Sadhguru સદગુરુ શાંતિપૂર્ણ મૃત્યુની ખાતરી કરવા માટે શું કાળજી લેવી જોઈએ તે વિષે જણાવે છે અને સમજાવે છે કે કેવી રીતે ભારતીય સંસ્કૃતિએ શાંતિથી મૃત્યુ માટે વિવિધ પ્રક્રિયાઓ બનાવી છે.

પ્રશ્નકર્તા:-મારી માં ની મૃત્યુ નજીક છે. એમને એની માટે તૈયાર કરવા માટેનો સૌથી સારો માર્ગ કયો છે?

સદગુરુ:દુનિયામાં દરેક જગ્યાએ લોકો શાંતિથી મરવાની વાત કરે છે. ખરેખર તેઓનો મતલબ એ છે કે તેઓ મુશ્કેલી ઝેલી અને બેચેનીથી મરણ પામવા નથી ઇચ્છતા, તેઓ આરામથી મરવા ઈચ્છે છે. મૃત્યુની બેચેની અથવા અશાંતિને દૂર કરવા માટે એક જે સરળ કામ તમે કરી શકો છો, તે વ્યક્તિ પાસે સતત છે- 24 કલાક એક દીવો કરીને. ઘીનો દીવો સારા રહેશે, પણ તમે માખણનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી એક વિશેષ આભામંડળ બને છે, જેનાથી મૃત્યુની અસ્થિરતા અને નિરાશા ઓછી થાય છે.

એક ઉપાય હજી છે કે તમે બહુ ઓછી વોલ્યુમ પર 'બ્રહ્મમાનંદ સ્વરૂપ' જેવો કોઈ મંત્ર સીડી પર ચલાવો. બેકગ્રોઉન્ડમાં આ પ્રકારના કોઈ ઉર્જાવાન અવાજ પણ અસંતુલિત મૃત્યુની શક્યતાને ઓછી કરે છે.

મૃત્યુની બેચેની અથવા અશાંતિને દૂર કરવા માટે એક જે સરળ કામ તમે કરી શકો છો, તે વ્યક્તિ પાસે સતત છે-24 કલાક એક દીવો કરીને રાખો.

દીવો કરવાની અને મંત્રોચારણની પ્રક્રિયા મૃત્યુ પછી પણ 14 દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ, કારણ કે તબીબી ભાષામાં તે વ્યક્તિમાં ભલે મારી ગયો હોય, પરંતુ તેનું અસ્તિત્વ હજી નથી મર્યું, તે પૂર્ણ રીતે મૃત્યુને પ્રાપ્ત નથી થયો. મૃત્યુ ધીમે ધીમે થાય છે. માટીના આ ઢગલા - શરીર - થી જીવનની પ્રક્રિયા ક્રમશ: સમાપ્ત થાય છે. વ્યવહારિક રીતે ફેફડા, હૃદય અને મગજ કામ કરવાનું બંધ કરી દીધું છે તેથી તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે, પરંતુ હમણાં મૃત્યુ પૂરું નથી થયું છે. ભલે તે વ્યક્તિનો દેહ બાળી નાખ્યો હોય, તે તો પણ પૂરેપૂરો મરી ગયો નથી કારણ કે બીજા વિશ્વમાં તેના જવાની પ્રક્રિયા શરૂ થઈ નથી.

આના જ આધારે ભારતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ પછી 14 દિવસ સુધી વિવિધ પ્રકારના સંસ્કારો થાય છે. દુર્ભાગ્યવશ આ સંસ્કારોની પાછળની જ્ઞાન અને શક્તિ મોટા પ્રમાણમાં નાશ પામી છે અને લોકો ફક્ત જીવિકા માટે ખાનાપૂર્તિ કરી રહ્યા છે. બહુ ઓછા લોકો ખરેખર તેનો મહત્વ સમજે છે. જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે જાગરૂક થઈને વિશ્વ છોડે છે, તો તે તરત જ બંધનથી દૂર થાય છે, તેના માટે આપણે કશું કરીએ નહીં. પરંતુ બાકીના લોકો માટે આ સંસ્કાર કરવામાં આવે છે કારણ કે તમારે તેમને રસ્તો બતાવવો પડે છે.

તેથી, જ્યારે કોઈ મરી જાય છે, ત્યારે પ્રથમ વસ્તુ એ છે કે જે પણ વસ્તુ તેના શરીરની નજીક હતી, તેને સ્પર્શ કરતી હતી, જેમ કે આંતરિક કપડા, તેને બાળી નાખવામાં આવે છે. બાકીના કપડાં, અલંકારો, ત્રણ દિવસની અંદર, એક નહીં ઘણા લોકોમાં વહેંચી દેવામાં આવે છે. બધું એટલું ઝડપથી વહેંચવામાં આવે છે કે મૃત વ્યક્તિ ગૂંચવણમાં આવી જાય છે. હવે તે જાણતો નથી કે હવે તે ક્યાં છે. જો તમે તેની બધી સામગ્રી કોઈ એક વ્યક્તિને આપો છો, તો તે ત્યાં જાય છે કારણ કે તેના શરીરની ઉર્જા હજુ પણ કપડાંમાં હાજર છે. આ વસ્તુઓ માત્ર મૃત લોકોને શાંત કરવા માટે જ નહોતી, પણ પરિવાર અને સંબંધીઓને શાંતિ કરવા માટે હતી જેથી તેઓ સમજી શકે કે બધું હવે સમાપ્ત થઈ ગયું છે. ભલે ગમે તેટલા તમે જોડાયેલા હોવ, જ્યારે તે દૂર ગયો, તે ગયો, રમત સમાપ્ત થઈ ગઈ.

આના જ આધારે ભારતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ પછી 14 દિવસ સુધી વિવિધ પ્રકારના સંસ્કારો થાય છે. દુર્ભાગ્યવશ આ સંસ્કારોની પાછળની જ્ઞાન અને શક્તિ મોટા પ્રમાણમાં નાશ પામી છે અને લોકો ફક્ત જીવિકા માટે ખાનાપૂર્તિ કરી રહ્યા છે. બહુ ઓછા લોકો ખરેખર તેનો મહત્વ સમજે છે. સામાન્ય રીતે વિશ્વમાં બધે કહેવાય છે, પછી ભલે તે કોઈપણ સંસ્કૃતિ હોઈ શકે છે, "તમારો દુશ્મન પણ જો મૃત્યુ પામી રહ્યો હોય, તો તમે તેના માટે એક શાંત વાતાવરણ ઉત્પન્ન કરવો જોઈએ, ઘૃણિત કાર્ય ન કરો." કદાચ તમે ઝગડામાં તેને માર્યો હોય, પણ એના મરણ સમયમાં તમે ટોપી ઉતારી લો છો અને "રામ રામ" કહો છો, અથવા બીજું કંઈક કરો છો. જ્યારે કોઈ મૃત્યુ પામે છે, ત્યારે રમતના ખતમ થવાની સીટી વાગી ચૂકી હોય છે. હવે વાત વધારવામાં કોઈ મતલબ નથી.

આ જ કારણ છે કે જ્યારે તમે જુઓ છો કે મૃત લોકોને યોગ્ય સન્માન નથી અપાયું તો તમારી અંદર કંઈક અશાંત થઈ જાય છે. એટલા માટે નહીં કે તમારે શરીર પ્રતિ સમ્માન બતાવવો છે, પરંતુ એટલા માટે કે તે ધીમે ધીમે જીવનથી દૂર જઇ રહ્યો છે. તેનથી કોઈ ફરક નથી પડતો કે તેને કેવા પ્રકારનું જીવન જીવયુ, ઓછામાં ઓછું મૃત્યુ યોગ્ય રીતે થવી જોઈએ. દરેક વ્યક્તિને આ વાત સમજવી જોઈએ.

સદગુરુએ કાળ ભૈરવ કર્મ અને કાળ ભૈરવ શાંતિ પ્રક્રિયા તૈયાર કરી છે, જે મૃત વ્યક્તિ માટે લિંગ ભૈરવીના કૃપાનું આવાહન કરે છે, જેનાથી શાંતિપૂર્ણ ગમન શક્ય બની શકે છે. વધુ માહિતી માટે, કૃપા કરીને લિંગ ભૈરવી વેબસાઇટની મુલાકાત લો.