કુંડલીની સોકેટ:- પ્લગ લગાવો અને ઊર્જા મેળવો
સદગુરુ કુંડલીની યોગના જોખમો અને ફાયદા જુએ છે. તેઓ આ શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયામાં પદ્ધતિસર, સભાનપણે અને આદર સાથે સંપર્કમાં આવવાનું કહે છે.
સદગુરુ: યોગ સંસ્કૃતિમાં, સાપના પ્રતિક વાળી કુંડલીનીએ તમારી અંદર અનંત ઊર્જા રૂપે સમાયેલી છે, તે બતાવે છે. કુંડલીની ની પ્રકૃતિ જરા અલગ છે, તે તે હોય છે પણ, તેનો અહેસાસ ત્યારે જ થાય છે, જ્યારે કોઈ હરકત થાય. ત્યારે તમને ખ્યાલ આવે છે, કે તમારી અંદર અપાર શક્તિ છે. બરાબર સાપની જેમ, કારણ કે સાપની ચામડી સખત હોય છે અને સાપ જ્યાં સુધી હલન ચલન ન કરે ત્યાં સુધી તે દેખાતો નથી. એવું જ કુંડલીની સાથે છે. જો તમારી અંદર કુંડલીની ઉત્તેજિત થાય તો, ચમત્કાર થશે. જે પહેલા અસંભવ હતું. તે તમારી સંભવ થવા લાગશે. ઊર્જાના નવા સ્તરે ઉનમુક્ત થવાશે. તમારું શરીર ઉપરાંત બધું સંપૂર્ણપણે જુદી રીતે વર્તશે.
કુંડલીની અને અનુભવ
ઊર્જાના ઉચ્ચતમ સ્તર ઉપરાંત અનુભૂતીનો પણ ઉચ્ચતમ અહેસાસ થાય છે. સંપૂર્ણ યોગ પ્રણાલીનો માત્ર એક જ ઉદેશ્ય છે કે, આપની અનુભૂતીની કક્ષા અને માત્રા વધારવી. અનિવાર્યપણે આધ્યાત્મિક પ્રક્રિયાનો પણ આજ અર્થ થાય છે. કારણ કે તમે જે જુઓ છો, સમજો છો કે અનુભવો છો.તેની મર્યાદા છે. માટે જ શિવ અને સાપના પ્રતીક સ્વરૂપે કુંડલીનીને જોવામાં આવે છે. જે દર્શાવે છે કે ઊર્જા ઉર્ધ્વ દિશામાં પ્રસ્થાન કરે તો, ચોક્કસપણે તમારી અંદર રહેલી ત્રીજી આંખ ખુલે છે.
કુંડલીની અને ત્રીજી આંખ
ત્રીજી આંખનો અર્થ એ નથી કે, તમારા કપાળ પર ત્રીજી આંખ આવી જાય. તેનો અર્થ અવો છે કે, તમે જુદી રીતે વિચારતા અને સમજતા થશો. આપણી બે આંખો વડે આપણે ભૌતિક જગતને જોઈ શકેએ છીએ. પણ તેની મર્યાદા છે. હું તમારી આંખ આગળ મારા હાથ મુકી દવું તો, તમે કશું જ જોઈ શકશો નહીં.. પણ જો ત્રીજી આંખ તમારી પાસે હશે તો! તો તેના થકી આંખ બંધ હશે તો, પણ તમે અન્ય પરિમાણથી સંપૂર્ણપણે અને અલગ રીતે જોઈ શકશો. જે ખુલ્લું છે, દેખી અને અનુભવી શકાય છે.
કુંડલીની યોગ: પ્રથમ તૈયારી!
આજકાલ, ઘણાં પુસ્તકો અને યોગ સ્ટુડિયો કુંડલીની યોગ અને તેના ફાયદા વાત કરે છે, જો કે તેઓ તેના વિશે કશું જ જાણતા નથી. "કુંડલીની" શબ્દ ઉચ્ચારણ કરવા માટે પણ તમારામાં એક આદરની ભાવ હોવા જોઈએ. પછી જ આ શબ્દ ઉચ્ચારી શકાય છે. કારણ કે તે ખૂબ અસાધારણ શબ્દ છે.. જો તમારે કુંડલીની ને સક્રિય કરવી હોય તો, તમારા શરીર, મન અને ભાવનાઓથી જરૂરી રીતે સુસજ્જ થવું પડે. કારણ કે તમે એવી ઊર્જાનું ગ્રહણ કરશો. જેમાં અપાર શક્તિનો ભંડાર છે. જેમ હાઈવોલ્ટેજ સામે નબળુ વાયરીંગ હોય, તો ફ્યુઝ તરત જ ઉડી જાય છે. તે રીતે ન થાય તે માટે ધ્યાન રાખવું. ઘણા લોકો મારી પાસે આવ્યા છે. જેઓએ માનસિક અને શારીરિક સંતુલન ગુમાવ્યું હોય, કારણ કે તેમને જરૂરી જ્ઞાન અને માર્ગદર્શન વગર જ કુંડલીની યોગ કરવાનું શરૂ કર્યું હતું. મદદરૂપ સહાયક વાતાવરણ ન હોય તો, ફક્ત કુંડલીની જાગ્રત કરવાનો પ્રયત્ન જ બેજવાબદારપૂર્ણ અને ખતરનાક બની શકે છે.
કુંડલીની યોગ, સૌથી ખતરનાક સ્વરૂપ
કુંડલીની યોગ એ યોગનું સૌથી ખતરનાક સ્વરૂપ છે. હું ખતરનાક એટલા માટે કહું છું. કારણ કે આ યોગ સૌથી બળવાન છે. જો યોગ્ય રીતે શક્તિ જળવાય નહી. તો તે ખતરનાક સાબિત થાય છે. ઉદાહરણ તરીકે, વીજળી ઉત્પન્ન કરવાના અનેક રસ્તા છે. તેમાનો એક રસ્તો અણુ રિએક્ટર છે. હાલના સમયમાં ઊર્જા પેદા કરવાનો આ સૌથી કાર્યક્ષમ રસ્તો છે. પણ સાથે આ એટલો જ ખતરનાક છે, શું નથી? જ્યાં સુધી બધુ બરાબર જઇ રહ્યું છે, ત્યાં સુધી ઘરતી પર ઉર્જા પેદા કરવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે કઈંક ખોટું થયું. ત્યારે તેના અતિ ગંભીર પરિણામ આવી શકે છે. પછી તમારા હાથમાં કશું જ રહેતું નથી. તમે કશુજ સુધારી શકતા નથી. એવું જ કુંડલીની યોગ સાથે પણ થાય છે. તે અનંત શક્તિનો સ્ત્રોત છે. સાથોસાથ તે ખતરનાક પણ છે. નિષ્ણાતના માર્ગદર્શન અને નિરીક્ષણ અને જરૂરી તૈયારી વગર કોઈએ પણ આને કરવાની હિંમત ન કરવી જોઇએ. પણ અહીં સમસ્યા એ છે કે, આ વિષય પર અનેક પુસ્તકો લખાયા છે અને દરેક વ્યક્તિને લાડવો તરત જ ખાઈ લેવો છે. તેમાં આ પણ સામેલ છે. મોટાભાગના લોકો "એ" થી શરૂ કરવાની જગ્યાએ "ઝેડ" થી શરૂ કરવા માંગે છે. આ અભિગમ જોખમી અને ખોટો છે.
પારંપરિક રીતે યોગ ચોક્કસ પ્રકારના લોકોને ચોક્કસ પ્રકારનો યોગ શીખે છે. અમુક યોગ સંસારી લોકો માટે છે, તો અમુક યોગ સાધુ સન્યાસીઓ માટે છે. આ યોગ અમે નથી શીખવતા, અમુક પ્રકારના ખાસ યોગમાં અપાર શક્તિ છે. પરંતુ તે શિખવા માટે શિસ્ત અને ધ્યાનના ચોક્કસ નિયમો પાળવાના હોય છે. જે સામાન્ય લોકોને રોજીંદા જીવનમાં પાળવા શક્ય નથી. જો તમે આ પ્રકારના યોગ કરો, તો તમે બહારના જીવન તરત જ અછેટા થઈ જાઓ છો.
આનો, અર્થ એવો નથી કે કુંડલીની યોગ ખોટા છે. તે વિચિત્ર છે. પણ આ યોગ યોગ્ય રીતે કરવાની જરૂર હોય છે, કારણ કે આ યોગ થકી જે ઊર્જા મળે છે. તેનો સદઉપયોગ થવો જોઈએ. કારણ કે, ઉર્જાની સ્વયં કોઈ વિવેકશક્તિ નથી. તમે આ શક્તિનો ઉપયોગ કરી શકો છો અથવા આ શક્તિ તમારો ઉપયોગ કરી શકે છે. જેમકે, હાલના સમયમાં લાઈટ આપણા જીવનનો અભિન્ન અંગ છે, પણ જો એ જ લાઈટ પર આપણો જરાક અંગ અડી જાય તો, પરીણામ તમને ખબર છે. શું થશે! તેવી જ રીતે, કુંડલી યોગમાં પણ આવું જ છે. ઊર્જાને પોતાની કોઈ વિવેકશક્તિ નથી. તેનો કેવી રીતે ઉપયોગ કરો છો, તે પર નિર્ભર કરે છે.. અત્યારે પણ તમે તેનો ઉપયોગ કરી રહ્યાં છો. પણ માત્રા ઓછી છે, જો યોગ્ય અભ્યાસ અને પ્રયાસમાં વધારો કરવામાં આવે તો તમે, તમારા અસ્તિત્વની મર્યાદાઓથી પર જઈ અસંભવને સંભવ કરી શકો છો.
કુંડલીની યોગ: મર્યાદાઓ તોડવાનું વિજ્ઞાન
તમામ યોગ એક સમાન છે, પણ કુંડલીની યોગ ખાસ છે. હકીકતમાં, આપણું જીવન તેના તરફ છે. અમુક હદે લોકો તેમના જીવનમાં અનુભવ પણ કર્યો છે. પણ આપણે લોકો હાલમાં અનુભવી રહ્યાં છીએ. તેના કરતા વધુ અનુભવ કરવા માંગીએ છીએ. માટે કોઈ ગીતો ગાવા માંગે છે. કોઈ ડાન્સ કરવા માંગે છે, કોઈ દારૂ પીવા માંગે છે, કોઈ પ્રાર્થના કરવા માંગે છે - શા માટે તેઓ આ બધું કેમ કરવા માંગે છે? તેઓ તેમના જીવનને વધુ સઘન અનુભવ કરવા માંગે છે. દરેક વ્યક્તિ પોતાની કુંડલીની જાગ્રત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ તેઓ ભયાનક રીતે કરી રહ્યાં છે. જ્યારે તમે વૈજ્ઞાનિક રીતે અને પદ્ધતિસર યોગ્ય રીતે કરો છો, ત્યારે અમે તે પ્રક્રિયાને યોગ કહીએ છીએ.
સંપાદકીય નોંધ: સદગુરુની "મિસ્ટિક્સ મ્યુસીંગ્સ"માં તંત્ર, ચક્રો અને કુંડલી વિશે ગહન અભ્યાસ અને રસપ્રદ વિગતો શામેલ છે. આ પુસ્તકનાં ફ્રિ (પીડીએફ) સેમ્પલ અથવા ઈબુક પણ મેળવી શકો છો.