પ્રશ્ન: તમે અર્થપૂર્ણ જીવનને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? કોઈ પોતાનું જીવન કઈ રીતે વધુ પરિપૂર્ણ બનાવી શકે?

સદગુરૂ: આપણે જે કંઇક કરીએ છીએ, તે કોઈના જીવનમાં યોગદાન આપે છે. જો તમે બધાના જીવનમાં ફાળો આપવાના તમારા કામને એક સભાન પ્રક્રિયા બનાવી શકો, તો તમારું જીવન ખુબ અલગ થશે. ફાળો આપવાનો અર્થ એ નથી કે તમે તમારા ધંધામાં પૈસા નહિ બનાવો. જો તમે સતત જુઓ કે તમારી આજીબજુના લોકોને તમારું શ્રેષ્ઠ કેવી રીતે આપવું, તો ફાયદો જાતે જ થશે – તમારે એની ચિંતા કરવાની જરૂર નથી.

જે ક્ષણે તમે જોશો કે હું કઈ રીતે ફાળો આપી શકું, જે ક્ષણે તમે તમારી અંદર એક અનોખું સુખ અનુભવશો, તમારું શરીર અને મન તેમનાથી થતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

યોગદાન આપવું, એ પૈસા કે સામગ્રી વિષે નથી, એ તમારા જીવનનો મૂળ સંકલ્પ છે. જો તમે તમારા જીવનને યોગદાન બનાવો, પછી તમારું જીવન ખરેખર અર્થપૂર્ણ અને યોગ્ય બનશે, કારણકે તમે એજ રચી રહ્યા છો જેની તમે કાળજી લો છો. જો તમે જેની ખુબ કાળજી લો છો તેની રચના કરો છો, તો એવા કામ પર જવાનો તમને રોજ આનંદ આવશે. આમ કરવાથી તમે કોઈ દિવસ તણાવના કારણે મૃત્યુ નહિ પામો. તમે થાકથી મરી જશો, પણ તણાવથી નહિ. આ ખૂબ સારી વસ્તુ છે.

જે ક્ષણે તમે જોશો કે હું કઈ રીતે ફાળો આપી શકું, જે ક્ષણે તમે તમારી અંદર એક અનોખું સુખ અનુભવશો, તમારું શરીર અને મન તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. આને સાબિત કરવા ઘણા વિજ્ઞાની અને તબીબી પુરાવા છે. જો તમારું મન અને શરીર તેમનું શ્રેષ્ડ કામ નહિ કરે તો શું તમને લાગે છે કે તમે સફળ થશો? સફળતાનો અર્થ છે કે જે કઈ શ્રેષ્ઠ તમારી પાસે છે તેને ભેગું કરી, શક્ય તેટલું સારું પરિણામ લાવો. જો આને શક્ય કરવું હોય, તો તમારે કાયમ એ સુખદ સ્થિતિનો અનુભવ કરવો જોઈએ. પછી તમે જેટલું વધુ કરો, એટલો તમારો અનુભવ પ્રબળ બને. આ ફક્ત ત્યારેજ શક્ય બનશે, જયારે તમે કાયમ તમારી આજુબાજુ બધાને કંઈક ફાળવવા ઈચ્છશો.

પ્રશ્ન: આપણે અહીં કેમ છીએ? આ જીવનનો મુખ્ય હેતુ શું છે?

સદગુરુ: જો તમે ખરેખર પ્રસન્નતાનો અનુભવ કરતા તો શું તમે જીવનના હેતુ વિષે પૂછો? તમે આ પ્રશ્ન એટલે પૂછો છો કારણકે ક્યાંક જીવનનો અનુભવ જોઈએ તેટલો સારો નથી. મોટા ભાગના મનુષ્યો વિચારો, ભાવનાઓ, કલ્પનાઓ, અભિપ્રાયો અને પૂર્વાગ્રહોનું જાણે એક પોટલું બની ગયા છે. આનો અર્થ એ છે કે તમારું મનોવૈજ્ઞાનિક નાટક તમારા જીવન પર હાવી થઇ ગયું છે. મોટા ભાગે તમે ફક્ત જીવન વિષે વિચારો છો, તેને જીવતા નથી. તમે અહીં જીવન જીવવા આવ્યા છો, ના કે તેના વિશે વિચારવા.

જીવન જીવવા માટે ભિન્ન પ્રકારના હેતુઓ શોધવાની જરૂર નથી. જો તમે આ જીવનની પ્રકૃતિનું અન્વેષણ કરશો, તો તમે જાણશો કે જીવનને કોઈ હેતુની જરૂર નથી. જીવન જાતેજ અસાધારણ છે. જો તમે આ જીવનને તેની પૂર્ણતામાં અનુભવશો, તો જીવન જાતેજ એક હેતુ છે.

પ્રશ્ન: આપણે હંમેશા એવા લોકો વિષે સંભાળતા હોઈએ છીએ, જેમણે સફળતાના શિખરે પહોંચીને આત્મહત્યા કરી હોય. આધુનિક જીવન આટલું તણાવપૂર્ણ કેમ છે?

A Businessman looking up a skyscraper

સદગુરૂ: આપણે સામાન્ય રીતે “સફળતા” ને અત્યાર સુધી જે કરી શક્યા અને લોકોના પ્રમાણે ક્યાં ઉભા છીએ, તેના આધારે માપીએ છીએ. મેં જોયું છે કે સામાન્ય રીતે સફળ લોકો વધુ તનાવપૂર્ણ હોય છે અને જે લોકો એટલા સફળ નથી તેમના કરતા વધારે વેદના ભોગવે છે. સફળતાનો મતલબ તમે ઊંચા સ્થાને બેઠા છો. તેથી જો કોઈ એવા સ્થાને બેસે જ્યાં બેસવા તેઓ સજ્જિત નથી, તો સફળતા તેમને મારી નાખે છે. જો લોકો સામાજિક વલણો, શૈક્ષણિક લાયકાત અથવા કૌટુંબિક પૃષ્ઠભૂમિના લીધે સફળ થાય છે, અને જે સફળતા તેઓને અમુક જગ્યાએ લઇ જાય છે, તો તેઓ ત્યાં સતત પીડાય છે. જો તમે તમારા ઊંચા સ્થાન પર ખુશ રહેવા માંગતા હોવ, તો એ અત્યંત જરૂરી છે કે તમે સફળતા માટેની પરિસ્થિતિઓ ઉભી કરો તે પહેલા તમે પોતાનું એન્જિનિયરિંગ કરો.

અનિવાર્યપણે, લોકોના તણાવ અને કષ્ટને સફળતા અથવા નિષ્ફળતા સાથે કોઈ લેવા દેવા નથી. તમે જે કામ કરો છો તેના લીધે તમે તણાવમાં નથી. તણાવ એટલે છે કે તમે તમારા મન અને શરીરને વ્યવસ્થિત સંચાલિત કરતા નથી શીખ્યા! દરેક માનવીય અનુભવનો એક રસાયણિક આધાર હોય છે. તમે તેને તણાવ, ચિંતા, આનંદ અથવા પરમાનંદ કહી શકો, પણ દરેકનો એક રસાયણિક આધાર હોય છે. જેમ બાહ્ય સુખાકારી માટે વિજ્ઞાન છે, તેમજ આંતરિક રાસાયણિક સંરચના માટે પણ એક અલગ વિજ્ઞાન છે. યોગમાં એવી ઘણી પદ્ધતિઓ છે જેના થકી તમે યોગ્ય રસાયણ ઉત્તપન્ન કરી શકો, જેથી તમને સહજતાથી આનંદ અને શાંતિ મળી શકે.

પ્રશ્ન: મનુષ્ય ઘણીવાર શા માટે અસ્તિત્વની કટોકટી અનુભવે છે? તેને કઈ રીતે દૂર કરી શકાય?

સદગુરૂ: દરેક વસ્તુ લોકોના જીવનમાં સંકટ બની ગઈ છે. કિશોરાવસ્થા તે હેરાનગતિનો સમય હતો, કારકિર્દી માટેના કર્યો એક મોટી હેરાનગતિ હતી, આધેડ વય એક સંકટ છે, વૃદ્ધાવસ્થા તે બીજું સંકટ છે. તો એવો કયો સમય છે જ્યારે લોકો સંકટમાં નથી? જો તેઓ થોડા સંકટનો સામનો કરે છે તો મોટા ભાગના લોકો ડરી જાય છે. પણ જો તમે સંકટમાં હોવ તો તે અત્યંત મહત્વનું છે કે તમે તમારે શ્રેષ્ઠ પ્રદર્શ કરવું જોઈએ, જ્યારે મોટા ભાગના લોકો તે ક્ષણોમાં હાર માની લે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના પર ચોક્કસ રોકાણ કરવા ઈચ્છે, તો આ પરિમાણ સરળતાથી મેળવી શકાય છે. જો તમને એવું લાગતું હોય કે જે તમે કરો છો તે ખુબ મહત્વનું છે, તો તમારે પોતાના ઉપર કામ કરવું જોઈએ. વિવિધ પ્રકારના રસ્તાઓ છે જેના દ્વારા તમે તમારી મૂળભૂત જીવનશક્તિ જે તમારી અંદર કામ કરે છે, તેને સુધારી શકો છો. આના માટે એક પૂરું વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપલબ્ધ છે.

સંપાદકની નોંધ:જો તમે માત્ર થોડો સમય રોજ ફાળવવા તૈયાર થશો, તો ઈશા ક્રિયા તે એક મફત ઓનલાઈન માર્ગદર્શિત મેડીટેશન છે, જે તમારું જીવન બદલી શકે છે.