છો તે કેવી રીતે કરવું તે જુઓ. જો તમે સર્જન અથવા નિર્માતાનો સંપૂર્ણ અનુભવ કરવા માંગતા હો, તો તે ફક્ત આ ક્ષણમાં જ શક્ય છે. પરંતુ તમે મોટે ભાગે કેટલાક અન્ય ભ્રાંતિમાં ફસાયેલા છો.

જ્યારે તેઓ કહે છે કે આખું બ્રહ્માંડ "માયા" અથવા "ભ્રમણા" છે, તો તે ફક્ત તમે જે રીતે જોઇ રહ્યાં છો તેનું વર્ણન છે. તમારું મન અસ્તિત્વને તે જે રીતે છે તેમ જોઈ રહ્યું નથી; ભ્રમણા બનાવવા માટે તે એક અથવા બીજી રીતે તેને વિકૃત કરી રહ્યું છે. તે ક્ષણે બધું જોવાનો તમારો અનુભવ ફક્ત કાલ્પનિક અથવા ભ્રાંતિપૂર્ણ છે.

તેથી કૂતરા પાસેથી શીખવાનો અર્થ એ છે કે જ્યારે તમે કંઇક ખાવ છો, ત્યારે તમારા મોંમાં જતા દરેક કોળીયા સાથે સંપૂર્ણ રીતે શામેલ થાવ, તેનો સંપૂર્ણ આનંદ માણો, અને નોંધ લો કે આ કોણીયો આપણો ભાગ બની જાય એટલે શું થાય છે. સંપૂર્ણપણે ખાવ! જ્યારે તમે સૂઓ, ત્યારે આ ખ્યાલ છોડી દો કે તમે આખા વિશ્વને તમારા ખભા પર લઈ જાવ છો, બધું એક બાજુ રાખો અને સંપૂર્ણ સૂઈ જાઓ!

સંપાદકની નોંધ: આ લેખ વાંચો, જ્યાં સદગુરુ સમજાવે છે કે ઝેન શું છે અને તે કેવી રીતે સર્વોચ્ચ-અંતિમ તરફનું અસરકારક માધ્યમ બન્યું.