Explore Life in Sadhanapada

સદ્‍ગુરુ: દક્ષિણાયન એ સમય છે જ્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આહાશમાં દક્ષિણ તરફ ગતિ કરે છે. દક્ષિણાયન જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનો યોગ કરતું હોય તેને માટે મહત્ત્વપૂર્ણ છે. આ અવધિમાં, ઉત્તરાયણની સરખામણીમાં તમારો પૃથ્વી સાથેનો સંબંધ ખૂબ જ અલગ હોય છે. ખાસ કરીને આપણામાંના જે લોકો ઉત્તર ગોળાર્ધમાં રહે છે તેઓને માટે સૂર્યની દક્ષિણ દિશામાં ગતિ અને પૃથ્વીનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બન્ને મનુષ્યના શરીર પર અમુક અસરો પાડે છે. અમે જે પણ સાધનાઓ કરીએ છીએ તેને આ પાસાને મનમાં રાખીને બનાવામાં આવી છે.

એ આ સમય હતો જ્યારે આદિયોગી દક્ષિણ તરફ બેઠાં અને દક્ષિણામૂર્તિ બન્યા – તેમણે યોગવિજ્ઞાનની મૂળભૂત વાતોને તેના પ્રથમ સાત શિષ્યોને હસ્તાંતરિત કરવાનું શરૂ કર્યું, જેમને આજે સપ્તર્ષિ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ તરફ વળવું એ માત્ર કોઈ તરંગ નહોતી. તેઓ દક્ષિણ તરફ વળ્યા કારણ કે, સૂર્ય દક્ષિણ તરફ વળ્યો. તેથી, સૂર્યની દક્ષિણ ગતિ મહત્ત્વપૂર્ણ બની ગઈ કારણ કે, શિક્ષણનો આ પ્રથમ તબક્કો હતો. આ સાધનાપદ બની ગયું જેમાં તેમણે સપ્તર્ષિઓને શીખવ્યું કે તેમણે શું કરવું જોઈએ. સૂર્યની ઉત્તર દિશામાં ગતિને ઉત્તરાયણ અથવા સમાધિપદ અથવા કૈવલ્યપદ પરીકે ઓળખવામાં આવે છે. એ આત્મજ્ઞાનનો સમયગાળો છે.

આ છ મહિના સાધનાપદ છે અને આ છ મહિના અગત્યના છે કારણ કે, અત્યારે તમે યોગ્ય વસ્તુઓ કરી શકો છો.

સાધનાપદ હંમેશા વધારે અગત્યનું રહ્યું છે કારણ કે, કંઇ પણ વસ્તુને થવાની પ્રક્રિયામાં આપણા હાથમાં જે હોય તે કરવું સૌથી અગત્યનું છે. જે આપણા હાથમાં નથી તેને માટે આપણે રાહ જોવી જ પડે છે. સાધના એવી વસ્તુ છે જે આપણા હાથમાં છે – આપણે તેના વિષે કંઇ કરી શકીએ છીએ. આપણે બાજા કરતાં ઓછું પરિમાણ હોઈ શકીએ પણ તેનાથી કોઈ ફરક પડતો નથી, તે આપણા હાથમાં છે. તે મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે, આપણે તેને કરી શકીએ છીએ.

એક છોડને પાણી પાવું અને ખાતર આપવું ખૂબ મહત્ત્વનું હોય છે. ફૂલો તેના પરિણામે જ આવે છે. એ આપણે નથી કરવાનું. એ માત્ર એવું જ છે. આ છ મહિના સાધનાપદ છે અને આ છ મહિના અગત્યના છે કારણ કે, અત્યારે તમે યોગ્ય વસ્તુઓ કરી શકો છો. જો તમે યોગ્ય વસ્તુઓ કરશો તો જ્યારે ઉપજનો સમય આવશે ત્યારે યોગ્ય પ્રકારની ઉપજ થશે.

Editor’s Note: Find out more about Sadhanapada and pre-register for the upcoming batch here.