સદગુરુ: શિવનું સૌથી નોંધપાત્ર પાસું એ છે કે તેમણે પોતાનું ત્રીજુ નેત્ર ખોલ્યુ છે. તેમણે બીજી ઘણી વસ્તુઓ કરી - તેઓ નૃત્ય કરતા, ધ્યાન કરતા, તેમણે બે વાર લગ્ન કર્યાં. તે બધુ ઠીક છે, પરંતુ તેમને ફક્ત એટલા માટે આજે યાદ કરવામાં આવે છે કારણ કે તેમણે તેમની ત્રીજી આંખ ખોલી. હજારો વર્ષો પછી, આપણે હજી પણ તેમને પ્રણામ કરીએ છીએ કારણ કે જાણકારી મેળવવાનો કોઈ બીજો વિકલ્પ નથી. જાણવું એ મુક્ત થવા જેવું છે. અને જ્યાં સુધી તમારી દ્રષ્ટિ તેની વર્તમાન મર્યાદાઓથી આગળ વધારવામાં ન આવે, ત્યાં સુધી જાણવાની કોઈ રીત નથી.

શિવનું મહત્વ છે કારણ કે તેમણે એ જાણ્યું જે મોટા ભાગના માણસો સમજવામાં નિષ્ફળ ગયા છે. માનવતાના મોટા ભાગ માટે જે અદ્રશ્ય છે તે તેમની દ્રષ્ટિનો સામાન્ય ભાગ બની ગયો. ત્રીજી આંખનો અર્થ એ જ છે. લોકો કહે છે કે જ્યારે શિવે ત્રીજી આંખ ખોલી ત્યારે તેમાંથી અગ્નિ બહાર નીકળી. આ અગ્નિ સૂચવે છે કે પોતાની અંદર, તેમણે તે બધુ જ સળગાવી દીધું જેનો તેમના માટે કોઈ મતલબ હતો. પોતાની અંદર, તે એક ભઠ્ઠો બન્યા, જેને બાળી શકાય તેવું બધું જ બાળી નાખ્યું. અને તે પછી, તેમના શરીરના દરેક છિદ્રમાંથી, પરસેવા અને લોહીના બદલે, રાખ બહાર આવી. આ સૂચવે છે કે તેમણે અજ્ઞાનતાના દરેક ભાગને બાળી નાખ્યો - દરેક વસ્તુ જેને એક વ્યક્તિ સાચું માને છે. એકવાર આ થઈ ગયા પછી, તેમની ત્રીજી આંખ ખોલવું, નકારી શકાય નહીં.

બે રીત

ત્રીજી આંખ ખોલવાની બે રીત છે. એક રીત છે, અંદરનો ભાગ એકદમ ખાલી બની ગયો હોય તેથી દરવાજો જાણે અંદર ધકેલાઇ જતાં કુદરતી રીતે ખૂલી પડે છે. દરવાજો નરમ થઈ જતાં અંદરની તરફ પડે છે કારણ કે ત્યાં કંઈ નથી. શિવે ફક્ત તેમના વિચારને જ નહીં, તેમની ભાવનાઓને, તેમના સંબંધોને અને સંપત્તિઓને પણ સળગાવી દીધી છે - તેમણે તેમના અસ્તિત્વ માત્રને પણ બાળી નાખ્યું છે. ત્યાં સંપૂર્ણ શૂન્યાવકાશ છે. તેથી દરવાજો અંદરની તરફ પડ્યો અને ખૂલ્યો.

ત્રીજી આંખ ખોલવાની બીજી રીત એ છે કે તમે (પોતાની) અંદર બધું સમાવી લો. તમને તમારા વિચાર, લાગણી અથવા અન્ય કંઈપણ માટે કોઈ અભિવ્યક્તિ નથી. તમે એક શબ્દ પણ બોલી શકતા નથી. તમે જોશો કે, જો તમે ચાર દિવસ મૌન રહેશો, તો પાંચમા દિવસે તમને અચાનક ગાવાનું મન થશે. જો તમને કેવી રીતે ગાવું તે ખબર નથી, તો તમે રડી પડશો કારણ કે તમે એ જતું કરવા માંગો છો. પરંતુ જો તમે કંઈપણ જતું કરવા દો નહીં, તો એટલું દબાણ વધશે કે દરવાજો અંદરથી ખૂલી જશે. આ બીજી રીત છે.

મધ્ય રસ્તો

જો કે, તમે મુત્સદી-diplomatic હો, તો જો તમે મધ્યમ માર્ગમાં વિશ્વાસ કરો છો, તો તેનો અર્થ એ છે કે તમે ક્યાંય જવાની ઇચ્છા નથી કરતા. જે લોકો મધ્યમ માર્ગમાં વિશ્વાસ રાખે છે તેઓ તેમના જીવનમાં ક્યાંય ન પહોંચે તે માટે કટિબદ્ધ છે. વચ્ચેનો રસ્તો ફક્ત તમારું આરામ ક્ષેત્ર છે, આ એ પણ નથી કે તે પણ નથી. તેનો અર્થ એ છે કે તમે પૂર્ણ મૂર્ખ છો. તમે ક્યાંય પણ જાઓ છો તેમાં વાંધો નથી, પણ તમે તમારી જ ચલવે રાખો છો - તે મધ્યમ માર્ગ છે. વચ્ચેનો રસ્તો એ ક્યાંય ન પહોંચવાનો માર્ગ છે અને થોડા સમય પછી વિચાર આવે છે કે આ માર્ગ ક્યાંય જતો નથી.

વચ્ચેનો રસ્તો એ ક્યાંય ન પહોંચવાનો માર્ગ છે અને થોડા સમય પછી વિચાર આવે છે કે આ માર્ગ ક્યાંય જતો નથી.

ચાલો આપણે કહીએ કે તમે શેરી પર ચાલતા હતા અને તમે એક મોટા પથ્થર સમક્ષ આવી ગયા. તેની આસપાસ જવા માટે ફક્ત બે જ માર્ગ છે. એક દિશામાં, વાઘ આવી રહ્યો છે. બીજી દિશામાં, આગ સળગી રહી છે. જો તમને લાગે કે મધ્ય માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે અને તમે પથ્થર પર ચાલો છો, તો તે તમને થોડા સમય માટે સારી કસરત આપશે. તમે ક્યાંય જશો નહીં.

તેથી, કાં તો તમે ખાલી થઈ જાઓ અને ખલીપાની તીવ્ર શક્તિ તેને ખોલશે, અથવા તમે તમારામાં દબાણ બનાવો અને તે ખુલ્લું પડી જશે - આ બે રસ્તાઓ છે. પ્રથમ રસ્તો વધુ સારો વિકલ્પ છે કારણ કે જો તમે દબાણ બનાવીને દરવાજો ખોલો છો, તો તે આજે ખુલી શકે છે અને આવતીકાલે પોતાને બંધ કરી શકે છે. અથવા, પૂરતું દબાણ વધે તે પહેલાં, તમારામાં બીજું કંઇક થઈ શકે છે અને તમે ભાગી શકો છો. એક વિચાર અથવા ભાવનાને અભિવ્યક્તિ ન આપવા દેવી, એક પણ શબ્દ બોલવો નહીં, તમારા મનમાં ઉદ્ભવતા એક પણ અભિપ્રાય અથવા વિચારની અભિવ્યક્તિ ન મેળવવી તે ખૂબ ત્રાસદાયક છે. તે તમારામાં વિસ્ફોટ કરી શકે છે! પરંતુ જો તમે બધું અકબંધ રાખશો, તો ત્રીજી આંખ ખુલી જશે.

સંપાદકની નોંધ:સદગુરુની અદ્યતન પુસ્તક “આદિયોગી: યોગના સ્ત્રોત”, એ શિવ એટલે કે આદિયોગીને અંજલિ અર્પણ સમાન છે અને રહસ્યવાદના પૂર્વજનું એક કાલક્રમ છે. એમેઝોન પર ઓર્ડર કરો (ફક્ત ભારત) અને 30% છૂટ મેળવો.Amazon (India only) and get 30% off.